25.8 C
Amreli
06/08/2020
અજબ ગજબ

ભારતની કૂટનીતિ આગળ 50 દિવસ પછી આવી રીતે ઝૂક્યું ચીન, થયું મજબુર

50 દિવસો પછી ભારતની કૂટનીતિ આગળ આવી રીતે ઝૂકવા પર મજબુર થયું ચીન

લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર લગભગ 50 દિવસના તણાવ પછી ચીન હવે પાછળ હટવા માટે માની ગયું છે. ચીને દારૂ ગોળા, હથિયાર, સેના બધું તૈનાત કરીને પોતાની શક્તિ દેખાડવા ઈચ્છી, પણ ભારતનું વલણ અને શક્તિ જોઈને તેમને લાગ્યું કે, જો હવે તેમણે ભારતને છેડવા પ્રયત્ન કર્યો તો તે પગલું તેમને પોતાને જ ભારે પડી જશે. પોતે આર્મી ચીફ ત્યાં પહોંચીને સ્થિતિ તપાસી રહ્યા હતા.

દુનિયા જે સમયે કોરોના સામે લડી રહી હતી, તે સમયે ચીન પોતાની ચાલબાજીથી પાછું પડ્યું ન હતું. તેણે ભારત સાથે લદ્દાખમાં નિયંત્રણ રેખા પર નવો વિવાદ શરૂ કરી દીધો. આ ચક્કરમાં 50 દિવસ સુધી ભારતે ગલવાન ખીણમાં ચીનને જડબાતોડ જવાબ આપવો પડ્યો. પણ હવે ચીન રસ્તા પર આવતું દેખાઈ રહ્યું છે.

ચીનની ચિંતા કૂટનીતિક સ્તર પર વધી ગઈ છે. ગલવાન ખીણમાં ભારતીય સેનાના જડબાતોડ જવાબ પછી ચીન ટેંશનમાં તો છે જ, સાથે જ રક્ષા મંત્રી રાજનાથ સિંહના મોસ્કો પ્રવાસથી તે વધારે ચિંતિત છે. રશિયા સાથે ભારતની દોસ્તી અને એસ 400 મિસાઈલે ચીનની મુશ્કેલી વધારી દીધી છે.

ચીનના વલણને દુનિયા જાણી ચુકી છે. ચીનના જ જુના નકશા જણાવે છે કે, ગલવાન ખીણ અને સાથે જ બીજા વિસ્તારો પણ ભારતના ભાગમાં છે. પણ છેલ્લા થોડા દિવસોથી ચીનની વિસ્તારવાદી નીતિનું પરિણામ એ નીકળ્યું છે કે, તેનો પાડોશી દેશો સાથે સીમા વિવાદ વધતો જઈ રહ્યો છે. પણ આ વખતે ભારત સાથે તેનો સંઘર્ષ તેના પોતાના માટે જ મુશ્કેલીનું કારણ બની ગયું છે.

જે ગલવાન ખીણમાં ચીનની છેતરપિંડી પ્રગટ થઈ તેના માસ્ટરમાઈન્ડ ચીનના વેસ્ટર્ન થિએટર કમાંડના પ્રમુખ કમાંડર જનરલ ઝાઓ જોંગ્કીને માનવામાં આવી રહ્યા છે, આપણા 20 વીર જવાનો પર છેતરપિંડીથી હુમલો કરવાની નીતિ પણ તેની જ હતી.

ચીન જો લદ્દાખમાં ભારત સામે ઉભું છે, તો તેણે એક મુદ્દો નેપાળમાં ઉભો કરી દીધો છે. નેપાળે જ્યાં પહેલા કાલાપાની અને અમુક બીજા વિસ્તારોને લઈને વિવાદ વધાર્યો, તો હવે નાગરિકતાને લઈને નવો વિવાદ ઉભો કરો દીધો છે.

ચીને ભારતીય સેનાનું કડક વલણ અને પરાક્રમ જોઈ લીધું છે. આ પહેલા 1962 માં ભારત પાસે હથિયાર અને દારૂ ગોળા આટલી વધારે માત્રામાં ન હતા. પણ હવે જાગૃત નેવી, શક્તિશાળી આર્મી અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ વાયુસેના વાળો ભારત દેશ કોઈ પણ દેશને પાઠ ભણાવવાની તાકાત ધરાવે છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કોવિડ-19ને વર્લ્ડ હેલ્થ ઈમરજેંસી જાહેર કર્યાને થયા 6 મહિના પુરા, આજે 1.71 કરોડથી વધારે લોકો સંક્રમિત.

Amreli Live

અઢળક સંપત્તિ અને પ્રસિદ્ધિ, તો પણ કેમ આત્મહત્યા કરે છે સેલિબ્રિટી?

Amreli Live

શ્રાવણમાં શિવપૂજન સાથે લીલા રંગને પણ આપો મહત્વ, જાણો તેના 5 ચમત્કારિક ફાયદા.

Amreli Live

કોરોનીલ, જાણો પતંજલિની દવાની કિંમત, કઈ રીતે લેવા પડશે ડોઝ અને કઈ રીતે કરશે કામ

Amreli Live

ટીસીરિઝ વાળાએ તો હદ કરી નાખી. વર્ષોથી જે ચોપાઈઓ ભજન આપણે ગાતા આવ્યા એની પર લગાવી દીધી કોપીરાઈટ.

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

પહેલા માં ખોવાઈ હવે પિતા છોડને ગયા, ચાર માસુમ ઉપર દુઃખોનો ડુંગર તૂટી પડ્યો.

Amreli Live

ઝારખંડમાં મળ્યો ખજાનો, ખજાનો એવો છે કે ચીન પર ભારતની નિર્ભરતા ખતમ થઈ જશે

Amreli Live

ચાણક્ય નીતિ : આ 8 લોકો પાસે ક્યારેય પણ ના કરતા કોઈ આશા, આ લોકો ઉપર થશે નહિ કોઈ દુઃખની અસર

Amreli Live

ચીનનો બહિષ્કાર અભિયાન, કૈટે તૈયાર કરી 500 વસ્તુઓની આ યાદી

Amreli Live

વ્યક્તિને તીખા તમતમતા મોમોઝ ખાવા પડ્યા ભારે, પછી થયું એવું કે હલી જશો

Amreli Live

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

Amreli Live

પ્રકૃતિનું અદભુત વરદાન છે ગળો, ઇમ્યુનીટી વધારવાની સાથે ડાયબિટીઝના દર્દીઓ માટે પણ છે ફાયદાકારક

Amreli Live

રશિયા બનાવશે કોરોના વેક્સીનના 3 કરોડ ડોઝ, જાણો ક્યારે વિશ્વની પહેલી વેક્સીન લોન્ચ થશે?

Amreli Live

રાશિ અનુસાર જાણો કેવો રહેશે શ્રાવણનો પહેલો દિવસ, કોને થશે લાભ, કોના ખુલશે ભાગ્ય.

Amreli Live

ચીન છોડીને ભાગી કોરોના સાયન્ટિસ્ટ, પછી જણાવ્યું – મને ચૂપ કરવા મારી હત્યા કરી દેત.

Amreli Live

ચીનને આપણું બજાર આપવાની જગ્યાએ આપણે આપણા દેશના પરિવારોનો જ આર્થિક ટેકો કેમ ન બનીએ?

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને આજે નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત થાય.

Amreli Live

કોરોનાની સારવારનો દાવો કરતા પતંજલિની દવા કોરોનીલની જાહેરાત ઉપર પ્રતિબંધ, આચાર્ય બાલકૃષ્ણએ મોકલ્યો જવાબ

Amreli Live