28.5 C
Amreli
26/01/2021
અજબ ગજબ

બજારમાં આવ્યા ગાયના ગોબરમાંથી બનેલા ઇકો ફ્રેન્ડલી કલર, આ ખાસિયત જાણીને ચકિત થઈ જશો.

હવે આવી ગયા વૈદિક રંગ, જે બને છે ગાયના ગોબરમાંથી, તેનાથી ઘરની દીવાલો ને રંગો અને આટલા બધા ફાયદા મેળવો. ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC) તરફથી ‘ખાદી પ્રાકૃતિક પેઇન્ટ’ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પેઇન્ટ ઘણો જ ખાસ છે અને સંપૂર્ણ રીતે કેમિકલ મુક્ત છે. આ પેઇન્ટને બનાવવા માટે પ્રાકૃતિક વસ્તુઓ અને ગોબર (છાણ) નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ અનુસાર આ પેઇન્ટનું મુખ્ય ઘટક ગોબર છે, અને તેને આ પેઇન્ટથી કોઈ પણ પોતાના ઘરને સરળતાથી રંગી શકે છે. મંગળવારે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ તરફથી આ પેઇન્ટ રજૂ કરવામાં આવ્યો છે. આ પેઇન્ટ વિષે જણાવવામાં આવ્યું છે કે, આ પેઇન્ટ પર્યાવરણને અનુકૂળ, જંતુનાશક અને બિનઝેરી છે.

ગાયના ગોબર પર આધારિત આ પેઇન્ટ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે અને સસ્તો પણ છે. એટલું જ નહિ તે ગંધહીન છે અને તેને ભારતીય માનક બ્યુરો દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવ્યો છે. આ પેઇન્ટને માર્ગ પરિવહન તથા રાજમાર્ગ અને સુક્ષમ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગ મંત્રી નીતિન ગડકરી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે.

એક સત્તાવાર નિવેદનમાં સોમવારે કહેવામાં આવ્યું કે, ‘ખાદી પ્રાકૃતિક પેઇન્ટ બે રૂપોમાં ઉપલબ્ધ છે, પહેલું ડિસ્ટેંમ્બર પેઇન્ટ અને બીજું પ્લાસ્ટિક ઇમલ્શન પેઇન્ટ. ખાદી પ્રાકૃતિક પેઇન્ટનું ઉત્પાદન ખેડૂતોની આવક વધારવાના પ્રધાનમંત્રીના વિચાર સાથે જોડાયેલો છે. ફુગનાશક અને જંતુનાશક ગુણો સાથે જ આ પેઇન્ટ સીસું, પારો, ક્રોમિયમ, આર્સેનિક, કેડમિયમ અને અન્ય ભારે ધાતુઓથી મુક્ત છે.’

આ પેઇન્ટની મદદથી ગામના લોકોને રોજગારના અવસર મળશે. પેઇન્ટને લઈને જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ ટેક્નિકથી પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો માટે કાચા માલના રૂપમાં ગોબરનો ઉપયોગ વધશે અને ખેડૂતો તથા ગૌશાળાને વધારાની આવક થશે. તેનાથી ખેડૂતો અને ગૌશાળાઓને પ્રતિ પશુ લગભગ 30,000 રૂપિયા વાર્ષિક આવક થશે. આ પેઇન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે, તેમાં જેવી મેટલ્સનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.

ખાદી પ્રાકૃતિક ડિસ્ટેંમ્બર અને ઇમલ્શન પેઇન્ટનું પરીક્ષણ 3 રાષ્ટ્રીય પ્રયોગશાળાઓમાં કરવામાં આવ્યું છે. (1) નેશનલ ટેસ્ટ હાઉસ, મુંબઈ (2) શ્રી રામ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, નવી દિલ્લી અને (3) નેશનલ ટેસ્ટ હાઉસ, ગાઝિયાબાદ દ્વારા આ પેઇન્ટનું પરીક્ષણ થયું છે. આ પેઇન્ટમાં સીસું, પારો, ક્રોમિયમ, આર્સેનિક, કેડમિયમ જેવા હેવી મેટલ નથી.

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ તરફથી કહેવામાં આવ્યું છે કે, પ્રૌદ્યોગિકી હસ્તાંતરણ (technology transfer) ના માધ્યમથી સ્થાયી સ્થાનિક રોજગાર વધશે. આ ટેક્નિક પર્યાવરણને અનુકૂળ ઉત્પાદન માટે કાચા માલના રૂપમાં ગોબરનો વપરાશ વધશે અને ખેડૂતો અને ગૌશાળાઓને વધારાની કમાણી થશે. આ પહેલા ગાયના ગોબરના દિવા બજારમાં આવ્યા હતા. આ દિવા ભારત સિવાય અન્ય દેશોમાં પણ વેચવામાં આવ્યા હતા. તેમજ હવે ગાયના ગોબરથી બનેલા પેઇન્ટ લાવવામાં આવ્યા છે.

ડો. શિવ દર્શન મલિક જેમણે વૈદિક પ્લાસ્ટર બનાવ્યું છે, તેમનું આ વૈદિક પેઇન્ટ બનાવવામાં મોટું યોગદાન છે.

બધા જ ફોટો પ્રતિકાત્મક છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કર્ક રાશિ માટે આજનો દિવસ આકસ્મિક ધનપ્રાપ્તિ અને બહુવિધ લાભ આપનારો રહેશે, જાણો અન્ય રાશિ શું કહે છે.

Amreli Live

કોરોના પછી મૂડ ફ્રેશ કરવા આસપાસની આ જગ્યાઓ પર જઈ શકો છો તમે.

Amreli Live

ચીનના જ શસ્ત્રોનો હવે થઇ રહ્યો છે તેમના વિરુદ્ધ ઉપયોગ, પોતાની જ જાળમાં ખરાબ રીતે ફસાયો ડ્રેગન

Amreli Live

મોર ઈંડા નથી આપતા તો તેના બચ્ચા કેવી રીતે જન્મે છે? IAS ઇન્ટરવ્યૂમાં આવા સવાલ હોય છે ફક્ત મગજની રમત

Amreli Live

આજે ગુરુ પૂર્ણિમા પર આ રાશિઓના ખુલશે ભાગ્ય, આર્થિક લાભ થાય, સંતાનોના શુભ સમાચાર મળે.

Amreli Live

આજે આ 6 રાશિના જાતકોને થશે ધન લાભ, થશે દરેક પ્રકારના દુઃખોનો અંત

Amreli Live

મજેદાર જોક્સ : બનેવી સાળીને : તું તો તારી બહેનથી પણ સુંદર છે. સાળી : જીજુ તમે પણ મોટા….

Amreli Live

જયારે ઘરનું તાળું તોડીને છોકરાને મળવા ગઈ હતી કરીના કપૂર, માં એ કર્યું હતું આ કામ

Amreli Live

દુકાનદારે મરાઠીમાં ના કરી વાત, તો લેખિકાએ આટલા કલાક સુધી દુકાનની બહાર કર્યું પ્રદર્શન.

Amreli Live

ખુબ જ નાની ઉંમરમાં મળ્યું આ સ્ટાર્સને પિતા બનવાનું સુખ, એક તો 21 વર્ષમાં જ બન્યો હતો પિતા.

Amreli Live

આ સરકારી સ્કીમમાં રોકાણ કરી પૈસા કરી શકો છો ગેરન્ટેડ ડબલ, 1 લાખ રૂપિયાના બદલામાં મેચ્યોરીટીમાં મેળવો 2 લાખ

Amreli Live

મીન રાશિના લોકોને મહાદેવની કૃપાથી આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો બીજી રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

Amreli Live

દેવી-દેવતાઓની પ્રદક્ષિણા કરવાથી પુરી થાય છે મનોકામનાઓ, જાણો પ્રદક્ષિણાના પ્રકાર અને વિધિ.

Amreli Live

પિતૃઓને કરવા છે પ્રસન્ન, તો પિતૃપક્ષમાં ઘરે લગાવો આ છોડ.

Amreli Live

મૃત્યુ પછી પણ 5 લોકોને નવું જીવન આપી ગઈ આ નાનકડી પરી, દેશના લોકો માટે બની મિસાલ.

Amreli Live

વધારે ભાત ખાવાથી મૃત્યુનો ખતરો વધારે, તેમાં રહેલા આર્સેનિક હ્રદય રોગોનું કારણ બનાવે છે, લોકોને અલર્ટ રહેવાની જરૂર છે.

Amreli Live

કિસ્સો : જયારે રાજકુમારે અમિતાભની મજાક ઉડાવતા કહી હતી સૂટના કપડાથી પડદા સીવડાવવાની વાત.

Amreli Live

તમે માર્ચમાં આ શેયરમાં 1 લાખ રોકાણ કર્યું હોત તો આજે 7 લાખ રૂપિયા થઈ ગયા હોત.

Amreli Live

આખી દુનિયા ક્રિકેટ રમે છે પણ ચીન કેમ નથી રમતું? IAS ઇન્ટરવ્યુના સોલિડ સવાલના છે લોજીકલ જવાબ

Amreli Live

5 હજાર રૂપિયાના મોંઘા પ્રોટીન પાઉડરને ફેલ કરી દેશે આ ડ્રિંક, ઘરે બનાવીને પીવો ને બનાવો બોડી

Amreli Live

જાણો કુંભ મેળાનું જ્યોતિષીય મહત્વ, આ ગ્રહો બનાવે છે શુભ યોગ, મળે છે વિશેષ ફળ.

Amreli Live