27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

ફ્રેન્ચ વૈજ્ઞાનિકોનો દાવો- નિકોટીનથી કોરોનાની સારવાર શક્ય, સ્મોકિંગ કરનાર લોકોની સરખામણીએ નોન સ્મોકર્સમાં સંક્રમણનું જોખમ વધારેકોરોના મહામારીને ત્રણ મહિના કરતા વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજી સુધી તેને અટકાવવા માટે કોઈ રસી અથવા દવાની શોધ નથી થઈ. દુનિયાભરનાં સંશોધનકારો વેક્સિન ટેસ્ટમાં જોડાયેલા છે. ત્યારે ફ્રેન્ચ સંશોધકોનો દાવો છે કે સંક્રમણ સ્મોકિંગ કરનાર લોકોની સરખામણીએ નોન સ્મોકર્સ (ધૂમ્રપાન ન કરનારા)માં ઝડપથી ફેલાઈરહ્યુંછે. એટલા માટે વાઈરસને અટકાવવામાં નિકોટીન (તમાકુમાં જોવા મળતું એક તત્ત્વ) એક મહત્ત્વપૂર્ણ હથિયાર સાબિત થઈ શકે છે. સંશોધનકારો ફ્રાન્સ સરકારની પરવાનગી સાથે નિકોટીન પર રિસર્ચ કરવા માગે છે.

પેરિસની પિતી-સલ્પેતિએ હોસ્પિટલમાં 11 હજાર કોરોના પોઝિટિવ દર્દીઓના રિસર્ચમાં જાણવા મળ્યું કે, 8.5% દર્દીઓ જેઓ સ્મોર્ક્સ છે, તેમની ઈમ્યુન સિસ્ટમધૂમ્રપાન ન કરતા દર્દીઓની સરખામણીએ વધુ સારી છે. જો કે, સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, તેનો અર્થ એ નથી કે તેઓ લોકોને ધૂમ્રપાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. સ્મોકિંગ એક રીતે ગંભીર સમસ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં 50% બીમારી ધૂમ્રપાનના કારણે થાય છે.

  • નિષ્ણાતો શું કહે છે

નિકોટીન કોરોનાવાઈરસને શરીરના અન્ય કોષો સુધી પહોંચતા અટકાવી શકે છે
રિસર્ચની સમીક્ષા કરનાર જાણીતા ફ્રેન્ચ ન્યૂરોબાયોલોજીસ્ટ જ્યાં-પિયા શાંજૂએ સૂચવ્યું કે, નિકોટીન કોરોનાવાઈરસને શરીરના અન્ય કોષો સુધી પહોંચતા અટકાવી શકે છે. નિકોટિન શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી કરવાની પ્રક્રિયાને ધીમી કરી શકે છે, જે કોવિડ-19 ચેપનું સૌથી ગંભીર પાસું છે. શાંજૂ કહે છે કે, ‘મેં પિતી-સલ્પેતિએ હોસ્પિટલમાં દાખલ 480 દર્દીઓના કેસ સ્ટડી વાંચીછે. તેના અનુસાર, નિકોટીન કોરોના વાઈરસથી તે લોકોનું રક્ષણ કરવામાં સક્ષમ છે, જે ધૂમ્રપાન નથી કરતા’. તેનો પુરાવો આ રીતે મળ્યા છે, રિસર્ચ ટીમે 480 કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી 350 ગંભીર લક્ષણવાળા દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કર્યા, જ્યારે ઓછા ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓને ઘરે પરત મોકલામાં આવ્યા. તેમાં જાણવા મળ્યું કે, હોસ્પિટલમાં એડમિટ દર્દીઓમાંથી 4.4% લોકો નિયમિતધૂમ્રપાન કરનારા હતા, જેમની સરેરાશ ઉંમર 65 વર્ષની હતી. તો બીજી તરફ ઘરે મોકલામાં આવેલ દર્દીઓની સરેરાશ ઉંમર 44 વર્ષની હતી અને તેમાં 5.3% ધૂમ્રપાન કરનારા હતા. દર્દીઓની ઉંમર અને લિંગને ધ્યાનમાં રાખતા સંશોધકોને જાણવા મળ્યું કે, 40% દર્દીઓ 44-53 વર્ષની વય જૂથમાં હતા, તેમાંથી 8.8% સ્મોકર્સ હતા, બાકીના 65-75 વર્ષની વયના દર્દીઓ હતા. ફ્રાન્સમાં ધૂમ્રપાન કરનાર લોકોની કુલ સંખ્યા અંદાજે 25.4% છે.

  • રિસર્ચના પરિણામો આવવાના બાકી છે

રિસર્ચનું વેરિફેકશન (ચકાસણી) અંતિમ તબક્કામાં છે, સરકારની પરવાનગી બાદ ક્લિનિકલ ટેસ્ટ કરવામાં આવશે
શાંજૂના જણાવ્યા પ્રમાણે, ‘અત્યાર સુધી જે કેસ સ્ટડી સામે આવ્યા છે, તેના અનુસારસ, નિકોટીન ખરેખર કોરોનાને અટકાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. જે લોકો દરરોજ ધૂમ્રપાન કરે છે તેમને સામાન્ય લોકોની તુલનામાં કોવિડ -19નો ગંભીર ચેપ લાગવાની સંભાવના ઘણી ઓછી છે. અમારું રિસર્ચ હાલમાં ચકાસણીના અંતિમ તબક્કામાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયની પરવાનગી લીધા બાદ અમે નિકોટિન પેચનું ક્લિનિકલ ટેસ્ટ કરીશું. તેના અંતર્ગત ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ અને કોવિડ-19 વાઈરસવાળા દર્દીઓની સંભાળ રાખનાર લોકોને નિકોટિન પેચ આપવામાં આવશે. ત્યારબાદ અમારી ટીમ અંતિમ નિર્ણય પર પહોંચશે’.

  • અગાઉના રિપોર્ટમાં પણ દાવો

માર્ચમાં પ્રકાશિત ચીનના રિપોર્ટમાં પણ તેના તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે
માર્ચના અંતમાં ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં પ્રકાશિત એક ચીનના રિસર્ચમાં પણ આ વાતની પુષ્ટિ થઈ હતી. તેમાં જણાવ્યા પ્રમાણે, ચીનમાં કોરોનાથી સંક્રમિત 1,000 લોકોમાંથી માત્ર 12.6% ધૂમ્રપાન કરનારા હતા, જ્યારે ચીનમાંધૂમ્રપાન કરનાર લોકોની સંખ્યા લગભગ 28% છે. આ હકીકત સૂચવે છે કે ધૂમ્રપાન ન કરનારાઓમાં કોરોનાનો ચેપ ઝડપથી ફેલાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


French scientists claim that Nicotine can cure cororna, non smokers are at higher risk than smokers

Related posts

અત્યાર સુધી 29,572 કેસ,મૃત્યુઆંક 939: પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસથી વધુ એક ડોક્ટરનું મોત, દિલ્હીમાં લોકડાઉનમાં છૂટ

Amreli Live

અત્યાર સુધી 14,384 કેસઃ શુક્રવારે સૌથી વધારે 304 દર્દી સ્વસ્થ થયા;એક દિવસ પહેલા 259 સંક્રમિત સ્વસ્થ થયા હતા

Amreli Live

61 વર્ષિય સંજય દત્તને ત્રીજા સ્ટેજનું લંગ કેન્સર, ઈલાજ માટે અમેરિકા જવા રવાના;બપોરે કહ્યું હતુ- ફિલ્મોમાંથી બ્રેક લઉં છું

Amreli Live

અત્યાર સુધી 1,64,194 મોત, 23 લાખથી વધુ સંક્રમિતઃ પેરીસમાં સાફ-સફાઈના પાણીમાં કોરોના વાઈરસના સૂક્ષ્મ અંશ મળ્યા

Amreli Live

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રીએ ખબર અંતર પૂછ્યા

Amreli Live

મુંબઈ, દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં નહીં પકડાયેલો પેસેન્જર કોરોના પોઝિટિવ નીકળ્યો

Amreli Live

વર્ષ ૨૦૨૦ માં આ રાશિઓ પર રહેશે શનિની સાડેસાતી, આ 6 રાશીએ ખાસ સતર્ક રહેવની જરૂર છે અને વિચારીને પગલા લેવા..

Amreli Live

24 કલાકમાં 46 હજારથી વધુ કેસ આવ્યા, 34 હજાર લોકોને સારું થયુ, 636 દર્દીના મોત થયા, દેશમાં કુલ 14.82 લાખ કેસ

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ, 29ના મોત સાથે મૃત્યુઆંક 566 અને કુલ કેસ 9,268

Amreli Live

સમગ્ર રાજ્ય દીવાઓથી ઝળહળ્યું, વડાપ્રધાનના માતા હિરાબાએ પણ દીવા પ્રગટાવી સમર્થન કર્યું

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં વડાપ્રધાન 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે

Amreli Live

સરકારનો નિર્ણય- કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020થી જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળે

Amreli Live

કોરોના નેગેટિવ હશે તો જ ડોમેસ્ટિક ટૂરિસ્ટ ઉત્તરાખંડ, હિમાચલ અને ગોવા આવી શકશે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ બંધ હોવાને કારણે ટૂરિઝમને ₹81 હજાર કરોડનું નુકસાન

Amreli Live

ખાખી પહેરી છે તો ખતરો તો હોય જ, અમે ફ્રન્ટ પર છીએ પણ લોકોની સુરક્ષા માટે અમે છીએ : રાજ્ય પોલીસવડા

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live