26.4 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

ફિલ્મ-ટીવીના શૂટિંગ માટે મળી શરતી મંજૂરી

મુંબઈ: કોરોના વાયરસના કારણે લોકડાઉનને પગલે બે મહિના કરતા વધારે સમયથી બંધ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે સારા સમાચાર છે. હકીકતમાં, મહારાષ્ટ્ર સરકારે ફિલ્મ, ટીવી સીરિયલ અને વેબ સીરીઝના શૂટિંગ માટે શરતી મંજૂરી આપી દીધી છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે થયેલી બેઠકમાં ફિલ્મ, ટીવી સીરિયલ નિર્માતાઓએ શૂટિંગની મંજૂરી આપવાની માગ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

ફિલ્મ, ટીવી સીરિયલ અને વેબ સીરીઝના શૂટિંગ પહેલા સંબંધિત વિભાગની મંજૂરી લેવી પડશે અને બધી ગાઈડલાઈન્સનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. તે સાથે જ સોશયલ મીડિયા ડિસ્ટન્સિંગ અને સાવચેતી સહિત તમાન ઉપાયોનું પણ ધ્યાન રાખવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, સીએમ ઉદ્ધવ ઠાકરેની સાથે થયેલી આ બેઠકમાં ફિલ્મ નિર્માતા નિતીન વૈદ્યએ જણાવ્યું હતું કે કોરોના સંકટના કારણે ઈન્ડસ્ટ્રીને રોજનું કરોડોનું નુકસાન થઈ રહ્યુ છે. એક અંદાજ મુજબ, માત્ર ટીવી ઈન્ડસ્ટ્રીમાં જ દર વર્ષે 30 હજારથી વધુ એપિસોડ્સનું નિર્માણ કરવામાં આવે છે. એવામાં ટીવી ઈન્ડસ્ટ્રી સાથે સંલગ્ન લોકો પણ બેકારીનો સામનો કરી રહ્યા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે એક મોટા વર્ગનો રોજગાર જોડાયેલો છે, એટલે સરકાર પ્રોડક્શન હાઉસોને ફિલ્મ સિટીમાં ભાડામાં છૂટ આપવા વિચાર કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, શૂટિંગ અને પ્રોડક્શનની છૂટ માત્ર એ વિસ્તારોમાં જ અપાશે, જેને રેડ ઝોન જાહેર નથી કરાયા.


Source: iamgujarat.com

Related posts

Video: ગાડીના બોનેટ પર બેસી ગયો હાથી અને પછી..

Amreli Live

કોરોના સંકટ: અમદાવાદની વધુ કેટલીક ખાનગી સ્કૂલોએ વાલીઓને ફીમાં રાહત આપી

Amreli Live

ગોધરાની બીજી સૌથી મોટી મસ્જિદમાં બન્યું કોવિડ કેર સેન્ટર, દર્દીઓ માટે માંગી દુઆ

Amreli Live

અમદાવાદ: પુત્ર જન્મ્યો હોવાનું કહીને પુત્રી આપતાં કપલે હોસ્પિટલ સ્ટાફ સામે નોંધાવી ફરિયાદ

Amreli Live

પાકિસ્તાનમાં કોરોનાના કેસ 2 લાખને પાર, 4 હજાર કરતા વધુના મોત

Amreli Live

ભારતીય સશસ્ત્ર દળોને ચીનની આક્રમકતાનો જડબાતોડ જવાબ આપવાની છૂટ

Amreli Live

તેલંગાણાના તિરૂપતિ, લોકડાઉનમાં પણ અટક્યું નહીં હજારો કરોડના ખર્ચે બનતા યદાદ્રી મંદિરનું કામ, જલ્દી જ શુભારંભની તૈયારી

Amreli Live

શું હવે ‘વેબ સીરિઝ’ જેવા કન્ટેન્ટ પર પણ ફરવા લાગશે સેન્સરની કાતર?

Amreli Live

કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને વળતર ચૂકવવાની ગુજરાત હાઈકોર્ટમાં PIL થઈ

Amreli Live

5 જુલાઈ જન્મદિવસ રાશિફળ: રચનાત્મક કાર્યોમાં મળશે સફળતા

Amreli Live

શું દેશના આ શહેરમાં કોરોના 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લુના ભયાનક ટ્રેન્ડને અનુસરી રહ્યો છે?

Amreli Live

કરિશ્મા કપૂરની 46મી બર્થ ડે પર કરિનાએ કહી ખાસ વાત, રિદ્ધિમા કપૂરે પણ પાઠવી શુભકામના

Amreli Live

લોકોને હસાવતા-હસાવતા સ્ટેજ પર બેભાન થયો આ કોમેડિયન, નીકળ્યો કોરોના પોઝિટિવ

Amreli Live

ચીની સૈન્ય હવે ડોકલામમાં પણ ઘૂસ્યું? સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું સ્પષ્ટતા કરે સરકાર

Amreli Live

એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે સુશાંત સિંહ રાજપૂતના પરિવારની માફી માગી, આવું છે કારણ

Amreli Live

પ્રેગ્નન્સીમાં એનીમિયાથી માતા અને ગર્ભ પર રહે છે સંકટ, બચવા માટે આટલું કરો

Amreli Live

PM મોદી બન્યા હતા જેમના ફેન, તે જામયાંગ સેરિંગને મળી લદાખની મોટી જવાબદારી

Amreli Live

જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું નિધન, બોલિવૂડને વધુ એક મોટો ઝટકો

Amreli Live

ભારત-ચીન વિવાદઃ શું પીએમ મોદી પર લોકોને છે વિશ્વાસ?

Amreli Live

કોરોનાકાળમાં પણ આ કંપનીએ કર્મચારીઓની સેલેરી 12 ટકા વધારી, બોનસ પણ આપ્યું

Amreli Live

મંત્રી કાનાણીના દીકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચેની બબાલનો ઓડિયો વાયરલ

Amreli Live