29.7 C
Amreli
18/09/2020
કલેક્ટર ઓફિસ

ભારતમાં કોરોનાના કેસ 3 લાખને પાર, એકલા મહારાષ્ટ્રમાં જ 1 લાખ કેસ

દેશના ત્રીજાભાગના કેસ મહારાષ્ટ્રમાં

ભારતમાં અનલોક-1 જાહેર કર્યા બાદ દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. શુક્રવારે સાંજે દેશમાં 2,903 નવા કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3,04,019 થઈ ગઈ છે. જોકે, તેમાંથી એકલા મહારાષ્ટ્રમાં જ એક લાખથી વધુ કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 1 લાખને પાર

કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્રની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. એકલા મહારાષ્ટ્રમાં જ કોરોનાના કેસ 1 લાખને પાર થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં હવે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,01,141 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર બાદ તામિલનાડુનો નંબર આવે છે. તામિલનાડુમાં કોરોનાના કેસ 40,698 થઈ ગયા છે. જ્યારે દિલ્હીમાં 34,687 કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્રના અડધા કે મુંબઈમાં

મહારાષ્ટ્રમાં પણ મુંબઈ સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત છે. શુક્રવારે મુંબઈમાં કોરોનાના 1,366 કેસ અને 90 મૃત્યુ નોંધાયા છે. આ સાથે જ દેશની આર્થિક રાજધાનીમાં કોરોનાના કેસની સંખ્યા 55,451 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2,044 થઈ ગઈ છે.

ભારતનો રિકવરી રેટ વધ્યો છે

ભારતનો રિકવરી રેટ ઘણો સારો છે. શુક્રવાર સવાર સુધીમાં રિકવરીનો રેટ 49.47 ટકા થઈ ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 1,47,195 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં સતત બીજા દિવસે નોંધાયેલા કેસની સંખ્યા કરતા સાજા થયેલા લોકોની સંખ્યા વધી છે.

સૌથી વધુ કેસ મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે

ભારતે કોરોનાના સૌથી વધુ કેસના મામલે સ્પેન અને યુકેને પાછળ રાખી દીધા છે. ભારત વિશ્વમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ભારત કરતા હવે અમેરિકા, બ્રાઝિલ અને રશિયા છે.


Source: iamgujarat.com

Related posts

મોહિનાના ભાઈનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ, 7 દિવસ સુધી રહેશે ક્વોરન્ટિન

Amreli Live

રિદ્ધિમા કપૂરે શેર કરી પિતાની જૂની તસવીર, ભાઈ-બહેન અને મમ્મી સાથે જોવા મળ્યા ઋષિ કપૂર

Amreli Live

નવા 14000 કરતા વધારે કેસ સાથે ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 4 લાખ નજીક પહોંચ્યો

Amreli Live

ધોનીની બાયોપિક કરવા ઈચ્છતો હતો અક્ષય કુમાર, આ રીતે સુશાંત સિંહ રાજપૂતને મળ્યો હતો રોલ

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોનાની મોટી છલાંગ, તૂટ્યો રેકોર્ડ

Amreli Live

કોરોના વાયરસથી થયું મોત, મૃતદેહ હોસ્પિટલથી રિક્ષામાં કબ્રસ્તાન લઈ જવાયો

Amreli Live

106 વર્ષના વૃદ્ધ દીકરા પહેલા કોરોનાને હરાવીને સ્વસ્થ થયા, ડોક્ટર્સ આશ્ચર્યમાં પડ્યા

Amreli Live

શાઓમીએ છુપાવી દીધો કંપનીનો લોગો, સ્ટોર પર લખ્યું ‘મેડ ઈન ઈન્ડિયા’

Amreli Live

ચીનના છક્કા છોડાવશે સ્વદેશી તેજસ, આ જોરદાર મિસાઈલથી કરવામાં આવ્યું છે તેને સજ્જ.

Amreli Live

સૌરવ ગાંગુલી દ્વારા એશિયા કપ રદ્દ થવાની ઘોષણાથી પાકિસ્તાનમાં ખળભળાટ

Amreli Live

જાડી સારા કેવી રીતે બની પાતળી પદમણી, ફોટા જોઈને ચોક્કી જશો.

Amreli Live

દમણમાં કોરોના વાયરસના વધુ બે કેસ પોઝિટિવ, આખા વિસ્તારને સીલ કરાયો

Amreli Live

મંત્રી રમણ પાટકર કોરોના પોઝિટિવ: CM રૂપાણી અને અન્ય મંત્રીઓ નહીં થાય ક્વોરન્ટીન

Amreli Live

24 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોના વાયરસ: કરિયાણું ખરીદવા જાઓ ત્યારે આ કારણથી ગ્લવ્સ પહેરવાનું ટાળવું

Amreli Live

અમદાવાદ: ભાડુઆતની આત્મહત્યાના 6 મહિના બાદ મકાન માલિક સામે ગુનો નોંધાયો

Amreli Live

5 જુલાઈ જન્મદિવસ રાશિફળ: રચનાત્મક કાર્યોમાં મળશે સફળતા

Amreli Live

બોયફ્રેન્ડ રોકી સાથે શોપિંગ પર ઉપડી હિના ખાન, બ્લેક માસ્કમાં કર્યું ટ્વિનિંગ

Amreli Live

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ આપઘાત કર્યો

Amreli Live

કોરોનાના કેસ વધતા તામિલનાડુના ચેન્નાઈ સહિત 4 જિલ્લાઓમાં 30 જૂન સુધી લોકડાઉન

Amreli Live

સુરતમાં કોરોનાથી હાલત વધુ ગંભીર, કુલ કેસોની સંખ્યા 10000ને નજીક

Amreli Live