26.8 C
Amreli
05/08/2020
bhaskar-news

બપોરે 1.50 વાગ્યે ખેંચવામાં આવ્યો જગન્નાથનો રથ, આ પહેલા બલભદ્રનો તાલધ્વજ અને સુભદ્રાજીના રથ દેવદલનને ખેંચવામાં આવ્યોજગન્નાથ પુરીમાં બપોરે 12.10 વાગ્યે પ્રથમ રથ ખેંચવામાં આવ્યો હતો. દેવી સુભદ્રાનો કાળા ઘોડા સાથે જોડાયેલો રથ તાલધ્વજ મંદિરના સેવકોએ ખેંચવાનો શરૂ કર્યો. ગ્રાંડ રોડ પર સૌથી આગળ આ જ રથ છે.

આ પહેલા સવારે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા દેવીને ગર્ભગૃહમાંથી લાવીને રથોમાં બિરાજીત કરવામાં આવ્યા. પુરી શંકરાચાર્ય સ્વામી નિશ્ચિલાનંદ સરસ્વતી અને ગજપતિ મહારાજ દિબ્યસિંહ દેબ પણ પૂજન કરવા પહોંચ્યા. પૂજન બાદ પુરીના ગજપતિ મહારાજ દિબ્યસિંહ દેબ પણ પૂજન કરવા પહોંચ્યા હતા. પૂજન બાદ પુરીના ગજપતિ મહારાજે સોનાની સાવરણીથી જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરી કરી હતી.

ઓરિસ્સાના કાયદા મંત્રીએ જણાવ્યું કે મંદિરના તમામ સેવકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. તેમાંથી એક સેવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને રથયાત્રાથી દૂર રાખવામાં આવ્યો છે. રથયાત્રા સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર નીકળી રહી છે.

2500 વર્ષથી વધુ જુની રથયાત્રાના ઈતિહાસમાં પ્રથમ વખત એવી બનશે કે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે પરંતુ ભક્તો ઘરોમાં બંધ હશે. કોરોના મહામારીના કારણે પુરી શહેરને ટોટલ લોકડાઉન કરીને રથયાત્રાને મંદિરના 1172 સેવક ગુંડિચા મંદિર સુધી લઈ જશે.

2.5 કિમીની આ યાત્રા માટે મંદિર સમિતિએ દિલ્હીની સફર પૂર્ણ કરવી પડી હતી. સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ પછી, મંદિર સમિતિ સાથેની અનેક સંસ્થાઓએ સરકારને રથયાત્રા માટે ફરીથી પ્રયાસ કરવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં 6 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. ચુકાદો આખરે મંદિર સમિતિની તરફેણમાં આવ્યો અને પુરી શહેરમાં ઉત્તેજનાની લહેર ફેલાઈ ગઈ. ચુકાદો આવતાની સાથે જ સેવકો મંદિરની સામે ઉભા રથને ખેંચીને મંદિરની સામે લાવ્યા.

મંગળવારે રથયાત્રા પૂરી કરીને ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે માસીના ઘર મુખ્ય મંદિરથી અઢી કિમી દૂર ગુંડિચા મંદિર જશે. આખા શહેરમાં 9 દિવસ ઉત્સવ ઉજવવામાં આવશે. મંદિર સમિતિ પહેલા જ નક્કી કરી ચુકી છે કે, ઉત્સવ દરમિયાન લોકોને આ બંને મંદિરોથી દૂર રાખવામાં આવશે. પુરી લોકડાઉન હટાવવામાં આવ્યા પછી પણ ધારા 144 લાગુ રહેશે.

ભગવાન જગન્નાથનો રથ 15 દિવસ મોડો બનવાનો શરૂ થયો હતો, પરંતુ કારીગરોએ ઓછા સમયમાં વધુ કામ કરીને રેકોર્ડ 40 દિવસમાં કામ પૂરું કર્યું હતું
ભગવાન જગન્નાથનો રથ 15 દિવસ મોડો બનવાનો શરૂ થયો હતો, પરંતુ કારીગરોએ ઓછા સમયમાં વધુ કામ કરીને રેકોર્ડ 40 દિવસમાં કામ પૂરું કર્યું હતું
  • દુનિયાના સૌથી મોટા રસોડાની પ્રતિકૃતિ ગુંડિચા મંદિરમાં

ભગવાન જગન્નાથ માટે જગન્નાથ મંદિરમાં 752 ચૂલા ઉપર ખાવાનું બનાવવામાં આવે છે. તે વિશ્વના સૌથી મોટા રસોડાનો દરજ્જો ધરાવે છે. અહીંના ચૂલા રથયાત્રાના નવ દિવસ માટે ઠંડા થઈ જાય છે. ગુંડિચા મંદિરમાં 752 ચૂલા ઉપર રસોઈ થાય છે. જેને જગન્નાથના રસોડાની પ્રતિકૃતિ માનવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન ભગવાન માટે ખવવાનું અહીં બનાવવામાં આવશે.

ભાસ્કર નોલેજ

  • 16 પૈડાવાળા અને 13 મીટર ઉંચા જગન્નાથના રથ, તેના 3 નામ

ભગવાન જગન્નાથનોરથ-તેના ત્રણ નામ છે- ગરુડધ્વજ, કપિધ્વજ, નંદીઘોષ વગેરે. 16 પૈડાવાળા આ રથ 13 મીટર ઉંચા હોય છે. રથના ઘોડાનું નામ શંખ, બલાહક, શ્વેત અને હરિદાશ્વ છે. તે સફેદ રંગના હોય છે. સારથીનું નામ દારુક છે. રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનનું પ્રતીક હોય છે. રથ પર રક્ષાનું પ્રતીક સુદર્શન સ્તંભ પણ હોય છે. આ રથના રક્ષક ગરુડ છે. રથની ધ્વજાને ત્રિલોક્યવાહિની કહેવામાં આવે છે. રથના દોરડાને શંખચૂડ કહે છે. તેને સજાવવામાં લગભગ 1100 મીટર કાપડ વપરાય છે.

બલભદ્રનો રથ- તેના રથનું નામ તાલધ્વજ છે. રથ પર મહાદેવજીનું પ્રતીક હોય છે. તેના રક્ષક વાસુદેવ અને સારથી માતલિ છે. રથના ધ્વજને ઉનાની કહે છે. ત્રિબ્રા, ઘોરા, દીર્ધશર્મા અને સ્વર્ણનાવા તેના ઘોડા છે. તે 13.2 મીટર ઉંચો અને 14 પૈડા હોય છે. લાલ, લીલા રંગના કપડા અને લાકડીના 763 ટુકડાથી બનેલો હોય છે. રથના ઘોડા લીલા રંગના હોય છે.

સુભદ્રાનો રથ- તેના રથનું નામ દેવદલન છે. રથ પર દેવી દુર્ગાનું પ્રતીક મઢવામાં આવે છે. તેના રક્ષક જયદુર્ગા અને સારથી અર્જુન છે. રથના ધ્વજને નદંબિક કહેવામાં આવે છે. રોચિક, મોચિક, જીતા અને અપરાજિત તેના ઘોડા છે. તેને ખેંચનારી દોરીને સ્વર્ણચૂડા કહે છે. તે 12.9 મીટર ઉંચો અને 12 પૈડાવાળો રથ લાલ, કાળા કપડાની સાથે લાકડીના 593 ટુકડાથી બને છે. રથના ઘોડા કોફી કલરના હોય છે.

પુરીના ઘણા નામ
પુરી એક એવું સ્થાન છે, જે હજારો વર્ષોથી ઘણા નામો જેમ કે નીલગિરી, નીલાદ્રિ, નીલાંચલ, પુરષોતમ, શંખશ્રેષ્ઠ, શ્રીશ્રેષ્ઠ, જગન્નાથ ધામ, જગન્નાથ પુરી તરીકે જાણીતું છે.

ગુંડિચા મંદિરમાં જ બની હતી જગન્નાથની પ્રથમ પ્રતિમા
ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અષાઢ શુક્રલ દ્વિતીયા તિથિએ કાઢવામાં આવે છે. આ યાત્રા ગુંડિચા મંદિર સુધી જઈને પાછી આવે છે. એવી માન્યતા છે કે આ ગુંડિચા મંદિરમાં દેવતાઓના શિલ્પી વિશ્વકર્મા ભગવાને જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની પ્રતિમાઓનું નિર્માણ કર્યું હતું. આ કારણે ગુંડિચા મંદિરને બહ્મલોક અથવા તો જનકપુરી પણ કહેવામાં આવે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


જગન્નાથ રથયાત્રાની તૈયારી થઈ ગઈ છે. સુરક્ષાકર્મીઓ પણ તૈનાત છે.

Related posts

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

Amreli Live

અત્યાર સુધી 23,295 કેસ,મૃત્યુઆંક 725: નીતિ આયોગે કહ્યું- લોકડાઉનનો યોગ્ય સમયે નિર્ણય કરી સંક્રમણનું પ્રમાણ મર્યાદિત કરી શકાયું

Amreli Live

10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતા

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી

Amreli Live

રાહુલે કહ્યું- સરકાર લોકોને આર્થિક મદદ કરે, નહિતર બેરોજગારીની સુનામી આવશે

Amreli Live

AMC કમિશનરે પહેલા કોરોના પોઝિટિવ દર્દીઓના નામો જાહેર કરાવ્યા, હવે સરકારની સાથે ચર્ચા કરી નિર્ણય કરવા કહે છે

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

5.85 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 18256 દર્દી વધ્યા અને 12 હજારથી વધુ સાજા થયા, ગોવામાં ભાજપ ધારાસભ્ય કોરોના પોઝિટિવ

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

દાણીલીમડામાં 11, નવરંગપુરામાં એક જ પરિવારના 6, માણેકચોકમાં 5 અને દરિયાપુર-વટવામાં 3-3 કેસ નોંધાયા

Amreli Live

રાજ્યમાં ટેસ્ટમાં વધારો કરવામાં આવ્યો છે, અત્યારે 3 હજારની આસપાસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં છેઃ જયંતિ રવિ

Amreli Live

માલદીવમાં સંક્રમણથી પ્રથમ મોત; જર્મનીમાં 6 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

જો તમને વાંરવાર થાય છે ધૂળ અને માટીની એલર્જી? તો અપનાવો આ ટીપ્સ…છું મંતર થઇ જશે એલર્જી..

Amreli Live

એક્પર્ટ્સે 18 ઉપાયો જણાવ્યા, ઘરમાં ખુલ્લા પગે ચાલવાનું ટાળો અને ઇમ્યૂનિટી વધારો

Amreli Live

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત, અહીં 61 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

વધુ 12 કેસ નોંધતા પોઝિટિવ કેસનો આંક 166, કોરોનાનો ભરડો તાંદલજા, સમા અને દિવાળીપુરા સુધી વિસ્તર્યો

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

કોરોના કાબુમાં આવતો નથી ને અમદાવાદ મ્યુનિ. સિંગલ-ડબલિંગ રેટની ‘ડેટાગેમ’ વડે લોકોને રમાડી રહ્યા છે

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

હનુમાન પાસે માગી શિલાન્યાસની મંજૂરી, મોરારિ બાપુએ કહ્યું- રામનામ સાર્વભૌમ, એક ધર્મમાં શા માટે બાંધીએ?

Amreli Live