32.3 C
Amreli
25/10/2020
અજબ ગજબ

ફોર્ચ્યુનરને ટક્કર મારવા MG ની આ દમદાર SUV થઇ લોન્ચ, જાણો કિંમત અને બીજી માહિતી

MG ની આ દમદાર SUV થઇ લોન્ચ, ફોર્ચ્યુનર ને આપશે ટક્કર, જાણો શું છે ખાસ. એમજી મોટર ઇન્ડિયાએ પોતાનું પ્રીમિયમ સ્પોર્ટસ યુટિલિટી વ્હીકલ (SUV) ગ્લોસ્ટર ભારતીય બજારમાં લોન્ચ કર્યું છે. એમજી ગ્લોસ્ટર ટોયોટા ફોર્ચ્યુનર, ફોર્ડ એન્ડેવર અને મહિન્દ્રા અલ્ટુરાસ જી 4 સાથે સ્પર્ધા કરશે. એમજીની આ શક્તિશાળી એસયુવીની દિલ્હીમાં એક્સ શો રુમ કિંમત 28.98 લાખ રૂપિયાથી 35.38 લાખ રૂપિયાની વચ્ચે છે.

ગ્લોસ્ટરમાં ફીચર્સ : એમજીની આ એસયુવી 7 સીટ અને 6 સીટ ઓપ્શન અને 5 વેરિઅન્ટ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. એમજી ગ્લોસ્ટરનું ટોપ સેગમેન્ટ એડવાન્સ્ડ ડ્રાઇવિંગ અસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) થી સજ્જ છે, જેમાં ફોરવર્ડ કોલીસન વોર્નિંગ સિસ્ટમ, ઓટો હેડલાઇટ્સ એન્ડ વાઇપર, ઓટોમેટિક ઇમર્જન્સી બ્રેકિંગ, પાર્ક અસિસ્ટ, એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર વોર્નિંગ અને બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન સહિત અન્ય ઘણી સુવિધાઓ છે.

એન્જિનની ખાસિયત : એન્જિન વિશે વાત કરીએ તો આ એસયુવીમાં 215 bhp 2.0 લિટર 4 સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિન અને 161 bhp 2.0 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવ્યા છે. એમજી ગ્લોસ્ટર 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ સાથે લોન્ચ કરવામાં આવી છે, અને તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન વિકલ્પ આપવામાં આવ્યો નથી.

કુલ 70 સ્માર્ટ ફીચર્સ : એમજીની આ શાનદાર એસયુવીમાં 12.3 ઇંચનું ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, 8 ઇંચની ટીએફટી સ્ક્રીન એલઇડી હેડલાઇટ્સ, એલઇડી ડીઆરએલ, એલઇડી ફોગ લેમ્પ્સ, એલોય વ્હીલ્સ, પેનોરેમિક સનરૂફ, થ્રિ ઝોન ક્લાયમેટ કંટ્રોલ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સહિત એમજી આઈસ્માર્ટ કનેક્ટિવિટી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ સિવાય તેમાં ક્રિટિકલ ટાયર પ્રેશર વોઇસ એલર્ટ અને એન્ટી થેફ્ટ ઇમોબિલાઈઝેશન સહીત 70 થી વધુ સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. એમજી ગ્લોસ્ટરમાં ઓટો, ઇકો, સ્પોર્ટ, મડ, રોક, સ્નો અને સેંડ જેવા 7 ડ્રાઇવિંગ મોડ્સ છે.

કિંમત : કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ટુ-વ્હીલ ડ્રાઇવ વેરિએન્ટની કિંમત 28.98 લાખ રૂપિયા અને 30.98 લાખ રૂપિયા છે. તેના ફોર-વ્હીલ ડ્રાઇવ વેરિએન્ટ્સની કિંમત 33.68 લાખ રૂપિયા, 33.98 લાખ રૂપિયા અને 35.38 લાખ રૂપિયા છે. કંપનીએ કહ્યું કે, આ મોડેલમાં બે લિટર ટર્બો પાવરટ્રેન, આઠ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

કંપની યોજના : એમજી મોટર ઇન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ચાબાએ જણાવ્યું હતું કે, અમારું માનવું છે કે ગ્લોસ્ટર પોતાના સેગમેન્ટમાં મેચલેસ લક્ઝરી, ટેકનોલોજી અને ઓફ-રોડિંગ અનુભવના આધારે એક નવો બેંચમાર્ક સ્થાપશે. ગ્લોસ્ટરની સ્પર્ધા ટોયોટાની ફોર્ચ્યુનર અને ફોર્ડની એન્ડેવર સાથે થશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

રશિયા આવતા મહિને ફરીથી વિશ્વને આશ્ચર્યચકિત કરી શકે છે, બીજી રસી લાવવા માટેની તૈયારી.

Amreli Live

સફળતાના ત્રણ સૂત્ર છે P3, પરિશ્રમ, પ્રાર્થના અને પ્રતીક્ષા, જો આ ત્રણેય સંતુલનમાં રહેશે તો કોઈ લક્ષ્ય દૂર રહેશે નહીં.

Amreli Live

આજે માતા કાત્યાયનીની કૃપાથી આ રાશિના લોકો માટે ધન લાભના યોગ છે, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય.

Amreli Live

ઝૂમ મિટિંગમાં સેક્રેટરી સાથે અધિકારીએ કર્યું એવું કામ કે તેમની સામે લેવાયા આ પગલાં

Amreli Live

ચીનમાં નવી ચેપી બીમારીથી 7 મરી ગયા, 60 બીમાર, માણસોમાં ફેલાય છે એવી શંકા જણાવી

Amreli Live

માં કુષ્માંડાની કૃપાથી આ રાશિના લોકો માટે આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો કેવું રહેશે ચોથું નોરતું.

Amreli Live

ગણેશજીની કૃપાથી આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, ધનપ્રાપ્તિના યોગ છે.

Amreli Live

મચ્છર દ્વારા શું થઈ શકે છે, તમે કલ્પના પણ નહીં કરી હોય, જાણો વિશેષ વાતો.

Amreli Live

બંધ ઘરોમાં કેવી રીતે ફેલાય છે કોરોના તેનું થયું સંશોધન, મકાનોને હોટસ્પોર્ટ બનાવી શકે છે સંક્રમિત ડ્રોપલેટ્સ

Amreli Live

આજે વૃષભ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે, વેપારીઓને વેપારમાં થશે ધનલાભ.

Amreli Live

આ બે દેશી નુશખા તમારા ઘણા હઠીલા એવા ચામડીના રોગને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે.

Amreli Live

સદીઓ જૂની હોટલમાં આ પેઇન્ટિંગને જોઈને ડરી ગયા હતા સુશાંત, રુદ્રાક્ષની માળા લઈને જપવા લાગ્યા હતા મંત્ર

Amreli Live

કોર્ટમાં પત્ની બોલી : પતિ ખુબ પ્રેમ કરે છે, ક્યારે ઝગડતો નથી, દરેક ભૂલ કરે છે માફ, છૂટાછેડા જોઈએ છે.

Amreli Live

આ પણ તાજમહેલ… કર્ણાટકના શ્રીનિવાસ ગુપ્તાએ બનાવી સ્વર્ગીય પત્નીનું મીણનું પૂતળું.

Amreli Live

કોરોનાથી બચવું હોય તો ખાવો આ ફળ, રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં છે અસરકારક

Amreli Live

Oppo એ 11,990 રૂપિયામાં લોન્ચ કર્યો 5,000mAh બેટરી વાળો ફોન.

Amreli Live

અમેરિકાની પહેલી હિન્દૂ સાંસદે જણાવ્યું : ખરાબ સમયમાં ગીતાથી મળે છે શાંતિ-શક્તિ

Amreli Live

માં અને માસીએ તાંત્રિકને સોંપી પોતાની દીકરી, તાંત્રિકે કરી તેની આવી હાલત.

Amreli Live

કંઈક નવું અને ખુબ જ સ્વાદિષ્ટ છે ‘ઉત્તરાખંડનું ચૈસુ’, જાણો બનાવવાની રીત

Amreli Live

જાણો આ 9 શેરોએ કઈ રીતે રોકાણકારોને પોતાની માયાજાળમાં ફસાવી રાખ્યા છે?

Amreli Live

ઘરમાં વધી ગયા છે ઉંદર અથવા કીડીઓ, તો તેને અવગણવું નહિ, આ વાત તરફ કરે છે ઈશારો.

Amreli Live