29.6 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

ભણતર પૂરું કરવા માટે આ IAS ઓફિસરને કરવી પડી હતી મજૂરી, રહેવું પડ્યું હતું મંદિરમાં, વાંચો તેમની સફળતાની સ્ટોરી.

ગરીબીમાં મંદિરમાં રહીને ગુજરાન ચલાવનારો હવે બન્યો IAS, મજૂરથી ઓફિસર બનવાની પીડાદાયક કહાની સાંભળી ભરી આવશે આંખમાં આંસુ. IAS સફળ કહાની : કહે છે ને કે સફળતામાં કોઈનો ઈજારો નથી હોતો. માણસના મનમાં ઈચ્છાઓ મજબુત હોય અને કંઈક કરી છૂટવાની ભાવના હોય, તો તે કોઈ પણ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આ વતો એકદમ ફીટ બેસે છે ઉત્તરાખંડના શહેરી વિકાસ વિભાગના નિર્દેશક આઈએએસ વિનોદ કુમાર સુમન ઉપર.

તેમણે પોતાના જીવનમાં એવા દિવસો કાપ્યા છે, તેનાથી સામાન્ય લોકો તૂટી જાય છે. ઘરથી સેંકડો કી.મિ. દુર રહીને દિવસ આખો મજુરી કરવી, પછી સાંજે બાળકોને ટ્યુશન ભણાવવા અને મોડી રાત સુધી પોતાનો અભ્યાસ કરવો. એ બધું સહન કરી ચુકેલા આઈએએસ અધિકારી વિનોદ કુમાર સુમન. આવો જાણીએ તેમના સંઘર્ષપૂર્ણ જીવનની હકીકત.

આઈએએસ અધિકારી વિનોદ કુમાર સુમનનો જન્મ ઉત્તર પ્રદેશના ભદોહી પાસે જખાંઉ ગામમાં એક ખુબ જ ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. ઘરની આર્થીક સ્થિતિ ઘણી દયનીય હતી. આવકનું એકમાત્ર સાધન ખેતી જ હતું. જમીન પણ વધુ ન હતી કે અનાજ વેચીને પણ સારી રીતે ઘરનું ગુજરાન ચલાવી શકે. આખા કુટુંબના બે ટંકના ભોજન માટે સુમનના પિતા ખેતી સાથે સાથે કોલસા વીણવાનું પણ કામ કરતા હતા.

IAS Vinod kumar Suman

શરુઆતનું શિક્ષણ ગામમાં જ પૂરું કર્યા પછી વિનોદે પણ પિતાને સહકાર આપવાનું શરુ કર્યું. એક ઈન્ટરવ્યું દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પાંચ ભાઈ અને બે બહેનોમાં તે સૌથી મોટા હતા. તેવામાં કુટુંબની જવાબદારીમાં પિતાને સહકાર આપવાની પણ તેમની ફરજ હતી. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે તે કોઈ પણ રીતે પોતાનો અભ્યાસ છોડવા માંગતા ન હતા. કોઈ પણ રીતે ઈંટર પાસ કર્યું પણ આગળના અભ્યાસ માટે આર્થિક સમસ્યા સામે આવી ગઈ.

આમ તો કુટુંબની સ્થિતિ એવી ન હતી કે તેને આગળ ભણાવી શકે એટલા માટે પોતાના બળ ઉપર ધ્યેય પ્રાપ્ત કરવાની ધગશમાં તે ઘરેથી શહેર તરફ નીકળી પડ્યો. તેની પાસે માત્ર શરીરના કપડા સિવાય કાંઈ ન હતું. આર્થિક રીતે તૂટી ચુકેલા વિનોદે એટલે દુર જવાનું નક્કી કરી લીધું જ્યાં તેને કોઈ ઓળખી જ ન શકે. તેણે ગઢવાલ જવાનું નક્કી કર્યું. ગઢવાલ ગયા પછી તેની પાસે ન તો પૈસા હતા અને ન તો રહેવા માટે મકાન હતું. છેવટે તેમણે ત્યાં એક મંદિર જઈને ત્યાંના પુજારી પાસે આશરો માંગ્યો.

પુજારીએ તેને રહેવા માટે મંદિરના ઓસરીમાં એક ખૂણો અને ખાવા માટે થોડો પ્રસાદ આપ્યો. તે રાત જેમ તેમ પસાર થઇ. બીજા દિવસે તે કામની શોધમાં નીકળી પડ્યો. તે દિવસોમાં ગઢવાલમાં એક સુલભ શૌચાલયનું નિર્માણ ચાલી રહ્યું હતું. કોન્ટ્રકટરને ઘણી વિનંતી પછી તેને ત્યાં મજુરીનું કામ મળી ગયું. મજુરીના તેને 25 રૂપિયા રોજના મળતા હતા.

IAS Vinod kumar Suman

થોડા મહિના સુધી એવું ચલાવ્યા પછી તેણે શહેરના વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવવાનું નક્કી કર્યું. તેમણે શ્રીનગર ગઢવાલ વીવી માં બીએ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવી લીધો. વિનોદનું ગણિત ઘણું સારું હતું. એટલા માટે તેણે રાત્રે ટ્યુશન ભણાવવાનું નક્કી કર્યું. આખો દિવસ મજૂરો કરીને રાત્રે ટ્યુશન ભણાવતા. ધીમે ધીમે તેની આર્થિક સ્થિતિમાં સુધારો થયો, હવે તો તે વધેલા પૈસા ઘરે મોકલવા લાગ્યો. વર્ષ 1992માં પ્રથમ શ્રેણીમાં બીએ કર્યા પછી વિનોદના પિતાની સલાહથી ઇલાહાબાદ પાછા ફરવાનું નક્કી કર્યું અને ત્યાં ઇલાહાબાદ વિશ્વવિદ્યાલય માંથી પ્રાચીન ઈતિહાસમાં એમએ કર્યું.

વર્ષ 1995માં તેમણે લોક પ્રશાસનમાં ડીપ્લોમાં કર્યું અને પ્રશાસનીક સેવા પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા. તેવામાં વચ્ચે તેને મહાલેખાગાર ઓફીસમાં લેખાગારની જોબ મળી ગઈ. સર્વિસ મળ્યા પછી પણ તેમણે તૈયારી ચાલુ રાખી અને 1997માં તેની પીસીએસમાં પસંદગી થઇ.  તમામ મહત્વના હોદ્દા ઉપર સેવા આપ્યા પછી વર્ષ 2008માં તેમને આઈએએસ કેડર મળી ગઈ. તે દહેરાદુનમાં એડીએમ અને સીટી મેજીસ્ટ્રેટ ઉપરાંત ઘણા જીલ્લામાં એડીએમ ગન્ના આયુક્ત, નિર્દેશક સમાજ કલ્યાણ સહી ઘણા મહત્વના હોદ્દા ઉપર રહી ચુક્યા છે. તે અલ્મોડા અને નૈનીતાલમાં પણ જીલ્લાધિકારીના હોદ્દા ઉપર રહ્યા છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

નમસ્તેનો આ અર્થ તમે જાણી લેશો, તો હંમેશા સુખી રહેશો, રામાયણમાં પણ લખી છે આ વાત.

Amreli Live

પ્રાઇવેટાઇઝેશન પછી પણ BPCL ની LPG સિલિન્ડર સબસિડી ચાલુ રહેશે.

Amreli Live

જો હજુ પણ તમે તમારી ગાડીમાં હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ લાગી નથી, તો મોટા દંડ માટે થઇ જાવ તૈયાર

Amreli Live

મજૂરના દીકરાનો અભ્યાસ ખર્ચ ઉપાડી લેશે આનંદ મહિન્દ્રા, કયા કારણે ઉઠાવ્યું આ પગલું.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

આજે આ રાશિઓ પર વરસશે ભગવાન શિવની કૃપા, ઘરેલુ અને આર્થિક પક્ષ રહેશે તમારા માટે હિતકારી.

Amreli Live

શનિની ત્રાસી નજર લાગવાથી તમારી સાથે થાય છે આ 8 ઘટનાઓ, શનિદેવ આપે છે આ સંકેત.

Amreli Live

શનિવારે છે એકાદશીની તિથિ, આ 6 રાશિઓનું બદલાશે ભાગ્ય. વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live

કુશ ઘાસ વગર અધૂરી માનવામાં આવે છે પિતૃઓની પૂજા, રિસર્ચ અનુસાર કુદરતી પ્રિઝર્વેટિવ છે દર્ભ

Amreli Live

હવે ચીની ટેન્કરોને નો-એન્ટ્રી, તેલ કંપનીઓએ ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો.

Amreli Live

01 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

એમેઝોન પ્રાઈમ પર આવી નવી થર્ડ કલાસ સિરીઝ રાસભરીનો રીવ્યુ

Amreli Live

બસથી દિલ્હીથી લંડનની મુસાફરી, જાણો : કેટલા લાગશે પૈસા અને કેટલો સમય

Amreli Live

એલપીજી ઉપર સબસીડી શું હંમેશા માટે બંધ થઇ જશે?

Amreli Live

ઘરે એકદમ સરળ રીતે એક ચમચી તેલમાં બનાવો ભટુરા, જોવા જ નઈ મળે એક પણ ટીપું તેલ

Amreli Live

ધ્યાન આપો 1 ઓગસ્ટથી બદલાઈ જશે પૈસા સાથે જોડાયેલા 4 નિયમ, તમારા ખિસ્સા ઉપર પડશે સીધી અસર

Amreli Live

ફ્રીમાં થઇ રહી છે દીકરીના નામ પર 11,000 રૂપિયાની FD, આ છે રીત.

Amreli Live

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

જાણો બજરંગબલીનની 10 એવી અજાણી વાતો, જેના વિષે તમે ક્યારેય નઈ સાંભળ્યું હોય.

Amreli Live

કુંભ રાશિના લોકોને આજે મળશે આર્થિક લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ, વાંચો રાશિફળ

Amreli Live

રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે ઘણા રોગોમાં ફાયદાકારક છે લીમડાની ગળો, જાણો ગેરફાયદા પણ.

Amreli Live