30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

બોલ્ડ ફિલ્મો દ્વારા ભાગ્યશ્રી પાછી ફરશે, ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘ધોસ્ટ સ્ટોરીઝ’ પછી ‘ગ્રે સ્ટોરીઝ’, વાંચો ખાસ જાણકારી.

વર્ષો પછી ભાગ્યશ્રી બોલ્ડ ફિલ્મો દ્વારા ઇન્ડસ્ટ્રીમાં પાછી ફરશે, ગ્રે સ્ટોરીઝમાં નવા અવતારમાં જોવા મળશે. પોતાના પાપાની પરી બનીને આખા દેશમાં આમ તેમ હરતી ફરતી એક લેખીકા જયારે લગ્ન કરીને પરદેશ જતી રહે છે તો શું કરે છે? તેને સપનાને પાંખ લગાવે છે કે પછી કૌટુંબિક જવાબદારીઓમાં ફસાઈને પોતાના સપનાઓને દબાવી દે છે.

તે સંભાવનાઓ કે આશંકાઓ દરેક દીકરી સામે આવે જ છે, પરંતુ દીકરી જો ગુંજન કુઠીયાલા જેવી હિંમતવાળી હોય તો તે બધું કરવા છતાં પણ પોતાના સપનાને જીવવાનો રસ્તો કાઢી જ લે છે. ઓટીટી ઉપર ઝડપથી લોકપ્રિય થઇ રહેલી ફિલ્માંવલીઓ (એંથોલોજી) ‘લસ્ટ સ્ટોરીજ’, ‘ઘોસ્ટ સ્ટોરીજ’, ‘ફોરબીડેન લવ’ અને ‘નવરસ’ માં નવું નામ જોડાયું છે, ‘ગ્રે સ્ટોરીજ’ જેમણે બનાવ્યું છે અમેરિકી ફિલ્મમેકર ગુંજન કુઠીયાલાએ.

અમેરિકાના ન્યુહૈમ્પશાયરમાં રહેતી ગુંજન કુઠીયાલા ‘અમર ઉજાલા’ થી એક્સકયુસિવ વાતચીતમાં જણાવે છે કે તેની પાસે પોતાના દેશ ભારતની ઢગલાબંધ કહાનીઓ છે. પિતા તેની સરકારી નોકરીમાં હતા અને તેમની સાથે સાથે તેણે આખો દેશ ફરી લીધો છે. તે કહે છે કે સંબંધો જ મહાનતા છે અને તે બાબત જ તેને સાત સમુદ્ર પાર પોતાના દેશ સાથે જોડી રાખે છે. તે કિસ્સાને જણાવવાનો જવાબદારી હવે ગુંજને એક ફિલ્મ મેકર તરીકે ઉપાડી છે.

ગુંજને ફિલ્મ નિર્માતા તરીકે પોતાના આ પ્રયત્નોમાં મોટી સફળતા ત્યારે મળી જયારે તેણે ઘરના પાત્રો માટે પ્રસિદ્ધ રહેલી અભિનેત્રી ભાગ્યશ્રીને એક બોલ્ડ કહાનીમાં રજુ કરવામાં સફળતા મેળવી. ભાગ્યશ્રીને પણ ફિલ્મોમાં પુનરાગમન કરવા માટે આ કહાની ઘણી સચોટ લાગી. ભાગ્યશ્રી ઉપરાંત ગુંજને જુગલ હંસરાજની પણ ‘ગ્રે સ્ટોરીજ’ માં પુનરાગમન કરાવ્યું છે.

સાથે જ આ ફીલ્માવલીની એક કહાનીમાં ચર્ચિત હાસ્ય કલાકાર કીકુ શારદાને એક રોમાન્ટિક રોલમાં જોવી પણ રસપ્રદ રહેશે. ગુંજનના જણાવ્યા મુજબ આ ચાર ફિલ્મોની એંથોલોજીમાં આ કલાકારો ઉપરાંત સમીર સોની, હિતેન તેજવાની, ગૌરવ ગેરા, રાઈમા સેન, સાદિયા સિદ્દીકી, અદિતિ ગોવિત્રીકર વગેરેએ પણ જોરદાર પાત્ર નિભાવ્યા છે.

‘ગ્રે સ્ટોરીજ’ ને ગુંજને એક ખાસ હેતુથી બનાવી છે. તે કહે છે, તેમાં કોઈ શંકા નથી કે મારી ચારે કહાનીઓ ઘણા બોલ્ડ વિષય ઉપર બનેલી છે. તેમાં સ્ત્રી પુરુષના સંબંધો ઉપરાંત એક સ્ત્રી સાથે બીજી સ્ત્રી સાથેના સંબંધોને પણ એક સ્ત્રીના જ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. પરંતુ એક ફિલ્મ નિર્માતાની હેસિયતથી આ કહાનીઓ દ્વારા હું એ કહેવા માગું છું કે રૂઢિઓને તોડીને કોઈ મોટા વિષય ઉપર ફિલ્મ બનાવવા માટે અશ્લીશતાની જરૂર નથી.

નિર્વસન હોવું એક કળા છે. ભારતીય સંસ્કૃતિમાં અને તેની સ્થાપત્ય કળામાં નિર્વસના સ્ત્રીને ઘણી કલાત્મક રીતે રજુ કરી છે. પરંતુ આ નગ્નતાથી અલગ છે. બોલ્ડનેસને અમુક લોકોએ ન્યુડીટી સાથે જોડી દીધી છે, જેનો પ્રતિકાર મેં મારી ફિલ્મોમાં કર્યો છે.

ગુંજન કુઠીયાલાએ ભારતમાં લાંબો સમય મીડિયામાં જ પસાર કર્યો છે. અમેરિકામાં તેણે માનવ સંસાધનના કાર્ય કરતા કરતા માનવીય સંવેદનાઓને ઊંડાણ પૂર્વક સમજવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મ મેકિંગમાં તેમના આ પ્રયત્નને દેશ વિદેશમાં ઘણી પ્રસંશા મળી રહી છે. આ ચારે ફિલ્મોની એંથોલોજીને ગુંજન કોઈ એવી ઓટીટી ઉપર રિલીઝ કરવા માંગે છે, જે ભારત અને અમેરિકા બંને જગ્યાએ તેને સારી રીતે પ્રસારિત પ્રચારિત કરી શકે.

‘ગ્રે સ્ટોરીજ’ ના પોસ્ટ પ્રોડક્શનનું કામ હાલના દિવસોમાં ઝડપથી ચાલી રહ્યું છે અને વહેલી તકે તેને રીલીઝ કરવાની તૈયારી શરુ થઇ જશે. ગુંજને પોતાની આગામી ફિલ્મ ઉપર પણ કામ શરુ કરી દીધું છે, જેની પટકથા ઉપર કામ તે એક ભારતીય લેખક સાથે મળીને કરી રહી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગાય-વાછરડાની પૂજાથી દૂર થઈ જાય છે બધા કષ્ટ, જાણો પૂજન વિધિ.

Amreli Live

વાંચો : દેશના સૌથી જુના ફાઈટર પાઇલટની વાત, 100 વર્ષની ઉંમરમાં પણ જુસ્સાથી ભરપૂર છે.

Amreli Live

વિટામિન્સની ઉણપના કારણે પણ થઇ શકે છે ચહેરા પર દાગ-ધબ્બા, આ 5 ફુડ્સને કરો ડાયટમાં એડ.

Amreli Live

પરિણીત બહેને મોટા ભાઈને લીવર આપીને આપ્યું હતું નવું જીવનદાન

Amreli Live

આ દેશોમાં મળે છે સૌથી સસ્તું સોનુ, ભારત કરતા 15 ટકા જેટલી ઓછી છે કિંમત.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

અંબાણીના ઘરના લગ્ન પણ થયા આ કપલ આંગણ ફિક્કા, ઓડી-લેન્ડ રોવર-લેમ્બોર્ગિનીમાં બેસીને મહેમાનોએ જોયા 7 ફેરા

Amreli Live

વોટ્સએપ લોન્ચ કરી રહ્યું છે નવું ફીચર, એક એકાઉન્ટથી ચાલશે ચાર ડીવાઈસ.

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

શ્રીકૃષ્ણના આ 8 નામ પડવા પાછળ છે ખાસ કારણ, જાણો તેમના અલગ અલગ નામ સાથે જોડાયેલી કથા

Amreli Live

દીકરીના ભણતર માટે ગીરવી રાખ્યું હતું ઘર, પણ દીકરીએ ભર્યું આવું પગલું, જાણો શું થયું હતું.

Amreli Live

કન્યા રાશિના લોકોને મળશે નવા પ્રોજેક્ટની જવાબદારી, તેમજ આ રાશિના લોકો રહે સતર્ક

Amreli Live

લગ્ન કર્યા પછી આ ટીવી અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દીની કરી શરુઆત, આજે ઇન્ડસ્ટ્રી ઉપર કરે છે રાજ

Amreli Live

17 વર્ષ પછી સર્વાર્થસિદ્ધિ યોગમાં દિવાળી, જાણો ગૃહસ્થો અને વેપારીઓ માટે કયું છે લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત.

Amreli Live

પાંચ સૌથી બુદ્ધિશાળી પ્રાણી, જાણો તેમની સાથે જોડાયેલ રોચક વાતો.

Amreli Live

તહેવારની સીઝનમાં 10 લાખ સુધીની રેંજમાં લોન્ચ થવાની છે આ શ્રેષ્ઠ ગાડીઓ

Amreli Live

ભંડારામાં આવી રીતે બનાવવામાં આવે છે બુંદી દહીં, છુપી રીતે દહીંમાં નાખી દે છે આ 1 સિક્રેટ મસાલો

Amreli Live

ગરીબ બાળકોની હેલ્પ માટે ‘કારવાળા માસ્ટર’ ફૂટપાથ પર લગાવે છે ક્લાસ, ફ્રી માં આપે છે ભણતર

Amreli Live

ખુબ દુઃખદ છે અનુરાધા પૌડવાલ નું જીવન, પહેલા પતિ પછી પ્રેમી અને હવે દીકરાએ છોડ્યો સાથ.

Amreli Live

ગણેશ કઈ રીતે બન્યા ગજાનન, વાંચો તેની સાથે સંબંધિત આ 2 રોચક કથાઓ

Amreli Live