30.8 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

ભારતમાં આવેલા સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટ બંધ થવાની તૈયારીમાં

વૃતાંકર મુખરજી, કોલકાતા: ચીનથી આયાત થતા કન્સાઇનમેન્ટના ક્લિયરન્સમાં ભારે વિલંબ થઈ રહ્યો હોવાથી ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ સંકટમાં મુકાઈ શકે છે. કેટલીક સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ફેક્ટરીઓમાં વપરાતા કોમ્પોનન્ટ ખતમ થવાના આરે છે તેથી પ્લાન્ટ બંધ થઈ શકે છે. કેટલાક ઉત્પાદકોએ કહ્યું કે તેઓ ચાલુ સપ્તાહમાં જ કદાચ ઉત્પાદન અટકાવી દેશે.

ઉદ્યોગના કેટલાક એક્ઝિક્યુટિવે જણાવ્યું કે શાઓમી, ઓપ્પો, રિયલમી, હાયર અને કેરિયર મીડિયા જેવી બ્રાન્ડ્સના કોમ્પોનન્ટ એક સપ્તાહ કરતાં વધારે સમયથી કસ્ટમ ક્લિયરન્સના વાંકે અટવાયા છે જેથી ઉત્પાદન યોજનાને અસર થઈ છે. કાર્બન સ્માર્ટફોન્સના માલિક અને સાન્સુઇ ટીવી ઉત્પાદનનું લાઇસન્સ ધરાવતા જૈના ગ્રૂપે ગયા શુક્રવારે તેનો પ્લાન્ટ બંધ કરી દીધો હતો.

જૈના ગ્રૂપના ચેરમેન પ્રદીપ જૈને જણાવ્યું કે, “કસ્ટમ દ્વારા માલને અટકાવી રાખવામાં આવે તે એકદમ બિનજરૂરી મુદ્દો છે. તેનાથી અમારા બિઝનેસને અને રોજગારીને વિપરીત અસર થશે.”

જૈના ગ્રૂપ કેટલીક થર્ડ પાર્ટી બ્રાન્ડ્સ માટે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કરે છે. તેમણે કહ્યું કે, “અમે કોવિડ 19 પછી અમારું ઉત્પાદન વધારવા માટે પહેલેથી કેટલાક પડકારોનો સામનો કરીએ છીએ. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અને માઇગ્રન્ટ કામદારોની અછત પણ પરેશાની પેદા કરે છે.”

એક અગ્રણી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરરે જણાવ્યું કે તેને ત્યાં આગામી બે-ત્રણ દિવસમાં જ મોબાઇલ ફોન માટેના કોમ્પોનન્ટ ખતમ થઈ જશે. પોતાની ફેક્ટરી ચલાવતી એક અગ્રણી ચાઇનીઝ બ્રાન્ડે કહ્યું કે તેઓ માત્ર છ દિવસ સુધી ઉત્પાદન ચાલુ રાખી શકે તેમ છે.

લગભગ 15 બ્રાન્ડ્સ માટે એલઇડી ટીવીનું ડિઝાઇન અને ઉત્પાદન કાર્ય સંભાળતી વિડિયોટેક્સ ઇન્ટરનેશનલે જણાવ્યું કે તેણે ગુરુવારથી ઉત્પાદન બંધ કરવું પડશે, સિવાય કે ચીનથી આવેલા કન્સાઇનમેન્ટને તાત્કાલિક ક્લિયરન્સ આપવામાં આવે.

કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે હાલમાં ચીનથી આવેલા દરેક કન્સાઇનમેન્ટ ખોલીને તેની વિગતવાર ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે બંદરો અને એરપોર્ટ પર માલનો ભરાવો થયો છે. અગાઉ કન્સાઇનમેન્ટને માત્ર એક કે બે દિવસમાં મંજૂરી મળી જતી હતી. ભારત-ચીન સરહદે સંઘર્ષમાં 20 ભારતીય સૈનિકોના મૃત્યુ પછી ચાઇનીઝ માલ અને ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની વાતો થઈ રહી છે ત્યારે કસ્ટમ્સ દ્વારા ક્લિયરન્સ કામગીરી જટિલ બનાવવામાં આવી છે.

કસ્ટમ્સના વિલંબના કારણે કેટલીક બ્રાન્ડ્સ માટે ઉત્પાદનકાર્ય ચાલુ રાખવું મુશ્કેલ બન્યું છે કારણ કે તેમની પાસે પહેલેથી મોટો જથ્થો હોતો નથી. તેઓ જરૂર પડે ત્યારે જ માલની આયાત કરતી હોય છે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના કારણે સ્માર્ટફોન જેવા ડિવાઇસની ભારે અછત સર્જાઈ છે કારણ કે ફેક્ટરીઓ માત્ર 40 ટકા ક્ષમતાએ કામ કરી રહી છે.

એક ચાઇનીઝ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડના સીઇઓએ કહ્યું કે તેમણે ભવિષ્યના સપ્લાય ચેઇનના આયોજનમાં કસ્ટમ્સ ક્લિયરન્સના વિલંબને ગણતરીમાં લઈ લીધો છે. પરંતુ હાલના કોમ્પોનન્ટને ક્લિયરન્સ નહીં મળે તો ઉત્પાદન ઠપ થઈ જશે.


Source: iamgujarat.com

Related posts

હવે કુવૈતના આ નિર્ણયના પગલે 8 લાખ ભારતીયો પણ તોળાઈ રહ્યું છે સંકટ

Amreli Live

આ ભાઈ PPE કિટ પહેરીને વેચી રહ્યો છે પાન-મસાલા

Amreli Live

અમદાવાદઃ લગ્ન પછી તરત જ પતિએ કહી દીધું ‘મારે તો બીજી સાથે છે સંબંધ, તું મને ગમતી નથી’

Amreli Live

લદ્દાખમાં હાર મળ્યા બાદ ચીનની નવી ચાલ, હવે ભૂટાનની જમીન પર દાવો કર્યો!

Amreli Live

Unlock 2.0: ગુજરાત સરકાર આ બે નિયમોમાં આપી શકે છે મોટી રાહત

Amreli Live

અમદાવાદઃ શહેરમાં ફરતા ધન્વંતરી રથમાં હવે મેલેરિયા અને ડેન્ગ્યુના પણ ટેસ્ટ થશે

Amreli Live

ફ્લાઈંગ ઓફિસર બની ચાવાળાની દીકરી, IAFમાં જવા માટે છોડી 2 સરકારી નોકરી

Amreli Live

દેશભક્તિની ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો હતો સુશાંત, પોસ્ટર શેર કરીને ફ્રેન્ડે કહ્યું- ‘તારું સપનું હું પૂરું કરીશ’

Amreli Live

દેશમાં કોરોનાના 38,000 કરતા વધુ નવા કેસ નોંધાયા, 7 દિવસમાં 4,127નાં મોત

Amreli Live

બે વર્લ્ડ કપ વિજેતા ટીમનો કેપ્ટન આર્થિક તંગીમાં, કહ્યું – નોકરીની સખત જરૂર

Amreli Live

ગજબ! ફુટપાથ પર ઈડલી વેચતા મા-બાપની દીકરી 12 સાયન્સમાં 99.2 ટકા લાવી

Amreli Live

બાંદ્રામાં જોવા મળ્યા નીતૂ કપૂર, તેમના લૂક નહીં આ બાબતે ખેંચ્યું સૌનું ધ્યાન

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચીન સામે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન, ચાઈનીઝ પ્રોડક્ટ સળગાવીને વ્યક્ત કર્યો રોષ

Amreli Live

દાવો: કોરોના વેક્સીન ટ્રાયલમાં આ દેશ સૌથી આગળ

Amreli Live

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ છોડ્યું ટ્વિટર, આપ્યું આવું કારણ

Amreli Live

ફેન્સને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યો હતો અક્ષય કુમાર, પત્નીએ ઉઘાડો પાડતાં કહ્યું…

Amreli Live

સુરતઃ કોન્સ્ટેબલે હુમલો કરતાં મહિલા બેંકકર્મીને પીઠના પાછળના ભાગમાં થયું હેરલાઈન ફ્રેક્ચર

Amreli Live

કોરોનાના દર્દીઓએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ, વધી શકે છે ખતરો

Amreli Live

દ્વારકાઃ 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી, દુકાનદારોને ભારે નુકસાન

Amreli Live