26.4 C
Amreli
19/09/2020
મસ્તીની મોજ

બિગ બોસ 14 માં શું આ વખત ગાળો રહશે ભરપૂર? કારણ કે આવી રહ્યા છે યુટ્યુબ સેન્સેશન CarryMinati

બિગ બોસ 14 માં દેખાશે યુટ્યુબ સેન્સેશન CarryMinati, હવે થશે બિગ બોસના ઘરમાં ગાળોનો વરસાદ. બિગ બોસ 14 (Bigg Boss 14) ની ઉંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. ઓક્ટોબરના પહેલા અઠવાડિયા એટલે કે 3 ઓક્ટોબરથી શો ઓન એયર હશે, પણ હજી પણ આ રિયાલિટી શો સાથે નવા નામ જોડાતા જઈ રહ્યા છે. સ્પર્ધકોની યાદીમાં હવે 21 વર્ષીય યુટ્યુબ સેંસેશનલ કેરી મિનાટી (Carry Minati) ઉર્ફ અજય નાગર (Ajey Nagar) નું નામ સામે આવી રહ્યું છે.

સમાચાર એવા આવ્યા છે કે, કેરી મિનાટી જલ્દી જ કોરોન્ટાઇન થશે. બિગ બોસમાં આ વખતે સ્પર્ધકોના 15 દિવસ કોરોન્ટાઇન થયા પછી બિગ બોસના ઘરમાં એન્ટ્રી થશે. કોરોન્ટાઇન થવા માટે પણ સ્પર્ધકોને પૈસા મળવાના છે. સૂત્રો એ પણ જણાવે છે કે, કેરી મિનાટી જ નહિ પણ ટિક ટૉક સ્ટાર આમિર સિદ્દિકીની પણ બિગ બોસ 14 માં એંટ્રી થઈ શકે છે. આ બંને વચ્ચેના શબ્દ યુદ્ધ વિષે તો દરેકને ખબર જ છે. અને બિગ બોસ તેને જ પોતાના ઘરમાં નવું રૂપ આપવાની તૈયારીમાં છે.

આમિર સિદ્દિકી અને કેરી મિનાટીના કરોડો ફોલોઅર્સ છે. એ વાત પણ કોઈનાથી છુપાયેલી નથી. તેનો પણ સીધો ફાયદો બિગ બોસને પહોંચવાનો છે. પણ જણાવી દઈએ કે આ બધી વાતો ફક્ત એક અફવા છે જે કદાચ શો ના વ્યુ વધારવા માટે ફેલાવવામાં આવી હોઈ શકે છે. અને એ વાત સાચી છે કે કેરી બિગ બોસમાં નથી જવાના. તેમણે એક ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે કે, તે આ શો નો ભાગ નહિ બને. કેરીએ ટ્વીટ કરતા લખ્યું કે, ‘હું બિગ બોસમાં નથી જવાનો, તમે જે પણ વાંચી રહ્યા છો તેના પર વિશ્વાસ કરશો નહિ.’

તેમની આ ટ્વીટ પર ભુવન બમે રીપ્લાય આપતા લખ્યું હતું કે, ‘જેવી રીતે હું છેલ્લા ૪ વર્ષથી જઈ રહ્યો છું એવી જ રીતે તું પણ જશે.’ જણાવી દઈએ કે ભુવન બમના બિગ બોસમાં જવાને લઈને પણ અફવા ઉડતી રહે છે. આ શો માટે નક્કી થયેલા નામોમાં જૈસ્મિન ભસીન, નિશાંત મલકાની, પવિત્રા પુનિયા, જાન શાનૂ વગેરે નામ જાણવવામાં આવી રહ્યા છે.

બિગ બોસ 14 ને લઈને એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, આ નવી સીઝનમાં જૂની સીઝનના પ્રતિયોગી પણ જોવા મળશે જેમાં સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન, ગૌહર ખાન, મોનાલિસા, શહનાઝ ગિલના નામ સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ગેસ્ટ સ્પર્ધકોના રૂપમાં શો માં એંટ્રી કરશે. તેઓ ટાસ્ક પણ કરશે, પરંતુ તેમના માટે વોટિંગ નહિ થાય. આ શો માં તેઓ પોતાના અંદાઝમાં તડકો લગાવશે.

મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર, સલમાન 1 ઓક્ટોબરે શો નો પ્રીમિયર એપિસોડ શૂટ કરશે. હકીકતમાં ‘ભારત’ ફિલ્મના લીડ એક્ટર પોતાની આવનારી ફિલ્મ ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ નું શૂટિંગ શરૂ કરવાના છે. સામાન્ય રીતે પ્રીમિયર એપિસોડ શો શરૂ થયાના એક દિવસ પહેલા જ શૂટ કરવામાં આવે છે જેથી સ્પર્ધકોની ઓળખ સંતાડીને રાખી શકાય. રિપોર્ટ અનુસાર, સલમાન ખાન આ વખતે મુંબઈની ફિલ્મ સીટીમાં લાઈવ ઓડિયંસ વગર શૂટ કરશે.

આ માહિતી પ્રભાત ખબર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

વેચાઈ ગયું બિગ બાઝાર, કેવી રીતે દેવામાં ડૂબતા ગયા રિટેલ કિંગ કિશોર બિયાની

Amreli Live

આ છે દુનિયાની સૌથી લાંબી રશિયન મોડલ, તેની આગળ સારા કદ કાઠીના અસલી હીરો પણ ફેલ.

Amreli Live

સંત ના બે વાક્ય પણ વ્યક્તિના જીવનને બદલી શકે છે, રાજ દરબારમાં ચોરને પકડીને લાવામાં આવ્યો પછી.

Amreli Live

ગણેશ કઈ રીતે બન્યા ગજાનન, વાંચો તેની સાથે સંબંધિત આ 2 રોચક કથાઓ

Amreli Live

આવી ગઈ શ્રાવણની સૂર્ય સંક્રાંતિ, આ 8 રાશિઓને થશે અઢળક લાભ.

Amreli Live

ગણેશ વિસર્જનનો ઉત્સવ છે અનંત ચતુર્દર્શી, શ્રીકૃષ્ણએ પાંડવોને આપી હતી આ વ્રત કરવાની સલાહ.

Amreli Live

અલ્લુ અર્જુનની દીકરીનો ક્યૂટ વિડીયો આવ્યો સામે, ગલૂડિયા સાથે રમી રહેલ અરહા

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

કરીના કપૂર ખાને ‘નેપોટિસ્ટિક સ્ટાર’ આપ્યો આવો જવાબ, કહ્યું ‘હા, મેં ખીસામાં 10 રૂપિયા….’

Amreli Live

પૂજામાં મન કઈ રીતે લગાવવું? જ્યાં સુધી આપણે બીજા કામો પર ધ્યાન આપતા રહીશું, આપણું મન એકાગ્ર નહિ થઈ શકે.

Amreli Live

ભારતનો લાંબો કૂદકો, હાઇપરસોનીક મિસાઈલનું સફળ પરીક્ષણ, આંગળીના વેઢે ગણી શકાય એટલા પાસે છે આ ટેકનીક

Amreli Live

અમરનાથ યાત્રા માટે નથી દૂર થઇ રહ્યું અસમંજસ, પવિત્ર શિવલિંગના દર્શન ચેનલો દ્વાર કરવાની માંગણી

Amreli Live

119 વર્ષ જુના 25 ફૂટ ઊંચા ગણેશજીને શણગારવામાં 15 દિવસ લાગે છે, તેમને હીરા, માણેક, મોતી, પોખરાજથી સજાવ્યા.

Amreli Live

અમરેલી થી સુરત વગેરે જગ્યા માટે ચાર્ટર્ડ પ્લેન સેવા થઈ શરૂ, જેમણે શરૂ કરી એમનો દીકરો ચાર્ટર્ડ પ્લેન લઈને પિતાને…

Amreli Live

અયોધ્યા રામ મંદિર : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ પણ ભૂમિ પૂજનમાં જોડાશે.

Amreli Live

હવે બાળકોને આ રસી મફત મળશે, કોરોનાને કારણે તે પણ જરૂરી છે.

Amreli Live

મહાભારતથી લઈને ચંદ્રકાંતા સુધી, ફ્લોપ થઇ ટીવીની મહારાણી એકતા કપૂરની આ સિરિયલ

Amreli Live

બુધવારે ખુલશે આ 5 રાશિઓવાળાના નસીબના તાળા, જાગશે સુતેલું ભાગ્ય.

Amreli Live

31 ઓક્ટોબરે સી પ્લેન સેવાઓની શરૂઆત, અમદાવાદથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધી જઈ શકે છે PM

Amreli Live

1200 કિમી સાઇકલ ચલાવવાવાળી જ્યોતિનું 60 દિવસમાં બદલાયું જીવન, મળ્યા એટલા બધા રૂપિયા દાન અને ઘણા બધા ગિફ્ટ

Amreli Live

સારા અલી ખાનના આ ફોટોને મળી રહ્યા છે ધડાધડ લાઇક્સ, આમિર ખાનની દીકરી ઇરાએ પણ કરી કમેન્ટ

Amreli Live