લગ્ન પહેલા બોલીવુડ અને સાઉથની આ અભિનેત્રીઓ સાથે જોડાયું હતું ભલ્લાલદેવ એટલે રાણા દગ્ગુબાતીનું નામ. સાઉથ ફિલ્મ સ્ટાર રાણા દુગ્ગુબાતી દક્ષીણ સિનેમા જગતમાં જ નહિ પરંતુ બોલીવુડમાં પણ તેની અલગ ઓળખ ઉભી કરી દીધી છે. બાહુબલીના ભલ્લાદેવ આજે તેનો 36 મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે. તે વિશેષ પ્રસંગે અમે તમને રાણા દુગ્ગુબાતીના એ કહેવાતા અફેયર્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે પહેલા ઘણા ચર્ચામાં રહ્યા હતા. પરંતુ આ તમામ અટકળો ધ્યાન બહાર કરતા અભિનેતાએ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ મહિકા બજાજ સાથે જ લગ્ન કર્યા. આવો જોઉએ કોણ છે તે સુંદરીઓ.
રાણા દુગ્ગુબાતી અને તૃષા કૃષ્ણન : તેનો ખુલાસો તો પોતે રાણા દુગ્ગુબાતીએ જ કરણ જોહરના ચેટ શો કોફી વિદ કરણમાં કરી દીધો છે. રાણા દુગ્ગુબાતીએ જણાવ્યું હતું કે તેનો થોડો સમય માટે અભિનેત્રી તૃષા કૃષ્ણન સાથે સંબંધ રહ્યા હતા પરંતુ પાછળથી તે વાત બની નહી અને બંને અલગ થઇ ગયા હતા. આ પહેલા તેના અફેયરની ચર્ચા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી રહી હતી.
રાણા દુગ્ગુબાતી અને રકુલ પ્રીત સિંહ : અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાથે પણ રાણા દુગ્ગુબાતીનું નામ ચર્ચામાં આવ્યું હતું. તેને કારણે હંમેશા તેમનું એક સાથે જોવા મળવું અને હેંગઆઉટ કરવું હતું. જેના ફોટા હંમેશા સામે આવતા જ લોકોનું ધ્યાન ખેંચતુ હતું. પરંતુ પાછળથી તે બંને સ્ટાર્સે સ્પષ્ટ કર્યું હતું કે તે માત્ર એક બીજાના દોસ્ત છે.
રાણા દુગ્ગુબાતી અને શ્રેયા સરન : દ્રશ્યમ ફેમ અભિનેત્રી શ્રેય સરન સાથે પણ રાણા દુગ્ગુબાતીના અફેયરના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ આ અહેવાલ ઉપર બાહુબલી સ્ટાર ઘણા નારાજ પણ થયા હતા. બંને સ્ટાર્સે આ અહેવાલને ખોટો ગણાવ્યો હતો અને એક બીજાને માત્ર એક સારા દોસ્ત જ ગણાવ્યા.
રાણા દુગ્ગુબાતી અને બિપાશા બસુ : બંગાળી બ્યુટી બિપાશા બસુ સાથે પણ કલાકાર રાણા દુગ્ગુબાતીના પ્રેમની અફવાઓએ જોર પકડ્યું હતું. તેની કહેવાતા રોમાન્સના સમાચાર તે સમયે સામે આવ્યા જયારે વર્ષ 2011 માં બંનેએ એક ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. પરંતુ પાછળથી બંને સ્ટાર્સે તે અહેવાલને ખોટો ગણાવ્યો અને એક બીજાના માત્ર સારા દોસ્ત ગણાવ્યા. આમ તો ત્યાર પછી તેમની મિત્રતામાં પણ અંતર જોવા મળ્યું હતું.
રાણા દુગ્ગુબાતી અને મહિકા બજાજ : પછી મીડિયામાં એવા સમાચાર આવવા લાગ્યા હતા કે કલાકાર કોઈ બીજી સાથે રિલેશનશિપમાં છે અને તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહાર કોઈને ડેટ કરી રહ્યા છે. આ સમાચારો ઉપર અભિનેતાએ તે સમયે સ્પષ્ટ કરી દીધું જયારે અભિનેતાએ તેની સગાઈની જાહેરાત કરી હતી. આ વર્ષ રાણા દુગ્ગુબાતી અને મહિકા બજાજે એક બીજા સાથે સાત ફેર લીધા છે.
જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.
આ માહિતી બોલિવૂડ લાઈફ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com