ટોલ પ્લાઝા બંધ થયા પછી કોને થશે ફાયદો, સરકારને કે પછી જનતાને? ટોલ પ્લાઝાને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી બે વર્ષમાં ટોલ પ્લાઝા સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે. સરકારના આ નિર્ણયથી વાહનો સ્વતંત્ર રીતે ચાલી શકશે. ગડકરીએ કહ્યું કે, તેમાં બે વર્ષનો સમય લાગશે, સરકારે ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમને અંતિમ રૂપ આપવાનો નિર્ણય લીધો છે.
ટોલ પ્લાઝા બંધ થશે, પૈસા કપાશે : ટોલ પ્લાઝા બંધ થવાનો અર્થ એ નથી કે તમારે પૈસા ચૂકવવા નહિ પડે. કેન્દ્ર સરકારે તમારા ખિસ્સામાંથી પૈસા ઉપાડવાનો હાઇટેક રસ્તો શોધી કાઢ્યો છે, તમારે પૈસા આપવા માટે હવે અટકવાની જરૂર નથી. જીપીએસ સિસ્ટમનો સંપૂર્ણ અમલ થયા પછી, તમામ વ્યાપારી વાહનો ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ થશે.
સરકારની આવકમાં વધારો થશે : સરકારને આશા છે કે આ નિર્ણયથી તેમની આવક પાંચ વર્ષમાં વધીને 1.34 ટ્રિલિયન થઈ શકે છે. મંત્રીએ કહ્યું, “ગઈકાલે માર્ગ પરિવહન અને હાઇવે અધ્યક્ષ, એનએચએઆઈની હાજરીમાં ટોલ ઉઘરાવવા માટે જી.પી.એસ. ટેકનોલોજીનો ઉપયોગ કરવાને લઈને એક રજૂઆત કરવામાં આવી હતી. અમે આશા રાખીએ છીએ કે, આગામી પાંચ વર્ષમાં અમારી ટોલ આવક રૂ. 1,34,000 કરોડ થશે.
બળતણ બચશે, પ્રદૂષણ ઓછું થશે : દેશભરમાં ફાસ્ટેગને વાહનો માટે પહેલેથી જ ફરજીયાત બનાવી દેવામાં આવ્યું છે, જો કે ઘણી જગ્યાએ કર્મચારીઓ હજુ પણ ટોલ લે છે. તમામ વાહનો તેની સાથે કેવી રીતે જોડાયેલા હોવા જોઈએ તેના પર પણ સરકાર ધ્યાન આપી રહી છે. સરકારનો તર્ક છે કે તેનાથી બળતણ ઘટ્યું છે અને પ્રદૂષણ પણ ઓછું થયું છે.
સરકારના આ પગલાથી કેશલેસ વ્યવહારોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ફાસ્ટેગનો ઉપયોગ પણ વધ્યો છે. નવેમ્બરમાં બહાર પાડવામાં આવેલા એનએચએઆઈના નિવેદન અનુસાર, ફાસ્ટેગે અત્યાર સુધીમાં કુલ ટોલ ઉઘરાણીમાં લગભગ ત્રણ ચતુર્થાંસ ભાગનો ફાળો આપ્યો છે. તેમજ એક વર્ષ પહેલા જે આંકડો 70 કરોડ હતો તેની સરખામણીએ હવે 92 કરોડનો આંકડો રહ્યો છે.
આ માહિતી પ્રભાત ખબર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com