દગો ખાધો હોય એવા પ્રેમીઓને ‘ચા’ પર ડિસ્કાઉન્ટ આપે છે આ ‘બેવફા ચા વાળો’, વાંચો રસપ્રદ સ્ટોરી. મધ્યપ્રદેશમાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની યાદમાં એક ચા ની દુકાન ખોલી, અને પોતાની દુકાનનું નામ બેવફા ચા વાળો રાખ્યું.
આ દુકાનમાં બે કિંમતમાં ચા વેચવામાં આવે છે. જો કોઈ પ્રેમી જોડું અહીં ચા પીવા આવે છે, તો તેમને 20 રૂપિયામાં ચા આપવામાં આવે છે. જયારે પ્રેમમાં દગો મળ્યો હોય તેવા વ્યક્તિને 15 રૂપિયામાં ચા આપવામાં આવે છે. પોતાના નામ અને ચા ની કિંમતોને કારણે આ દુકાન ઘણી ચર્ચામાં છે. આ દુકાનના માલિકનું નામ દીપક છે, અને તેના અનુસાર તેને પ્રેમમાં દગો મળ્યો હતો. આ કારણે તેણે પોતાની દુકાનનું નામ બેવફા ચા વાળો રાખ્યું છે.
દીપકને જયારે સવાલ પૂછવામાં આવ્યો કે, છેવટે તે એવા લોકોને શા માટે ફ્રી માં ચા આપે છે, જેમને પ્રેમમાં દગો મળ્યો હોય? તો તેના પર દીપકે જણાવ્યું કે, તેની સાથે પણ એવું થયું છે. આ કારણ સર તે દગો મળ્યો હોય એવા લોકોને ડિસ્કાઉન્ટમાં ચા આપે છે. દીપકે જણાવ્યું કે, જે લોકો અહીં ચા પીવા આવે છે, તે જરૂર પૂછે છે કે, તમે પોતાની દુકાનનું નામ બેવફા ચા વાળો કેમ રાખ્યું?
દીપક અનુસાર, તે કોઈને પોતાની લવ સ્ટોરી નથી જણાવતો. જોકે મીડિયાએ જયારે દીપકને તેની લવ સ્ટોરી પૂછી, તો દીપકે ફક્ત એટલું જ કહ્યું કે, કોઈના બેવફા થઈને જીવનથી દૂર જતા રહેવાનું દુઃખ તેણે સહન કર્યું છે, અને એટલા માટે તેણે ચા ની દુકાનનું નામ બેવફા ચા વાળો રાખ્યું છે.
દીપક તરફથી દેશના જવાનો એટલે કે આર્મી ઓફિસરોને મફત ચા આપવામાં આવે છે. દીપકનું કહેવું છે કે તે દેશ માટે કંઈક કરવા માંગતો હતો. એટલા માટે તે દેશના જવાનોને મફત ચા આપે છે. સોશિયલ મીડિયા પર દીપકની દુકાનની ઘણી ચર્ચા થઈ રહી છે. અને લોકો દૂર દૂરથી અહીં આવીને ચા પી રહ્યા છે.
આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com