13.6 C
Amreli
27/01/2021
મસ્તીની મોજ

બધી વસ્તુઓમાં વિદેશનું આંધળુ અનુકરણ કરવાવાળા પહેલા આ હકીકત જાણો પછી તેનો સ્વીકાર કરો.

જમાનાની સાથે બદલાવું જરૂરી છે. પણ તેનું આંધળુ અનુકરણ કરવું ખોટી અને નુક્સાનકારક વાત છે. આજકાલ ભારતના લોકો વિદેશીઓનું આંધળુ અનુકરણ કરીને પોતાના સ્વાસ્થ્ય, જીવન અને સંસ્કૃતિને નુકશાન પહોંચાડી રહ્યા છે. આવો જાણીએ અમેરિકા – યુરોપની વિવશતા અને ભારતીયોની અજ્ઞાનતા વિષેની થોડી વાતો.

ભારતના લોકો દરેક બાબતમાં વિદેશીઓનું આંધળું અનુકરણ કરવા લાગ્યા છે, પછી તે પહેરવેશ હોય, ખોરાક હોય, વ્યવહાર હોય કે કોઈ અન્ય વસ્તુ. આ બધાને લીધે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નષ્ટ થતી જઈ રહી છે. જેવું વિદેશીઓ કરે તેવું આપણે કરવું જ જોઈએ એવું જરૂરી નથી. લોકોના મનમાં વિદેશીઓ જેવા દેખાવું, તેમના જેવું ખાવું, તેમની જેમ રહેવું એ એક સારા માણસનું માપદંડ બની ગયું છે. જો આપણે આપણી સંસ્કૃતિને બચાવવી હોય તો આપણે આપણા વિચાર અને જીવન શૈલી બદલવાની જરૂર છે. આવો તમને ભારતીયોના અજ્ઞાન અને આંધળા અનુકરણ વિષે કેટલાક ઉદાહરણ સાથે સમજાવીએ.

વિદેશોમાં તાજા ખાદ્યપદાર્થોની અછતને લીધે તેઓ પિઝા, બર્ગર, સડેલા લોટના નૂડલ્સ ખાવા માટે મજબૂર છે. અને આપણે લોકો છપ્પન ભોગ એકબાજુ મૂકીને 300-400 રૂપિયાના સડેલા રોટલા એટલે કે પીઝા ખાવાને સ્ટેટ્સ સિમ્બોલ સમજીએ છીએ. આ આપણું ભારતીયોનું અજ્ઞાન જ છે.

તાજા ખોરાક અને શાકભાજીના અભાવને કારણે ફ્રીઝનો ઉપયોગ કરવો એ યુરોપની મજબૂરી છે. પણ આપણે ત્યાં રોજ બજારમાં તાજા શાકભાજી મળે છે, છતાં પણ આપણે અઠવાડિયુ ફ્રીઝમાં શાકભાજી સડવા રાખીએ છીએ અને તેવા શાકભાજી ખાઈએ છીએ તે આપણું ભારતીયોનું અજ્ઞાન જ કહેવાય‌.

યુરોપમાં આઠ મહિના ઠંડી પડવાને લીધે તેઓ કોટ-પેન્ટ પહેરવા મજબૂર છે, પણ લગ્નના દિવસોમાં ભર ઉનાળામાં કોટ અને ટાઈ પહેરીને સ્ટેટ્સ દેખાડવું એ આપણા ભારતીયોનું અજ્ઞાન છે.

વિદેશોમાં ઔષધિઓના અજ્ઞાનના અભાવને કારણે પ્રાણીઓના માંસમાંથી દવાઓ બનાવવી એ તેમની મજબૂરી છે. પણ આપણી પાસે તો આયુર્વેદ જેવી મહાન દવા હોવા છતાં આપણે અભક્ષ્ય દવાઓનો ઉપયોગ કરીએ છીએ, તે શું આપણું અજ્ઞાન નથી.

યુરોપમાં દૂધ, જ્યુસ, લસ્સી, છાશ, શિકંજી વગેરેનો અભાવ હોવાથી તેમને કોલ્ડ ડ્રિંક્સ પીવાની ફરજ પડે છે. અને આપણે ત્યાં તો 36 પ્રકારના પીણાં છે, છતાં પણ કોલ્ડડ્રિંક્સ નામનું ઝેર પીને પોતાને આધુનિક માનવા એ પણ આપણું અજ્ઞાન જ છે.‌

વિદેશીઓ પાસે પૂરતું અનાજ નથી એટલે પ્રાણીઓનું માંસ ખાવું તેમની મજબૂરી છે, તેનાથી વિપરીત આપણે ત્યાં 1600 જાતોના પાક ઉગે છે છતાં સ્વાદ માટે હાનિકારક પ્રાણીઓ મારીને ખાવા એ આપણી અજ્ઞાનતા અને દંભ છે.

આપણે દરેક વસ્તુઓમાં વિદેશનું આંધળુ અનુકરણ કરવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુ અપનાવતા પહેલા તેની હકીકત જાણો પછી તેનો સ્વિકાર કરો. આપણી ભારતીય સંસ્કૃતિ એકદમ અનોખી, પ્રાચીન અને મહાન છે. આપણે સાથે મળીને તેને સાચવવી પડશે. તો પ્રણ લો કે આજથી કોઈનું આંધળું અનુકરણ નહિ કરીએ અને આપણી સંસ્કૃતિનું રક્ષણ કરીશું.


Source: 4masti.com

Related posts

લાઇમલાઈટની દુનિયામાં આવતા પહેલા સ્કૂલમાં કામ કરતી હતી કિયારા આડવાણી, હવે જીવે છે લગ્જરી લાઈફ.

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

આ 5 એન્ડ્રોઇડ ગેમ્સ પર મળશે પબજી જેવી મજા, આ રમ્યા પછી તમે પબજી ને પણ ભૂલી જસો

Amreli Live

સૂર્ય તુલા રાશિમાં કરશે પ્રવેશ, આ 2 રાશિઓને પડશે મુશ્કેલીઓ અને આ 3 રાશિ વાળાને થશે લાભ

Amreli Live

હવે પોસ્ટ ઓફિસમાં બનશે ડ્રાયવિંગ લાઇસેંસ, PAN કાર્ડ, રાશન કાર્ડ, આવી રીતે કરી શકશો અપ્લાઇ

Amreli Live

શ્રાવણમાં દુર્ગા સપ્તશતીના પાઠથી ભક્તોને મળશે ખાસ ફળ, અનેક પ્રકારની અડચણો થશે દૂર.

Amreli Live

ચુલ્હાની રાખમાં એવું શું હતું કે જેના કારણે આ જુના જમાનાનું હેન્ડ સેનિટાઇઝર હતું?

Amreli Live

ઇન્ટરવ્યૂમાં અધિકારીએ પૂછ્યું 11 માં ક્યારે 2 ઉમેરવાથી જવાબ 1 આવે છે? સાચો જવાબ ચકિત કરી નાખશે.

Amreli Live

બુધવારે કરો આ 4 કામ, ગણેશજીની વરસશે કૃપા, ગરીબી થશે દૂર

Amreli Live

આખી દુનિયામાં પ્રસિદ્ધ છે માં કાળીનું દક્ષિણેશ્વર મંદિર, જાણો તેના ગુપ્ત રહસ્ય.

Amreli Live

મિસ શિમલા રહી ચુકી છે ‘છોટી બહુ’, 14 વર્ષ જુના ફોટામાં ઓળખવું થયું મુશ્કેલ.

Amreli Live

છૂટાછેડા લેવાનું મૂળ કારણ શું છે? IAS ઇન્ટરવ્યૂમાં પરિણીત મહિલાએ એક શબ્દમાં આપ્યો જવાબ.

Amreli Live

નવરાત્રી 2020 : સાત શક્તિપીઠના દર્શન માત્રથી દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ.

Amreli Live

શરુ થવાનો છે અધિક માસ, શરુ થાય એ પહેલા જરૂર પુરા કરો આ 5 કામ

Amreli Live

કેવા હોય છે કર્ક રાશિના લોકો? જાણો તેમની ખૂબીઓ અને ખામીઓ

Amreli Live

7 કરોડ વેપારીઓએ 1 હજાર કરોડ ચાઈનીઝ રાખડીઓના ઓર્ડર રદ્દ કર્યા, આ વખતે બંધાશે સ્વદેશી રાખડી

Amreli Live

ભારતીયો માટે સારા સમાચાર : સેમસંગ વિયેતનામમાંથી કારોબાર ઉંચકીને આવશે ભારત, મોટી સંખ્યામાં મળશે નોકરીઓ

Amreli Live

ક્યારેય તૂટશે નઈ ગુલાબજાંબુ જો બનાવતી વખતે ધ્યાન રાખો આ 5 વાતોનું તો.

Amreli Live

સારા અલી ખાનના આ ફોટોને મળી રહ્યા છે ધડાધડ લાઇક્સ, આમિર ખાનની દીકરી ઇરાએ પણ કરી કમેન્ટ

Amreli Live