17.9 C
Amreli
24/01/2021
અજબ ગજબ

બુરખો પહેરવા પર મળી મારી નાખવાની ધમકી, ટોપલેસ ફોટા પર ગઈ કોર્ટ, આ રીતે આવ્યો મમતાના કરિયરનો અંત

એક સમયે બોલીવુડની ટોપ હીરોઇનોમાંથી એક હતી મમતા કુલકર્ણી, પછી થયું કંઈક એવું કે….

90 નો દશક હિંદી સિનેમા માટે ઘણો યાદગાર અને ઘણો સફળ રહ્યો છે. આ દશકે ઇન્ડસ્ટ્રીને એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. સાથે જ આ દરમિયાન ઇન્ડસ્ટ્રીને એકથી એક ઉત્તમ કલાકાર પણ મળ્યા છે. 90 ના દશકમાં ઘણી એવી એક્ટ્રેસ રહી, જેમણે સુંદરતા હોય કે પછી અદાકારી દરેક વસ્તુથી દર્શકોના દિલ જીત્યા છે.

90 ના દશકમાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણી સુંદર અને હિટ હીરોઇનો જોઈ. એવી જ એક હિરોઈન છે મમતા કુલકર્ણી. આ નામથી દરેક વ્યક્તિ સારી રીતે પરિચિત છે. મમતાને તેમની સુંદરતા અને દમદાર અભિનયની કળાને કારણે આજે પણ યાદ કરવામાં આવે છે. તે લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. જોકે તેમની ચર્ચા હંમેશા થતી રહે છે.

મમતા કુલકર્ણીએ હિંદી સિનેમામાં ‘તિરંગા’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. પહેલી જ ફિલ્મમાં તેમણે હિંદી સિનેમાના બે દિગ્ગજ કલાકારો રાજ કુમાર અને નાના પાટેકર સાથે કામ કર્યું. ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી. મમતાએ 90 ના દશકના દરેક મોટા કલાકાર સાથે સ્ક્રીન શેયર કરી છે. તેના પર દર્શકોએ ખુબ પ્રેમ વરસાવ્યો છે.

વર્ષ 1993 માં આવેલી ફિલ્મ ‘આશિક આવારા’ થી તેમને મોટી ઓળખાણ મળી. આ ફિલ્મ માટે તેમને ન્યૂ ફેસ માટે ફિલ્મ ફેયર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. આ ફિલ્મમાં તેમની સાથે મુખ્ય ભૂમિકામાં અભિનેતા સૈફ અલી ખાન દેખાયા હતા. પોતાની ફિલ્મો અને સુંદરતાની સાથે સાથે મમતા કુલકર્ણી અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહી છે.

મમતા કુલકર્ણીનું નામ ઘણા વિવાદો સાથે જોડાઈ રહ્યું છે. ડ્રગ કેસ, ટોપલેસ, ફોટોશૂટ અને અંડરવર્લ્ડ સાથે તેમના સંબંધોએ તેમની છબી બગાડી દીધી. આ બધાને કારણે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જલ્દી ગાયબ થવા લાગી હતી. લોકો આ ચમકતા ચહેરાને ભૂલવા લાગ્યા હતા. તેમના ટોપ લેસ ફોટોશૂટ પર તે સમય ઘણો વિવાદ થયો હતો. એક્ટ્રેસે ઘણી આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો.

મમતાના જીવનમાં એક સમય એવો પણ આવ્યો જયારે તેમને મારી નાખવાની ધમકી પણ મળવા લાગી. ‘સ્ટારડસ્ટ મેગેઝીન’ ના કવર શૂટ માટે એક નવો ચહેરો શોધી રહ્યા હતા. સ્ટારડસ્ટ મેગેઝીને ફોટોશૂટ માટે માધુરી દીક્ષિત અને જુહી ચાવલા જેવી દિગ્ગજ અભિનેત્રીઓનો સંપર્ક કર્યો, જોકે બંને એક્ટ્રેસોએ તેમાં કોઈ રસ દેખાડ્યો નહિ.

આ ફોટોશૂટ પ્રખ્યાત ફોટોગ્રાફર જયેશ સેઠ કરવાના હતા. જયેશે તેના માટે મમતાનો સંપર્ક કર્યો અને તે ફોટોશૂટ માટે માની ગઈ. મમતાએ સ્ટારડસ્ટ મેગેઝિનના કવર પેજ માટે એક ટોપ લેસ ફોટોશુટ કરાવ્યો હતો. ફોટોશૂટે માર્કેટમાં આવ્યા પછી લોકો પર એવો જાદુ ચલાવ્યો કે લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા. જણાવવામાં આવે છે કે, 20 રૂપિયાની કિંમતવાળા સ્ટારડસ્ટ મેગેઝીનને લોકોએ 100 રૂપિયા સુધી ખરીદ્યું હતું.

આ રીતે સમજી શકાય છે કે, મમતા તે સમયે કેટલી ફેમસ હતી. આ મેગેઝિને તેમને અચાનક હેડલાઈનમાં લાવી દીધી. સાથે જ આ કારણે તેમણે કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાવું પડ્યું. તેના માટે તેમના પર કેસ ચાલ્યો. તેમની પર 15 હજાર રૂપિયાનો દંડ લાગ્યો હતો. અને વિવાદ તે સમયે વધી ગયો જયારે તેમણે મીડિયાથી બચવા માટે બુરખો પહેરીને કોર્ટમાં એન્ટ્રી લીધી. તેના લીધે તેમને મારી નાખવાની ધમકીઓ મળવા લાગી.

મમતા એક મોટી એક્ટ્રેસ બની ગઈ હતી. જોકે ત્યારબાદ અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન સાથે તેમના સંબંધના સમાચાર આવ્યા, અને ડ્રગ તસ્કરી કરતા વિજય ગોસ્વામી સાથે તેમનું નામ જોડાતા તે આકાશમાંથી સીધી જમીન પર આવી ગઈ હતી. ત્યારબાદ તેમણે ઘણી આલોચનાઓ સહન કરવી પડી. આજે મમતા કુલકર્ણી ફિલ્મી દુનિયાથી સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગઈ છે. મમતા આજે આધ્યાત્મિક જીવન જીવી રહી છે. તેમણે ‘ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગિન’ નામનું એક પુસ્તક પણ લખ્યું છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ છે, આવકવૃદ્ધિ કે પ્રમોશનના સમાચાર મળે.

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

માં લક્ષ્મીની કૃપાથી આ અઠવાડિયે આ 8 રાશિઓને થશે ધનલાભ, આવકમાં થશે વધારો

Amreli Live

વર્ષ 2021 માં આ 5 રાશિઓનું ચમકશે નસીબ, જાણો તમારી રાશિ આમાં છે કે નથી.

Amreli Live

તમારા MLA કેવા હોવા જોઈએ? મહેનત કરીને ખાવાવાળા કે પગાર ભથ્થા પર જીવવાવાળા.

Amreli Live

પિતા હાર્દિક જેવો બિલકુલ નથી દેખાતો દીકરો અગસ્ત્ય, લોકોએ મહેણાં માર્યા : સારું છે માં પર ગયો છે.

Amreli Live

અધિકારીએ પૂછ્યું : એક લીડર અને મેનેજરમાં શું અંતર હોય છે? આ મુશ્કેલ સવાલ પર છોકરાએ મેળવી IAS ની ખુરશી

Amreli Live

મજેદાર જોક્સ : પતિ : મને અલાદ્દીનનો ચિરાગ મળ્યો, પત્ની : શું માંગ્યું? પતિ : તારા મગજને…

Amreli Live

મજેદાર જોક્સ : એક પાગલ અરીસામાં જોઈને, આને ક્યાંક તો જોયો છે, થોડી વખત વિચાર્યા પછી બોલ્યો…

Amreli Live

આ 5 રાશિ માટે દિવસ રહેશે અત્યંત શુભ, નોકરી ધંધામાં પણ લાભના સમાચાર મળે.

Amreli Live

દીકરાનું વજન ઓછું કરવા માટે નીતા અંબાણીએ પણ પોતાનું 40 કિલો વજન ઓછું કરવું પડ્યું, જાણો કારણ

Amreli Live

આ સાંસદનો યુવાન છોકરો દારૂના રવાડે ચડ્યો, પછી જે થયું તે દરેક યુવાન અને માં-બાપે વાંચવુ જોઈએ.

Amreli Live

22 જાન્યુઆરીએ થશે શનિનું નક્ષત્ર પરિવર્તન, જાણો 12 રાશિઓમાંથી કોને મળશે શુભ ફળ.

Amreli Live

સરકારી સ્કૂલમાં ભણ્યા, જાત મહેનતે નાસા સુધી પહોંચ્યો ખેડૂતનો દીકરો, જાણો સફળતાની સ્ટોરી.

Amreli Live

હૈદરાબાદના ‘સલીમ લાલા’ નું સરનામું વાંચીને લોટપોટ થયા લોકો, ફ્લિપકાર્ટે આપ્યું આવું મજેદાર રિએક્શન.

Amreli Live

કરદાતાઓને મોટી રાહત, ફરી વધી ITR દાખલ કરવાની સમય સીમા, જાણો ક્યાં સુધી છે તક

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આ અઠવાડિયે આ રાશિઓના ચમકશે ભાગ્યના તારા.

Amreli Live

પોપટલાલની સાથે ભીડેએ પણ કરી લીધા છે લગ્ન? નવા વર્ષમાં ગોકુલધામમાં થઇ રહ્યો છે મોટો હંગામો

Amreli Live

છોકરીઓના શર્ટમાં ખિસ્સું કેમ નથી હોતું? મગજ લગાવીને કેન્ડિડેટે આપ્યો IAS ઇન્ટરવ્યૂના સવાલનો ખતરનાક જવાબ

Amreli Live

હવે તમને મળશે ફક્ત શુદ્ધ સરસવનું તેલ, બધા પ્રકારના ભેળસેળ ઉપર લાગશે પ્રતિબંધ.

Amreli Live

ફરીથી જાહેર થયું સોવરેન ગોલ્ડ બોન્ડ, જાણો તેમાં ક્યાં સુધી કરી શકો છો રોકાણ.

Amreli Live