25.7 C
Amreli
21/09/2020
bhaskar-news

ફિચે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડી 0.8 ટકા કર્યો, અત્યાર સુધીનો આ સૌથી નીચો વૃદ્ધિ દરનો અંદાજ છેગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે મંગળવારે ચાલુ નાણાંકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ઘટાડીને0.8 ટકા કર્યો છે, જે અત્યાર સુધીનો સૌથી ઓછો વૃદ્ધિનો અંદાજ છે. કોવિડ-19 મહામારી અને તેને અટકાવવા માટે સરકારી પ્રયત્નોની અસરને ધ્યાનમાં રાખી અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એજન્સીનું કહેવું છે કે આ મહામારી અગાઉના 5.6 ટકાના અમારા પૂર્વાનુમાનની તુલનામાં આ અંદાજ ઘણો ઓછો છે.

વર્ષ 2021-22માં વિકાસ દર 6.7 ટકા રહી શકે છે

એજન્સીના અંદાજ પ્રમાણે નાણાકીય વર્ષ 2021-22માં વિકાસ દર 6.7ટકા સુધી વધવાની આશા છે. પણ એવું લાગે છે કે આ સંકટથી રાજકોષિય તથા નાણાકીય ક્ષેત્રમાં તંગ સ્થિતિ વધી શકે છે. આ સાથે મીડિયમ ટર્મમાં દેશના વિકાસની સંભાવનાને અસર થઈ શકે છે. ફિચનું આ અનુમાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF)ના 1.9 ટકા અને વિશ્વ બેન્કના 1.5-2.8 ટકાના અનુમાનથી ઓછું છે. તે ફિચ સમૂહની કંપની ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ (ઈન્ડ-રા)ના 1.9 ટકા અંદાજથી પણ ઘણો ઓછો છે.

ક્રિસિલે પણ સોમવારે તેનો અંદાજ ઘટાડ્યો હતો

સોમવારે અન્ય એક રેટીંગ એજન્સી ક્રિસિલે તેનો અંદાજ 3.5 ટકાના પૂર્વાનુમાનને ઘટાડી 1.8 ટકા કર્યો હતો. સરકારે પણ હજુ 6 ટકાથી 6.5 ટકાના અંદાજમાં સુધારો કરવાનો છે કારણ કે તે નાણાકીય વર્ષ 2019-20ના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળા અને નાણાકીય વર્ષ 2020-21ની એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળાના ગ્રોથના આંકડાની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. ઈન્ડિયાનો જીડીપી ગ્રોથ રેટ વધુ ઘટી 1.9 ટકા થઈ જાય છે, જે 29 વર્ષથી નીચલા સ્તર પર છે.

ડિસેમ્બરમાં પણ ફિચે તેનો અંદાજ ઘટાડ્યો હતો

કોવિડ-19ની શરૂઆત પહેલા ડિસેમ્બરમાં ફિચે સ્ટેબલ આઉટલૂકથી 'બીબીબી માઈનસ' કર્યું હતું. આ અંતિમ ઈન્વેસ્ટમેન્ટ ગ્રેડ છે અને સ્ટેબલ દ્રષ્ટિકોણનો અર્થ છે કે તેમાં સુધારો મુખ્યત્વે રાજકોષિય કારણોના આધાર પર કેટલાક સમય બાદ કરવામાં આવશે. ફિચના અંદાજ પ્રમાણે લોઅર ગ્રોથ અથવા રાજકોષિય સ્થિતિ હળવી થવાને લીધે તેમા વધારો ઘટાડો થશે. ભારતનું રેટિંગના એવા કિસ્સામાં આંકલન આ નિર્ણયથી નિર્દેશિત થશે કે કોરોના સંકટ બાદ સ્થિતિમાં સંભવિત મધ્યાવર્તિ રાજકોષિય માર્ગ કેવો હશે.

ભારતનો રેકોર્ડ એકંદરે મિશ્રિત રહ્યો છે

એજન્સીએ વધુમાં કહ્યું છે કે સરકારે કોવિડ-19 નિયંત્રણમાં આવ્યા બાદ રાજકોષિય નીતિને ફરીથી સખત કરી શકે છે. તાજેતરમાં વર્ષોમાં રાજકોષિય લક્ષ્યાંકોને પૂરા કરવા તથા રાજકોષિય નિયમોને લાગુ કરવાનો ભારતનો રેકોર્ડ એકંદરે મિશ્રિત રહ્યો છે. તેમા ઉલ્લેખ કરવામાં આવેલ છે કે દેશ પાસે સ્વાસ્થ્ય સંકટથી પેદા થયેલ પડકારનો જવાબ આપવા માટે રાજકોષિય અવકાશ ખૂબ જ મર્યાદિત છે. ફિચના અંદાજ પ્રમાણે નાણાકીય વરષ 2020માં સામાન્ય સરકારી ઋણ જીડીપીના 70 ટકા હતો.

મધ્યમ સમયગાળા માટે આર્થિક જોખમ વધી શકે છે

એજન્સીનું અનુમાન ભારતની અપેક્ષાકૃત મજબૂત સ્થિતિ તેની સંપ્રભૂ રેટિંગનું સમર્થન કરે છે, અને તેણે પોતાના તુલનાત્મક સ્વરૂપથી કમજોર રાજકોષિય મેટ્રિક્સની ભરપાઈ કરવામાં મદદ કરે છે. જો ભારત તેની નાણાકીય સ્થિતિમાં તણાવનો વધુ એક સમયગાળો સામનો કરે છે તો મીડિયમ ટર્મ માટે આર્થિક જોખમ વધશે. વર્તમાન મંદીથી બેન્કિંગ ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી સુધાર ફરી ઉલટાઈ જશે. એજન્સીએ એ બાબત અંગે સાવચેત કર્યા છે કે લાંબા સમય સુધી નાણાકીય ક્ષેત્રની કમજોર ક્રેડિટ ગ્રોથ, આર્થિક ઉત્પાદન, રોકાણ અને ઉત્પાદકતા પર અસર કરી શકે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વિવિધ રેટિંગ એજન્સી જીડીપીના વૃદ્ધિ દરમાં સતત તેમના અનુમાનમાં ફેરફાર કરી રહી છે

Related posts

જુલાઈમાં 4 ઝોનની સ્થિતિ, 12 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં સરેરાશ દરરોજ 299 કેસ અને મધ્ય ગુજરાતમાં 7 મોત થયા

Amreli Live

અમદાવાદમાં વધુ 13 કેસો નોંધાયા, રાજ્યમાં સૌથી વધુ 77 કોરોના પોઝિટિવ કેસો થયા

Amreli Live

રાજ્યમાં 14310 એક્ટિવ કેસમાંથી 79 વૅન્ટિલેટર પર અને 14231ની હાલત સ્થિર, કુલ કેસ 75 હજારને પાર

Amreli Live

CM ગેહલોત હોટલમાં ફરી ધારાસભ્યોને મળ્યા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ પૂનિયાએ કહ્યું- ખુરસીની ભૂખે તમને લોભી બનાવી દીધા

Amreli Live

સોનુ નિગમની ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારને ધમકી, ‘મારું મોઢું ના ખોલાવીશ નહીંતર મરીના કુંવરનો વીડિયો પોસ્ટ કરી દઈશ’

Amreli Live

પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત, વિશ્વમાં 2 કરોડથી વધુ દર્દી

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં ભાગ લેનાર ભાજપના ધારાસભ્ય પોઝિટિવ, સંપર્કમાં આવેલા 3 MLAના પણ ટેસ્ટ થયા

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: 17 લાખ કેસ; એશિયામાં 10 હજાર 235 લોકોના મોત, સૌથી વધારે ઈરાનમાં ચાર હજાર મોત

Amreli Live

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

બ્રિટનમાં 24 કલાકમાં 813ના મોત; કોરોનામાંથી સાજા થયેલા PM જોનસન આવતીકાલે ઓફિસ જોઈન કરશે

Amreli Live

રાજ્યમાં આજથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, ધારાસભ્યોનાં પગાર 30% કપાયા, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મુલતવી

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

Amreli Live

દુનિયામાં 32 લાખ ચેપગ્રસ્ત પણ 32 દેશોમાં કોઈ કેસ નહીં

Amreli Live

બોટાદમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કોરોનાના કુલ 7015 દર્દી, મૃત્યુઆંક 425એ પહોંચ્યો

Amreli Live

અમદાવાદમાં 7 અને ભાવનગરમાં 2 સહિત શુક્રવારે નવા 9 કેસ, બેનાં મોત; ગુજરાતમાં કુલ 97 કેસ

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

અમદાવાદમાં વધુ 11 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 116 પોલીસ કોરોનાગ્રસ્ત, 17 પોલીસકર્મી ડિસ્ચાર્જ

Amreli Live

88 હજારના મોત, અમેરિકામાં 11 ભારતીયોના મોત, 16 પોઝિટિવ; 24 કલાકમાં 1973 લોકોના મોત

Amreli Live

અત્યાર સુધી 21,373 કેસ- 687 મોતઃ જમ્મુ-કાશ્મીરના DGPએ કહ્યું-પાકિસ્તાન કોરોના ફેલાવવા સંક્રમિતોને મોકલી રહ્યું છે

Amreli Live