31.2 C
Amreli
24/09/2020
bhaskar-news

બપોર બાદ રાજ્યમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ નહીં, આજે બેના મોત, કુલ 95 દર્દીકોરોના પોઝિટિવના આજે વધુ 7 કેસ નોઁધાયા છે, આ તમામકેસ કોરોનાનાહોટસ્પોટ બનેલાઅમદાવાદના છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 95 પર પહોંચી ગઈ છે.

જો કે બપોર બાદ એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પરંતુ સવારે પંચમહાલમાં અને બપોર બાદ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક-એકનું મોત થતાં રાજ્યમાં કોરોનાના કુલ 9 દર્દીના મોત થયા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે,આજે 135 નમૂના લેવામાં આવ્યા હતા અને આ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 63 રિપોર્ટ પેન્ડિગ છે. અમદાવાદની સોલા હોસ્પિટલમાં એકનું મોત થયું છે. ગાંધીનગરના એક જ વિસ્તારમાં સૌથી વધુ કેસ છે. હેલ્પલાઈન 104 નંબર પર મદદ માટે દરરોજ 20 હજાર ફોન આવે છે.

દિલ્હીના તબલીઘી સમાજના કાર્યક્રમમાંગયેલા 57ને લઘુમતી વિસ્તારમાંથી ક્વોરન્ટીન

લોકડાઉનની સ્થિતિ અને દિલ્હીમાં તબલીઘસમાજના કાર્યક્રમમાં ગયેલા લોકોઅંગેરાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું કે,મરકઝનો મામલો ખૂબ જ ગંભીર છે. મરકઝમાં ગયેલા 103 લોકોની ઓળખ કરવામાં આવી છે. આજે 19 લોકોની ઓળખ કરી છે.આજે જેને ઓળખવામાં આવ્યા છે તેમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ છે, જે મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. અત્યાર સુધીમાં અમદાવાદના 57, ભાવનગરના 20, મહેસાણાના 12, સુરતના 8,નવસારીના 2 અને 4 બોટાદના લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી જૂના અમદાવાદ અનેલઘુમતી વિસ્તારમાંથી 57ને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં લોકડાઉનનું સૌથી વધુ ઉલ્લંઘન
પોલીસ વડાએ આગળ કહ્યું કેઅમદાવાદમાં લોકડાઉનનું સૌથી વધુ ઉલ્લંઘન થયું છે. જ્યારે અફવા ફેલાવનારા 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે.લોકો આવનારા 10 દિવસ પણ ધીરજ જાળવે તેવી વિનંતિ કરું છું. શહેરી વિસ્તારોમાં કોરોનાના દર્દીઓ વધુ હોવાથી શહેરમાં રહેતા લોકોએ વિશેષ તકેદારી રાખવી જોઈએ. લોકડાઉનમાં તમામ સમસ્યા હલ કરવા પ્રયાસો કર્યાં છે. રાતના બંદોબસ્તમાં વધારો કરવા સૂચના આપી છે.

2218 આરોપીની અટકાયત, 4786 વાહન જપ્ત
રાજ્યમાં આજે જાહેરનામા ભંગના 950, કવોરન્ટિન વ્યક્તિઓ દ્વારા કાયદા
ભંગના(IPC 269, 270, 271) 364 અને 93 અન્ય ગુનાઓ(રાયોટીંગ/ડિઝાસ્ટર
મેનેજમેન્ટ એક્ટ)નોંધાયા છે. જ્યારે 2218 આરોપીની અટકાયત કરવામાં આવી છે અને 4786 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત અપડેટ

>>ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનને નાગરિકોની આરોગ્ય રક્ષા માટે કાર્યરત ખાનગી તબીબોની હેલ્થ સેફ્ટી માટે 25 હજાર N-95 માસ્ક વિનામૂલ્યે આપવાનો નિર્ણય કર્યો છે.

>>રાજકોટમાં આજે તમામ 24 સેમ્પલ નેગેટિવ, 4 દિવસથી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ ન આવતા હાશકારો
>>લોકડાઉન વચ્ચે અમદાવાદમાં 108ની ટીમે એમ્બ્યુલન્સને રસ્તામાં જ રોકી મહિલાની ડિલિવરી કરાવી
>> હિજરત કરતાં મજૂરોને રોકી પોલીસે ખેડૂતો પર નોંધેલા ગુના પરત ખેંચવા પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

આજે એકનું મોત
આજે પંચમહાલ જિલ્લામાં ગોધરામાં એક કેસ નોંધાયો હતો, તે દર્દીનું મોત થયું છે. 1944 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. 16015 લોકો ક્વોરન્ટીનમાં છે.

ગુજરાતમાં કુલ 95 પોઝિટિવ કેસ, 8ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 38 03
સુરત 12 01
ગાંધીનગર 11 00
રાજકોટ 10 00
વડોદરા 09 01
ભાવનગર 07 02
પોરબંદર 03 00
ગીર-સોમનાથ 02 00
કચ્છ 01 00
મહેસાણા 01 00
પંચમહાલ 01 01
કુલ આંકડો 95 08

વિદેશથી આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ બે દિવસમાં પૂરો થશે

અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે. ગાઈડલાઈન્સ મુજબ 14 દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ 22મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ બે દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં 31 લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા 650 લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના 14 દિવસનો સમય પૂરો થતાં 20 એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી 20થી 25 દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.
તંદુરસ્ત વ્યક્તિ માસ્ક ન પહેરે તેવું કહેનારી સરકારનો યુ ટર્ન, માસ્ક પહેરવો જ જોઈએ
અગાઉ કોરોનાના કેસ નોંધાયા ત્યારે લોકોએ બજારોમાંથી માસ્ક ખાલી થાય ત્યાં સુધી ખરીદે રાખ્યાં, ત્યારે સરકારે એવું જાહેર કર્યું કે, સ્વસ્થ લોકો માસ્ક ન પહેરે, પરંતુ હવે સરકાર જ કહે છે કે, માસ્ક પહેરેલો રાખો. સરકારે માસ્ક મામલે હવે પંદર દિવસે યુ ટર્ન લીધો છે. અગાઉ બજારોમાં માસ્ક ખૂટી પડતાં લોકોને એવી સલાહ અપાઈ હતી કે, માસ્ક માત્ર કોરોના લાગુ પડ્યો હોય તેવા દર્દી અને તેમની સારવાર કરતાં તબીબી સ્ટાફ માટે જ જરૂરી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર


Corona Update LIVE Gujarat 3rd April 2020

Related posts

ચીનના તકવાદી વલણને રોકવા ભારતે FDI પોલિસીમાં ફેરફાર કર્યો, રાહુલ ગાંધીએ કહ્યું- સૂચન સ્વીકારવા બદલ સરકારનો આભાર

Amreli Live

અત્યારસુધી 25579 કેસ: દેશમાં 100 કેસ સામે આવ્યા બાદ એક દિવસમાં સંક્રમિતોના વધવાની સૌથી ધીમી ગતિ, છેલ્લા 24 કલાકમાં 6 ટકાની રેટથી દર્દી વધ્યાં

Amreli Live

અમિતાભમાં બીમારીના હળવા લક્ષણ, નાણાવટી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ, અભિષેક પણ પોઝિટિવ; જયા, એશ્વર્યા અને આરાધ્યાનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ

Amreli Live

ATMમાં રોકડ પહોંચાડનાર 4500 કેશ કસ્ટોડિયનમાં માત્ર ત્રણ મહિલાઓ, કારગિલ અને જમ્મુ જેવા વિસ્તારોમાં કરે છે ડ્યુટી

Amreli Live

આ વાત એવા લોકોની જે ઈલાજ અને દવાઓ માટે ભટકી રહ્યા છે, તેમની બીમારી કોરોના કરતા વધારે જીવલેણ છે

Amreli Live

બપોરે 1.50 વાગ્યે ખેંચવામાં આવ્યો જગન્નાથનો રથ, આ પહેલા બલભદ્રનો તાલધ્વજ અને સુભદ્રાજીના રથ દેવદલનને ખેંચવામાં આવ્યો

Amreli Live

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live

સિહોરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, ઇતિહાસમાં પ્રથમવાર અખાત્રીજે રાજકોટની સોની બજાર બંધ

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

વરસાદના લીધે પહેલા દિવસે 17.4 ઓવર જ થઈ શકી, ઇંગ્લેન્ડ 35/1; મેચ પહેલા રંગભેદ વિરુદ્ધ ખેલાડી-અમ્પાયર ઘૂંટણે બેઠા

Amreli Live

ગીર બોર્ડર, ગોંડલમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, જામકંડોરણા નજીક વીજળી પડતા ખેતમજૂરનું મોત

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

આવક વેરા વિભાગ તાત્કાલિક રીતે રૂપિયા 5 લાખ સુધીના ઈન્કમ ટેક્સ રિફંડ કરશે, 14 લાખ કરદાતાને લાભ મળશે

Amreli Live

સતત ત્રીજા દિવસે 54 હજારથી વધારે કેસ આવ્યા, રેકોર્ડ 51 હજાર દર્દીને સારુંં થયું, 852 દર્દીના મોત, દેશમાં કુલ 17.51 લાખ કેસ

Amreli Live

રાજકોટના જંગલેશ્વરમાં વધુ બે મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો, સંખ્યા 39 થઇ

Amreli Live

22 ડિગ્રીથી વધુ ગરમી, 80% ભેજથી બે મિનિટમાં વાઇરસની સંખ્યા અડધી થઇ જાય છે

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

વરસાદના લીધે ટી બ્રેક પછી મેચ શરૂ નથી થઈ, ઇંગ્લેન્ડ 35/1

Amreli Live

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સહિત આજે પણ રાજ્યના 40 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 1 ઈંચ માળીયામાં

Amreli Live

ક્રિકેટ જગતના બે સિતારાની નિવૃત્તિ,લાલ કિલ્લા પરથી ચીન-પાકિસ્તાનને PMની ચેતવણી,વૈષ્ણો દેવી યાત્રાનો આજથી પ્રારંભ

Amreli Live