25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 30 જૂને લગ્ન કરશે આ ટીવી કપલ, બંનેના ભાઈ-બહેન જ રહેશે હાજર

2 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ ટીવી એક્ટર મનિષ રાયસિંઘણ અને ટીવી એક્ટ્રેસ સંગીતા ચૌહાણ 30મી જૂને પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે. બંનેએ સીરિયલ ‘એક શૃંગાર-સ્વાભિમાન’માં સાથે કામ કર્યું હતું અને સેટ પર જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. બંને મુંબઈમાં લગ્ન કરવાના છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

‘થોડા દિવસ પહેલા મારા પિતાએ મને કહ્યું કે મારે લગ્ન કરી લેવા જોઈએ. મેં તેમને કહ્યું કે, ઠીક છે કરી લઉ છું. તેમને લાગ્યું કે હું મજાક કરી રહ્યો છું. જો કે, હું સીરિયસ હતો. મેં તરત જ સંગીતાને ફોન કર્યો હતો અને કહ્યું કે આપણે તારા માતા-પિતા સાથે વાત વિશે વાત કરવાની જરીર છે. મને આશા હતી કે, તે થોડી અચંબામાં પડી જશે. પરંતુ બાદમાં તેણે કહ્યું કે, ‘આ શું તું કહી રહ્યો છે?’. પરંતુ તેને મારા વિશે જાણે છે. તેથી એ જ દિવસે અમે તેના માતા-પિતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી અને બધું ફિક્સ કર્યું’, તેમ મનીષે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને કપલના લગ્નમાં માત્ર તેના ભાઈ-બહેન જ હાજર રહેશે. કપલ બાદમાં ઈન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ માટે ભવ્ય રિસેપ્શન પણ યોજશે.

‘અમારા બંને માતા-પિતા સીનિયર સિટિઝન હોવાથી તેઓ લગ્નમાં હાજર નહીં રહે. અમે તેમને જોખમમાં મૂકવા માગતા નથી. મારી બહેન, જીજાજી અને સંગીતાનો ભાઈ લગ્નમાં આવશે જ્યારે નજીકના સંબંધીઓ વીડિયો કોલથી આશીર્વાદ આપશે. તેથી અમારા બે સહિત માત્ર પાંચ જ લોકો લગ્નમાં હશે. જ્યારે સ્થિત થાળે પડી જશે ત્યારે અમે ફ્રેન્ડ્સ માટે પાર્ટી યોજીશું’, તેમ એક્ટરે કહ્યું.

તેણે ઉમેર્યું કે, ‘અમારા મિત્રો ખૂબ જ ટેલેન્ટેડ છે. તેઓ કોરિયોગ્રાફિંગ અને એડિટિંગ કરે છે. બધા પોતાના ઘરે જ રહીને જે રેકોર્ડ કર્યું છે તે પ્લે કરશે. આ એવા લગ્ન હશે જેને કોઈ ક્યારેય ભૂલી નહીં શકે’.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદ: AMCનો સપાટો, એક જ દિવસમાં 376 પાનના ગલ્લા સીલ કર્યા

Amreli Live

ઘરેથી કામ કરતી વખતે રશ્મિ દેસાઈએ કર્યો જબરો જુગાડ, હસીને લોટપોટ થયા ફેન્સ

Amreli Live

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન, બોલિવૂડને વધુ એક મોટો ઝટકો

Amreli Live

આવતીકાલથી ડાકોર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ, કોરોનાને પગલે લેવાયો નિર્ણય

Amreli Live

ચીને માન્યું, ગલવાનમાં તેના એક કમાન્ડિંગ ઓફિસરનું પણ મોત થયું

Amreli Live

સુરક્ષા એજન્સીઓએ 50 ચાઈનીઝ એપ સામે જાહેર કર્યું રેડ એલર્ટ, આ રહ્યું લિસ્ટ

Amreli Live

23 જુલાઈનું રાશિફળ: જાણો, કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અમેરિકાઃ ન્યૂજર્સીમાં રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોનું સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી મોત

Amreli Live

બરાક ઓબામા, બિલ ગેટ્સ અને એલેન મસ્ક સહિતની હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ હેક

Amreli Live

08 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોના વાઇરસ અન્વયે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેટ કમિટિની તાત્કાલિક બેઠક બોલાવી તમામ…

Amreli Live

25 જૂન જન્મદિવસ રાશિફળ: મહિલાઓનું જીવનસ્તર ઊંચું આવશે, આવક વધશે

Amreli Live

સરહદ પર પૂર્ણ તૈયારી, ચીનની કોઈપણ હરકતનો જવાબ આપવા તૈયારઃ સેના

Amreli Live

બાંદ્રામાં જોવા મળ્યા નીતૂ કપૂર, તેમના લૂક નહીં આ બાબતે ખેંચ્યું સૌનું ધ્યાન

Amreli Live

કોરોના: મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય PP સ્વામી વેન્ટિલેટર પર

Amreli Live

ભારતમાં વધતા જઈ રહ્યા છે કોરોનાના કેસ, આંકડો 5 લાખને પાર

Amreli Live

16 જુલાઈથી સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ, આ 5 રાશિઓએ રહેવું પડશે સાવધાન

Amreli Live

કોરોનાઃ બિહારમાં 16થી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

ફ્લાઈંગ ઓફિસર બની ચાવાળાની દીકરી, IAFમાં જવા માટે છોડી 2 સરકારી નોકરી

Amreli Live

કોરોનાના કારણે ભારતીય ટીમના 2020-21ના ક્રિકેટ શિડ્યૂલમાં થઈ શકે મોટા ફેરફાર

Amreli Live