18.3 C
Amreli
27/01/2021
અજબ ગજબ

બુરખો પહેરવા પર મળી મારી નાખવાની ધમકી, ટોપલેસ ફોટા પર ગઈ કોર્ટ, આ રીતે આવ્યો મમતાના કરિયરનો અંત.

એક સમયે બોલીવુડની ટોપ હીરોઇનોમાંથી એક હતી મમતા કુલકર્ણી, પછી થયું કંઈક એવું કે….

90 નો દશક હિંદી સિનેમા માટે ઘણો યાદગાર અને ઘણો સફળ રહ્યો છે. આ દશકે ઇન્ડસ્ટ્રીને એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. સાથે જ આ દરમિયાન ઇન્ડસ્ટ્રીને એકથી એક ઉત્તમ કલાકાર પણ મળ્યા છે. 90 ના દશકમાં ઘણી એવી એક્ટ્રેસ રહી, જેમણે સુંદરતા હોય કે પછી અદાકારી દરેક વસ્તુથી દર્શકોના દિલ જીત્યા છે.

90 ના દશકમાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ઘણી સુંદર અને હિટ હીરોઇનો જોઈ. એવી જ એક હિરોઈન છે મમતા કુલકર્ણી. આ નામથી દરેક વ્યક્તિ સારી રીતે પરિચિત છે. મમતાને તેમની સુંદરતા અને દમદાર અભિનયની કળાને કારણે આજે પણ યાદ કરવામાં આવે છે. તે લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. જોકે તેમની ચર્ચા હંમેશા થતી રહે છે.

મમતા કુલકર્ણીએ હિંદી સિનેમામાં ‘તિરંગા’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. પહેલી જ ફિલ્મમાં તેમણે હિંદી સિનેમાના બે દિગ્ગજ કલાકારો રાજ કુમાર અને નાના પાટેકર સાથે કામ કર્યું. ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી સફળ રહી. મમતાએ 90 ના દશકના દરેક મોટા કલાકાર સાથે સ્ક્રીન શેયર કરી છે. તેના પર દર્શકોએ ખુબ પ્રેમ વરસાવ્યો છે.

વર્ષ 1993 માં આવેલી ફિલ્મ ‘આશિક આવારા’ થી તેમને મોટી ઓળખાણ મળી. આ ફિલ્મ માટે તેમને ન્યૂ ફેસ માટે ફિલ્મ ફેયર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા. આ ફિલ્મમાં તેમની સાથે મુખ્ય ભૂમિકામાં અભિનેતા સૈફ અલી ખાન દેખાયા હતા. પોતાની ફિલ્મો અને સુંદરતાની સાથે સાથે મમતા કુલકર્ણી અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહી છે.

મમતા કુલકર્ણીનું નામ ઘણા વિવાદો સાથે જોડાઈ રહ્યું છે. ડ્રગ કેસ, ટોપલેસ, ફોટોશૂટ અને અંડરવર્લ્ડ સાથે તેમના સંબંધોએ તેમની છબી બગાડી દીધી. આ બધાને કારણે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જલ્દી ગાયબ થવા લાગી હતી. લોકો આ ચમકતા ચહેરાને ભૂલવા લાગ્યા હતા. તેમના ટોપ લેસ ફોટોશૂટ પર તે સમય ઘણો વિવાદ થયો હતો. એક્ટ્રેસે ઘણી આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો.

મમતાના જીવનમાં એક સમય એવો પણ આવ્યો જયારે તેમને મારી નાખવાની ધમકી પણ મળવા લાગી. ‘સ્ટારડસ્ટ મેગેઝીન’ ના કવર શૂટ માટે એક નવો ચહેરો શોધી રહ્યા હતા. સ્ટારડસ્ટ મેગેઝીને ફોટોશૂટ માટે માધુરી દીક્ષિત અને જુહી ચાવલા જેવી દિગ્ગજ અભિનેત્રીઓનો સંપર્ક કર્યો, જોકે બંને એક્ટ્રેસોએ તેમાં કોઈ રસ દેખાડ્યો નહિ.

આ ફોટોશૂટ પ્રખ્યાત ફોટોગ્રાફર જયેશ સેઠ કરવાના હતા. જયેશે તેના માટે મમતાનો સંપર્ક કર્યો અને તે ફોટોશૂટ માટે માની ગઈ. મમતાએ સ્ટારડસ્ટ મેગેઝિનના કવર પેજ માટે એક ટોપ લેસ ફોટોશુટ કરાવ્યો હતો. ફોટોશૂટે માર્કેટમાં આવ્યા પછી લોકો પર એવો જાદુ ચલાવ્યો કે લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા. જણાવવામાં આવે છે કે, 20 રૂપિયાની કિંમતવાળા સ્ટારડસ્ટ મેગેઝીનને લોકોએ 100 રૂપિયા સુધી ખરીદ્યું હતું.

આ રીતે સમજી શકાય છે કે, મમતા તે સમયે કેટલી ફેમસ હતી. આ મેગેઝિને તેમને અચાનક હેડલાઈનમાં લાવી દીધી. સાથે જ આ કારણે તેમણે કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાવું પડ્યું. તેના માટે તેમના પર કેસ ચાલ્યો. તેમની પર 15 હજાર રૂપિયાનો દંડ લાગ્યો હતો. અને વિવાદ તે સમયે વધી ગયો જયારે તેમણે મીડિયાથી બચવા માટે બુરખો પહેરીને કોર્ટમાં એન્ટ્રી લીધી. તેના લીધે તેમને મારી નાખવાની ધમકીઓ મળવા લાગી.

મમતા એક મોટી એક્ટ્રેસ બની ગઈ હતી. જોકે ત્યારબાદ અંડરવર્લ્ડ ડૉન છોટા રાજન સાથે તેમના સંબંધના સમાચાર આવ્યા, અને ડ્રગ તસ્કરી કરતા વિજય ગોસ્વામી સાથે તેમનું નામ જોડાતા તે આકાશમાંથી સીધી જમીન પર આવી ગઈ હતી. ત્યારબાદ તેમણે ઘણી આલોચનાઓ સહન કરવી પડી. આજે મમતા કુલકર્ણી ફિલ્મી દુનિયાથી સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગઈ છે. મમતા આજે આધ્યાત્મિક જીવન જીવી રહી છે. તેમણે ‘ઓટોબાયોગ્રાફી ઓફ એન યોગિન’ નામનું એક પુસ્તક પણ લખ્યું છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

અર્જુન એવોર્ડ મળવાથી ઇશાંત શર્મા બોલ્યા – મારી પત્ની આ પુરસ્કારની વધારે હકદાર છે.

Amreli Live

યોગ્ય રંગના છોડથી થશે બરકત, આવી રીતે વધશે ઘરમાં સમૃદ્ધિ.

Amreli Live

10 વર્ષ પછી પહેલી વખત માતા-પિતા બનવાના છે ટીવીના આ સ્ટાર કપલ, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ખુશી

Amreli Live

શું લાડ કરવાના ચક્કરમાં તમે જ તમારા બાળકોને બગાડો છો? જાણો શું કહે છે રિસર્ચ.

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

ઓનલાઇન ગેમ રમીને કમાઈ શકો છો ઢગલા બંધ પૈસા, અહીં જાણો રીત.

Amreli Live

રશિયા આવતા મહિને ફરીથી વિશ્વને આશ્ચર્યચકિત કરી શકે છે, બીજી રસી લાવવા માટેની તૈયારી.

Amreli Live

એશ્વર્યા સાથે રહ્યો સંબંધ તો કરિશ્મા સાથે થવાના હતા લગ્ન, આટલા બધા અફેટર્સ પછી પણ કુંવારા રહી ગયા અક્ષય ખન્ના.

Amreli Live

કર્ક રાશિ માટે આજનો દિવસ આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો રહેશે, જાણો અન્ય રાશિ શું કહે છે.

Amreli Live

મજેદાર જોક્સ : હરીશ : તારી આંખ પર સોજો કેમ છે? પપ્પુ : કાલે હું પત્ની માટે બર્થડે કેક લઈને ગયો અને….

Amreli Live

શું ક્લિનિકલ ટ્રાયલથી આયુર્વેદ અને અન્ય પારંપરિક દવાઓ પર દુનિયાનો ભરોસો વધશે.

Amreli Live

પ્રજાસત્તાકના 71 વર્ષ : વિજ્ઞાનના ક્ષેત્રમાં આમના નામે છે મોટા કીર્તિમાન અને ઉપલબ્ધીઓ, જાણો કયા-કાયા છે રેકોર્ડ.

Amreli Live

ચીનમાં નવી ચેપી બીમારીથી 7 મરી ગયા, 60 બીમાર, માણસોમાં ફેલાય છે એવી શંકા જણાવી

Amreli Live

સૂર્યદેવના કિરણોની જેમ આ રાશિઓના લોકોનું ચમકશે ભાગ્ય, આકસ્મિક ધનલાભ થાય.

Amreli Live

શું ભેજવાળું વાતાવરણ અને ફેસ માસ્ક પહુંચાડી રહ્યું છે તમારી ત્વચાને નુકશાન?

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

પુરુષો માટે ખુબ ફાયદાકારક છે દરરોજ 1 મુઠ્ઠી મખના, જાણો તેના ખાવાથી મળતા 5 જબરજસ્ત ફાયદા

Amreli Live

કપાળમાં રહેલી કાળાશ અને ચહેરા પર કળા ડાઘ હટાવવા માટે બનાવો સ્પેશિયલ ફેસપેક, નિખરી જશે રંગત.

Amreli Live

ફટાફટ જાણી લો દિવાળીના દિવસે કોના પર મહેરબાન રહેશે લક્ષ્મી માતા, કેવી રહેશે તમારી દિવાળી.

Amreli Live

ભારતીય છોકરાએ ચાલુ મેચમાં ઓસ્ટ્રેલિયાની છોકરીને કર્યું પ્રપોઝ, છોકરીએ ગળે લાગીને પહેરી વીંટી.

Amreli Live

વર્ષ 2021 માં આ 5 રાશિઓનું ચમકશે નસીબ, જાણો તમારી રાશિ આમાં છે કે નથી.

Amreli Live