28.3 C
Amreli
19/09/2020
bhaskar-news

બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ 7015 દર્દી, મૃત્યુઆંક 425એ પહોંચ્યો



બોટાદ જિલ્લામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથેજ જિલ્લામાં કુલ દર્દીઓની સંખ્યા 50એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીનો આંકડો 7015એ પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 425 છે. આ સાથે જ કુલ 1709 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. દેશભરના આંકડા સાથે સરખામણી કરીએ તો દેશના 25 ટકા મોત એકલા ગુજરાતમાં અને ગુજરાતના 75 ટકા મોત અમદાવાદમાં થયા છે. દરમિયાન, ગુરુવારે રાજ્યમાં ટેસ્ટની સંખ્યા પણ 1 લાખને પાર થઇ ચૂકી છે. સારી વાત એ રહી કે ગુરુવારે એક દિવસમાં 200થી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે પાછા ફર્યા છે. જોકે, હજુ પણ 26 દર્દી વેન્ટિલેટર પર છે.

ગઈ કાલે 29 દર્દીઓના મોત થયા
ગુરુવારે એક સાથે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલાં 209 કોરોના પોઝિટીવ દર્દીઓએ સાજાં થઇને ડિસ્ચાર્જ મેળવ્યો હતો. કોરોના સામેનો જંગ જીતી ચૂકેલાં દર્દીઓની સંખ્યા ગુજરાતમાં 1709 પર પહોંચી છે. જે ગુરુવારના નવા 388 સહિત અત્યાર સુધી નોંધાયેલાં કુલ 7013 પોઝિટીવ દર્દીઓની સાપેક્ષે 24.36 ટકા અર્થાત લગભગ ચોથા ભાગના છે. હવે રાજ્યમાં કુલ 4,879 એક્ટિવ દર્દીઓ છે જેઓ સારવાર હેઠળ છે અને તેમાં પણ 26 વેન્ટિલેટર પર રહેલાં દર્દીઓને બાદ કરતાં બાકીના 4,853 દર્દીઓની સ્થિતિ સ્થિર છે એટલે તેમના સ્વસ્થ થવાના સંજોગો વધુ છે. તેની સામે મૃત્યુનું પ્રમાણ જોઇએ તો ગુરુવારે વધુ 29 દર્દીઓના મોત સાથે કુલ આંકડો 425 પર પહોંચ્યો છે.

અમદાવાદની સ્થિતિ સુધરતી હોય તેવા એંધાણ
આ કિસ્સામાં 12 દર્દીઓ તો એવાં હતાં જે માત્ર કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં હોય. અર્થાત હવે 425 પૈકી 111 દર્દીઓ એટલે લગભગ 25 ટકા કરતાં વધુ દર્દીઓ એવાં હતાં કે જેઓને બીજી કોઇ તકલીફ ન હતી પરંતુ માત્ર કોરોનાનો ચેપ લાગ્યાં બાદ સ્થિતિ ગંભીર થતાં તેઓ મૃત્યુ પામ્યાં હતાં. મૃત્યુ પામનારા 29 પૈકી 23 અમદાવાદના, 4 સૂરતના જ્યારે બનાસકાંઠા અને મહેસાણામાં 1-1 કેસ નોંધાયો છે. પોઝીટીવ કેસોની સંખ્યા જોઇએ તો નવા 388 કેસ પૈકી 275 કેસ અમદાવાદમાં નોંધાયા છે, જે બુધવારે નોંધાયેલાં કેસ કરતાં થોડાં ઓછાં છે. આમ, અમદાવાદમાં સ્થિતિ સુધરતી હોય તેવું પ્રાથમિક રીતે દેખાય છે.

24 કલાકમાં 5362 ટેસ્ટ કરાયાં
ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 5,362 સેમ્પલ ટેસ્ટ કરાયાં હતાં. આ સાથે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,00,553 ટેસ્ટ કરાયાં છે. જે પૈકી 7013 પોઝિટીવ જણાયાં છે. રાજ્યમાં કુલ સેમ્પલમાંથી અંદાજે સાત ટકા જેટલાં સેમ્પલ પોઝિટીવ આવતા હોવાની સરેરાશ હાલ છે. કોરોના પોઝિટીવ દર્દીઓના સીધા સંપર્કમાં આવેલા 66,861 દર્દીઓ હાલમાં ક્વોરન્ટાઇન છે. આ દર્દીઓને આયુર્વેદ અને હોમિયોપેથીની રોગપ્રતિકારક શક્તિ વધે તેવી દવા અપાઇ રહી છે.

ટેસ્ટિંગનો કુલ આંક 1 લાખને પાર અને અત્યાર સુધીમાં 1709 દર્દી સાજા થયા
રાજ્યમાં કોરોનાના કેસો અંગે અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 388 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં 275, સુરતમાં 45, અરવલ્લીમાં 25, વડોદરામાં 19, ગાંધીનગરમાં 5, દાહોદમાં 4, જામનગરમાં 4, બનાસકાંઠામાં 3, ખેડામાં 3 અને રાજકોટમાં 2, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને રાજસ્થાનમાં 1-1 કેસ સામે આવ્યા છે. જ્યારે 12 દર્દીના કોરોનાને કારણે અને 17 દર્દીના હાઈરિસ્ક, અન્ય બીમારી અને કોરોનાથી મૃત્યુ થયા છે. તેમજ આજે 209 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 7013 દર્દીમાંથી 26 વેન્ટીલેટર પર અને 4,853ની હાલત સ્થિર છે. જ્યારે 1709 દર્દી ડિસ્ચાર્જ અને 425ના મૃત્યુ થયા છે. ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો આપણે અત્યાર સુધીમાં 1 લાખ 553 ટેસ્ટ કર્યાં છે. જેમાંથી 7013ના રિપોર્ટ પોઝિટિવ અને 9,3540ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

કુલ 7,013 દર્દી, 425ના મોત અને 1709ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 4991 321 886
વડોદરા 440 31 191
સુરત 799 37 365
રાજકોટ 64 01 26
ભાવનગર 83 05 21
આણંદ 76 06 43
ભરૂચ 27 02 25
ગાંધીનગર 88 05 20
પાટણ 24 01 13
નર્મદા 12 00 12
પંચમહાલ 51 03 06
બનાસકાંઠા 67 02 22
છોટાઉદેપુર 14 00 12
કચ્છ 07 01 05
મહેસાણા 42 00 08
બોટાદ 48 01 08
પોરબંદર 03 00 03
દાહોદ 19 00 02
ખેડા 20 00 03
ગીર-સોમનાથ 03 00 03
જામનગર 09 01 00
મોરબી 01 00 01
સાબરકાંઠા 10 02 03
મહીસાગર 42 01 07
અરવલ્લી 47 02 14
તાપી 02 00 01
વલસાડ 06 01 03
નવસારી 08 00 04
ડાંગ 02 00 01
દેવભૂમિ દ્વારકા

04

00 00
સુરેન્દ્રનગર 01 00 01
જૂનાગઢ 02 00 00
અન્ય રાજ્ય 01 00 00
કુલ 7013 425 1709

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Gujarat LIVE more two positive case found in botad

Related posts

PM મોદીએ રોજગાર અભિયાનનો પ્રારંભ કરી કહ્યું, ખબર નહીં કોરોનાથી ક્યારે છૂટકારો મળશે, બસ સોશિયલ ડિસટન્સીંગનું ધ્યાન રાખો

Amreli Live

દેશમાં સંક્રમણના કેસ 6 લાખને પાર, સૌથી વધુ ઝડપથી 1 લાખ કેસ વધ્યા, 5 દિવસમાં જ સંખ્યા પાંચ લાખથી છ લાખ કેસ થઈ

Amreli Live

કોરોના રેંકિંગ અપડેટ 29/03/2020 ને સવારે 09.54 વાગ્યા સુધીની સ્થિતિ

Amreli Live

56,351 કેસ, 1,889 મૃત્યુઆંકઃ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 448 સંક્રમિત વધ્યા, જેમાં ITBPના 37 જવાન પણ સામેલ

Amreli Live

31,625 કેસ, મૃત્યુઆંક-1010: પંજાબમાં બે સપ્તાહ માટે લોકડાઉન વધારાયું, ખાડી દેશોમાં ફસાયેલા લોકોને કાઢવા નૌસેના તૈયાર

Amreli Live

રાજકોટમાં ટેસ્ટની સાથે દર્દીની સંખ્યા પણ વધી, 300 સેમ્પલમાંથી 56 લોકો કોરોના પોઝિટિવઃ કુલ કેસ 1073, મૃત્યુઆંક 52 પર પહોંચ્યો

Amreli Live

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટની મંજૂરી

Amreli Live

ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ, માત્ર 48 કલાકમાં કાર્યરત કરાયું

Amreli Live

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિત

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

કોરોના વાઈરસના પ્રકોપ વચ્ચે દિલ્હીમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, લોકો ઘરની બહાર નીકળ્યાં, કોઈ જાનહાનિ નહીં

Amreli Live

કોરોના સંક્રમણ વધતાં ઘણા દેશોએ ફરી લૉકડાઉન કરવું પડી શકે: WHO

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર

Amreli Live

અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ પૂર્વના વિસ્તારોમાં, પણ પોલીસે લોકડાઉન ભંગની સૌથી વધુ ફરિયાદ પશ્ચિમ વિસ્તારોમાં નોંધી

Amreli Live

રાહુલે કહ્યું- આરોગ્ય સેતુ એપથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીનો ખતરો, સરકાર મરજી વિના લોકોને ટ્રેક કરીને ડરનો ફાયદો ન ઉઠાવે

Amreli Live

65 હજાર 600ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા, સ્પેનમાં વધુ 674ના મોત

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

કુલ 30,631 કેસ, નાગાલેન્ડ સરકારે પેટ્રોલ પર રૂપિયા 6 અને ડીઝલ પર રૂપિયા 5 કોવિડ-19 સેસ લગાવ્યો

Amreli Live

કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ વેપારીઓમાં અસમંજસ, દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ

Amreli Live