જાણો કેવી રીતે થઇ હતી સિદ્ધાર્થ અને વિદ્યાની પહેલી મુલાકાત, તેમની લવ સ્ટોરી સાથે જુઓ તેમના લગ્નનો આલ્બમ. બોલીવુડની જાણીતી અને હોટ અભિનેત્રી વિદ્યા બાલન અને તેમના પતિ સિદ્ધાર્થ રોય કપૂર એકબીજાને ખુબ પ્રેમ કરે છે. તે બંનેના લગ્નના સફળતા પૂર્વક આઠ વર્ષ પુરા થઇ ગયા છે. વર્ષ 2012 માં 14 ડિસેમ્બરના રોજ બંને જણા સાત ફેરા લઈને હંમેશા હંમેશા માટે એક બીજાના થઇ ગયા હતા.
વિદ્યા અને તેમના પતિ સિદ્ધાર્થને તેમના પ્રશંસકોએ લગ્નની આઠમી વર્ષગાંઠ ઉપર અભીનંદનના સંદેશ મોકલ્યા હતા, અને પ્રશંસકો આ કપલ ઉપર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આવો આજે અમે તમને વિદ્યા અને સિદ્ધાર્થની લવ સ્ટોરી વિષે જણાવીએ. જાણીએ કે ક્યાં બંનેની પહેલી મુલાકાત થઇ હતી, અને કેવી રીતે વાત લગ્ન સુધી પહોંચી હતી?
સિદ્ધાર્થ રોય કપૂર અને વિદ્યા બાલન પહેલી વખત એક ફિલ્મ ફેયર એવોર્ડ દરમિયાન મળ્યા હતા. મળતી માહિતી મુજબ, બંને પહેલી વખત ફિલ્મમેકર કરણ જોહર દ્વારા મળ્યા હતા. પહેલી મુલાકાતમાં જ બંનેમાં દોસ્તી થઇ ગઈ હતી. આગળ જઈને બંનેની મુલાકાતો ચાલતી રહી અને પછી આ દોસ્તીનો સંબંધ પ્રેમમાં પરિવર્તિત થવા લાગ્યો.
બંને કલાકારોએ આજના જ દિવસે વર્ષ 2012 માં લગ્ન કરવાનો નિર્ણય લીધો. ઘણી ધામધૂમ પૂર્વક બંનેના લગ્ન પૂર્ણ થયા. સિદ્ધાર્થે ત્રીજા લગ્ન વિદ્યા બાલન સાથે પંજાબી અને તમિલ રીત રીવાજો સાથે કર્યા હતા. વિદ્યા સિદ્ધાર્થની ત્રીજી પત્ની છે. વિદ્યા પહેલા સિધાર્થના બે લગ્ન થઇ ચુક્યા હતા.
વિદ્યા અને સિદ્ધાર્થ રોયના આ લગ્નમાં માત્ર નજીકના સગા અને તેના કુટુંબના લોકો જ જોડાયા હતા. ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર અને અભિનેત્રી વિદ્યા બાલને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા ગ્રીન ગીફ્ટ નામના બંગલામાં લગ્નના ફેરા લીધા હતા. આજે બંને સાથે ઘણું આનંદમય જીવન પસાર કરી રહ્યા છે.
સિદ્ધાર્થ અને વિદ્યાનો લગ્ન સમારંભ ચાર દિવસ સુધી ચાલ્યો હતો. 12 ડિસેમ્બરના રોજ મહેંદીની વિધિ પૂર્ણ થઇ હતી. લગ્ન દરમિયાન વિદ્યા લાલ રંગની સાડીમાં જોવા મળી હતી. તમિલ શૈલીમાં સોનાના ઘરેણા તેની સુંદરતા ઘણી વધારી રહ્યા હતા.
વિદ્યાએ 2005 માં કર્યું હતું બોલીવુડમાં ડેબ્યુ : અભિનેત્રી વિદ્યા બાલને 15 વર્ષ પહેલા વર્ષ 2005 માં હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ હતી ‘પરિણીતા’. વિદ્યાએ તેની કારકિર્દીમાં ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. આમ તો તેની બોલીવુડ કારકિર્દી સફળ રહી છે. તેના ખાતામાં તે દરમિયાન લગે રહો મુન્નાભાઈ, નો વન કિલ્ડ જેસિકા, પા, ધ ડર્ટી પિક્ચર અને કહાની જેવી હીટ ફિલ્મો આવી છે. તે ઇન્ડસ્ટ્રીમાં તેના અભિનયનો જાદુ પાથરવામાં સફળ રહી છે.
સાથે જ વિદ્યાના પતિ સિદ્ધાર્થ રોય કપૂરની વાત કરવામાં આવે, તો તે પણ ઇન્ડસ્ટ્રીમાં સારું એવું કામ કરી ચુક્યા છે અને કરી રહ્યા છે. તેમણે ‘નો વન કિલ્ડ જેસિકા’, ‘પાન સિંહ તોમર’, ‘બર્ફી’, ‘હિરોઈન’, ‘કોઈ પો છે’, ‘હૈદર’, ‘દંગલ’ જેવી હીટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com