પોતાની દરિયાદિલીને કારણે લોકોના દિલો પર રાજ કરનારા સોનુ સૂદનું બન્યું મંદિર, જાણો ક્યાં છે આ મંદિર. બોલીવુડ અભિનેતા સોનુ સુદ સતત ચર્ચામાં રહે છે. જેટલું નામ તેમણે ફિલ્મો અને પોતાની અભિનય કળાથી ફિલ્મી કરિયરની શરૂઆતથી લઈને આજ સુધી નથી કમાયું, એટલું નામ તેમણે છેલ્લા થોડા મહિનામાં કમાઈ લીધું છે. તે લોકડાઉન પછીથી અત્યાર સુધી સતત સમાજ સેવાના કામ કરીને લોકોના દિલોમાં વસ્યા છે.
સોનુ સુદે લોકડાઉનમાં ગરીબ અને નિઃસહાય લોકોની મદદનું જે કામ કર્યું છે, તેને લીધે તે હજી પણ હેડલાઈનમાં છે. તેમને તેમના શ્રેષ્ઠ કામનું સતત ફળ મળી રહ્યું છે, તેના લીધે તે સતત પોતાનું નામ મોટું કરી રહ્યા છે. એકવાર ફરીથી એવું થયું છે જયારે તેમને તેમના કામનું સકારાત્મક ફળ મળી રહ્યું છે.
આ વખતે સોનુ સુદ તેલંગાનામાં બનેલા પોતાના એક મંદિરને કારણે ચર્ચામાં આવ્યા છે. લોકડાઉન પૂરું થયા પછી લોકોએ તેમનું એક મંદિર બનાવ્યું હતું. તેમનું આ મંદિર સિદ્દીપેટના ડબ્બા ટાંડા ગામમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરમાં હવે સોનુ સુદની મૂર્તિ બનાવવામાં આવી છે, અને હાલમાં જ કેટલાક લોકોએ સોનુ સુદની મૂર્તિની પૂજા કરી અને આરતી ઉતારી.
સ્થાનિક લોકોએ સોનુ સુદની મૂર્તિને તિલક લગાવ્યું અને તેમની આરતી પણ ઉતારી. તેની સાથે જ સોનુ સુદના નામની જય જયકાર પણ કરી. ‘જય હો સોનુ સુદ’ ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. સોનુ સુદના આ મંદિર અને તેમની મૂર્તિના ફોટા હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યા છે.
જણાવી દઈએ કે, સિદ્દીપેટના ડબ્બા ટાંડા ગામમાં આ મંદિર લોકડાઉનના સમય દરમિયાન અહીંના સ્થાનિક લોકોએ બનાવ્યું હતું. સંકતના સમયે જયારે દેશ બંધ હતો, ત્યારે સોનુ સુદે હજારો લોકોની મદદ કરી હતી, તેમને બસો દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડ્યા હતા. તેના માટે જે પણ ખર્ચ થયો હતો તે સોનુએ પોતે ઉપાડ્યો હતો.
અભિનેતા સોનુ સુદે હજારોની સંખ્યામાં લોકોની મદદ કરી હતી. દેશમાં રહેલા લોકો માટે તો તેમણે મદદનો હાથ લંબાવ્યો જ હતો, સાથે સાથે તે લોકોની મદદ પણ કરી હતી, જે વિદેશોમાં લોકડાઉન દરમિયાન ત્યાં ફસાઈ ગયા હતા. એવામાં સોનુએ પ્લેનની મદદથી ઘણા લોકોને સુરક્ષિત દેશમાં પાછા લાવવાનું કામ કર્યું હતું.
ટ્વીટર દ્વારા સતત મદદ કરી રહ્યા છે : સોનુ સુદે લોકડાઉન દરમિયાન ગરીબ અને નિઃસહાય લોકોની મદદ કરવાનું જે કામ કર્યું હતું, તે સતત ચાલુ જ છે. સોશિયલ મીડિયાના આ સમયમાં સોનુ સુદ ટ્વીટરની મદદથી એક પછી એક લોકોની મદદ કરી રહ્યા છે. થોડા થોડા દિવસે આ પ્રકારના સમાચાર સાંભળવા મળી જાય છે કે, સોનુ સુદે ક્યારેક કોઈનો ઈલાજ કરાવ્યો, તો ક્યારેય કોઈની આર્થિક રૂપથી મદદ કરી. સોનુ પણ થોડા થોડા દિવસે પોતાના સામાજિક કાર્ય સાથે જોડાયેલા સમાચાર પોતાના ટ્વીટર એકાઉન્ટ દ્વારા આપતા રહે છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com