34.2 C
Amreli
22/10/2020
અજબ ગજબ

ભગવાન શ્રી રામ અને શિવજી વચ્ચે થયું હતું ભયંકર યુદ્ધ.

શું તમે જાણો છો શિવજીના ભક્ત શ્રીરામેં પણ મહાદેવ સાથે કર્યું હતું યુદ્ધ, જાણો સંપૂર્ણ કથા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ વિષે તો બધા જાણે છે. તે પણ તે સ્વયં ભગવાન વિષ્ણુના અવતાર હતા. શ્રી રામ ભગવાન શિવને પોતાના આરાધ્ય દેવ પણ માનતા હતા.

પરંતુ શું તમે જાણો છો કે રામાયણ કાળ એટલે કે ત્રેતા યુગમાં એક સમય એવો પણ આવ્યો કે ભગવાન શિવ શંકર અને ભગવાન શ્રી રામ યુદ્ધના મેદાનમાં એક બીજાની સામ સામે આવી ગયા હતા અને બંનેમાં ભયંકર યુદ્ધ થયું હતું. કેવું દ્રશ્ય રહ્યું હશે જયારે સૃષ્ટિના પાલનકરતા વિષ્ણુ અને મહાકાલ માનવામાં આવતા ભોલેનાથ જયારે યુદ્ધરત હતા? તો આવો જાણીએ કે કેવું અને કેમ થયું ભગવાન શિવ અને ભગવાન શ્રી રામ વચ્ચે યુદ્ધ.

શિવજી અને શ્રી રામ યુદ્ધની પૌરાણીક કથા : વાત ત્રેતા યુગમાં તે સમયની છે જયારે રાવણને હરાવ્યા પછી અયોધ્યા પાછા આવી રાજકાજ સંભાળી લીધો અને લોકલાજના ડરથી માતા સીતાનો ભગવાન શ્રી રામે ત્યાગ કરી દીધો હતો. તેના થોડા વર્ષો પછી અયોધ્યામાં ખુશીઓ લાવવા માટે અશ્વમેઘ યજ્ઞ કરવામાં આવે છે. યજ્ઞનો ઘોડો જ્યાં જાય ત્યાના રાજા પ્રજા સહીત શ્રી રામના આધીન થઇ જાય કે પછી યુદ્ધમાં પરાજીત થઈને એમ કરવું પડે, કેમ કે કોઈનામાં પણ પવનપુત્ર હનુમાન, શ્રી રામના ભાઈ શત્રુઘ્ન અને ભરતને હરાવાની હિંમત ન હતી. તેવામાં ઘોડો નિરંતર આગળ વધતો જતો હતો અને શ્રી રામનું સામ્રાજ્ય પણ વધતું જઈ રહ્યું હતું.

ચાલતા ચાલતા અશ્વમેઘ યજ્ઞનો ઘોડો દેવપુર આવી પહોચ્યો. દેવપુરના રાજા વિરમણી હતા, જે ખુબ જ પુણ્યાત્મા અને ભગવાન ભોલેનાથ અને શ્રી રામના પરમ ભક્ત હતા. પોતાની આકરી તપશ્ચર્યા માંથી સ્વયં ભગવાન શિવ પાસેથી પોતાના રાજ્યનું રક્ષણ કરવાનું વરદાન મળ્યું હતું. ઘોડાને જોઇને વીરમણીના પુત્ર રુક્માંગદે ઘોડાને રોકી લીધો. જયારે અશ્વનો સંદેશ વાંચ્યો તો તે યુદ્ધની મંજુરી માટે તેમના પિતા વિરમણી પાસે ગયો.

હવે વિરમણી ભગવાન શિવાજીના ભક્ત પહેલા તો તેના પુત્રને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ જયારે રુક્માંગદે કહ્યું કે તે યુદ્ધ કરવાનું વચન આપીને આવ્યા છે, તો પછી પાછા હટવાનો પ્રશ્ન જ નથી થતો. ત્યાં શ્રી રામની સેના માંથી પણ હનુમાનજી જે સ્વયં ભગવાન શિવ શંકરના જ અંશ માનવામાં આવે છે, તેમણે યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ આપ્યો હતો અને વાતચીતથી ઉકેલ કાઢવાની પ્રાર્થના કરી હતી, તેમણે શત્રુઘ્નને સમજાવતા કહ્યું હતું, આ રાજ્યનું રક્ષણની જવાબદારી સ્વયં મહાકાલની છે, એટલા માટે ભગવાન શ્રી રામ વગર બીજો કોઈ રસ્તો નથી. પરંતુ તેમણે પહેલા પોતે જ આ સ્થિતિને પહોચી વળવાનો નિર્ણય લીધો.

હવે યુદ્ધમાં શ્રી રામની સેના ભારે પડી રહી હતી, વિરમણીની સેનાનું મનોબળ તૂટી રહ્યું હતું. ત્યારે વિરમણીએ પોતાના રક્ષક ભગવાન ભોલેનાથને યાદ કર્યા. તો તેમણે પોતાના ભક્તનો અવાજ સાંભળીઅને રક્ષણ માટે નંદી, વીરભદ્ર સહીત સેનાને મોકલી દીધી અને જોત જોતામાં મેદાનમાં યુદ્ધનો બાજી પલટાઈ ગઈ. ભરતના પુત્ર પુષ્કલનું મૃત્યુ થઇ ગયું, બીજા પણ લાખો સૈનિકો મરી ગયા. શ્રી રામની સેના સંકટમાં હતી, તો હનુમાને કહ્યું કે હું પહેલેથી જ કહી રહ્યો હતો, હવે ભગવાન શ્રી રામ વગર કોઈ ઉદ્ધાર નથી માટે તેમનું સ્મરણ કરવામાં આવે. હવે યુદ્ધના મેદાનમાં સ્વયં શ્રી રામ ભાઈ લક્ષ્મણ સહીત પધારી ચુક્યા હતા.

એક વખત ફરી સેના ભગવાન શિવની સેના સહીત વિરમણીની સેનાને ભારે પડી ગઈ. હવે શિવ સેનાએ ભગવાન શિવને યાદ કર્યા, તો સ્વયં મહાકાલ યુદ્ધ ભૂમિમાં આવી ગયા. મહાકાલને જોતા જ શ્રી રામની મોટા ભાગની સેના તો મૂર્છિત થઇ ગઈ. ભગવાન શ્રી રામે પણ તેમની સામે પોતાના હથીયાર મૂકી દીધા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા કે પ્રભુ જે કાંઈ થઇ રહ્યું છે, તે તમારા આશીર્વાદથી જ થઇ રહ્યું છે. હવે ભગવાન શિવ તો જાણતા જ હતા કે રામ પણ સ્વયં વિષ્ણુ જ છે.

છતાં પણ તેમણે શ્રી રામને કહ્યું કે તે પણ તેમની સાથે યુદ્ધ કરવા રાજી નથી, પરંતુ પોતાના ભક્ત વિરમણીના રક્ષણ પ્રત્યે વચનબદ્ધ છે. તેથી યુદ્ધ માંથી પાછા નથી હટી શકતા અને તમે પણ નિઃસંકોચ થઈને યુદ્ધ કરો. સૃષ્ટિના પાલન કરતા વિષ્ણુ અને વિનાશક મહાકાલ વચ્ચેનું આ યુદ્ધ જોવા માટે બ્રહ્માંડના તમામ દેવ-દેવી એકઠા થઇ ગયા. બંનેમાં ખુબ જ પ્રલયકારી યુદ્ધ થવા લાગ્યું. પરંતુ મહાકાલ તો મહાકાલ જ છે, શ્રી રામના ઘાતક વારથી સંતોષ થતો નથી.

ત્યારે શ્રી રામે ભગવાન શિવજી દ્વારા ભેંટ આપવામાં આવેલુ પાશુપાસ્ત્ર કાઢ્યું અને કહ્યું કે હે પ્રભુ આ તમારું જ વરદાન છે કે આ અસ્ત્રથી કોઈ પરાજીત નહિ થાય, એટલા માટે તમારી ઈચ્છાથી જ હું તેને તમારી ઉપર ચલાવી રહ્યો છું ત્યારે મહાકાલ શ્રી રામના પાશુપાસ્ત્રથી સંતુષ્ટ થયા અને વરદાન માગવાનું કહ્યું. શ્રી રામે કહ્યું કે હે પ્રભુ બંને સેનાઓના લાખો સૈનિક વીર ગતિને પ્રાપ્ત થયા છે, તમને વિનંતી છે કે તેને જીવનદાન મળે. ત્યારે ભરતના પુત્ર પુષ્કલ સહીત બંને સેનાઓના સમસ્ત વીર ફરીથી જીવિત થઇ ગયા. વિરમણીએ રાજપાટ પોતાના પુત્ર રુકમાંગદને સોપી દીધો અને સ્વયં ભગવાન શ્રી રામના શરણમાં ચાલ્યા ગયા.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

દરરોજ 4 કલાક રમતા હતા, છતાં બાળપણથી પાળેલ સિંહણે માલિકને ફાડી ખાધો.

Amreli Live

શું નેહા પેંડસે હશે ‘ભાભી જી ઘર પર હૈ’ ની નવી ‘અનીતા ભાભી’, જાણો એક્ટ્રેસે શું કહ્યું.

Amreli Live

બ્યુટી ટિપ્સ : દરરોજ કરો એક ટુકડા ગોળ સાથે આ વસ્તુનું સેવન, ચહેરા પર આવશે ગજબનો ગ્લો.

Amreli Live

કોરિન્ટાઇનમાં પણ વારંવાર આ યુવક પોતાની ગર્લફ્રેંડને મળવા માટે કરતો મોટું પરાક્રમ

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live

અક્ષય કુમારને એયરપોર્ટ ઉપર જોતા જ નજીક આવવા લાગ્યા પાપારાજી, એક્ટરનું રીએકશન જોઈને ચોક્કી જશો.

Amreli Live

માં લક્ષ્મીનો ફોટો શેયર કરીને હોલીવુડ એક્ટ્રેસ સલમા હાયેકએ એવું તે શું લખ્યું કે…

Amreli Live

આ રાશિઓ માટે શ્રાવણનો પહેલો સોમવાર શુભ ફળ આ૫નારો રહેશે, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

આ એક વસ્તુ તમને સૂકી ઉધરસથી અપાવી શકે છે છુટકારો, જાણો તેનું સેવન કરવાની રીત

Amreli Live

ગણપતિ બપ્પા મોરિયા, સંકટમાં ન તો ઓછી થઇ આસ્થા અને ન તો ડગ્યો વિશ્વાસ, સંકટ હરશે ગજાનન

Amreli Live

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

આ સરકારી યોજનામાં મળી રહી છે 10 લાખની લોન, જાણો શું તમે પણ છો હકદાર

Amreli Live

વધેલી રોટલીમાંથી આ વિશિષ્ટ રીતે બનાવો મન્ચુરિયન, સ્વાદ એવો કે ખાતા જ રહી જશો.

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live

Oppo F17 Pro દિવાળી એડિશન ભારતમાં થયો લોન્ચ, આની સાથે મળશે આ વસ્તુ ફ્રી

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યોનું આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ છે. અધૂરા કાર્યો પૂરાં થાય.

Amreli Live

શું તમે જાણો છો ભગવાન કૃષ્ણને વાંસળી કોણે આપી હતી, વાંચો આ રોચક કથા.

Amreli Live

ચીની સામાનનો બહિષ્કાર કરવાથી આ રીતે થશે આત્મનિર્ભર ભારતનું સપનું સાકાર.

Amreli Live

ઇમરાને જણાવ્યું : દુનિયાને લાગે છે ભારતથી તેમને વધારે આર્થિક લાભ થઇ રહ્યો છે, તેથી કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની સાથે નથી દુનિયા

Amreli Live

ગામમાં 70 વર્ષથી રોડ ન હતો, સોનુ સુદને કારણે ગામવાળાઓએ બનાવી દીધો રોડ.

Amreli Live