27.8 C
Amreli
18/01/2021
અજબ ગજબ

બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ, પાંવભાજીમાં બટાકાની જગ્યાએ આ રીતે ઉપયોગ કરો શક્કરિયાનો અને જંક ફૂડને બનાવો હેલ્દી.

ખાવું છે જંક ફૂડ અને હેલ્દી પણ રહેવું છે, તો શક્કરિયામાંથી બનાવો બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ, પાંવભાજી જાણી લો રેસિપી. જંક ફૂડ ખાવું સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું, પરંતુ આપણે હંમેશા જંકફૂડ કોઈને કોઈ બહાને ખાઈ જ લઈએ છીએ. ખરેખર બાળકોને જંકફૂડથી દૂર રાખવું ખૂબ મુશ્કેલ છે. ક્યારેકને ક્યારેક તો બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ વગેરે ખાવા માટે બાળકો જીદ કરવા માંડે છે, એવામાં એમને જંકફુડની જગ્યાએ કંઈક હેલ્ધી ઓપ્શન આપવા સારું રહેશે, પરંતુ પ્રશ્ન એ છે કે તેના માટે કરી શું શકાય?

જોવા જઈએ તો જંકફુડમાં સૌથી મુખ્ય ઈન્ગ્રીડિયટ હોય છે બટાકા. પરંતુ જો બટાકાને રિપ્લેસ કરી દેવામાં આવે તો કેવું? આપણે બટાકાની જગ્યાએ સ્વીટ પોટેટો એટલે કે શક્કરિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. હા, અમુક રેસિપી એવી હોય છે જેમાં બટાકાને સંપૂર્ણ રીતે રિપ્લેસ નથી કરી શકાતા, પરંતુ અમુક અમુક રેસિપીમાં કરી શકાય છે. Food Safety and Standard Authority of India (FSSAI) એ પોતાના ટ્વિટર પર એવી ત્રણ રેસિપી શેયર કરી છે.

(1) સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ : જ્યાં બટાકાની ફ્રેન્ચ ફ્રાઈસ ખાવી શરીર માટે નુકસાનકારક હોઈ શકે છે, ત્યાં બટાકાની જગ્યાએ શક્કરિયા લઈએ તો ઘણી હદ સુધી તે સ્વાસ્થ્ય માટે સારું થઈ શકે છે. Fssai અનુસાર તે વિટામિન એ અને વિટામિન સી થી ભરપૂર હોય છે. તેની સાથે જ તમે તેને ડીપ ફ્રાય કરવાની જગ્યાએ એર ફ્રાય કરશો તો એનાથી પણ વધારે હેલ્ધી ઑપ્શન બની જશે. તમે જે રીતે તમારી ફ્રેન્ચ ફ્રાઇસ બનાવો છો, એ રીતે જ બનાવો બસ બટાકાની જગ્યાએ શક્કરિયાને રિપ્લેસ કરો. આ રીતે તે આપણાં બાળકો માટે પણ હેલ્ધી ઑપ્શન રહેશે.

સ્વીટ પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ રેસિપી : ચાર મીડિયમ સાઇઝના શક્કરિયા લઈ તેને ધોઈને છોલી લો. એને ફ્રેન્ચ ફ્રાઈસ શેપમાં કાપી લો. ત્યારબાદ તેને ઠંડા પાણીથી ધોઈ લો જેથી એક્સ્ટ્રા સ્ટાર્ચ નીકળી જાય. તેને ચાર મિનિટ સુધી બાફો અને ત્યારબાદ બરફના ઠંડા પાણીમાં મૂકી દો જેથી તે ક્રિસ્પી બનશે. હવે ૨/૩ કપ કોર્નસ્ટાર્ચની સાથે બરાબર માત્રામાં પાણી મેળવી ખીરું તૈયાર કરો. અને એમાં ૨ ચમચી મીઠું અને ૩/૪ ચમચી મરી પાવડર નાખો. ફ્રાઈને આ ખીરામાં ૨ મિનિટ મૂકી રાખો, અને ત્યારબાદ તળી લો. એને 5-7 મિનિટ સુધી તળી લો અને જ્યારે તૈયાર થઈ જાય ત્યારે એને કોઈ પેપર ટોવેલમાં કાઢી લો.

(2) પાંવભાજીમાં નાખો શક્કરિયા, કોળું અને દુધી : પાંવભાજીમાં સૌથી વધારે બટાકા અને વટાણા નાખવામાં આવે છે. પરંતુ એની સાથે ઘણી બધી શાકભાજી પણ ઉમેરી શકાય છે, અને શક્કરિયાનો પણ ઉપયોગ થઇ શકે છે. કોળું અને શક્કરિયા નાખવાથી પાંવભાજીમાં થોડી મીઠાસ આવી જશે, પરંતુ તે વધારે હેલ્ધી ઓપ્શન થઈ જશે. આ ડીશમાં સંપૂર્ણ રીતે બટાકાને રિપ્લેસ નહીં કરી શકાય, પરંતુ બટાકાની જગ્યાએ શક્કરિયાંનો ઉપયોગ કરી શકો છો.

એવું જરૂરી નથી કે તેમાં ખાલી શીમલા મરચું, ડુંગળી, ટામેટા જ નાખવામાં આવે, એની સાથે દુધી, ગલકા, કોળું, શક્કરિયા વગેરે પણ પાંવભાજીમાં ઉમેરો. સાથે સાથે બટરનો ઉપયોગ બે ત્રણ વાર કરવા કરતા પાંવભાજી બનાવતી વખતે તેમાં ઘી નાખી દો. તેનો સ્વાદ પણ એવો જ રહેશે અને હેલ્ધી ઓપ્શન પણ થઈ જશે. શાકભાજીના ન્યુટ્રીશન બધા પાંવભાજીમાં આવશે. જો બધું જ બરાબર માપમાં નાખવામાં આવે તો સ્વાદમાં કંઇજ ફેરફાર નહી થાય.

શાકભાજીવાળી પાંવભાજીની રેસીપી : સૌથી પહેલા તમે બધા શાકભાજીને ધોઈ નાખો અને અડધા પાકે ત્યાં સુધી ઉકાળી લો. જેમાં બટાકા, ફ્લાવર, ગાજર, કોળું, દુધી વગેરે હશે. ધ્યાન રાખો કે આને બાફતી વખતે તેમાં મીઠું જરૂર ઉમેરો. હવે શાકભાજીને બ્લેન્ડરથી ક્રશ કરી લો. ક્રશ કરેલી શાકભાજીમાં એક બાફેલો બટાકો પણ ઉમેરી દો. હવે એક પેનમાં તેલ નાખી ગરમ થાય ત્યારે ઝીણી સમારેલી ડુંગળી શેકી લો.

ડુંગળીનો કલર થોડો બ્રાઉન થાય એટલે એમાં લાલ મરચું, હળદર, પાંવ મસાલો, ધાણા પાવડર અને જીરું નાંખો પછી સારી રીતે શેકો. મસાલા શેકાઇ જાય ત્યારે થોડું પાણી નાખી અને સારી રીતે ક્રશ કરેલી શાકભાજી ઉમેરી દો. આને ઉભરો આવે ત્યાં સુધી થવા દો. પાંવભાજીનો મસાલો ઉપરથી 1.5 ચમચી નાખી દો અને 2-3 મિનીટ સુધી ઉકળવા દો. હવે આમાં થોડું ઉપરથી માખણ ઉમેરો અને સર્વ કરો.

(3) બર્ગરની પેટીસ બનાવતી વખતે ઉપયોગ કરો શાકભાજી : અહીં પણ બટાકાની જગ્યાએ શક્કરિયાનો ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે આમાં ઘણી બધી શાકભાજી જેવી કે કોબીજ, ગાજર, બીટ, કઠોળ વગેરે ઉમેરીને પેટિસ બનાવી શકાય. તમે ટેસ્ટ માટે થોડા બટાકા નાખી શકો છો પરંતુ પેટીસમાં સૌથી વધારે શાકભાજી રહેશે. તમે આના કરતાં પણ વધારે પ્રોટીન ઈચ્છતા હોય તો એમાં બાફેલા અથવા તો મેશ કરેલા રાજમા અથવા ચણા પણ ઉમેરી શકો છો જેમાં ફાઇબર, પોટેશિયમ, આયર્ન બધા જ ગુણો હોય છે.

શક્કરિયાવાળા બર્ગરની રેસિપી : સૌથી પહેલા બધા શાકભાજીને બરાબર ધોઈ અને બાફી લો. શક્કરિયા, ગાજર, બટાકા, બીટ વગેરે શાકભાજીનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ પેનમાં થોડું તેલ ગરમ કરો એમાં ઝીણી કાપેલી ડુંગળી, લીલુ મરચું વગેરે નાખીને થોડીવાર શેકો. સાથે જ એમાં બધી શાકભાજી ઉમેરો. એમાં તમારો મનપસંદ સોસ જેમ કે સોયા સોસ, ટોમેટો સોસ પણ ઉમેરી શકો છો. ત્યારબાદ આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો એમાં ઉપરથી બાફેલા બટાકા ક્રશ કરી ઉમેરો.

હવે એક વાસણમાં ½ કપ લોટ અને ½ કપ કોર્નસ્ટાર્ચનું મિશ્રણ તૈયાર કરો, અને તેમાં મીઠું અને મરી પાવડર ઉમેરી તેને મિક્સ કરો. હવે એમાં પાણી નાખીને બેટર તૈયાર કરો. હવે આપણે જે શાકભાજીનું મિશ્રણ તૈયાર કરેલું તેને ટિક્કીનો આકાર આપી આ બેટરમાં ઉમેરો. તમે ઈચ્છો તો એમાં થોડા બ્રેડના ક્રશનો પણ ઉપયોગ કરી શકો. એક પેનમાં થોડું તેલ નાંખી અને પેટીસને શેકો અને બર્ગરમાં પાવ સાથે ઉપયોગ કરો.

આ બધી જ રેસિપી તમે તમારી રીતે કસ્ટમાઇઝ કરી શકો છો. આમાં સંપૂર્ણ રીતે બટાકાને રિપ્લેસ નથી કરી શકાતા પરંતુ આ રેસિપીની મદદથી તમે અમુક હદ સુધી જંકફૂડને અનહેલ્ધીમાંથી હેલ્ધી બનાવી શકો છો. એવી ઘણી રેસિપી છે જે આપણે ઘરે પણ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ, અને એના હેલ્ધી ઓપ્શન પણ શોધી શકીએ છીએ, જેમ કે શેકેલા સમોસા દરેક રીતે તળેલા સમોસાની જગ્યાએ વધારે સારા હોય છે. જો તમારી પાસે પણ આવી કોઈ રેસિપી છે તો અમને જરૂરથી જણાવો. આવી રીતે બીજી સ્ટોરી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં રાખો આ 4 વસ્તુ, દેવી લક્ષ્મીની કૃપાથી મળશે આશીર્વાદ

Amreli Live

ઘરે બનાવો ઈસ્ટંન્ટ મગદાળનો ઢોસો, વાંચો ટેસ્ટી રેસિપી.

Amreli Live

કન્યા રાશિના લોકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ દેખાઈ રહ્યા છે, જાણો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

મેળવવા માંગો છો બેઝનેસમાં સફળતા તો દુકાન અને ઓફિસમાં રાખો સોનાના સિક્કાથી ભરેલું જહાજ

Amreli Live

સવારે નાસ્તામાં ખાઓ 1 સફરજન અને 1 વાટકી ઓટ્સ, ઘટશે કોલેસ્ટ્રોલ દૂર થશે હૃદયની બીમારીઓ.

Amreli Live

મજેદાર જોક્સ : પિતા દીકરાને : એક કામ સારી રીતે થતું નથી તારાથી, તને ફુદીનો લાવવાનું કહ્યું હતું ને તું….

Amreli Live

સૌની ફેવરીટ મીઠાઈ મોહનથાળ ઘરે બનાવવા માટે જાણો, માવા વગર મોહનથાળ બનાવવાની રીત.

Amreli Live

આજે થશે આ રાશિઓનો બેડો પાર, નોકરીમાં પ્રમોશન મળવાની છે સંભાવના.

Amreli Live

શુક્ર ગ્રહનો રત્ન છે હીરો, તેને સ્ટેટસ સિમ્બોલ સમજીને ન પહેરો, નહિ તો અંણધાર્યું પરિણામ મળી શકે છે

Amreli Live

કુદરતમાંથી મળેલ ઉત્તમ ભેટ છે તાંબું, દુનિયામાં રહેલા બધી ધાતુઓથી સૌથી પવિત્ર, જાણો કેમ.

Amreli Live

ખાસ ઔષધીય ગુણો ધરાવે છે આ ઉકાળો, જે કોરોનાથી બચવા માટે ખુબ અસરકારક છે.

Amreli Live

મજેદાર જોક્સ : પપ્પુ : અરે, ટપ્પુ તને ખબર છે, આપણે માણસોએ જાતે જ આપણી મેથી મારી છે. ટપ્પુ : કેવી રીતે?

Amreli Live

માંડવીની મહિલા બેકરીના બિસ્કિટ કેનેડામાં મચાવશે ધૂમ, આટલા કિલોનો ઓર્ડર મળતા આદિવાસી મહિલાઓ થઈ રાજી.

Amreli Live

આ સ્ટાર્સ પણ આપી ચુક્યા છે મૃત્યુને હાર, કોઈનું થયું એક્સિડન્ટ તો કોઈને થયું કેન્સર.

Amreli Live

સ્નો ફોલ જોવા માટે બેસ્ટ છે ભારતની આ 10 જગ્યાઓ, એક તો છે મિની સ્વિટ્ઝર્લૅન્ડ.

Amreli Live

વર્ષ 2021 માં આ 5 રાશિઓનું ચમકશે નસીબ, જાણો તમારી રાશિ આમાં છે કે નથી.

Amreli Live

EBC માં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરતા રાજ્ય સરકારે લીધો મહત્વપુર્ણ નિર્ણય, જાણો કોને કોને મળશે લાભ.

Amreli Live

પિતા હાર્દિક જેવો બિલકુલ નથી દેખાતો દીકરો અગસ્ત્ય, લોકોએ મહેણાં માર્યા : સારું છે માં પર ગયો છે.

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે બજરંગબલીની કૃપાથી આર્થિક લાભ થાય, પણ આ 2 રાશિવાળાએ સંભાળીને રહેવું.

Amreli Live

પાટણવાવ ખાતેનો ઓસમ ડુંગર છે આકર્ષણનું કેન્દ્ર, રજાઓ ગાળવા માટે બેસ્ટ જગ્યાઓમાંથી એક છે.

Amreli Live

નોકરી મેળવવામાં આવી રહી છે સમસ્યા, તો નવરાત્રીમાં કરો આ ઉપાય.

Amreli Live