27.8 C
Amreli
18/09/2020
કલેક્ટર ઓફિસ

ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે પાકિસ્તાન, નહિ તો ઇસ્લામાબાદમાં પણ… જાણો શું કહ્યું.

રામ મંદિરને લઈને પાકિસ્તાનની ટિપ્પણી પર ભડક્યા સાધુ-સંતો, ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી નહીં તો…

રામ મંદિર નિર્માણને લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર ભડકેલા અયોધ્યાના સાધુ-સંતોએ સલાહ આપતા કહ્યું કે, પાકિસ્તાન પોતાની હદમાં રહે નહિ તો ઇસ્લામાબાદમાં પણ રામ મંદિર બનશે. સંતોએ ભારત સરકાર પાસે પણ માંગણી કરી છે કે, પાકિસ્તાનને પાઠ ભણાવે. તો બાબરી મસ્જિદના પક્ષકાર રહેલા ઇકબાલ અંસારીએ પણ કહ્યું કે, પાકિસ્તાન ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરે.

સંતોએ કહ્યું કે, પાકિસ્તાનનો રામ મંદિરને લઈને દખલગીરી કરવાનો એજ ઉદ્દેશ્ય છે કે, ભારતમાં હિંદુ અને મુસલમાનો વચ્ચે શત્રુતા બની રહે. સાધુ-સંતોએ ભારત સરકાર પાસે માંગણી કરી છે કે, હવે પાકિસ્તાન પર સખત કાર્યવાહી કરી જવાબ આપવો જોઈએ. સંતોએ પાકિસ્તાનને કહ્યું છે કે, હવે તે દિવસ દૂર નથી, જો તેઓ નહિ સુધર્યા તો ઇસ્લામાબાદમાં ભવ્ય રામ મંદિર બનશે. રામ મંદિર પર જે પણ નિર્ણય આવ્યો છે તેને ભારતના મુસ્લિમોએ સ્વીકાર્યો છે. રામ મંદિર અને બાબરી મસ્જિદ પર રાજનીતિ ન કરો, પાકિસ્તાન આ અમારો આંતરિક મુદ્દો છે.

બાબરી પક્ષકાર ઇકબાલ અંસારીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને દરેકે કોર્ટનું સમ્માન કર્યું. આખા ભારતનો મુસ્લિમ સમાજ પૂર્ણ રૂપથી સંતુષ્ટ હતો અને અદાલતના નિર્ણયનો સ્વીકાર કર્યો. પાકિસ્તાન બાબરી મસ્જિદ અને રામ જન્મ ભૂમિ ઉપર રાજનીતિ ન કરે, આ અમારો આંતરિક મુદ્દો છે. તેમાં પાકિસ્તાન દખલગીરી ન કરે. પાકિસ્તાન કોણ છે આના પર વાંધો ઉઠાવવાવાળું? આજ સુધી પાકિસ્તાને કોઈ પણ સારું કામ નથી કર્યું. આખું વિશ્વ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે. પાકિસ્તાને તેનો ઈલાજ શોધવો જોઈએ.

ભારતના હિંદુ – મુસ્લિમમાં વેર ફેલાવવાનું ષડયંત્ર :

રામલલાના પ્રધાન પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, ભારત અને પાકિસ્તાનના ભાગલાના સમયે ઘણા એવા મંદિર હતા જે પાકિસ્તાનમાં જતા રહ્યા, જેને નષ્ટ કરી દેવામાં આવ્યા. અયોધ્યામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી મંદિરનું નિર્માણ શરૂ થયું છે. ભારતના ઘણા મુસ્લિમોએ રામ મંદિરનું સમર્થન કર્યું છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનું સમર્થન પણ મુસ્લિમ સમાજના લોકોએ કર્યું છે.

ભારતમાં હિંદુ મુસ્લિમ વચ્ચે વિવાદ થતા રહે આ ઉદ્દેશ્યથી રામ મંદિરના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. આ અમારા દેશની વાત છે તેમાં દખલ કરવાની જરૂર પાકિસ્તાનને નથી. આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, તે વિશ્વમાં આતંકવાદ ફેલાવે છે, બોર્ડર પર ખોટી રીતે હુમલો કરીને અમારા સૈનિકોને મારે છે. ભારત સરકાર સામે માંગણી કરું છું કે, તેને પાઠ ભણાવવો જોઈએ.

હેસિયતમાં રહે પાકિસ્તાન :

તો બીજી તરફ સરયૂજીની નિત્ય આરતી કરવા વાળા શશીકાંત દાસે કહ્યું કે, રામ મંદિર માનનીય સર્વોચ્ચ અદાલતના આદેશ પછી બનવાનું શરુ થયું છે, રામ અમારી આસ્થાનું પ્રતીક છે. અમે અમારા આરાધ્યનું મંદિર ક્યારેય પણ બનાવી શકીએ છીએ. તેનો જીણોદ્ધાર કરી શકીએ છીએ. તેમણે પાકિસ્તાનને અરીસો દેખાડતા કહ્યું કે, આ અમારા દેશનો આંતરિક મુદ્દો છે અને તેમાં દખલગીરી ન કરે. પાકિસ્તાન પોતાની હેસિયતમાં રહે. શશીકાંત દાસે કહ્યું કે, હવે તે દિવસો દૂર નથી કે જયારે એક દિવસ પાકિસ્તાનમાં રામ મંદિર બનીને તૈયાર થશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સપ્ટેમ્બર સુધીમાં ફી ભરવાની સરકારની જાહેરાતથી વાલીઓ નાખુશ!, રાહતની આશા ઠગારી નીવડી

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મોતથી દુઃખી વધુ એક ફેને જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા ‘છિછોરે’ ફિલ્મ જોઈ હતી

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટને મળી ગયો મનનો માણીગર, ટૂંક સમયમાં કરશે લગ્ન

Amreli Live

19 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

UPનાં રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્યપ્રદેશની પણ જવાબદારી સોંપાઈ

Amreli Live

અમદાવાદઃ શહેરમાં ફરતા ધન્વંતરી રથમાં હવે મેલેરિયા અને ડેન્ગ્યુના પણ ટેસ્ટ થશે

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

લગ્નના બંધનમાં બંધાયા તીરંદાજ દીપિકા કુમારી અને અતનુ દાસ

Amreli Live

આ કારણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ ચીન સામે લોકો ગુસ્સામાં

Amreli Live

કાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયો

Amreli Live

રિદ્ધિમા કપૂરના પતિએ કોરોનાના દર્દીઓ માટે ડોનેટ કર્યા પ્લાઝમા, સાસુ નીતુ કપૂરે કર્યા વખાણ

Amreli Live

વિદ્યુત જામવાલની કમાલ, રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન અને બેયર ગ્રિલ્સના લિસ્ટમાં શામેલ થયો

Amreli Live

પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાને ઓસામા બિન લાદેનને ગણાવ્યો ‘શહીદ’

Amreli Live

આ વસ્તુઓને યોગ્ય રીતે રાંધ્યા બાદ જ ખાવી, નહીં તો હેલ્થને થશે નુકસાન

Amreli Live

35 લાખનો તોડ કેસ: PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા, જેલમાં મોકલ્યા

Amreli Live

આને કેવાય આત્મનિર્ભર, કામ નહિ મળ્યું તો 28 દિવસમાં બનાવી દીધી જાતે જ આટલી બધી ઈંટો.

Amreli Live

23 જુલાઈનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

12 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સુરત, અમદાવાદ અને વડોદરામાં સ્વૈચ્છિક રીતે દુકાનો વહેલી બંધ કરવાનો નિર્ણય

Amreli Live

દુર્ઘટનામાં ચાલ્યો ગયો હતો હાથણીનો પગ, આવી રીતે મળ્યો નવો પગ

Amreli Live

અમદાવાદ: પતિએ પત્નીના માથામાં એવો મોબાઈલ માર્યો કે ટાંકા લેવા પડ્યા

Amreli Live