24.4 C
Amreli
29/10/2020
અજબ ગજબ

બોલીવૂડના એ 8 પ્રખ્યાત સ્ટાર્સ, જેમની પ્રેમ કહાનીનો થયો ખુબ જ દુઃખદ અંત

બોલિવૂડમાં ઘણી પ્રેમ કહાની શરુ થઇ પણ તેમાંથી ઘણી લવ સ્ટોરીનો અંત ખુબ દુઃખદ થયો, જાણો લિસ્ટ. બોલીવુડમાં ઘણી લવ સ્ટોરીની શરુઆત થઇ, પરંતુ તેમાંથી ઘણી લવ સ્ટોરીઓનો અંત ખુબ જ દુઃખદ રીતે થયો. અહીંયા અમે તમને થોડી એવી જ લવ સ્ટોરીઓ વિષે જણાવી રહ્યા છીએ. બોલીવુડમાં સફળ પ્રેમ કહાનીઓ તો ઘણી છે, પરંતુ ઘણી બધી પ્રેમ કહાનીઓ એવી પણ છે, જેનો સુખદ અંત ન આવ્યો. અહિયાં અમે તમને બોલીવુડના થોડા એવા જ કલાકારો વિષે જણાવી રહ્યા છીએ, કે જેમના પ્રેમાળ સંબંધોમાં એવું તે શું થયું કે તે વિખરાઈ ગયા. આ કલાકારોની લવ સ્ટોરીની શરુઆત તો સારી રહી, પરંતુ અંત દુઃખદાયક રહ્યો.

1. માધુરી દીક્ષિત અને સંજય દત્ત : બોલીવુડ અભિનેતા સંજય દત્ત મોટાભાગે વિવાદોમાં ઘેરાયેલો રહે છે. જયારે તે પોતાની કારકિર્દીના શિખરો સ્પર્શી રહ્યો હતો, તે પહેલા પણ એ અફવા ઉડી હતી કે માધુરી દીક્ષિત અને સંજય દત્ત એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ બંનેની જોડીએ બોલીવુડમાં ઘણી હીટ ફિલ્મો આપી. બંને હંમેશા સાથે જ બહાર નીકળતા જોવા મળતા હતા. આમ તો તેમણે ક્યારે પણ પોતાના સંબંધો જાહેર નથી કર્યા, પરંતુ જયારે સંજય દત્તની ધરપડક થઇ ગઈ, તો બંનેએ સત્તાવાર રીતે એ જરૂર કહી દીધું કે, તે બંને વચ્ચે કંઈ પણ ન હતું.

2. ગોવિંદા અને નીલમ : ફિલ્મ ‘ઇલ્જામ’ માં બોલીવુડ અભિનેતા ગોવિંદા અને અભિનેત્રી નીલમે એક-બીજાના પ્રેમીની ભૂમિકા ભજવી હતી. બોલીવુડમાં આવેલી આ નવી જોડી તે સમયે ઘણી હીટ થઇ હતી, અને ડાયરેક્ટરની પહેલી પસંદ પણ બનવા લાગી હતી. આ બંનેને કદાચ ખબર ન હતી કે ફિલ્મોમાં એક બીજા સાથે પ્રેમ કરતા દરમિયાન વાસ્તવિક જીવનમાં પણ બંને એક બીજાને દિલ આપી બેઠા છે.

ગોવિંદા નીલમના પ્રેમમાં એકદમ દીવાનો થઇ ગયો હતો, અને તેની સાથે કોઈપણ ભોગે લગ્ન કરવા માંગતો હતો. આમ તો ગોવિંદાની માં ને આ સંબંધ પસંદ ન હતો. તે ઇચ્છતી હતી કે, ગોવિંદાના લગ્ન સુનીતા સાથે થઇ જાય. ગોવિંદાને પોતાની માતા પ્રત્યે ખુબ પ્રેમ હતો અને એટલા માટે તે તેની વાતને ટાળી ન શક્યો. આ રીતે એક સુંદર લવ સ્ટોરીનો દુઃખદાયક અંત થઇ ગયો.

3. દેવ આનંદ અને ઝીનત અમાન : ભારતીય સિનેમાના ઈતિહાસમાં દેવ આનંદ અને ઝીનત અમાન એવા ક્લાકાર હતા, જેમનું નામ સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવ્યું છે. દેવ આનંદે પોતાની આત્મકથા’ રોમાંસિંગ વિથ લાઈફ’ માં તે વાતનું વર્ણન કર્યું છે કે, કેવી રીતે તે ઝીનત અમાનના પ્રેમમાં પડી ગયો હતો. કહેવામાં આવે છે કે ફિલ્મ ‘ઈશ્ક ઈશ્ક ઈશ્ક’ ના પ્રીમિયર દરમિયાન રાજ કપૂરે ઝીનત અમાનને કિસ કરી લીધી હતી, જેથી દેવ આનંદને ઘણો આઘાત લાગ્યો હતો. ત્યાર પછી ઝીનત અમાને રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ પણ સાઈન કરી લીધી હતી, ત્યાર પછી દેવ આનંદે ઝીનત અમાન સાથે પોતાના સંબંધ તોડી નાખ્યા હતા.

4. નાના પાટેકર અને મનીષા કોઈરાલા : નેપાળી સુંદરી અને બોલીવુડ અભિનેત્રી મનીષા કોઈરાલા એક સમયમાં એટલી હીટ ફિલ્મો આપી રહી હતી કે તે સમયે ફિલ્મોમાં તેની જોરદાર માંગ હતી. ફિલ્મ અભિનેતા નાના પાટેકર સાથે જયારે તેના અફેયરનો ખુલોસો થયો, તો દરેક ચકિત રહી ગયા હતા, કેમ કે ફિલ્મ ‘ખામોશી’ માં નાના પાટેકરે તેના ઓન સ્ક્રીન પિતાની ભૂમિકા ભજવી હતી. નાના પાટેકર જયારે મનીષા કોઈરાલાને ડેટ કરી રહ્યા હતા, તો તે સમયે તે પહેલાથી જ પરણિત હતા. મનીષા ઇચ્છતી હતી કે, નાના પાટેકર પોતાની પત્નીને છુટાછેડા આપી દે, પરંતુ એવું બન્યું નહિ. તેવામાં આ લવ સ્ટોરીનો અંત આવી ગયો હતો.

5. દેવ આનંદ અને સુરૈયા : પ્રસિદ્ધ અભિનેતા દેવ આનંદે જયારે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો, તે સમયે સુરૈયા એક લોકપ્રિય સિંગર તરીકે પ્રસિદ્ધ થઇ ચુકી હતી. તે દરમિયાન દેવ આનંદ અને સુરૈયા એક બીજાના પ્રેમમાં પડી ગયા હતા. તેમનો આ સંબંધ ઘણી સારી રીતે આગળ વધી રહ્યો હતો, પરંતુ જયારે લગ્નની વાત આવી, તો સુરૈયા પોતાના કુટુંબ વિરુદ્ધ જઈને દેવ આનંદ સાથે ઉભી રહેવાની હિંમત ન કરી શકી. સુરૈયાની દાદી પણ આ સંબંધની વિરુદ્ધ હતી. દેવ આનંદે તેને દરેક રીતે મનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સુરૈયાએ સંબંધ તોડી નાખવાનું યોગ્ય સમજ્યું.

6. દિલીપ કુમાર અને મધુબાલા : પ્રસિદ્ધ અભિનેતા દિલીપ કુમાર અને અતિ સુંદર અભિનેત્રી મધુબાલાની જોડીને ભલું કોઈ પસંદ નથી કરતું? આ જોડી પોતાના જમાનાની સૌથી સફળ ઓન સ્ક્રીન જોડી રહી હતી. જયારે તે બંનેના સંબંધોના સમાચાર સામે આવ્યા હતા, તો તેમના પ્રશંસક પણ આનંદથી નાચવા લાગ્યા હતા. આમ તો ભાગ્યને કંઈક બીજું જ મંજુર હતું. કોઈ કારણોસર મધુબાલા અને દિલીપ કુમારના સંબંધ તૂટી ગયા. બંનેના સંબંધ ખરેખર કેમ તૂટી ગયા, તેના વિષે ઘણી બધી અફવાઓ ઉડી છે, પરંતુ તે તમામ અફવાઓમાં મધુબાલાના પિતાનું નામ જરૂર આવે છે.

7. મહેશ ભટ્ટ અને પરવીન બાબી : પ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ અને પોતાના જમાનાની અતિ સુંદર અભિનેત્રી પરવીન બાબી વચ્ચે પણ પ્રેમ એટલી હદ સુધી હતો કે, મહેશ ભટ્ટે પોતાની પત્નીને છોડીને પરવીન સાથે રહેવાનું શરુ કરી દીધું હતું. આમ તો પરવીન બાબીની ખરાબ તબિયતને કારણે જ વાત બગડતી ગઈ. મહેશ ભટ્ટે પરવીન બાબીને મદદ કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે બંને વચ્ચે વાત સુધરી ન શકી અને સંબંધ તૂટી ગયા. પરવીન બાબી 20 જાન્યુઆરી 2005 ના રોજ પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવી હતી.

8. રાજ બબ્બર અને સ્મિતા પાટીલ : અભિનેતા રાજ બબ્બર હિન્દી સિનેમાની પ્રસિદ્ધ અભિનેત્રી સ્મિતા પાટીલની સુંદરતા તરફ એટલા બધા આકર્ષિત થયા કે, તેમણે તેની સાથે લગ્ન કરવા માટે પોતાના કુટુંબને પણ છોડી દીધું હતું. ફિલ્મ ‘ભીગી પલકેં’ ના સેટ ઉપર બંનેની મુલાકાત થઇ અને રાજ બબ્બર સ્મિતાને પ્રેમ કરી બેઠો હતો. આમ તો ભાગ્યએ તેને સાથ ન આપ્યો અને સ્મિતા પાટીલે બાળકને જન્મ આપતી વખતે સંસારમાંથી વિદાય લઇ લીધી. સ્મિતા પાટીલના જવાથી રાજ બબ્બર એકદમ તૂટી ગયા હતા. અવસાન પહેલા સ્મિતા પાટીલે એક દીકરાને જન્મ આપ્યો હતો, જેને આને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રતિક બબ્બરના નામથી ઓળખવામાં આવે છે.

આ રીતે બોલીવુડના આ દંપત્તિ પ્રેમમાં તો જરૂર પડ્યા, પરંતુ તેમના ભાગ્યમાં કંઈક બીજું જ લખાયું હતું, જેના કારણે જ તેમના રસ્તા અલગ થઇ ગયા. તો તમને અમારી આ સ્ટોરી કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો અમને જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શું ભેજવાળું વાતાવરણ અને ફેસ માસ્ક પહુંચાડી રહ્યું છે તમારી ત્વચાને નુકશાન?

Amreli Live

શનિદેવની કૃપાથી આજે આ રાશિના લોકોની આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

Amreli Live

શનિદેવની દ્રષ્ટિ પડવાથી ગણપતિનું માથું હવામાં વિલીન થઇ ગયું હતું, વાંચો આ પૌરાણિક કથા

Amreli Live

FAU-G ગેમનું ટીઝર રિલીઝ, દેખાઈ ગલવાન ઘાટીની ઝલક

Amreli Live

યુવતીને બર્થડે પાર્ટીમાં બોલાવી, ચાલતી કારમાં જે કર્યું એ માનવતાને શરમાવનારી ઘટના…

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને આજે નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત થાય.

Amreli Live

ડિલિવરીનું બિલ માતા-પિતા ના આપી શક્યા તો ડોકટરે બાળકને…

Amreli Live

રેલવેમાં 1.41 લાખ જગ્યા ખાલી, પણ સરકાર હવે તેમને ભરવાના મૂડમાં નથી, પણ મોટા પરિવર્તનની તૈયારીમાં છે.

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

2020 થી 8 વર્ષ પાછળ છે આપણે, 21 જૂને સર્વનાશ થશે દુનિયાનો, થિયારીનો દાવો.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

કોરોનાથી યુદ્ધ જીતીને ઘરે આવ્યા 103 વર્ષના વૃદ્ધ દર્દી

Amreli Live

ગાંધીજીએ પૂછ્યું સલીયાણામાં શું લેશો ત્યારે આ દાતાર રાજવીએ કહ્યું, સવા રૂપિયો આપશો તો પણ માથે ચડાવીસ.

Amreli Live

itel એ ભારતમાં લોન્ચ કર્યા બે નવા સ્માર્ટફોન, શરૂઆતી કિંમત 4,999 રૂપિયા.

Amreli Live

શું પુરી થઇ ગઈ છે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ? CBIએ આપ્યું આ મોટું નિવેદન.

Amreli Live

કોરોનામાં સ્કૂલ કઈ રીતે ખુલે, જાણો દુનિયાના જે દેશોમાં સ્કૂલ શરૂ થઈ, ત્યાં કઈ કઈ તૈયારી કરવામાં આવી.

Amreli Live

સવારે ખાલી પેટ કરો આ 4 વસ્તુઓનું સેવન, વધશે મેટાબોલિજ્મ, રહેશો એનર્જીથી ભરપૂર અને ઘટશે વજન.

Amreli Live

આમળાની આડઅસર : આમળા કોઈ વરદાનથી ઓછા નથી, છતાં તેનાથી આ 5 ગેરફાયદા થઈ શકે છે.

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

કોરોનાની સારવારનો દાવો કરતા પતંજલિની દવા કોરોનીલની જાહેરાત ઉપર પ્રતિબંધ, આચાર્ય બાલકૃષ્ણએ મોકલ્યો જવાબ

Amreli Live

2 વર્ષની ઉંમરમાં માથાંમાં વાગ્યું અને વર્ષ પછી એવી દશા થઈ કે ગજની યાદ આવી જાય.

Amreli Live