25.8 C
Amreli
19/09/2020
અજબ ગજબ

ભગવાન કૃષ્ણની કૃપાથી આ અઠવાડિયે 5 રાશિઓનો થશે ભાગ્યોદય, આ રાશિઓનો શરુ થશે રાજયોગ

મેષ રાશિ :

આ સપ્તાહે સંબંધો અને પોતાના મોજશોખ તેમજ નાણાકીય બાબતો પર આપ સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. પ્રોફેશનલ મોરચે પહેલા દિવસે થોડી સુસ્તિ અને આળસ રહે પરંતુ તે પછીના સમયમાં જોશ સાથે તમે આગળ વધો. તમારા શબ્દો અને વાણીમાં પ્રભાવ જોવા મળે જેથી કમ્યુનિકેશન આધારિત કાર્યોમાં સપ્તાહના મધ્યમાં વિશેષ પ્રગતિ કરી શકો. કમાણી વધારવા માટે તમે અત્યારે નવા માર્ગો વિચારશો. સપ્તાહની શરૂઆતમાં આપને વાંચનમાં થોડી પ્રતિકૂળતાઓ લાગે પરંતુ બીજા દિવસથી તમે અભ્યાસમાં વધુ ગંભીર થશો માટે એકંદરે વિચારીએ તો જ્ઞાનમા વધારો થાય અને વધુ ઉત્સાહ સાથે આપના વિચારોને વ્યક્ત કરવાની ક્ષમતા અભ્યાસમાં પણ તમને સફળતા અપાવે.

આપ જીવનસાથી અને સંબંધોથી શું ઇચ્છો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારા જીવનસાથી અથવા પ્રિયપાત્ર તરફથી અંગત બાબતોમાં સારો સહકાર મળી રહે જેથી તમારી વચ્ચે સમર્પણની ભાવના પણ વધે. અવિવાહિતોને વિજાતીય મિત્રોમાંથી જ કોઇ યોગ્ય પાત્ર સાથે નીકટતા વધી શકે છે. ઉત્સાહ અને મનની શાંતિ જાળવી રાખવા માટે વિકએન્ડમાં પ્રિયપાત્ર સાથે ફરવાનું આયોજન થઇ શકે છે. શરૂઆતમાં આપે બ્લડ પ્રેશર પર નિયમિતપણે ધ્યાન આપવું પડશે. આકસ્મિક ઇજાઓ સામે પણ સાવધાની રાખવાની સલાહ છે.

વૃશ્ચિક રાશિ :

સપ્તાહની શરૂઆતમાં નોકરી- ધંધામાં આપની તરફેણમાં સંજોગો બની રહ્યા છે. ઉપરી અધિકારીઓનું માર્ગદર્શન અને કૃપા આપના માટે પ્રગતિનું કારણ બનશે. નિયમિત આવકમાં વધારો કરવા માટે તમે સક્રિય થશો. અત્યારે નાણાંની આવક અનિશ્ચિત અને સમિતિ હોવાથી ખર્ચ માટે તમારે આયોજનપૂર્વક આગળ વધવાનું છે. સપ્તાહના પહેલા દિવસે મધ્યાહન સુધી પ્રેમસંબંધો પણ આપના કેન્દ્રસ્થાને રહેશે. ઘર- પરિવારમાં પણ સુમેળ રહેશે. સપ્તાહના મધ્યમાં પણ કોઇપણ કારણોસર દોડધામ રહેશે તેવું લાગી રહ્યું છે.

સપ્તાહના મધ્યમાં વિવાહિતો તેમના જીવનસાથી જોડે ઉત્તમ સમય વિતાવી શકશે. તમે અત્યારે એકબીજાની લાગણીને માન આપશો અને તેમના દૃષ્ટિકોણથી કોઇપણ બાબતને જોવાનો પ્રયાસ કરશો. કામકાજમાં ટીમવર્કમાં થતા પ્રોજેક્ટ્સ સારી રીતે પાર પાડી શકશો. અંતિમ ચરણમાં તમારું મન થોડુ બેચેન રહેવાથી કામમાં મન નહીં લાગે. આવા સમયે તમને ક્યાંક એકાંતમાં જવાની ઇચ્છા પણ થઇ શકે છે. વ્યસ્ત ટાઇમ શિડ્યૂલને કારણે તમારી તબિયત પણ સાચવવી પડશે.

મકર રાશિ :

આ સપ્તાહે શરૂઆતમાં આપ્તજનો અથવા મિત્રો સાથે પ્રવાસની શક્યતા અને આર્થિક લાભના યોગ છે. આ કારણે તમારું મન તાજગી અને પ્રફુલ્લિતા અનુભવે. નવા કાર્યો કરવા માટે તમારામાં વધુ તત્પરતા રહેશે. આપની સાથે કામ કરતા મિત્રો, સહકર્મચારી કે નોકરો સાથે તમારે મનમેળ રહેશે અને સાથે મળીને નવા નવા લક્ષ્યો નિર્ધારિત કરો અને તેને હાંસલ કરી શકશો. અત્યારે ભાગીદારીના કાર્યોમાં પણ સારી રીતે આગળ વધી શકો છો. તમે નવા-નવા લોકોના સંપર્કમાં આવશો અને તેમની મદદથી તમારા કામમાં સરળતા વધશે.

પ્રિયજનો, સ્નેહીઓ બધા જ તમારા સ્નેહની ઇચ્છા રાખશે. જીવનસાથી જોડે પણ બહેતર સમય વિતાવી શકો પરંતુ તેઓ ક્યારેય સંબંધોમાં વર્ચસ્વની ભાવના રાખતા હોય તેવું તમને લાગશે. આવી સ્થિતિમાં પોતે સમાધાનકારી નીતિ રાખવી પડશે. વિદ્યાર્થીઓએ યાદશક્તિ વધારવા દરરોજ સવારે તમારા કૂળદેવીની પુજા કરવી. આપનું આરોગ્ય એકંદરે સારું રહેશે. જોકે, સ્પોર્ટ્સ અથવા ડ્રાઇવિંગ કરતી વખતે અથવા મશીનરીમાં કામ કરતી વખતે ઇજાથી બચવાની સલાહ છે.

કર્ક રાશિ :

સપ્તાહની શરૂઆતમાં પ્રોફેશનલ બાબતોમાં તેમ વધુ ધ્યાન આપી શકશો. દૂરના અંતરે કમ્યુનિકેશન વધશે જેનો મૂળ આશય પ્રોફેશનલ મોરચે તમારી સ્થિતિ વધુ મજબૂત કરવાનો હશે. પ્રવર્તમાન સમયસ્યાઓનો ઉકેલ આવશે અને સંબંધોમાં વધુ સમજ આવશે. આપ કોઇ નવા સાહસમાં સફળતા મળતા પ્રોફેશનલ જીવન માટે સંતોષકારક સાબિત થાય. અત્યારે તમે કરેલા કાર્યોના ફળરૂપે આવક થઇ શકે છે. પૈતૃક મિલકતોને લગતા પ્રશ્નોમાં ઉકેલની આશા રાખી શકો છો. પિતા તરફથી આર્થિક લાભ પણ થાય. અત્યારે બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાની તમને ઇચ્છા થાય.

શક્ય હોય ત્યાં સુધી પોતાની વાત સાચી ઠેરવવા માટે હઠાગ્રહ છોડવો. અત્યારે તમારામાં વિજાતીય આકર્ષણ વધુ રહેવાથી પ્રેંમસંબંધોમાં પણ ઝુકેલા રહેશો. જોકે, સંબંધોમાં કટિબદ્ધતા રાખવી જરૂરી છે. વિદ્યાર્થી જાતકોને અભ્યાસમાં રુચિ જળવાઇ રહે. ઉચ્ચ અભ્યાસ કરતા જાતકો માટે પ્રારંભિક તબક્કો બહેતર છે. અત્યારે સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે પરંતુ છેલ્લા દિવસે થોડુ સાચવજો.

તુલા રાશિ :

સપ્તાહની શરૂઆતમાં નોકરિયાતોને તેમના કામમાં સારો ઉત્સાહ રહેશે અને તમે ઝડપથી કામકાજમાં આગળ વધશો. આ સમયમાં ધંધામાં પણ ખાસ કરીને સરકારી કાર્યો, રંગ, રસાયણ, દવાઓ, પ્રિન્ટિંગ વગેરે કાર્યોમાં સારી પ્રગતિની તકો મળે. જોકે સ્વાસ્થ્ય બાબતે પહેલા દિવસે બપોર સુધી શરદી, માથાનો દુખાવો કે સાંધામાં દુખાવો થવાની શક્યતા છે. પૂર્વાર્ધના સમયમાં તમે કામકાજમાં સફળતા મળવાથી ચિંતાના બોજમાંથી હળવાશ મળતાં સ્ફૂર્તિ અને ઉત્સાહનો અનુભવ કરશો.

આ કારણે જીવનસાથી અથવા પ્રિયપાત્રા સાથે ઉત્તમ સમય વિતાવાની તક મળે અને તેનાથી તમારી વચ્ચે ઘનિષ્ઠતા વધશે. વ્યવસાયમાં આપ નવી વિચારસરણીનો અમલ કરશો. સપ્તાહના મધ્યમાં તબિયતમાં આળસ અને કંટાળો જણાશે. નવા કાર્યની શરૂઆત ન કરવી. સપ્તાહના અંતિમ ચરણમાં આપ યોગ્ય આયોજનો અને નવી વિચારસરણીથી ધંધાને પ્રગતિના પંથ પર લઇ જવાનો પ્રયાસ કરશો. સંબંધોને પણ નવી ઉંચાઇએ લઇ જવા માટે કમ્યુનિકેશનના આધુનિક માધ્યમોનો ઉપયોગ કરશો. આ સપ્તાહમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવું પડશે કારણ કે તમારું મન અવારનવાર ચંચળ રહેશે.

કુંભ રાશિ :

આપને લાંબા ગાળાનું રોકાણ લાભદાયી નીવડશે. સરકારી કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે. આપને લાભ કે લાભની તકો મળશે પરંતુ તેને પારખવાની શક્તિ જાતે વિકસાવવી પડશે. નોકરી અને વ્યવસાયમાં લાભ થવાની શક્યતા છે. ઉપરી અધિકારીઓ તરફથી આપને પ્રોત્સાહન મળે. જન્મના ગ્રહો પ્રબળ હશે તો બઢતી કે પગાર વૃદ્ધિ સાથે બઢતીના યોગ પણ છે.

અવિવાહિતો માટે લગ્ન કે યોગ્ય જીવન સાથી મળવાના યોગો છે. ધીમે ધીમે સમય તમારી તરફેણમાં આવતા પ્રિયપાત્રના મિલનથી મનમાં પ્રસન્‍નતા અનુભવશો. તબક્કાવાર આપની પ્રવૃત્તિ બદલાતી જશે અને આપ થોડાક મનોરંજનની દુનિયા તરફ વળશો. આપની કલ્પનાશક્તિ પણ રંગ લાવશે. એજ્યુકેશનમાં આપે કરેલી મહેનતનું ફળ મળવાથી આપને આનંદ થશે. જો કે આપના માટે આ તબક્કો સાવધાનીપૂર્ણ કહી શકાય. ખાસ કરીને અભ્યાસ બાબતે બેફીકર થવું નહીં. જેમને પિત્ત અથવા પેટમાં દુખાવાની ફરિયાદ હોય તેમણે ખાવાપીવામાં અત્યારે ખાસ ધ્યાન રાખવું.

મિથુન રાશિ :

સપ્તાહની શરૂઆતમાં તમે જીવનને વધુ વ્યાપક દૃષ્ટિકોણથી જોશો તેમજ લોકો તમારી સાથે છે તેવો અહેસાસ પણ કરશો. પ્રોફેશનલ મોરચે દેખીતી રીતે તમે વધુ સક્રિય રહો. તેથી જ કોઇપણ પ્રકારની નજીવી અગવડતાઓ અથવા વિક્ષેપો પણ તમને તણાવ તરફ ધકેલી નહીં શકે. આપના જીવનસાથી સાથે ગુણવત્તાસભર સમય વિતાવી શકો. ખુદ વિશે અને સંબંધો વિશે વધુ શીખવાથી તેનો સાનુકૂળ પ્રભાવ પડે. સપ્તાહના મધ્યમાં તમે ભાવનાત્મક રીતે નાજૂક સ્થિતિમાં આવશો અને તેના કારણે ક્યારેક ખોટા નિર્ણય લો અથવા ખોટી સારવાર મેળવો તેવું બની શકે છે.

નોકરિયાતોને બઢતી-પગારવધારો-લાભ સાથે નવી જવાબદારી મળવાની શક્યતા રહેશે. સપ્તાહના અંતમાં કોઇપણ વ્યક્તિ સાથે પ્રત્યક્ષ વાતચીતમાં થોડુ સંભાળવું પડશે. તમે અત્યારે આર્થિક બાબતોમાં વધુ સારી રીતે આગળ વધી શકશો. છેલ્લા ચરણમાં તમે વસ્ત્રો, આભૂષણો અથવા મનને ખુશી મળે તેવી કોઇ ચીજમાં ખર્ચ કરો તેવી શક્યતા વધશે. અત્યારે ખાસ કરીને જેમને દાંત અને માથામાં દુખાવો હોય તેમને સંભાળવું. છેલ્લા ચરણમાં ઊંઘ ઓછી રહેશે.

સિંહ રાશિ :

સપ્તાહની શરૂઆતમાં વ્યક્તિગત જીવન અને સંબંધો માટે બહેતર જણાઇ રહ્યો છે. સંબંધોમાં રહેલી સમસ્યાઓના મૂળ કારણને શોધવા માટે તમે વધુ પ્રયાસરત બનશો આપના માટે શ્રેષ્ઠત્તમ કહી શકાય. પહેલા દિવસે બપોર સુધી કદાચ મન થોડુ બેચેન રહે પરંતુ પછી આખુ સપ્તાહ એકંદરે સારી રીતે પસાર કરો. ગોચરના ગુરુથી સંબંધોમાં મૂંઝવણ અને અસલામતી દૂર કરવાનું વધુ સરળ બનશે.

આ સપ્તાહમાં આપે વધુ તંદુરસ્ત અને નિરોગી રહેવા માટે આહારમાં સલાડ અને ફળોનો સમાવેશ કરવો જોઇએ. કોઇ લાંબા ગાળાની બિમારી હોય તો તે દૂર થાય. સપ્તાહના અંતમાં તમારી કાર્યક્ષમતા વધશે અને નિર્ધારિત લક્ષ્યો હાંસલ કરવા માટે વધુ પ્રયાસ કરશો. તમને મળેલી સફળતા તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. તમે આગામી પથ માટે ચોક્કસ વ્યૂહરચના ઘડશો, પદ્ધતિસર આગળ વધશો. આ સમયમાં તમે જાહેર જીવનમાં પણ સક્રિય થશો. વિદ્યાર્થીઓ માટે એકંદરે બહેતર તબક્કો જણાઇ રહ્યો છે.

મીન રાશિ :

સપ્તાહની શરૂઆત તમે પોતાની જાત માટે, કારકિર્દીમાં ઉન્નતિ માટે અને કમાણીના નવા માર્ગો શોધવા માટે વિચાર કરવા સાથે થશે. તમે નવા લોકો સાથે કમ્યુનિકેશન, મિટિંગ, વાટાઘાટો કરો અને તેમાં સફળતા પણ મળે. કાર્યસ્થળે સહકર્મચારીઓ આપને મદદરૂપ બનશે. કાર્યમાં સફળતા અને યશની પ્રાપ્તિ થાય. વિરોધીઓ અને હિતશત્રુઓ તેમની ચાલમાં નાકામિયાબ નીવડશે. આ સમયમાં તમે કમાણીની સાથે સાથે રોકાણ અને આર્થિક ભાવિને પણ ધ્યાનમાં રાખશો. પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પરિવારને પણ કેન્દ્રમાં રાખશો. આમ કહી શકાય કે એક સંતુલિત સપ્તાહ પસાર થઇ શકે છે.

પ્રેમસંબંધોમાં અત્યારે અહં છોડવાની સલાહ છે. વર્તમાન સંબંધોને ટકાવી રાખવા માટે તમારે થોડા પ્રયાસો વધારવા પડશે. આપના પ્રેમસંબંધોમાં અચાનક યુટર્ન આવતો હોય તેવું પણ લાગી શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી રુચિ રહેશે. અત્યારે તમે મનપસંદ વિષયોમાં ઘણા ઊંડા ઉતરશો. આ સમયમાં ખાસ કરીને આકસ્મિક ઇજાઓ સામે સાચવવું જરૂરી છે. નાક-કાન-ગળાની સમસ્યા હોય તેમણે પૂર્વાર્ધમાં સારવાર અને પરેજી પર ધ્યાન આપવું પડશે.

વૃષભ રાશિ :

સપ્તાહની શરૂઆતમાં અહીં તમારી પ્રોફેશનલ અને આર્થિક બાબતોમાં સંતુલન લાવવા માટે મોટાભાગની શક્તિનો ઉપયોગ થશે. તમને વિવિધ લાભ મળવાની પણ શક્યતા છે. નવી મિલકત ખરીદવા માટે સાનુકૂળ સમય છે. પૂર્વાર્ધમાં કામમાં વધારો થાય પણ આ પરિશ્રમ આપને પ્રોફેશનલ મોચરે આપને પ્રગતિ પણ અપાવે. ઉત્તરાર્ધમાં તમે કારકિર્દીને અનુલક્ષીને નવું આયોજન કરી શકશો. નવું સાહસ ખેડવા, નવો ધંધો શરૂ કરવા માટે આયોજન કરી શકો છો. વિદ્યાર્થીઓમાં અત્યારે અભ્યાસ બાબતે સારો ઉત્સાહ જોવા મળે. પૂર્વાર્ધમાં તમે થોડી આળસમાં રહો પરંતુ ત્રીજા દિવસે સાંજથી તમે ઉત્તમ અભ્યાસ બાબતે ગંભીર થશો.

સંબંધોમાં શરૂઆત સારી છે પરંતુ પહેલા દિવસે મધ્યાહન પછી તમારી માનસિક વ્યાકૂળતા વધશે જે સંબંધોમાં થોડું અંતર લાવશે. જોકે ઉત્તરાર્ધમાં તમે જૂની વાતો ભુલીને એકબીજાનું ઉત્તમ સાનિધ્ય માણી શકશો. શરૂઆતના તબક્કામાં સંતાનને લગતી બાબતો માટે સારો છે. જો આપના જીવનસાથીની કુંડળીમા ગ્રહો સારો પ્રભાવ પાડતા હોય તો સંતાનસુખ પણ પ્રાપ્ત થઇ શકે છે. બીજા દિવસે અસંતુલન અને ચિંતાને દૂર કરીને બિમારીથી બચી શકો છો. પૂર્વાર્ધમાં થોડી સ્વાસ્થ્ય તકલીફો ભોગવ્યા પછી વિકએન્ડમાં તમે સારી રીતે સમય વિતાવી શકો છો.

કન્યા રાશિ :

સપ્તાહની શરૂઆતમાં તમે કામકાજના સ્થળે ટીમ વર્કનું કામ હોય ત્યાં શાંતિપૂર્વક વર્તન કરવું. જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે પહેલા દિવસે મધ્યાહન સુધી સંબંધોમાં નીકટતા રહે પરંતુ તમારી વચ્ચે કોઇ બાબતે તકરાર ના થાય તે માટે થોડી સમાધાનકારી નીતિ રાખવી. તે પછી પૂર્વાર્ધમાં આપના મનની એકાગ્રતા ઓછી રહેતા મન વિહવળ બનશે. રોકાણકારોએ મૂડી રોકાણ કરતા પહેલાં અને મહત્વના દસ્તાવેજો પર સહી-સિક્કા કરતાં ધ્યાન રાખવું. ધાર્મિક કાર્યો કે પ્રસંગો થાય. ટેન્શનની સ્થિતિમાં વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કારણ કે અકસ્માત અને ઈજાના યોગ છે.

સપ્તાહના ઉત્તરાર્ધમાં સંતાનોની બાબતમાં તમારે વધુ સમય આપવો પડે. કામની દોડાદોડમાં પરિવાર પ્રત્યે ઓછું ધ્યાન આપી શકશો. ઉત્તરાર્ધમાં દૂરના અંતરે કમ્યુનિકેશન વધશે. તમે કામકાજમાં વિસ્તરણ અથવા નવી શરૂઆત માટે પણ પ્રયાસ કરી શકો છો. છેલ્લા ચરણમાં તમે વધુ પ્રોફેશનલ બનશો. વિદ્યાર્થીઓને પૂર્વાર્ધમાં અભ્યાસમાં સમસ્યા જણાશે. સ્વાસ્થ્ય બાબતે પણ શરૂઆતમાં સાચવશો તો વાંધો નહીં આવે.

ધન રાશિ :

સપ્તાહની શરૂઆતમાં પહેલા દિવસે પરિવાર સાથેના સંબંધોમાં આપ લાગણીથી ખેંચાવાના બદલે વ્યવહારુ દૃષ્ટિકોણ અપનાવજો. પોતાની વાત સાચી ઠેરવવાનો હઠાગ્રહ પરિવારજનો સાથે તમારા તણાવનું કારણ બની શકે છે. જો આયોજનપૂર્વક આગળ વધશો તો નવા વ્યાવસાયિક સાહસોની શરૂઆત થાય છે અથવા જૂના ધંધામાં દેખીતી પ્રગતિ થાય. ગુસ્સાથી આપનું કામ બગડે નહીં અથવા તો નોકરી- ધંધાના સ્થળે તેમજ ઘરમાં કોઇનું મન દુભાય નહીં તેનું ધ્યાન રાખવું.

કામકાજમાં જ્યાં બૌદ્ધિકતાની વધુ જરૂર હોય ત્યાં થોડું સમજી વિચારીને પગલું ભરવું. અત્યારે એવા કોઇપણ કાર્યોથી દૂર રહેવું જેનાથી તમારી પ્રતિષ્ઠા પર જોખમ આવે. પૂર્વાર્ધમાં કોઈ વ્યકિત સાથે તમારા રિલેશનશિપની શરૂઆત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને યોગ્ય લાભ મળશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થી વિદેશ જઈ શકે છે. જોકે, અભ્યાસમાં તમને એકાગ્રતાનો થોડો અભાવ વર્તાય તેવી શક્યતા છે. સપ્તાહના અંતિમચરણમાં સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. ખાસ કરીને પાણીજન્ય રોગોથી સાચવવું.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.


Source: gujaratilekh.com

Related posts

2020 થી 8 વર્ષ પાછળ છે આપણે, 21 જૂને સર્વનાશ થશે દુનિયાનો, થિયારીનો દાવો.

Amreli Live

સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભકારક છે મજીષ્ઠા, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

Amreli Live

પ્રેમ લગ્નના 4 દિવસ પછી પતિએ ટ્રેનના પાટા ઉપર કૂદીને આપ્યો જીવ, પત્નીએ લગાવી ફાંસી.

Amreli Live

6 મહિનાના દીકરાના માથા ઉપર પિસ્તોલ મૂકીને પરિણીત મહિલા સાથે…

Amreli Live

સુશાંત કેસની CBI તપાસ, એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ કંઈક આવી પ્રતિક્રિયા આપી

Amreli Live

સવારે ખાલી પેટ કરો આ 4 વસ્તુઓનું સેવન, વધશે મેટાબોલિજ્મ, રહેશો એનર્જીથી ભરપૂર અને ઘટશે વજન.

Amreli Live

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

Amreli Live

જો તમે પણ ઈચ્છો છો કે કરીના જેવો ચહેરો ચમકે, તો આવી રીતે ઉપયોગ કરો મુલતાની માટી.

Amreli Live

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ ના કલાકાર સમીર શર્માનો મળ્યો મૃતદેહ, છત સાથે લટકેલ મળી લાશ

Amreli Live

આ કેદી મહિલાનો ડાન્સ એવો કે તેની મજા માણી રહ્યા હતા જેલર અધિકારી પછી…

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

કોવિડ 19 વેક્સીનને લઈને બિલ ગેટ્સે આ સમાચારને કહ્યા ફેક ન્યુઝ.

Amreli Live

સંધિવા એટલે શું? અને તેના માટે આયુર્વેદમાં કયો સરળ અને રામબાણ ઈલાજ આપ્યો છે જાણો.

Amreli Live

ઓક્સફર્ડ યુનિવર્સીટીની કોરોના વાયરસ વેક્સીન વિષે તે બધું જાણો જે તમારા માટે જાણવું જરૂરી છે

Amreli Live

માં અને માસીએ તાંત્રિકને સોંપી પોતાની દીકરી, તાંત્રિકે કરી તેની આવી હાલત.

Amreli Live

પબજીની ટેવમાં વિદ્યાર્થીએ ગુમાવ્યા પિતાના લાખો રૂપિયા, 3 મહિનામાં આખું બેંક એકાઉન્ટ ખાલી, જાણો આખી સ્ટોરી

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live

ગુજરાતની છોકરીને ફેસબુક પર પ્રેમ થઈ ગયો ને વિમાનમાં બેસી પહોંચી બિહાર પણ પછી જે થયું એ વાંચી લો.

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live

આ વિટામિનની ઉણપ ધરાવવાતા 99 ટકા સંક્રમિતોનું થયું મૃત્યુ.

Amreli Live