28.2 C
Amreli
19/01/2021
અજબ ગજબ

ફ્રી હેલ્મેટ આપવા માટે નોકરી છોડી, ઘર વેચી દીધું, 48 હજાર હેલ્મેટ આપી ચુક્યા છે આ વ્યક્તિ, જાણો કારણ.

વાંચો ‘હેલ્મેટ મેન’ રાઘવેન્દ્ર કુમારની સ્ટોરી, જેમણે દેશભરમાં ફી હેલ્મેટ વેચવાનું અભિયાન ચલાવ્યું છે. તમે હોલીવુડની ફિલ્મોના કલાકાર સુપરમેન, આયરનમેન અને સ્પાઈડરમેન વિષે સાંભળ્યું હશે. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ રીયલ લાઈફ ઇન્ડીયન સુપરહીરો ‘હેલ્મેટ મેન’ વિષે. બિહારના કૈમુર જીલ્લાના એક નાના એવા ગામ બગાઢીના રહેવાસી રાઘવેન્દ્ર કુમાર અત્યાર સુધી દેશ આખામાં 48 હજારથી વધુ હેલ્મેટ ફ્રી માં વહેંચી ચુક્યા છે.

2014 માં થયેલા એક બાઈક અકસ્માતમાં તેમણે પોતાના જીગરી દોસ્તને ગુમાવી દીધો હતો. ત્યાર પછી જ તેમણે ફ્રી માં હેલ્મેટ વહેંચવાનું શરુ કર્યું. તેમનો હેતુ છે કે, તેમના મિત્રની જેમ કોઈ બીજાનું મૃત્યુ હેલ્મેટ ન હોવાને કારણે ન થાય. ગરીબ કુટુંબ સાથે સંબંધ ધરાવતા રાઘવેન્દ્ર જણાવે છે, ‘હું મારા ચાર ભાઈઓમાં સૌથી નાનો છું. પિતા ખેતી કરીને ઘર ચલાવતા હતા, કુટુંબમાં અમારી સ્થિતિ સારી ન હતી. છતાં પણ મને સ્કુલે મોકલ્યો. પરંતુ 12 માં ધોરણ પછી મુશ્કેલીઓ વધી ગઈ. કુટુંબ પાસે એટલા પૈસા ન હતા કે આગળના અભ્યાસનો ખર્ચ ઉપાડી શકે. તેથી મેં વારાણસી જવાનો નિર્ણય લીધો. ત્યાં 5 વર્ષ સુધી મેં ઘણી નાની મોટી નોકરીઓ કરી અને અભ્યાસ માટે પૈસા એકઠા કર્યા.’

તેમણે જણાવ્યું, ‘2009 માં જયારે હું લો (કાયદા) નો અભ્યાસ કરવા દિલ્હી ગયો, તો ત્યાં મારા થોડા મિત્ર બન્યા. તેમાંથી એક હતો કૃષ્ણ કુમાર ઠાકુર. કૃષ્ણ એન્જીનીયરીંગ કરી રહ્યો હતો. અમારા લોકોના ડીપાર્ટમેન્ટ અલગ હતા, પરંતુ હોસ્ટેલમાં સાથે રહેતા હતા. 2014 માં જયારે તે ગ્રેટર નોએડા એક્સપ્રેસ હાઈવે ઉપર હેલ્મેટ વગર બાઈક ચલાવી રહ્યો હતો, તો એક અકસ્માતમાં તેના માથામાં ઈજા થવાથી તેનું મૃત્યુ થઇ ગયું. આ ઘટનાએ મને અંદર સુધી હચમચાવી મુક્યો.

રાઘવેન્દ્ર જણાવે છે, ‘હોસ્પિટલમાં કૃષ્ણનું મૃત્યુ થયા પછી જયારે ડોકટરો સાથે મારી વાત થઇ, તો તેમણે કહ્યું કે જો તારા મિત્રએ હેલ્મેટ પહેર્યું હોત, તો કદાચ તે બચી જાત. તે વાતે મને વિચારવા માટે મજબુર કરી દીધો. ત્યાર પછી મેં નક્કી કર્યું કે, હવે મારા મિત્રની જેમ કોઈ બીજાને મરવા નહિ દઉં. ત્યાર પછી મેં એક રોડ સુરક્ષા અભિયાનની શરુઆત કરી, જેમાં હું કોઈ પણ ચોક ઉપર ઉભો રહીને બે પૈડા વાળા વહન ચાલકોને મફત હેલ્મેટ વહેંચતો હતો.

રાઘવેન્દ્ર જણાવે છે, ‘જ્યારે હું મારા મિત્રના માતા પિતાને મળવા માટે ગયો, તો તેના થોડા પુસ્તકો મારી સાથે લઇ ગયો હતો. તે પુસ્તકો મેં એક જરૂરિયાતમંદ બાળકને આપી દીધી. ત્યાર પછી હું હેલ્મેટ વહેંચવાના કામમાં લાગી ગયો. 2017 માં મને એક ફોન આવ્યો, તે ફોન તે બાળકની માં નો હતો, જેને મેં કૃષ્ણના પુસ્તકો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, મારા દ્વારા આપવામાં આવેલા પુસ્તકોની મદદથી તેમનો દીકરો ન માત્ર સારી રીતે ભણી શક્યો, પરંતુ તેણે સ્કુલમાં ટોપ પણ કર્યું છે. તે બાળકની માં ની વાત સાંભળીને મારા મનને ઘણી શાંતિ મળી.’

ત્યાર પછી રાઘવેન્દ્રએ વિચાર્યું કે જો દરેક જરૂરિયાતમંદ બાળકોને સમયસર પુસ્તકો મળતા રહે, તો જરૂર મોટો ફેરફાર લાવી શકાય છે. પછી તેમણે તેમના આ વિચારને એક મોટા અભિયાનનું રૂપ આપી દીધું અને સંકલ્પ કર્યો કે, હવે તો હેલ્મેટ મફતમાં નહિ, પરંતુ પુસ્તકોના બદલામાં આપશે. આ રીતે વર્ષ 2017 માં તેમણે પોતાની આ પહેલને એક પ્રકારના સારા કામ સાથે જોડી દીધી.

રાઘવેન્દ્ર જણાવે છે, જે પણ મને જુના પુસ્તકો આપતા હતા, હું તેમને જ હેલ્મેટ આપતો હતો. પછી તે પુસ્તકોને અમે જરૂરિયાતમંદ બાળકોમાં વહેંચી દેતા હતા. સૌથી સારી વાત એ છે કે, હવે મારા આ અભિયાનમાં સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ પણ જોડાવા લાગ્યા છે. તે ઉપરાંત અમે લગભગ 40 થી વધુ શહેરોમાં ‘બુક ડોનેશન બોક્સ’ પણ લગાવ્યા છે. જે કોઈ પણ આ શહેરોમાં મદદ કરવા માંગે છે, તે બોક્સમાં પુસ્તક નાખી જાય છે. આજે તેની સાથે અલગ અલગ સ્થળોના 200 થી વધુ લોકો જોડાઈ ગયા છે અને આ અભિયાનમાં તેનો સાથ આપી રહ્યા છે. તેના દ્વારા તે અત્યાર સુધી 6 લાખ બાળકોને મફત પુસ્તકો પહોંચાડી ચુક્યા છે.

રાઘવેન્દ્ર જણાવે છે, આ સફર એટલી સરળ નથી. અમારા મિશન માટે પહેલા તેમણે પોતાની નોકરી છોડવી પડી. થોડા સમય પછી જયારે હેલ્મેટ ખરીદવા માટે વધુ પૈસાની જરૂર પડી, તો તેમણે પહેલા પોતાની પત્નીના ઘરેણા અને પછી તેમનું ઘર સુધી વેચી દીધું.

રાઘવેન્દ્ર કહે છે, મારો પ્રયત્ન છે કે એવા કોઈ નિયમ બને, જેમાં હેલ્મેટ પહેર્યા વગર કોઈ પણ વ્યક્તિ ટોલ પ્લાઝા પાર ન કરી શકે. જો આપણે આખા દેશમાં એવું કરી શકીએ, તો જરૂર લોકોની માનસિકતામાં પરિવર્તન આવશે. મારું નિવેદન છે કે, ભલે 50 મીટર જઈ રહ્યા હોય કે 50 કિલોમીટર, હેલ્મેટ પહેરીને જ બાઈક ચલાવો. અકસ્માત ક્યારેય કોઈને કહીને નથી આવતો. મારી ગાડીની પાછળ પણ આ સંદેશ લખ્યો છે – યમરાજે મોકલ્યા છે બચાવવા માટે, ઉપર જગ્યા નથી જવા માટે.

હવે પોતાના અભિયાનને એક ડગલુ આગળ વધારવા માટે રાઘવેન્દ્ર હેલ્મેટ સાથે 5 લાખ રૂપિયાનો ફ્રી અકસ્માત વીમો પણ આપવાનું શરુ કર્યું છે. તેમાં સ્ટાર હેલ્થ એંડ એલાઈડ ઇન્શ્યોરન્સ કંપની તેની મદદ કરી રહી છે. રાઘવેન્દ્રના કામ માટે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી પણ તેમની પ્રશંસા કરી ચુક્યા છે. અને રાઘવેન્દ્રના આ નિશ્વાર્થ કામથી પ્રભાવિત થઈને બિહાર સરકારે તેમને સન્માનિત કર્યા છે, અને ‘હેલ્મેટ મેન’ નું ટાઈટલ આપ્યું છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ઓરીજનલ UPSC સિવિલ સર્વિસીસના ઇન્ટરવ્યૂમાં પુછાતા સવાલ અને ઉમેદવારે આપેલા તેના જવાબ. પાર્ટ 2.

Amreli Live

આ દિવાળી પર કુબેર યંત્રની કરો સ્થાપના, વરસશે પૈસા જ પૈસા.

Amreli Live

સેનિટાઇઝર ખરીદતા પહેલા ચેક કરી લો આ જરૂરી વાત, આ પ્રકારના સેનિટાઇઝર હોઈ શકે છે ખૂબ ભયંકર

Amreli Live

કોરોનાની શિકાર થઇ મલાઈકા અરોડાની બહેન અમૃતા અરોડા, સસરા પણ થયા કોરોના પોજીટીવ.

Amreli Live

શું તમારો જન્મ ડિસેમ્બરમાં થયો છે? તો જાણો પોતાના સ્વભાવ વિષે.

Amreli Live

સસરાની દરિયાદિલી જોઈને ભાવુક થઇ ગઈ કન્યા, વહુ બોલી બધાને મળે આવો પરિવાર.

Amreli Live

જો તમને પણ પગમાં પડે છે વાઢીયા, જે ચાલવા પણ નથી દેતા, તો આ રીતે કરો તેનો ઈલાજ.

Amreli Live

ભારતમાં સૌથી વધારે વેચાય છે ચાઈનીઝ સ્માર્ટફોન, જાણો કઈ છે ભારતીય કંપનીઓ.

Amreli Live

આ રીતે મજબૂરીમાં થયો હતો ‘Maggi’ નો જન્મ, હવે વર્ષે કમાય છે આટલા કરોડ રૂપિયા.

Amreli Live

અઢી કિલોનું લીંબુ જોઈ દરેક રહી ગયા દંગ, ગિનીઝ બુકમાં અરજી કરશે ખેડૂત.

Amreli Live

તે કઈ વસ્તુ છે? જેને પુરુષ 1 વખત અને મહિલા વારંવાર કરે છે? IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યા ડબલ મીનિંગવાળા સવાલ

Amreli Live

મકર રાશિના લોકોના વેપાર ધંધાનું આજે વિસ્‍તરણ થશે, સારા સમાચાર પણ મળશે, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

દેવ દિવાળીના દિવસે આ કામ કરવાથી મળશે વિશેષ લાભ, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા.

Amreli Live

મજેદાર જોક્સ : સેલ્સમેન : મેડમ, પગ દબાવવાનું ઇલેક્ટ્રિક મશીન લેવાનું છે? મેડમ : ના રે ભાઇ, મારા તો…

Amreli Live

LPG સિલેન્ડરથી જો અકસ્માત થશે, તો પીડિત વ્યક્તિને મળશે વીમા કવર, જાણો સંપર્ણ વિગત.

Amreli Live

ધનુ સંક્રાંતિ : સૂર્યનું રાશિ પરિવર્તન શું લાવશે તમારા જીવનમાં ફેરફાર?

Amreli Live

વિદ્યાર્થીઓ, કલાકારો અને ખેલાડીઓ માટે વર્તમાન સમય સારો રહેશે, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

પતિ-પત્નીની હત્યા, પાળેલા કૂતરોએ સંબંધીના ઘરે જઈને કરી જાણ, તો ખબર પડી કે

Amreli Live

એવી 12 બાબતો, જે દરેક હિન્દુને ખબર હોવી જ જોઈએ.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકોને આજે નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળી શકે છે, જાણો અન્ય રાશિની સ્થિતિ

Amreli Live

શાસ્ત્રો ની વાત : છોકરીઓનું નામકરણ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Amreli Live