30.4 C
Amreli
10/08/2020
કલેક્ટર ઓફિસ

ફરી લોકડાઉન તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો આપી રહ્યા છે સંકેત

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના કારણે જે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું તે પૂરું થઈ ગયું છે પણ હવે ‘અનલોક 1’માં ઝડપથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 440,215 કેસ નોંધાયા છે અને કુલ 14,011 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. હવે દેશના કેટલાંક મોટા શહેરમાં કોરોનાના કેસ વધતા લોકડાઉનનો વિચાર કરાયો છે. ચેન્નઈમાં તારીખ 19થી 30 જૂન સુધી લોકડાઉન લાગુ છે. ગુવાહાટીમાં પણ મંગળવારથી 14 દિવસનું લોકડાઉન લાગુ કરાયુ છે. જ્યારે હવે બેંગલુરુમાં કોરોનાના કેસ વધતા ફરી લોકડાઉન લાગુ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

તમિલનાડુના ચેન્નઈમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ચેન્નઈમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 44,205 કેસ નોંધાયા છે. જ્યારે આસામમાં વધી રહેલા કોરોના વાયરસના કેસના કારણે ફરી એક વખત લોકડાઉનની ચર્ચા શરૂ થઈ છે. ગુવાહાટીના 11 નગર પાલિકા ક્ષેત્રમાં મંગળવારથી 14 દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આસામમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 5586 કેસ નોંધાયા છે અને કુલ 9 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. ગુવાહાટીમાં હવે રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં 50 હજાર સેમ્પલ લેવામાં આવશે.

ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના નવા 549 દર્દીઓ અને 26 મોત, કુલ 28429 પોઝિટિવ કેસ

કર્ણાટકાના હેલ્થ મિનિસ્ટરે જણાવ્યું કે જો કોરોના વાયરસના કેસ ઘટશે નહીં તો બેંગલુરુમાં ફરી લોકડાઉન લાગુ થઈ શકે છે. બેંગલુરુમાં અત્યાર સુધીમાં અર્બન અને રુરલ એમ મળીને કોરોના વાયરસના કુલ 1557 કેસ નોંધાયા છે. જ્યારે કુલ 75 લોકોના મોત થયા છે.


Source: iamgujarat.com

Related posts

આગામી અઠવાડિયે રાજ્યમાં સારા વરસાદની આગાાહી, બફારાથી મળશે રાહત

Amreli Live

હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાનો દંડ વસૂલે છે પોલીસ!

Amreli Live

કોહલી સાથે તકરાર કરવાથી ડરે છે આ ઓસ્ટ્રેલિયન બોલર, જણાવ્યું ખાસ કારણ

Amreli Live

સ્કૂલો ખોલવાની ઉતાવળ નહીં કરાય, અભ્યાસક્રમમાં કરાશે જરુરી ઘટાડોઃ ચુડાસમા

Amreli Live

VIDEO: ડોક્ટર જાતે જ ટ્રેક્ટર ચલાવીને કોરોના દર્દીનો મૃતદેહ સ્મશાન લઈ ગયા

Amreli Live

અ’વાદઃ વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા વેપારીએ 12મા માળેથી કૂદીને કર્યો આપઘાત

Amreli Live

સુશાંતે આત્મહત્યા માટે ઉપયોગમાં લીધેલા કપડાને FSLમાં મોકલાયું, રિપોર્ટમાં થશે આ ખુલાસો

Amreli Live

રાજ્યસભા ચૂંટણી પરિણામઃ કઈ બેઠક પર કોણ જીત્યું? જાણી લો અહીં

Amreli Live

ભારત સાથે સરહદ વિવાદ: વિવાદિત નકશાને નેપાળની સંસદે આપી મંજૂરી

Amreli Live

03 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોનાથી પાકિસ્તાન બેહાલ, પોઝિટિવ કેસોની સંખ્યા 64 હજારને પાર

Amreli Live

અમદાવાદમાં સામે આવી દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, પિતાએ પુત્રીને જ બનાવી હવસનો શિકાર

Amreli Live

ઘરના તમામ સભ્યો માટે બનાવો ખૂબ જ હેલ્ધી એવા પમ્પકિન-આલમંડ કબાબ

Amreli Live

Pics: સુશાંત સિંહની આત્મહત્યાના એક મહિના પછી મુક્તેશ્વર મહાદેવના શરણમાં પહોંચી એકતા કપૂર

Amreli Live

કોરોનાના સંક્રમણથી બચવા વીંટી-મંગળસૂત્ર જેવી રોજ પહેરાતી જ્વેલરીની આ રીતે કરો સફાઈ

Amreli Live

ફરી સામે આવી સિવિલમાં બેદરકારીઃ વૃદ્ધના અંતિમ સંસ્કાર પછી ફોન કરીને તબિયત સારી હોવાની જાણ કરાઈ

Amreli Live

2 જુલાઈ જન્મદિવસ રાશિફળ: મહિલાઓ માટે સુખદ સમય, દાંપત્ય જીવનમાં વધશે પ્રેમ

Amreli Live

અમિત શાહે ગુજરાતના આ 5 ગામોને ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ માટે પસંદ કર્યા

Amreli Live

ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી રમણ પાટકર કોરોનાના લક્ષણો સાથે સિવિલમાં દાખલ

Amreli Live

માતા ફાંસો ખાઈ રહી હતી, 3 વર્ષની બાળકીએ આ રીતે જીવ બચાવી લીધો

Amreli Live

આ ગામનો AMC સાથે જોડાવાનો ઈનકાર, હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા

Amreli Live