29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

બોટાદમાં કોરોના વાઈરસના 3 પોઝિટિવ કેસ નોંધાયા, રાજકોટમાં રેપિડ કીટથી કરેલા 100 ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યાબોટાદ શહેરમાં કોરોના વાઈરસના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે.રાજકોટના નાના મૌવા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં કોરોના માટે રેપિડ કીટ દ્વારા 100 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 16 શાકભાજી લારીવાળા, 8 રિક્ષા ડ્રાઈવર, 7 દૂધના ફેરીયા, 4 સગર્ભા મહિલાઓ, 8 જંગલેશ્વર વિસ્તારમાં 18 તાપસ સોસાયટી અને ગ્રીન સાનિધ્યના ક્વોરન્ટીનસહિતઅન્ય લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.તમામ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. છે. છેલ્લા 3 દિવસમાંકુલ 273 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

બોટાદ શહેરમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા
બોટાદ જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, બોટાદ શહેરમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. બોટાદના વોર્ડ નં-9માં બે કેસ અને વોર્ડ નં-5માં એક પોઝિટિવ કેસ આવ્યો છે. વોર્ડ નંબર 5માં 58 વર્ષની મહિલા અને વોર્ડ નં-9માં 19 વર્ષના યુવાન અને 29 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 24 કલાકમાં બે પોઝિટિવ દર્દીને ડિસ્ચાર્જ કરીને ફેસિલિટી ક્વોરન્ટિન કરાયા છે. જમાતથી આવેલા વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બોટાદના તમામ 15 કેસ પ્રથમ કેસ સાથે જોડાયેલા છે. અત્યાર સુધી બોટાદના ત્રણ વોર્ડમાં કોરોના વાઈરસ પહોંચ્યો છે. બોટાદ જિલ્લામાં કોરોનાના 16 કેસો થયા છે. બોટાદ શહેરમાં 15, બરવાળામાં એક, જ્યારે કોરોના વાઈરસથી એક વ્યક્તિ મોત થયું છે.

ભાવનગરના શિહોરમાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો

ભાવનગર જિલ્લાના શિહોરના જલુના ચોકમાં રહેતા સિરાઝ હનીફભાઈ દસાડીયાનું સેમ્પલ લઇને પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ શિહોરના જલુના ચોકમાં રહેતા અને વડોદરા નાગરવાડા ગયેલા અલ્ફાઝ હનીફભાઈ દસાડીયાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેના સંપર્કમાં સિરાઝ દસાડીયાનો રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે.
94 સેમ્પલ નેગેટિવ આવ્યા
સૌરાષ્ટ્રમાં આજે લેવાયેલા 103 સેમ્પ પૈકી 94 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. જેમાં રાજકોટમાં 98, જિલ્લામાં 3 અને અન્ય જિલ્લાઓમાં 2 સેમ્પલ લેવાયા હતા. 63 પુરૂષ અને 40 મહિલાઓનો સમાવેશ થાય છે. 9 લોકોના રિપોર્ટ હજી પેન્ડિંગ છે.

સસ્તા અનાજની દુકાનોની હડતાલમાં રાજકોટના દુકાનદારો નહીં જોડાય
રાજ્યમાં સસ્તા અનાજની દુકાનોની હડતાલમાં રાજકોટના દુકાનદારો જોડાયા નહોતા, જેને પગલે ઉનાળાની ગરમીના આકરા તાપમાંરાજકોટમાં રાશનની દુકાનોની બહાર લાઇનો લાગી હતી. રાજકોટ સસ્તા અનાજ દુકાનદાર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર ડવે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, પરંતુ આ હડતાલમાં રાજકોટ સસ્તા અનાજના દુકાનદારો જોડાશે નહીં.

પરશુરામ જયંતિની ઘરમાં જ ઉજવણી
પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ બ્રહ્મ સમાજના અગ્રણી પરશુરામ યુવા સંસ્થાના આદ્ય સ્થાપક, જાણીતા ધારાશાસ્ત્રી અને રાજ્યસભાના ઉમેદવાર અભયભાઇ ભારદ્વાજ, બ્રહ્મ સમાજ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે પરિવાર સાથે ઘરમાં જ ભગવાન પરશુરામ જન્મ જયંતીની ઉજવણી કરી હતી. પરશુરામ ભગવાનની પૂજા અને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ બાદ લોકોને લોકડાઉનમાં ઘરે રહેવા, પોતાના અને પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અપીલ કરી હતી.
સફાઇ કામદારો માટે 9 બસની વ્યવસ્થા કરવામાં આવી છે
મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી સંભાળી રહેલા સફાઈ કામદારો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સની સંપૂર્ણ કાળજી રાખી ફરજના સ્થળ સુધી અવર જવર કરી શકે તે માટે ત્રણેય ઝોનમાં કુલ 9 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વેસ્ટ ઝોનમાં 4 બસ, સેન્ટ્રલ ઝોનમાં 4 બસ અને ઈસ્ટ ઝોનમાં 2 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. બસમાં મુસાફરી સમયે સોશિયલ ડિસ્ટન્સની ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. બસમાં રહેલા 3 વ્યક્તિઓને બેસવાના સિટિંગમાં એક વ્યક્તિ બેસીને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે છે અને શિફ્ટ વાઈઝ બસ દ્વારા તમામ સફાઈ કામદારોને ફરજના સ્થળ પર લેવા-મુકવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભક્તિનગર પોલીસ સ્ટેશન તરફથી રમઝાન માસમાં કીટનું વિતરણ
આજથી પવિત્ર રમઝાન માસ શરૂ થયો છે, જેથી જંગલેશ્વર વિસ્તારમાં ક્વોરન્ટીન લોકો પણ રમઝાન માસની સારી રીતે ઉજવણી કરી શકે તે માટે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનર ખુર્શીદ અહેમદ અને ડીસીપી રવિ મોહન સૈનીની સૂચના આધારે એસીપી રાઠોડ તથા પીઆઇ વી.કે.ગઢવીએ જરૂરિયાતમંદ લોકોને 60 જેટલી અનાજ કઠોળ તેલની કીટ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવી હતી. લાભાર્થીની ઓળખ છતી ન થાય તેનું પણ ઉપરી અધિકારીઓને સૂચના મુજબ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

માસ્ક વગરના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી
ગોંડલમાં કડીયા લાઇનમાં પોલીસે સોશિયલ ડિસ્ટન્સ સાથે શાકભાજી તથા ફ્રુટનુ વેચાણ શરૂ કરાવ્યું હતું.

માસ્ક વગરના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી

ગોંડલ કડીયા લાઇન ખાતે શાકભાજી તથા ફ્રુટના વેચાણમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોય વ્યાપક પ્રમાણમાં ઉઠેલી ફરિયાદોને લઈ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, સિટી પીઆઇ રામાનુજ દ્વારા શાકભાજીનું વેચાણ કરતાં વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સનું કડક રીતે પાલન કરાવ્યું હતું. માસ્ક વગરના લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. લોકડાઉન તેમજ સોશિયલ ડિસ્ટન્સનુ પાલન ન કરનાર શખ્સો સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું.

ગૃહ મંત્રાલયની ગાઇડલાઇનને લઇને વેપારીઓમાં અસમંજસમાં પડ્યા
ગૃહ મંત્રાલયની મોડી રાત્રે આવેલી ગાઇડલાઇનને લઇને વેપારીઓમાં અસમંજસમાં પડી ગયા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખવી.પી. વૈષ્ણવેજણાવ્યું હતું કે, આજે સવારે 11 વાગ્યા બાદ મુખ્યમંત્રી અધ્યક્ષતામાં બેઠક મળશે. કોરોના વાઈરસ સામે લડત એળે ન જાય એ ધ્યાનમાં રાખી ધંધા રોજગાર શરૂ કરવામાં આવશે. સરકાર જે નિર્ણય જારી કરશે તેને માન્ય રાખી રાજકોટમાં વેપાર ઉદ્યોગ શરૂ કરવામાં આવશે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારને નાના વેપાર ઉદ્યોગ શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Rajkot Live Another positive case of corona was reported in Shihor of Bhavnagar, 94 samples came negative in Rajkot


Corona Rajkot Live Another positive case of corona was reported in Shihor of Bhavnagar, 94 samples came negative in Rajkot


Corona Rajkot Live Another positive case of corona was reported in Shihor of Bhavnagar, 94 samples came negative in Rajkot

Related posts

14.40 લાખ કેસઃICMRએ 24 કલાકમાં રેકોર્ડ 5.15 લાખ ટેસ્ટ કર્યા, તમામ રાજ્યોને ટેસ્ટીંગ વધારવા માટે કહ્યું

Amreli Live

આજે નવા 135 કેસ નોંધાયા, 8ના મોત સાથે મૃત્યુઆંક 103 થયો, 35 સાજા થયા, કુલ દર્દી 2407

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

મોદીએ કહ્યું- કોરોનાએ પ્રોફેશનલ જીવન બદલી નાખ્યું; ઘર ઓફિસ અને ઇન્ટરનેટ મીટિંગ રૂમ છે, હું પણ બદલાવને અપનાવી રહ્યો છું

Amreli Live

કોરોના વોરિયર્સ માતા-પિતાની દીકરીએ CBSE ધો. 10માં 91 ટકા મેળવ્યા, મેથ્સમાં 100માંથી 100, IAS બનવાનું સપનું

Amreli Live

કોરોનાના 426 એક્ટિવ દર્દીમાંથી 14.31 ટકા દર્દીની હાલત ગંભીર, ઓક્સિજન અને વેન્ટીલેટર પરના દર્દીઓમાં માત્ર 6 દિવસમાં 4 ગણો વધારો

Amreli Live

એક કરોડ કેસ થતા 180 દિવસ લાગ્યા, માત્ર 43 દિવસમાં વધીને 2 કરોડ થયા; અમેરિકા, બ્રાઝિલ અને ભારતમાં જ 50% દર્દી

Amreli Live

બ્રિટનમાં 27 હજારથી વધુ મોત થયા, જાપાનમાં ઈમરજન્સીનો સમયગાળો એક મહિનો વધી શકે છે

Amreli Live

વિશ્વમાં સંક્રમણના કુલ કેસ 14 લાખને પાર, મૃત્યુઆંક 81 હજાર, છેલ્લા 24 કલાકમાં ફ્રાંસમાં 1,417 અને અમેરિકામાં 1,371 મોત

Amreli Live

શહેરમાં 15 મેના રોજ શરતોને આધીન શાકભાજી-કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટીઓ ખુલશે

Amreli Live

રાજકોટ માટે રાહતના સમાચાર, આજે લેવાયેલા 68 સેમ્પલમાંથી 65ના રિપોર્ટ નેગેટિવ, 3 આવવાના બાકી

Amreli Live

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 4 મોત, 24 કોરોના પોઝિટિવઃ ઈન્કમટેક્સ ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં: આરોગ્ય સચિવ જયંતિ રવિ

Amreli Live

અત્યાર સુધી 6637 કેસ, કુલ મૃત્યુ 223;રૂા.15 હજાર કરોડના ઈમર્જન્સી ફંડને કેન્દ્રની મંજૂરી, દવા- તબીબી સુવિધાઓ પાછળ ખર્ચાશે

Amreli Live

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું

Amreli Live

અત્યાર સુધી 29,572 કેસ,મૃત્યુઆંક 939: પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસથી વધુ એક ડોક્ટરનું મોત, દિલ્હીમાં લોકડાઉનમાં છૂટ

Amreli Live

ગુજરાતના 24 IAS-IPSને સ્ટેથોસ્કોપ-એપ્રોન પહેરાવી કોરોના સામેના જંગમાં ઉતારવા તૈયારી, યાદી બની ગઈ

Amreli Live

અમદાવાદની કંપની હુબીલોએ 10 હજાર લોકો ભાગ લઇ શકે તેવું ભારતનું પહેલું વર્ચ્યુઅલ ઇવેન્ટ પ્લેટફોર્મ બનાવ્યું

Amreli Live

કુલ કેસ 1 કરોડને પારઃ ઈજિપ્તમાં કેસ વધવા છતાં પ્રતિબંધ હટાવાયા, 25% ક્ષમતાથી જિમ-ક્લબ-કાફે ખુલશે

Amreli Live