25.9 C
Amreli
08/08/2020
અજબ ગજબ

બંધ ઘરોમાં કેવી રીતે ફેલાય છે કોરોના તેનું થયું સંશોધન, મકાનોને હોટસ્પોર્ટ બનાવી શકે છે સંક્રમિત ડ્રોપલેટ્સ

વૈજ્ઞાનિકોને ખબર પડી કે કોરોના સંક્ર્મણ ઘરોમાં કે કોઈ પણ બિલ્ડીંગની અંદર કેવી રીતે ફેલાય છે

વૈજ્ઞાનિકોએ હવે જાણી લીધું છે કે, કોરોના સંક્રમણ ઘરો અથવા કોઈ ઇમારતની અંદર કઈ રીતે ફેલાય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, જયારે પણ કોઈ સંક્રમિત વ્યક્તિ બોલે છે, ખાંસી ખાય છે અથવા લાંબો શ્વાસ પણ છોડે છે, તો તેના મોં અથવા નાકમાંથી નીકળતા કોરોના વાયરસ યુક્ત ડ્રૉપલેટ્સ (સુક્ષમ ટીપાં) તે ઇમારતના આખા વાતાવરણમાં ફેલાય છે, અથવા કોઈ રીતે બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી જાય છે. તેમણે એ પણ જાણ્યું કે, વૈશ્વિક મહામારીનું સંક્રમણ કઈ રીતે કોઈ સપાટી પર પડે અથવા ચીપકે છે.

આ રીતે હૉટસ્પોટ બની જાય છે ઇમારતો :

અમેરિકાની મિનીસોટા યુનિવર્સીટીના શોધકર્તા જિયારોંગ હાંગ સહીત અન્ય શોધકર્તાઓએ ઘરો, સ્કૂલો અને શોપિંગ મોલ વગેરે ઇમારતોની અંદર કોરોના સંક્રમિત સુક્ષમ ટીપાં (ડ્રૉપલેટ્સ) ના પ્રવાહ અને ઠરાવ પર અભ્યાસ દરમિયાન જાણ્યું કે, બંધ ઇમારતોમાં અમુક સમય સુધી સંક્રમિત સુક્ષમ ટીપાં અલગ અલગ સપાટીઓ પર રહી જવાથી સંક્રમણ ફેલાવાના હૉટસ્પોટ બની શકે છે.

લક્ષણ વગરના દર્દીઓને કારણે અજાણતામાં જ આ સંક્રમણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. એટલે કલાસરૂમ, ઓફિસો, સિનેમાઘરો અથવા શોપિંગ મોલ જેવી જગ્યાઓનું હવાદાર હોવું ઘણું જરૂરી છે.

સાર્વજનિક સ્થળોની વ્યવસ્થા સુધારવામાં મળશે મદદ :

વૈજ્ઞાનિકોનો મત છે કે, ઘરમાં અંદરની હવા બહાર જઈ શકે અને બહારની સ્વચ્છ હવા સતત અંદર આવી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. આ શોધના પરિણામની મદદથી અનલોક પછી સિનેમાઘર વગેરે સાર્વજનિક સ્થળોની વ્યવસ્થા સુધરશે, અને સંક્રમણના ભયને ઓછો કરવાના પણ સારા ઉપાય કરી શકાશે. શોધ અનુસાર, બંધ ઇમારતોમાંથી 10% સંક્રમિત સુક્ષમ ટીપા જ બહાર નીકળી શકે છે. બાકીના કોઈક સપાટી પર પડે છે અથવા કોઈ અન્ય વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરી જાય છે.

ઇમારતમાં કરો આ પરિવર્તન નહિ ફેલાય સંક્રમણ :

વૈજ્ઞાનિકોએ જાણ્યું કે, સંક્રમણથી બચવા માટે વેંટિલેશનને એક જગ્યાએ કેન્દ્રિત ના કરી આખી ઇમારતમાં અલગ અલગ જગ્યાએ તેની વ્યવસ્થા કરવી પડશે. જો યોગ્ય જગ્યા પર હવાનું અંદર-બહાર થવું યોગ્ય રીતે થશે તો સંક્રમણને અટકાવવાનું કામ સારી રીતે થઈ શકશે. વિદ્યાર્થીઓ અથવા દર્શકોના બેસવાની ઉચિત વ્યવસ્થા કરવામાં આવી શકશે, અને ઈનડોર સ્થળોને વધારે સુરક્ષિત બનાવી શકાશે. આ શોધમાં 8 કોરોના સંક્રમિત લોકોની મદદથી કલાસરૂમમાં તેનો અભ્યાસ કરવામાં આવ્યો. એક કલાસરૂમમાં એક સંક્રમિત ટીચરે 50 મિનિટ સુધી ભણાવ્યું.

સંક્રમણ ફેલાવાનું મોટું કારણ :

ભણાવવા દરમિયાન જાણવા મળ્યું કે, એયરકંડિશનિંગ હોવા છતાં ઘણા બધા સંક્રમિત સુક્ષમ ટીપાં (ડ્રૉપલેટ્સ) કલાસરૂમની દીવાલ પર જઈને ચીપકી ગયા. આ સ્થિતિ નિશ્ચિત રૂપથી ક્લાસમાં બેસેલા સ્વસ્થ વિદ્યાર્થીઓ માટે ઘણી ઘાતક હશે. ફક્ત 10% સંક્રમિત સુક્ષમ ટીપાં જ ક્લાસની બહાર નીકળી શક્યા.

રૂમમાં વેંટિલેશનથી હવાનો એક પ્રવાહ બને છે જેને વોર્ટેક્સ કહે છે. મોટાભાગના સંક્રમિત સુક્ષમ ટીપાં તે વોર્ટેક્સમાં ફસાઈને રૂમમાં જ રહી જાય છે, અને કોઈ સપાટી પર પડી જાય છે. વૈજ્ઞાનિકોને જાણ્યું કે બંધ ઇમારતમાં હવાનો એજ પ્રવાહ સંક્રમણ ફેલાવાનું કારણ બને છે.

આવી રીતે ઓછું કરી શકાય છે સંક્રમણ :

શોધકર્તાઓનું કહેવું છે કે, તેનાથી સ્પષ્ટ થાય છે કે, કલાસરૂમમાં હવાનો પ્રવાહ કઈ રીતે વહે, અને તેને સાચી રીતે નિર્ધારિત કરીને કલાસરૂમ અને અન્ય ઇમારતોને લોકો માટે ઉત્તમ અને સુરિક્ષત બનાવી શકાય છે. જ્યાં ટીચર બાળકોને ઉભી રહીને ભણાવી રહી હતી, જો તેજ જગ્યા પર યોગ્ય એયરકંડિશનિંગ અથવા વેંટિલેશન હોય તો સંક્રમણને ઘણી હદ સુધી રૂમની બહાર કાઢી શકાય છે, અને રૂમમાં રહેલા અન્ય લોકો માટે સંક્રમણનો ભય ઓછો થઈ શકે છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જાણો ચીનના કયા કામથી અમેરિકાના 22 રાજ્યોના નાગરિકોમાં ફેલાયો હાહાકાર.

Amreli Live

કાર અકસ્માત અથવા પ્લેન ક્રેશને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે આ 10 સ્ટાર

Amreli Live

કોરોનામાં સ્કૂલ કઈ રીતે ખુલે, જાણો દુનિયાના જે દેશોમાં સ્કૂલ શરૂ થઈ, ત્યાં કઈ કઈ તૈયારી કરવામાં આવી.

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

આજે અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે, ધન લાભ મળે.

Amreli Live

એક્સપર્ટ્સ મુજબ આ 5 કારણોથી લોકોને પોતાના ખોટા અનુમાનોના કારણે જોખમનો યોગ્ય અંદાજો આવી શકતો નથી.

Amreli Live

અસલી અયોધ્યાના કેટલા દાવા? જેની જેવી ભાવના રહી, તેવી પ્રભુની નગરી

Amreli Live

દાદાજીનો વાળકાળા કરવાનો બેસ્ટ મેથીનો આ પ્રયોગ કરો, કળા ભમ્મર વાળ થઇ જશે.

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

ડુંગરી ખાઈને 400 થી વધારે લોકો થયા બીમાર, જાણો કયો રોગ એમને લાગુ પડ્યો.

Amreli Live

આખી દુનિયા જો શાકાહારી થઈ જાય તો 2500 લાખ કરોડ સીધો થઈ શકે ફાયદો.

Amreli Live

સવારે નાસ્તામાં ખાઓ 1 સફરજન અને 1 વાટકી ઓટ્સ, ઘટશે કોલેસ્ટ્રોલ દૂર થશે હૃદયની બીમારીઓ.

Amreli Live

શનિવારે આ 4 રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જયારે આ 2 રાશિઓવાળાએ સાવચેત રહેવાની જરૂર છે.

Amreli Live

લોકડાઉનમાં પતિની નોકરી ગઈ પત્નીઓએ ઘરની કમાન સંભાળી, માસ્ક સીવીને કરી 25 લાખ રૂપિયાની કમાણી

Amreli Live

આ છે શાકાહારી મટન, સાંભળીને ચોંકી ગયાને, કેન્સર-અસ્થમા જેવો રોગોમાં છે ફાયદાકારક.

Amreli Live

બસ 1 ચપટી મીઠું દેખાડશે આ 5 ફાયદા, છે વાસ્તુ શાસ્ત્ર

Amreli Live

મજબુરીની મજૂરી : મજૂરોની અછત થઇ તો બીએ અને એમએ પાસ યુવાઓ કરવા લાગ્યા અનાજની વાવણી.

Amreli Live

શ્રાવણમાં સવાર-સાંજ આ રીતે કરો શિવ આરાધના અને રાખો અમુક વાતોનું ધ્યાન, દરેક ઈચ્છાઓ થઈ જશે પુરી.

Amreli Live

તમારા MLA કેવા હોવા જોઈએ? મહેનત કરીને ખાવાવાળા કે પગાર ભથ્થા પર જીવવાવાળા.

Amreli Live

ફટાફટ પેટની ચરબી ઓગાળવી છે તો અજમાવો આ ખાસ પ્રયોગ, 15 દિવસમાં ચરબી ઓગળવાનું શરૂ થઈ જશે

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live