31.6 C
Amreli
26/11/2020
અજબ ગજબ

ફોર્ચ્યુન ઈંડિયાએ જાહેર કરી ભારતની સૌથી પ્રભાવશાળી 50 બિઝનેસ વુમનની યાદી, ઈશા અંબાણી છે આ નંબર પર.

નીતા અંબાણીથી લઈને પ્રિયંકા ચોપડા સુધી આ 50 મહિલાઓ છે બિઝનેસના ક્ષેત્રમાં ભારતની સૌથી શક્તિશાળી મહિલાઓ. ભારતમાં ઘણી બધી એવી પ્રભાવશાળી મહિલાઓ છે જે સફળતાના શિખરો સર કરી આગળ આવી છે. તે તમામ મહિલાઓ આપણા માટે ન માત્ર પ્રેરણારૂપ સાબિત થઇ છે, પરંતુ આપણને પણ દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે. ફોર્ચ્યુન ઇંડિયાએ એવી જ 50 ભારતીય મહિલાઓની યાદી જાહેર કરી છે, જે વ્યવસાયના ક્ષેત્રમાં સૌથી સફળ અને શક્તિશાળી મહિલાઓમાં શામેલ છે. આવો જાણીએ કોણ છે તે ભારતીય મહિલાઓ.

(1) નીતા અંબાણી : નીતા અંબાણી એક ભારતીય બિઝનેસ વુમન છે. તે ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરુભાઈ અંબાણીની પુત્રવધુ છે. નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલની સંસ્થાપક અને ચેયરપર્સન છે.

(2) જીયા મોદી : તે એક ભારતીય કાયદા સલાહકારછે જે કોર્પોરેટ વિલય અને અધિગ્રહણ કાયદા, પ્રતિભુતી કાયદા, ખાનગી ઇક્વિટી અને પરીયોજનાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ છે.

nita ambani and zia modi
nita ambani-zia modi-source fortune

(3) કિરણ મજૂમદાર-શો : તે બાયોકોનની અધ્યક્ષ અને વહીવટી સંચાલક છે. તેમની કંપનીઓ, બાયોકોન અને સિનજેને કોવીડ-19 મહામારીના પતનને સંબોધિત કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

(4) સુનીતા રેડ્ડી : સુનીતા રેડ્ડી અપોલો ગ્રુપની વહીવટી સંચાલક છે. અપોલો ભારતની સૌથી મોટી હોસ્પિટલ શ્રેણી છે જે વર્ષ 2020 માં કોવીડ-19 સામેની લડાઈમાં સૌથી આગળ રહી.

(5) રેણું સુદ કર્નાડ : તે ભારતની સૌથી મોટી ગૃહ લોન કંપની એચડીએફસી લીમીટેડની વહીવટી સંચાલક હોવાની સાથે ઉર્જા અને એન્જિનિયરિંગ ક્ષેત્રની એક મલ્ટીનેશનલ કંપની એબીબી લીમીટેડમાં સ્વતંત્ર નિર્દેશક પણ છે.

(6) સમીના હામીદ : તે શિલ્પા કંપનીની એક્ઝિક્યુટિવ ચેયર પર્સન છે, અને શિલ્પા દરેક વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ જેવા કે બર્ડ ફ્લુ, સવાઈન ફ્લુ કે એંથ્રેક્સમાં જીવન રક્ષક દવાઓ પૂરી પાડતી આવી છે.

(7) વિનીતા ગુપ્તા : વિનીતા ડી ગુપ્તા એક ભારતીય વ્યવસાયી છે, જે સપ્ટેમ્બર 2013 થી લ્યુપીન લીમીટેડની મુખ્ય કાર્યકારી અધિકારી અને લ્યુપીન ઈંકની ચેયરપર્સન છે.

(8) કલી પૂરી : કલી પૂરી ઇંડિયા ટુડે ગ્રુપની ગ્રુપ એડીટોરીયલ ડાયરેકટર છે. તેમને પરંપરાગત પત્રકારિતામાં ઇંડિયા ટુડે ગુપની શ્રેષ્ઠતા અને ન્યુ ઇંડિયા વચ્ચે સિનર્જી (Synergy) બનાવવા માટે ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને ઓળખવામાં આવે છે.

(9) આશુ સૂયશ : તે CRISIL ની મેનેજીંગ ડાયરેક્ટર અને CEO તરીકે કાર્યરત છે, અને ભારતની પ્રભાવશાળી બિઝનેસ વુમન છે.

(10) રોશની નાદર મલ્હોત્રા : તે HCL કંપનીની ચેયરપર્સન છે અને એચસીએલના અબજોપતિ સંસ્થાપક શિવ નાદરની એકમાત્ર દીકરી છે.

(11) રેણુકા રામનાથ : રેણુકા રામનાથ મલ્ટીપલ વૈકલ્પિક સંપત્તિ પ્રબંધકની સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી છે.

(12) અરુંધતિ ભટ્ટાચાર્ય : તે ઘણા સમય સુધી ભારતની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકની ચેયરપર્સન હતી. તે હોદ્દો છોડ્યા પછી તે સેલ્સ ફોર્સ ઇંડિયાની સીઈઓ અને ચેયરપર્સન બની.

(13) ઝરીન દારુવાલા : તે સ્ટેન્ડર્ડ ચાર્ટડ બેંકની સીઈઓના હોદ્દા ઉપર નિયુક્ત છે, અને સૌથી પ્રભાવશાળી ભારતીય બિઝનેસ વુમનમાંથી એક છે.

(14) કાકુ નખાતે : કાકુ નખાતે માર્ચ 2010 થી બેંક ઓફ અમેરિકા મેરિલ લીંચની ભારતમાં વડા અને અધ્યક્ષ પદ ઉપર કાર્યરત છે.

(15) મલ્લિકા શ્રીનિવાસન : મલ્લિકા શ્રીનિવાસન મૈસી ફાર્ગ્યુંસન ટ્રેક્ટર અને કૃષિ સાધનો બનાવનારી કંપની ટેફે (TFE) ની અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી છે.

(16) ઈશા અંબાણી : તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના અધ્યક્ષ અને વહીવટી સંચાલક મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનની સંસ્થાપક નીતા અંબાણીની દીકરી હોવાની સાથે રિલાયન્સ જિઓ ઈંફોફોમની ડાયરેક્ટર છે.

(17) શોભના ભારતિયા : તે એચટી મીડિયાની ચેયરપર્સન અને એડીટોરીયલ ડાયરેક્ટરના હોદ્દા ઉપર કાર્યરત છે.

(18) નિવરુતી રાય : તે ઈંટેલ ઇંડિયાની કંટ્રી હેડ હોવાની સાથે ડાટા પ્લેટફોર્મ ગ્રુપની વાઈસ પ્રેસીડેન્ટ છે.

nivruti rai and shobhana bhartia
nivruti rai-shobhana bhartia-source fortune

(19) અમીરા શાહ : અમીરા શાહ મેટ્રોપોલીસ હેલ્થકેયરની પ્રમોટર અને મેનેજીંગ ડાયરેક્ટર છે.

(20) ફાલ્ગુની નાયર : તે સંજય નાયરની પત્ની અને નાઈકા કંપનીની ફાઉંડર અને સીઈઓ છે. તેમણે 2012 માં નાઈકા શરુ કરી હતી.

(21) નિસાબા ગોદરેજ : તે GSPL ની ચેયરપર્સન, મેનેજીંગ ડાયરેક્ટર અને સીઈઓ છે.

(22) રેખા એમ મેમન : તે એકસેંચર કંપનીની ચેયરપર્સન અને સીનીયર મેનેજીંગ ડાયરેક્ટર છે.

(23) વિશાખા મુલે : તે આઈસીઆઈસીઆઈના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરના હોદ્દા ઉપર કાર્યરત છે.

(24) આઈશા દે સેક્વીરા : તે મૉર્ગન સ્ટેનલીની કો કંટ્રી હેડ હોવાની સાથે ભારતની શક્તિશાળી બિઝનેસ વુમન છે.

(25) શાંતિ એકમ્બરમ : શાંતિ એકમ્બરમ કોટક મહિન્દ્રા બેંકની કન્જઝયુમર બેન્કિંગ વ્યવસાયની હેડ છે. પહેલા તે 11 વર્ષ સુધી રાષ્ટ્રપતિ કોર્પોરેટ અને રોકાણ બેન્કિંગમાં હતી. તે કોટક સમૂહ સાથે 26 વર્ષથી જોડાયેલી છે અને સફળતા પૂર્વક આગળ વધી રહી છે.

(26) સોમા મંડલ : વર્તમાનમાં સોમ મંડલ સ્ટીલ ઓથોરીટી ઓફ ઇંડિયા લીમીટેડમાં કાર્યકારી નિર્દેશક અને વાણીજ્ય નિર્દેશકનું પદ સંભાળે છે.

(27) દિવ્યા ગોકુલનાથ : દિવ્યા વ્યાવસાયિક કાર્યો દરમિયાન પોતાની જવાબદારીઓ નિભાવે છે. તે Blyu ના ઉપયોગકર્તા અનુભવ, સામગ્રી અને બ્રાંડ માર્કેટિંગ સાથે નિકટતાથી જોડાયેલી છે.

(28 – 29) શૉઉના અને નાદિયા ચૌહાણ : તે બંને પાર્લે એગ્રો કંપનીની સીઈઓ, જોઈન્ટ એમડી અને ચીફ માર્કેટિંગ ઓફિસરના હોદ્દા ઉપર કાર્યરત છે.

(30) મેહેર પુદુમજી : તે થર્મક્સ લીમીટેડ કંપનીની ચેયરપર્સન છે.

(31) આરતી સુબ્રમણીયમ : તે ટાટા સન્સની ગ્રુપ ચીફ ડીજીટલ ઓફિસરના હોદ્દા ઉપર કાર્યરત છે.

(32) એકતા કપૂર : એકતા કપૂર બાલાજી ટેલીફિલ્મ્સની જોઈન્ટ ડાયરેક્ટરના હોદ્દા ઉપર કાર્યરત છે, અને તેમણે ઘણી જ પ્રસિદ્ધ ડેલી સોપનું નિર્માણ કર્યું છે.

(33) પલ્લવી એસ શ્રોફ : તે શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો. ની મેનેજીંગ પાર્ટનરના હોદ્દા ઉપર કાર્યરત છે.

(34) અનુપ્રિયા આચાર્ય : તે પબ્લિકિસ ગ્રુપ સાઉથ એશિયાના CEO ના હોદ્દા ઉપર કાર્યરત છે.

anupriya acharya and pallavi shroff
anupriya acharya-pallavi shroff-source fortune

(35) પ્રિયા નાયર : પ્રિયા નાયર હિન્દુસ્તાન લીવરની બ્યુટી અને પર્સનલ કેયરની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે.

(36) અનુષ્કા શર્મા : અનુષ્કા શર્મા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની પત્ની હોવાની સાથે ક્લીન સ્ટેટ ફિલ્મ્સની સીઓ ફાઉંડર અને પ્રસિદ્ધ અભિનેત્રી છે.

(37) પ્રિયંકા ચોપડા : પ્રિયંકા પ્રસિદ્ધ બોલીવુડ અભિનેત્રીઓમાંથી એક હોવાની સાથે પર્પલ પેબલ પિક્ચરની ઇન્વેસ્ટર છે.

(38) અપૂર્વા પુરોહિત : અપૂર્વા પુરોહિત એક ભારતીય બિઝનેસ વુમન છે. તે જાગરણ પ્રકાશન લીમીટેડની પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર કાર્યરત છે. અપૂર્વા જાગરણ પ્રકાશન લીમીટેડ અને ભારતના પહેલા ખાનગી એફએમ રેડિયો સ્ટેશન રેડિયો સીટી (ભારતીય રેડિયો સ્ટેશન) સાથે દૈનિક જાગરણ, મીડ ડે, આઈનેક્સટ અને ઇંકલાબ જેવા પ્રકાશનોની જવાબદારી પણ સાંભળે છે. તે રૂપા પબ્લીકેશન દ્વારા 2013 માં પ્રકાશિત રાષ્ટ્રીય બેસ્ટસેલિંગ પુસ્તક લેડીમ યુ આર નોટ એ મેન – ધ એડવેન્ચર્સ ઓફ ધ વુમન એટ વર્કની લેખિકા છે. તેમણે પોતાનું બીજુ પુસ્તક, લેડી યુ આર ધ બોસ 2019 માં એમેઝોન વેસ્ટલેન્ડ દ્વારા પ્રકાશિત કર્યું હતું. તેમને ફોર્ચ્યુન ઇંડિયાના મુજબ બિઝનેસમાં સૌથી શક્તિશાળી મહિલાઓમાંથી એકના રૂપમાં સ્થાન આપવામાં આવ્યું છે.

(39) મીના ગણેશ : મીના ગણેશ એક ભારતીય મહિલા બિઝનેસ વુમન છે. તે પોર્શીયા મેડીકલની મુખ્ય કાર્યકારી અધિકારી અને ભારતના ઘરે ઘરમાં આરોગ્ય સેવાઓની પ્રદાતા છે.

(40) રાધિકા ગુપ્તા : રાધિકા ગુપ્તા એડલવાઈસ અસેત મેનેજમેન્ટ લીમીટેડની મુખ્ય કાર્યકારી અધિકારી છે.

(41) દેવિકા સર્રાફ : દેવિકા સર્રાફ એક ભારતીય વેપારી છે, જે VU Technologies ના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારીના હોદ્દા ઉપર કાર્યરત છે.

(42) અનીતા ડોંગરે : અનીતા ડોંગરેનું નામ ફેશનની દુનિયામાં ઘણું પ્રસિદ્ધ છે. તે હાઉસ ઓફ અનીતા ડોંગરેની ફાઉંડર અને ક્રિએટીવ ડાયરેક્ટર છે.

(43) હર્ષબિના ઝવેરી : તે NRB બેયરીંગની વાઈસ ચેયરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર છે.

(44) પ્રિયા પોલ : પ્રિયા પોલ એક ભારતીય મહિલા વેપારી છે, જે અપીજ્ય સુરેન્દ્ર પાર્ક હોટલ્સની ચેયરપર્સન છે, જે અપિજેય સુરેન્દ્ર ગ્રુપની સહાયક કંપની છે, જે ધ પાર્ક હોટલ્સ શ્રેણીનું સંચાલન કરે છે.

(45) મીરા કુલકર્ણી : મીરા કુલકર્ણી માઉંટેન વૈલી સ્પ્રિંગ્સની ચેયરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર છે.

(46) નતાશા પુનાવાલા : નતાશા પુનાવાલા, વિલ્લુ પુનાવાલા ફાઉંડેશનની ચેયરપર્સન અને સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડિયાની કાર્યકારી નિર્દેશક છે.

(47) મોનિકા શેરગીલ : મોનિકા નેટફ્લીક્સના કંટેંટની વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા ઉપર કાર્યરત છે.

(48) અર્પણા પુરોહિત : અર્પણા એમેઝોન પ્રાઈમ વિડીયોની ભારતીય હેડના હોદ્દા ઉપર કાર્યરત છે.

(49) અનામિકા ખન્ના : અનામિકા ખન્ના, અનામિકા ફેશનવેયર્સ એંડ એક્સપોર્ટની નિર્દેશક અને મુખ્ય ડિઝાઈનર છે.

(50) ચીકી સરકાર : તે જગરનોટ બુક્સની સંસ્થાપક અને પ્રકાશક છે.

આ રીતે આ તમામ મહિલાઓ ભારતીય વ્યવસાય ક્ષેત્રમાં સૌથી વધુ પ્રભાવશાળી છે અને આપણા બધા માટે પ્રેરણા સ્વરૂપ છે. જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જ્યોતિષના આધારે કેવું જશે પ્રધાનમંત્રીનું આવતું વર્ષ?

Amreli Live

જાણો શું હોય છે અમોનિયમ નાઇટ્રેટ? જેનાથી હલી ગઈ લેબનાન અને રાજધાની બેરૂતની ધરતી

Amreli Live

દેખાવમાં સુંદર લાગતી જેલીફિશે ગોવામાં ફક્ત 2 દિવસમાં જ આટલા બધા લોકોને બનાવ્યા પોતાના શિકાર.

Amreli Live

જમતી વખતે પહેલા રોટલી ખાવી જોઈએ કે ભાત? જાણો તમારા શરીર માટે શું છે બેસ્ટ.

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

કન્યાએ કારનું સ્ટીયરિંગ પકડીને પુલ ઉપર ઉભી રખાવી કાર, પછી જે થયું વરરજો પણ ન સમજી શક્યો.

Amreli Live

તારક મેહતાની ‘સોનૂ’ ના એવા શેયર કર્યા ફોટા કે મચાવ્યો ખળભળાટ, જોરદાર વાયરલ થઈ રહ્યા છે ફોટા.

Amreli Live

હેડફોડ ઈયર ફોન લગાવી ને કાન પાકી જતા હોય તો તમારે આ નવી જાતના ઈયર ફોન વિશે વાંચવું જોઈએ.

Amreli Live

બસ 1 ચપટી મીઠું દેખાડશે આ 5 ફાયદા, છે વાસ્તુ શાસ્ત્ર

Amreli Live

આ રાશિના લોકોને બુધવારના દિવસે સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો ગણેશજી આપે છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

ગણેશજીની કૃપાથી આ રાશિના લોકોને આજે આકસ્મિક ધન લાભ થાય, વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

કોમેડિયન ભારતી સિંહના ઘરમાંથી NCB ને મળી આ વસ્તુ, પતિ સાથે તેની પણ કરી ધરપકડ.

Amreli Live

હ્યુન્ડાઇએ પહેલીવાર દેખાડી નેક્સ્ટ જનરેશન i20 ની ઝલક, જાણો કેટલા એન્જીન ઓપશન અને ફીચર્સ સાથે થશે લોન્ચ.

Amreli Live

કોરિન્ટાઇનમાં પણ વારંવાર આ યુવક પોતાની ગર્લફ્રેંડને મળવા માટે કરતો મોટું પરાક્રમ

Amreli Live

આ રાશિવાળાનો વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે, ભાગીદારીમાં લાભ મળશે.

Amreli Live

તમારા શરીરમાં આ 5 ખનિજોની ઉણપ ક્યારેય ન થવા દો, તો જ તમે હંમેશા રહેશો સ્વસ્થ.

Amreli Live

28 દિનમાં ડોક્ટરોએ 50 લાખનું ખાવાનું ખાધું,જાણો સંપૂર્ણ બાબત

Amreli Live

બુધનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કોના માટે રહેશે શુભ અને કોણ થઇ શકે છે હેરાન

Amreli Live

શું નેહા પેંડસે હશે ‘ભાભી જી ઘર પર હૈ’ ની નવી ‘અનીતા ભાભી’, જાણો એક્ટ્રેસે શું કહ્યું.

Amreli Live

ખોવાઈ ગયો છે સ્માર્ટફોન? સેમસંગની આ એપ ઈન્ટરનેટ વિના શોધશે તમારો ફોન.

Amreli Live

કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ વ્‍યવસાય ક્ષેત્રે લાભદાયી દિવસ નીવડે, આ રાશિના લોકોએ અકસ્‍માતથી સંભાળવું.

Amreli Live