29.4 C
Amreli
25/09/2020
bhaskar-news

બ્રિટનમાં 27 હજારથી વધુ મોત થયા, જાપાનમાં ઈમરજન્સીનો સમયગાળો એક મહિનો વધી શકે છેવિશ્વભરમાં 34 લાખ કેસ નોંધાયા છે, અત્યાર સુધીમાં 2 લાખ 39 હજાર 592 લોકોએ જીવ ગુમાવ્યા છે. 10.82 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.જાપાનમાં શુક્રવારે 261 નવા કેસ નોંધાયા અને 26 લોકોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 15 હજાર 257 સંક્રમિત છે, જ્યારે 471 લોકો મોતને ભેટ્યા છે. જાપાનમાં ચાલી રહેલી ઈમરજન્સી 6 મેના રોજ સમાપ્ત થશે. પરંતુ પ્રધાનમંત્રી શિંજો આબેએ કહ્યું કે ઈમરજન્સી એક મહિનો લંબાઈ શકે છે. બ્રિટનમાં મૃત્યુઆંક 27 હજાર 510 થયો છે.

અમેરિકામાં 24 કલાકમાં 1883 લોકોના મોત

અમેરિકામાં 11 લાખ 31 હજાર 280 પોઝિટિવ કેસ નોંધાયા છે. 65 હજાર 766 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં 67 લાખ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે. 1.61 લાખથી વધારે લોકોને અહીં સારવાર પછી રજા અપાઈ છે.જોન હોપકિંસ યુનિવર્સિટી મુજબ અમેરિકામાં 24 કલાકમાં 1883 લોકોના મોત થયા છે. ન્યૂયોર્ક રાજ્યમાં (24,069) , સ્પેનમાં (24,824) અને ફ્રાન્સમાં (24,594) એક સરખો મૃત્યુઆંક નોંધાયો છે.

અમેરિકા: રેમડેસિવિરની દવા ગિલીડ કંપની બનાવી રહી છે. કંપની 10.50 લાખ દવાની શીશીઓ દાનમાં આપશે.

અમેરિકામાં સારવાર માટે રેમડેસિવિર દવાને મંજૂરી
અમેરિકા ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ મહામારીની સારવાર માટે ઈબોલાની દવા રેમડેસિવિરના ઉપયોગ માટે મંજૂરી આપી છે. એફડીએ પ્રમુખ સ્ટેફન હાને શુક્રવારે આ જાહેરાત કરી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દેશમાં કોરોના વાઈરસથી એક લાખથી ઓછા લોકોના મોત થવાનું અનુમાન છે. તેમણે કહ્યું કે આશા છે કે અમે કોરોનાથી થનાર મોતના આંકડાને એક લાખથી ઓછો રાખવામાં સફળ થશું. આ પહેલા ટ્રમ્પ સરકારે 60 થી 70 હજાર લોકોના મોત થવાનું અનુમાન કર્યું હતું. અમેરિકા ચીન ઉપર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહ્યું છે. તેઓનું માનવું છે કે ચીન સંક્રમણને રોકવામાં નિષ્ફળ રહ્યું છે.

અમરિકા: ડેલાવેયર રાજ્યને ખોલવા માટે પ્રદર્શન કરતી ટ્રમ્પની સમર્થક મહિલા.

કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 11,31,280 65,766
સ્પેન 242,988 24,824
ઈટાલી 207,428 28,236
બ્રિટન 177,454 27,510
ફ્રાન્સ 167,346 24,594
જર્મની 164,077 6,736
તુર્કી 122,392 3,258
રશિયા 114,431 1,169
ઈરાન 95,646 6,091
બ્રાઝીલ 92,202 6,412
ચીન 82,875 4,633
કેનેડા 55,061 3,391
બેલ્જીયમ 49,032 7,703
પેરુ 40,459 1,124
નેધરલેન્ડ 39,791 4,893
ભારત 37,257 1,223
સ્વિત્ઝરલેન્ડ 29,705 1,754
પોર્ટુગલ 25,351 1,007
સાઉદી અરબ 24,097 169
સ્વીડન 21,520 2,653
આયર્લેન્ડ 20,833 1,265
મેક્સિકો 20,739 1,972
પાકિસ્તાન 18,114 417
સિંગાપોર 17,101 16

અમેરિકામાં સારવાર માટે રેમડેસિવિર દવાને મંજૂરી
અમેરિકા ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ મહામારીની સારવાર માટે ઈબોલાની દવા રેમડેસિવિરના ઉપયોગ માટે મંજૂરી આપી છે. એફડીએ પ્રમુખ સ્ટેફન હાને શુક્રવારે આ જાહેરાત કરી છે.

કેલિફોર્નિયાના હટિંગનટન બીચ ઉપર રાજ્યને ફરિ ખોલવાની માંગ સાથે લોકો પ્રદર્શન કરી રહ્યા છે.

અર્થવ્યવસ્થાને ખોલવાને લઈને અમેરિકામાં પ્રદર્શન
અમેરિકામાં લેબર ડેના દિવસે પ્રથમ મેના દિવસે વધારાની સુરક્ષાના ઉપાયો અને લોકડાઉન પછી અર્થવ્યવસ્થાને ખોલવાની માંગને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા. નેશનલ નર્સિસ યુનાઈટેડ (એનએનયુ)ની 15 હજાર નર્સોએ દેશના 13 રાજ્યોમાં યોજાયેલી 140 રેલીમાં ભાગ લીધો હતો. તેઓની માંગ હતી કે માસ્ક અને સુરક્ષાત્મક સાઘનો આપવામાં આવે.

અલ્જિરિયામાં સંક્રમણ વધતુ રહ્યું તો કડક પ્રતિબંધો લાગુ કરાશે: રાષ્ટ્રપતિ
અલ્જિરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલમદજીદ ટેબ્બોએ કહ્યું હતું કે દેશમાં જો વાયરસનું સંક્રમણ વધ્યું તો લોકડાઉન લાગુ કરાશે. સાથે તમામ બિઝનેસને બંધ કરાશે. દેશમાં 4151 લોકો સંક્રમિત થયા છે અને 453 લોકોના મોત થયા છે.

ચીનના વુહાનમાં સીનિયર હાઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

અપડેટ્સ

  • વેનઝુએલામાં પોઝિટિવ કેસની સંખ્યા 335 થઈ છે, અહીં 10 લોકોના મોત થયા છે.
  • રશિયામાં 1169 લોકોના મોત થયા છે. સૌથી વધારે મોત મોસ્કોમાં 695 થયા છે.
  • ચીનમાં 24 કલાકમાં એક કેસ નોંધાયો અને એકપણ મોત થયું નથી. અહીં કુલ 82 હજાર 875 કેસ નોંધાયા છે. 4633 લોકોના મોત થયા છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


જાપાન: ટોક્યોના ગવર્નર યુરિકો કોઈકેએ એપીએ ગ્રુપની એક હોટલમાં હ્યુમનોઈડ રોબોટનું નિરિક્ષણ કર્યું હતું.


જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે માસ્ક પહેરતા નજરે પડે છે. દેશમાં ઈમરજન્સીનો સમયગાળો લંબાવવા માટે સોમવારે નિર્ણય કરાશે.


અમેરિકા: કેલિફોર્નિયાના ગવર્નરે સંક્રમણને અટકાવવા માટે બીચને બંધ કરવા સહિતના ઘણા પ્રતિબંધો મૂક્યા છે, જેના વિરોધમાં લોકોએ પ્રદર્શન કર્યું હતું.

Related posts

30% દર્દીમાં એક પણ લક્ષણ દેખાયા ન હતા; મોટાભાગના દેશમાં મહામારી ફેલાવા માટે આ કારણ જવાબદાર છે

Amreli Live

આત્મનિર્ભર સહાય માટે ગુજરાતમાં અધધ 1.65 લાખ અરજી 99.55 % અરજી મંજૂર, કુલ રૂ. 9 હજાર કરોડની લોન અપાઈ

Amreli Live

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં વધુ 250 લોકો પોઝિટિવ, 20 લોકોનાં મોત, ગોતા વોર્ડના કોર્પોરેટર કોરોના પોઝિટિવ

Amreli Live

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશે

Amreli Live

આજે સવારે 6 વાગ્યાથી યાત્રા શરૂ, હાલ ભીડ ઘણી ઓછી;પહેલા ગર્ભગૃહથી દર્શન કરવામાં અઢી કલાકનો સમય લાગતો હતો, હવે માત્ર પાંચ મિનિટ લાગે છે

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં ભાગ લેનાર ભાજપના ધારાસભ્ય પોઝિટિવ, સંપર્કમાં આવેલા 3 MLAના પણ ટેસ્ટ થયા

Amreli Live

શહેરમાં 842 ગુના નોંધાયા, 2 હજારથી વધુની ધરપકડ કરીને લોકડાઉનનો કડક અમલ કરાયો- CP આશિષ ભાટિયા

Amreli Live

વિશ્વમાં કુલ 1.16 કરોડ કેસઃ ઈઝરાયલમાં ફરી ક્લબ, જીમ બંધ, બ્રિટનમાં 13 યુનિવર્સિટી બંધ થઈ જાય તેવી નાજુક સ્થિતિ

Amreli Live

શહેર-જિલ્લામાં કોરોના કુલ 158 નવા કેસ અને 3ના મોત, કુલ કેસ 29,162 અને મૃત્યુઆંક 1,662

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live

79 દિવસે મહાકાલ મંદિરના દ્વાર ખુલ્યા, ગર્ભગૃહમાં પ્રવેશ અને ભસ્મારતીના દર્શન શ્રાવણમાં થઇ શકશે કે નહીં તે નક્કી નથી

Amreli Live

ગુજરાતમાં આ જગ્યાએ કોરોનાને રોકવા અનોખો પ્રયોગ, ટનલ બાવવામાં આવી, કેવી રીતે કરે છે કામ

Amreli Live

ઈમરજન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ હેઠળ સરકારી બેન્કોએ MSMEને રૂ. 21,029 કરોડ આપ્યા, ગુજરાતમાં 1657 કરોડ અપાયા

Amreli Live

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટીને પણ મંજૂરી આપી

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

ઓરેન્જ, ગ્રીન કે રેડ ઝોનમાં પાન-માવાની દુકાન નહીં ખુલે, રાજકોટમાં પણ કડક લોકડાઉનનું પાલન થશેઃ અશ્વિની કુમાર

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર ડ્રગની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

આરોગ્ય મંત્રાલયે કહ્યું- દેશમાં કોરોનાના 2902 કેસ, તબલીઘ જમાતના સંક્રમિત લોકોની સંખ્યા 1023 છે

Amreli Live

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રીએ ખબર અંતર પૂછ્યા

Amreli Live