જો તમને એન્ટિક પતંગ ચગાવવા કે જોવા ગમે છે, તો તેની મજા લેવા માટે આ પતંગ ઉત્સવમાં જરૂર જાવ. નવા વર્ષનું સ્વાગત અને પતંગોત્સવ (પતંગ મહોત્સવ) ભારતની સંસ્કૃતિના રંગમાં વધારો કરી દે છે. ઘણી અદ્દભુત ક્લાકૃતિ અને આકાશમાં પેચ લડાવતા પતંગ કોઈનું પણ મન મોહી લે છે. તો આવો તમને લઈ જઈએ વિશ્વના પ્રસિદ્ધ પતંગ મહોત્સવમાં, જ્યાંનું દ્રશ્ય તમને તેની તરફ ખેંચી લેશે.
નવા વર્ષના આગમન સાથે જ લોકોમાં પતંગોત્સવને લઈને ઉત્સાહ વધવા લાગ્યો છે. દેશના અલગ અલગ ભાગોમાં પતંગોત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ આયોજનમાં ઘણા અનુભવી પતંગબાજ તેમના અદ્દભુત કૌશલ્યનું પ્રદર્શન કરે છે. મહોત્સવમાં તેમની કલાકારી જોવાવાળાની ભીડ લાગે છે. જોકે આ વર્ષ કોરોના સંક્રમણને કારણે આ પતંગોત્સવનું આયોજન નહિ થાય. પણ તમને તેનાથી માહિતગાર કરાવી દેઈએ જેથી ભવિષ્યમાં તમે તેનો આનંદ લઈ શકો.
પ્રસિદ્ધ છે ભારતના પતંગોત્સવ : ભારતમાં 14 જાન્યુઆરીના રોજ પતંગ ઉડાવવાનો રીવાજ છે. ક્યાંક ક્યાંક સામુહિક પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે, તો ક્યાંક લોકો પોતાના ઘરના ધાબા ઉપર જ પતંગ ઉડાવવાનું પસંદ કરે છે. આ દિવસે આખું આકાશ રંગબેરંગી સુંદર પતંગોથી ભરાઈ જાય છે. આ વર્ષે કોરોના પ્રકોપ વચ્ચે લોકો પોત પોતાના ઘરના ધાબા ઉપર સાવચેતી સાથે પતંગબાજી કરશે. તો આવો આજે જાણીએ ભારતના એવા પ્રસિદ્ધ પતંગોત્સવ વિષે, જે આકાશમાં પતંગથી અદ્દ્ભુત વાતાવરણ ઉભી કરે છે અને દ્રશ્યને યાદગાર બનાવી જાય છે.
ગુજરાતનો પતંગોત્સવ વિશ્વ વિખ્યાત છે. અહિયાં મકર સંક્રાંતિને ઘણા હર્ષોઉલાસ સાથે ઊજવવામાં આવે છે. આ દિવસે લોકો ધાબા ઉપર જાત જાતના આકારના પતંગો ચગાવે છે. 7 થી 15 જાન્યુઆરી સુધી અહિયાં દરેક વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવનું આયોજન થાય છે. તે જોવા માટે જાપાન, મલેશિયા, સિંગાપુર, રશિયા વગેરે જગ્યાએથી પર્યટક પણ આવે છે. જો તમે પતંગબાજીના શોખીન છો તો તમારે અહિયાં જરૂર જવું જોઈએ.
જયપુર : જયપુરમાં પતંગોત્સવને મોટા તહેવાર તરીકે ઊજવવામાં આવે છે. આ મહોત્સવ મકર સંક્રાંતિથી શરુ થાય છે, જે આગામી ત્રણ દિવસ સુધી ચાલે છે. આ દિવસે જયપુરના પોલોગ્રાઉન્ડમાં લોકો ભેગા થઇ જાય છે, અને પછી અહિયાં દુનિયાભરના સૌથી સારા પતંગબાજ મોટા મોટા પતંગોને ઉંચે આકાશમાં ઉડાવીને પોતાનું કૌશલ્ય પ્રદર્શન કરે છે. આકાશમાં ઉડતા પતંગોનું આ દ્રશ્ય ખરેખર ઘણું સુંદર હોય છે.
પંજાબ : પંજાબનો પતંગ ઉત્સવ ઘણો લોકપ્રિય છે. પંજાબનો પતંગ ઉત્સવ વસંત પંચમીના દિવસે ઊજવવામાં આવે છે, અને આ દિવસે બધા ખેતરમાં એકથી એક ચડિયાતા રંગીન પતંગ ઉડાવે છે. તે દરમિયાન લોકો પેચ પણ લડાવે છે, અને પછી જે જીતે છે તેને ઇનામ આપવામાં આવે છે. પતંગ ઉત્સવ કોઈ રસપ્રદ રમતથી ઓછો નથી હોતો. તે જોવા માટે લોકો દુર દુરથી આવે છે.
તેલંગાણા : તેલંગાણામાં આંતરરાષ્ટ્રીય પતંગ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. 13 થી 15 જાન્યુઆરી સુધી આયોજિત આ પતંગ મહોત્સવમાં 40 થી વધુ દેશોના લોકો ભાગ લે છે. સાથે જ અહિયાં ખાવા પીવાના સ્ટોલ અને પ્રદર્શનીઓ પણ ભેગા થાય છે. અહિયાં આ આયોજનમાં એકથી એક ચડિયાતા અને અલગ અલગ આકારના પતંગ આકાશમાં ઉડાવવામાં આવે છે, જે દ્રશ્યને અદ્દભુત બનાવી દે છે.
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com