26 C
Amreli
22/09/2020
મસ્તીની મોજ

ભારતને ચંદ્ર અને મંગળ સુધી પહુંચાડવા વાળી મહિલાઓ, તો પણ ઇસરોમાં સંખ્યા 20% થી ઓછી, નાસામાં પણ તેમની સંખ્યા ઘટી.

મંગળયાનથી લઈને ચંદ્રયાન 2 સુધી ભારતને સફળતા આપનારી મહિલાઓ છે પણ નાશા અને ઇસરોમાં મહિલાઓની સંખ્યા કેમ ઓછી

મંગળયાનમાં 500 થી વધુ વૈજ્ઞાનિકોની ટીમ હતી, તેમાં 25% થી વધુ મહિલાઓ હતી, પ્રથમ પ્રયત્નમાં જ સફળ થયા હતા અમે.

ચંદ્રયાન-2 ની દેખરેખ પણ મહિલાઓ પાસે જ હતી, જેમાં રીતુ કરીધાલ મિશન ડિરેક્ટર અને એમ. વનિતા પ્રોજેક્ટ ડિરેક્ટર હતી.

વર્ષ 2016-17માં ઇસરોમાં મહિલાઓનો હિસ્સો 19.8% હતો, જે હવે ઘટીને 19.5% થયો, આટલા વર્ષ દરમિયાન નાસામાં પણ મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો

અમેરિકા સ્પેસ એજન્સી નાસાએ 30 જુલાઈના રોજ મંગળ ઉપર એક નિરીક્ષણ યાન મોકલ્યું હતું. આ નિરીક્ષણ યાનમાં બે ઉપકરણો છે. પ્રથમ 1000 કિલોનો રોવર અને બીજો 2 કિલો ડ્રોન જેવું નાનું હેલિકોપ્ટર. આ પહેલીવાર છે જ્યારે મંગળ ઉપર હેલિકોપ્ટર ઉડાન ભરવાનું છે. પરંતુ કોણ જાણે કે આ હેલિકોપ્ટર કોણે બનાવ્યું છે? તે બનાવ્યું છે નાસાના એન્જિનિયર તરીકે કામ કરતી મીમી ઔગે. મીમી મ્યાનમારની રહેવાસી છે, પરંતુ તે 16 વર્ષની ઉંમરે અમેરિકા આવી ગઈ હતી અને હવે તે નાસામાં લીડ એન્જિનિયર છે.

ફક્ત અમેરિકા જ નહીં, વિશ્વભરની સ્પેસ એજન્સીઓમાં મહિલાઓને મોટી મોટી જવાબદારી મળી રહી છે અને તે તેઓ સારી રીતે પૂરી કરી રહ્યા છે. ભારતમાં જ મંગળયાન અને ચંદ્રયાન જેવા મિશનની જવાબદારી મહિલાઓને આપવામાં આવી હતી. નવેમ્બર, 2013 માં ભારતે મંગળયાન મંગળ ગ્રહ ઉપર મોકલ્યું હતું, જે સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું. ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે, જેનો મંગળ મિશનમાં સફળતાનો દર 100% છે. જ્યારે નાસાનો 78%.

પ્રથમ પ્રયાસમાં જ ભારતને મંગળ સુધી લઈ જવામાં મહિલાઓનો હાથ

450 કરોડ રૂપિયાના ખર્ચે મંગળયાન 5 નવેમ્બર 2013 ના રોજ છોડવામાં આવ્યું હતું, જે 24 સપ્ટેમ્બર 2014 ના રોજ મંગળ ઉપર પહોંચ્યુ. આ પ્રોજેક્ટમાં 500 વૈજ્ઞાનિકોની ટીમે કામ કર્યું હતું. આમ તો આ ટીમમાં 25% થી વધુ મહિલાઓ હતી. આવી 5 મહિલા વૈજ્ઞાનિકો વિશે જાણીએ, જે આ પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ભાગ હતા.

1. રીતુ કરીધાલ

લખનૌમાં જન્મેલી, લખનૌ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં બીએસસી કર્યું. ત્યાર પછી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સના એન્ટ્રેસ પાસ કર્યું અને એયરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. 1997 માં ઈસરોમાં જોડાયા. મિશન મંગળયાનમાં ડેપ્યુટી ઓપરેશન ડિરેક્ટર રહી. ત્યાર પછી ચંદ્રયાન-2 પણ કર્યું હતું. તેને ‘રોકેટ વુમન’ પણ કહેવામાં આવે છે.

2. નંદિની હરિનાથ

ઇસરોમાં રોકેટ વૈજ્ઞાનિક છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી સૌથી પહેલા ઇસરોમાં જ અરજી કરી. જોબ પણ મળી ગઈ. મિશન મંગળયાનમાં પ્રોજેક્ટ મેનેજર, મિશન ડિઝાઇનર અને ડેપ્યુટી ઓપરેશન ડિરેક્ટર તરીકે કામ કર્યું. ઇસરોમાં નંદિની 20 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે. અત્યાર સુધી ઇસરોના 14 મિશનમાં સેવા આપી ચુકી છે.

3. અનુરાધા ટીકે

આ વર્ષે એપ્રિલમાં ઇસરો માંથી નિવૃત્ત થયા છે. ત્યાં પ્રોજેક્ટ ડિરેક્ટર હતા. કર્ણાટકની વિશ્વેશ્વરૈયા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સમાં એન્જીનીયરીંગ કર્યું. ત્યાર બાદ 1982 માં ઇસરોમાં જોડાયા. અહીંયાની પ્રથમ મહિલા સેટેલાઇટ પ્રોજેક્ટ ડિરેક્ટર બની. 2003 માં ‘સ્પેસ ગોલ્ડ મેડલ’ જીત્યો. 2011 માં ‘સુમન શર્મા’ એવોર્ડ જીત્યો. મંળયાનમાં પ્રોજેક્ટ ડાયરેક્ટ તરીકે કામ કર્યું હતું.

4. મૌમિતા દત્તા

કોલકાતામાં જન્મી. જ્યારે તે વિદ્યાર્થીની હતી, ત્યારે ચંદ્રયાન મિશન વિશે વાંચ્યું અને સાંભળ્યું. ત્યારથી તે ઇસરોમાં જવાનું સપનું જોવા લાગી. ભૌતિકશાસ્ત્ર પસંદ હતું, તેથી કોલકાતા યુનિવર્સિટીમાંથી ફિઝિક્સમાં એમટેક કર્યા પછી, અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં જોડાઈ. મંગળયાનમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કર્યું.

5. મીનલ રોહિત

જન્મ ગુજરાતના રાજકોટમાં. અમદાવાદની નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી ઇલેક્ટ્રોનિક્સ એંડ કોમ્યુનિકેશનમાં એન્જીનીયરીંગ કર્યું. ઇસરોમાં સેટેલાઇટ કમ્યુનિકેશન એન્જિનિયર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. મંગળયાનમાં પ્રોજેકટ મેનેજર અને સિસ્ટમ એન્જીનીયર તરીકે કામ કર્યું. એક ઈન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે બે વર્ષ સુધી એક બંધ રૂમમાં દિવસના 18-18 કલાક પસાર કર્યા. રજા પણ લીધી ન હતી. હાલમાં ઇસરોમાં સાયન્ટિસ્ટ અને સિસ્ટમ્સ એન્જિનિયર છે.

ચંદ્રયાન -2 માં પણ મહિલાઓએ જ સુકાન સંભાળ્યું

ઓક્ટોબર 2008 માં ઇસરોએ ચંદ્રયાન -1 મોકલ્યું અને ગયા વર્ષે જુલાઈમાં ચંદ્રયાન -2 શરૂ કર્યું. ચંદ્રયાન -2 ભારતનું પ્રથમ મિશન હતું, જેમાં ઓર્બિટરની સાથે લેન્ડર અને રોવર પણ મોકલવામાં આવ્યો હતો. જો કે, લેન્ડર ક્રેશ થઇ ગયું હતું, પરંતુ ઓર્બિટર હજી પણ કાર્યરત છે.

આ મિશનમાં મહત્વની ભૂમિકા પણ બે મહિલાઓએ જ ભજવી હતી. પ્રથમ હતી રીતુ કરીધાલ, જે મંગળયાન મિશનમાં પણ રહી હતી અને બીજી હતી મુથૈયા વનિતા.

રીતુ કરીધાલ આ મિશનની મિશન ડિરેક્ટર હતી અને એમ. વનિતા પ્રોજેક્ટ ડિરેક્ટર હતી. રીતુ કરીધાલને ‘રોકેટ વુમન ઓફ ઇન્ડિયા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. 2007 માં તેમને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ તરફથી ‘ઇસરો યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ’ પણ મળ્યો છે.

એમ. વનિતાને ‘ડેટા ક્વીન’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને ચંદ્રયાન -2 ના પ્રોજેક્ટ ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા, જે પોતાનામાં મહત્વપૂર્ણ છે. કારણ કે કોઈપણ મિશનમાં એક જ પ્રોજેક્ટ ડિરેક્ટર હોય છે, જ્યારે મિશન ડિરેક્ટર ઘણા હોઈ શકે છે. પ્રોજેક્ટ ડિરેક્ટર ઉપર જ કોઈ મિશનની જવાબદારી હોય છે. એમ. વનિતા એ પહેલી મહિલા છે, જેમને ઇસરોના કોઈપણ મિશનમાં પ્રોજેક્ટ ડિરેક્ટરની જવાબદારી મળી છે.

ચેન્નાઇમાં જન્મેલી વનિતાએ અહીંયાની એન્જિનિયરિંગ કોલેજમાંથી અભ્યાસ કર્યો. તે લગભગ ત્રણ દાયકાથી ઇસરો સાથે સંકળાયેલી છે. તેને 2006 માં એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ‘બેસ્ટ વુમન સાયન્ટિસ્ટ’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમ છતાં છેલ્લા 4 વર્ષોમાં ઇસરોમાં પુરુષો કરતાં સ્ત્રીઓ ઓછી થઇ

ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969 ના રોજ વિક્રમ સારાભાઇએ કરી હતી. તે સમયે ઇસરોમાં કામ કરતી મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી હતી. જોકે, હવે ઇસરોમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે.

ઇસરોના અહેવાલ મુજબ, 2019-20 માં તેના 17 હજારથી વધુ કર્મચારીઓ માંથી 19.5% મહિલાઓ છે. છેલ્લા 4 વર્ષમાં ઇસરોના કર્મચારીઓની સંખ્યા 8.5% અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યા 6.5% નો વધારો થયો છે. છતાં પણ છેલ્લા 4 વર્ષોમાં પુરુષોની તુલનામાં મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

2016-17માં ઈસરોમાં 19.8% મહિલાઓ કામ કરતી હતી, પરંતુ 2019-20માં ઇસરોમાં કાર્યરત કુલ કર્મચારીઓમાં 19.5% મહિલાઓ જ છે.

માત્ર ઇસરો જ નહીં, અમેરિકા સ્પેસ એજન્સી નાસામાં પણ મહિલા કર્મચારીઓની ટકાવારીમાં ઘટાડો થયો છે. નાસામાં 2016–17 માં 34.5% મહિલાઓ હતી, જે 2019-20 માં ઘટીને 34.3% થઈ ગઈ.


Source: 4masti.com

Related posts

સવારે ખાલી પેટ ઘી ચાટવાથી શરીરના કોષોને મળે છે ખાસ પોષણ, જાણો સેવનની યોગ્ય રીત અને ફાયદા.

Amreli Live

સપ્ટેમ્બરમાં ગુરુનું માર્ગી થવું આ પાંચ રાશિ વાળાઓ માટે કોઈ વરદાન છે, મળશે મહાસફળતા

Amreli Live

પરિણીત બહેને મોટા ભાઈને લીવર આપીને આપ્યું હતું નવું જીવનદાન

Amreli Live

સોમવારે આ ચાર રાશિઓ વાળાઓ પાસે આવશે પૈસા, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

ઘરમાં આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનું સ્થાન, ભૂલથી પણ ન કરો આવી ભૂલો.

Amreli Live

હરભજનના એક મિત્રએ જણાવ્યું તે ચૈન્નાઈના કૈમ્પમાં થયેલ કોવિડ કેસના કારણે નહિ પણ આ કારણે નીકળ્યા

Amreli Live

ચર્ચામાં રહ્યા છે આ સેલિબ્રિટીઓના ટેટુ, અમુકે બ્રેકઅપ પછી કઢાવી નાખ્યા.

Amreli Live

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શો ની ‘અંજલિ ભાભી’ એ સોશિયલ મીડિયા પર લખી ‘થેંક યૂ નોટ’.

Amreli Live

રાહુ-કેતુ અને શનિની બગડતી દશાથી થઈ રહ્યા છો પરેશાન, તો કરો આ ઉપાય, બધું બરાબર થઈ જશે.

Amreli Live

જપ્ત કરેલી ટ્રકને છોડવા માટે તેના માલિકે, જે રસ્તો અપનાવ્યો કોર્ટ પણ માની ગઈ તેની બુધ્ધિને

Amreli Live

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

શિલ્પા શેટ્ટીએ શેયર કરી દીકરી સમીશાની ટ્રેસ ‘ઘાઘરા-ચોલી’ નો વિડીયો અને જણાવ્યું ક્યારે થશે ‘અન્નપ્રયાશન’

Amreli Live

તારક મેહતા શો ના અબ્દુલને કામ માટે ખાવા પડતા હતા ધક્કા, હવે જીવે છે શાનદાર લાઇફ સ્ટાઇલ, જાણો કેટલી છે એક એપિસોડની ફી.

Amreli Live

જાણો આજે કઈ રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, વાંચો આજનું રાશિફળ

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

રિયા ચક્રવર્તીએ અંકિતા લોખંડેને જણાવી ‘સુશાંતની વિધવા’, લગાવ્યા આ ગંભીર આરોપ.

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

રેલવેના પાટા ઉપર કોઈ કરન્ટ મૂકી દે, તો શું થશે? IAS ઇન્ટરવ્યૂમાં પુછાયેલ આ 14 પ્રશ્નોથી ચકરાઈ જશે તમારું માથું

Amreli Live

વૃષભ રાશિમાં રાહુ 23 સપ્ટેમ્બરે આવી રહ્યો છે, આવી રીતે દૂર કરો રાહુની અશુભતા

Amreli Live

હવે એ દિવસ દૂર નથી કે માણસના મગજમાં ફિટ કરવામાં આવે આવી ચિપ, જે કરશે આ રીતે મદદ.

Amreli Live

એન્કાઉન્ટરની સંપૂર્ણ સ્ટોરી કહે છે આ 6 ફિલ્મો, બોક્સ ઓફિસ પર ધમાધમ ધમાલ મચાવી દીધી હતી.

Amreli Live