13.6 C
Amreli
27/01/2021
અજબ ગજબ

પોતાની ટીચરને ખુબ જ પ્રેમ કરતા હતા રાજ કપૂર, ઋષિ કપૂરની મદદથી આ ઈચ્છા કરી પુરી

સ્કૂલમાં ભણતી વખતે જ રાજ કપૂરનું પોતાની ટીચર પર આવી ગયું હતું દિલ, આવી રીતે કરી પોતાની ઈચ્છા પુરી. હિંદી સિનેમાના દિગ્ગજ અભિનેતા અને શો મેનના નામથી પ્રખ્યાત રાજ કપૂર બહુમુખી પ્રતિભાના ધની હતા. તે એક ઉત્તમ અભિનેતા હોવાની સાથે જ શાનદાર નિર્દેશક પણ હતા. આજથી લગભગ 50 વર્ષ પહેલા તેમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ મેરા નામ જોકર આજે પણ ચર્ચામાં રહે છે. જોકે ફિલ્મ દર્શકોને ખાસ પસંદ આવી ન હતી, પણ રાજ કપૂરે તેના માટે તનતોડ મહેનત કરી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે, રાજ કપૂરે આ ફિલ્મનું નિર્દેશન ઘણી ઝીણવટતા પૂર્વક કર્યું હતું. અને ખાસ વાત એ હતી કે આલોચકોએ આ ફિલ્મની પ્રશંસા કરી હતી. તે ફિલ્મ ઋષિ કપૂર માટે પણ ખાસ હતી. પોતાના પિતા રાજ કપૂરની ફિલ્મથી તેમણે 17 વર્ષની ઉંમરમાં બાળ કલાકારના રૂપમાં હિંદી સિનેમામાં ડેબ્યુ કર્યું હતું.

ફિલ્મ મેરા નામ જોકર સાથે જોડાયેલો એક કિસ્સો, અસલ જીવનમાં શો મેન રાજ કપૂરના જીવન સાથે જોડાયેલો હતો. જણાવી દઈએ કે ઋષિ કપૂરની ઓપોઝીટ ફિલ્મમાં એક્ટ્રેસ સિમી ગ્રેવાલે કામ કર્યું હતું. ફિલ્મમાં ઋષિ એક વિદ્યાર્થી હતા, અને સિમીએ ટીચરનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં ઋષિ કપૂર પોતાનાથી ઉંમરમાં મોટી પોતાની ટીચર પર દિલ હારી બેઠા હતા. એવું જ કંઈક અસલ જીવનમાં રાજ કપૂર સાથે પણ થયું હતું. સિમી ગ્રેવાલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેની સાથે જોડાયેલો કિસ્સો શેયર કર્યો હતો.

મેરા નામ જોકરમાં પોતાના પાત્ર મિસ મૈરી વિષે વાત કરતા સિમીએ કહ્યું હતું કે, એ વાતમાં કોઈ બે મત નથી કે મેરા નામ જોક્સમાં ભજવવામાં આવેલું પાત્ર તેમના કરિયરના સૌથી ચર્ચિત રોલ્સમાંથી એક રહ્યું છે. આ પાત્ર રાજ સાહેબના અંગત જીવનથી પ્રરિત હતું. હકીકતમાં જયારે રાજ કપૂર કિશોરાવસ્થામાં હતા ત્યારે તેમને પણ પોતાની એક ટીચર પર ક્રશ હતું.

સિમીએ કિસ્સા વિષે વાત કરતા આગળ જણાવ્યું હતું કે, એક વાર રાજજીએ મને જણાવ્યું હતું કે, જયારે તે કોલ બ્રાઉન્સ સ્કૂલમાં ભણતા હતા, ત્યારે તેમને એક એંગ્લો ઈંડિયન ટીચર ઘણી સારી લાગતી હતી. ત્યારબાદ સમય જતા તેમને શાંતિ નિકેતનમાં દામયંતી નામની છોકરી પર ક્રશ થઈ ગયો. તે છોકરી જ આગળ જઈને દામયંતી સહાની બની. તેમણે બલરાજ સાહની સાથે લગ્ન કર્યા હતા. એવામાં જે મિસ મૈરીનું પાત્ર હતું તે આ બે મહિલાઓ પર આધારિત હતું.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, ફિલ્મ મેરા નામ જોકરે હાલમાં જ 50 વર્ષ પુરા કર્યા છે. આ ફિલ્મ 18 ડિસેમ્બર 1970 ના રોજ રિલીઝ થઈ હતી. રાજ કપૂરે ફિલ્મમાં મુખ્ય રોલ ભજવ્યો હતો. જયારે તેમના દીકરા અને દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે આ ફિલ્મમાં એક વિદ્યાર્થીનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તે બાળ કલાકારના રૂપમાં દેખાયા હતા.

ઋષિ કપૂર, રાજ કપૂર અને સિમી ગ્રેવાલ સિવાય આ ફિલ્મમાં મહત્વના રોલમાં મનોજ કુમાર, અચલા સચદેવ, ઓમ પ્રકાશ જેવા પ્રતિભાશાળી કલાકારોએ પણ પોતાનું કૌશલ્ય દેખાડ્યું હતું. આ ફિલ્મની એક ખાસ વાત એ પણ છે કે, આ ફિલ્મ બે ઈન્ટરવલવાળી હિંદી સિનેમાની પહેલી ફિલ્મ હતી. પણ આટલા બધા કલાકારો અને આવી સ્ટોરી હોવા છતાં પણ ફિલ્મ લોકોના દિલોમાં ઉતરવામાં નિષ્ફ્ળ રહી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ધન લાભ માટે 30 ડિસેમ્બર પહેલા કરો આ સરળ ઉપાય, ખુલી શકે છે નસીબના દરવાજા.

Amreli Live

ભારતમાં આ જગ્યાએ પહેલી એર ટેક્સી સર્વિસની થઇ શરૂઆત, ફક્ત 45 મિનિટમાં પહોંચાડશે આ જગ્યાએ.

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ શુભફળદાયી નીવડશે, વિદ્યાર્થીઓને અભ્‍યાસમાં સફળતા મળે.

Amreli Live

Royal Enfield Meteor 350 ભારતમાં 6 નવેમ્બરે થશે લોન્ચ, જાણો શું હશે કિંમત અને ખાસિયતો.

Amreli Live

પ્રેગ્નેન્ટ થયા પછી 102 કિલોની થઈ ગઈ હતી આ એક્ટ્રેસ, લોકો મારવા લાગ્યા મહેણાં, આવી રીતે લોકોની બોલતી કરી બંધ.

Amreli Live

જો તમે કરશો આ કામ, તો તમારા પર પણ વરસશે ગુરુની કૃપા, જીવનમાં મળશે સુખ જ સુખ.

Amreli Live

મજેદાર જોક્સ : પિતા દીકરાને : એક કામ સારી રીતે થતું નથી તારાથી, તને ફુદીનો લાવવાનું કહ્યું હતું ને તું….

Amreli Live

આ મહિલા દુકાનમાંથી ખરીદી લાવી પોતાના માટે ‘પતિ’, શેયર કરી વિચિત્ર લવસ્ટોરી

Amreli Live

આ અઠવાડિયે આ 5 રાશિના લોકોને લાભ અને સફળતા મળશે, પણ આ રાશિના લોકોના જીવનમાં પડકારો આવી શકે છે.

Amreli Live

નવી મારુતિ સ્વીફ્ટ થઈ લોન્ચ, બ્લેક થીમને કારણે મળે છે શાનદાર લુક

Amreli Live

આ છે કેનેડાની ‘નાની બાહુબલી’, 7 વર્ષની ઉંમરમાં કરી કમાલ, ઉપાડ્યું અધધ કિલો વજન.

Amreli Live

ઝીલ મેહતાએ બોલ્ડ ફોટાઓથી ઉડાવ્યા લોકોના હોશ, ‘જૂની સોનુ’ નો આ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ.

Amreli Live

શ્રાવણમાં સવાર-સાંજ આ રીતે કરો શિવ આરાધના અને રાખો અમુક વાતોનું ધ્યાન, દરેક ઈચ્છાઓ થઈ જશે પુરી.

Amreli Live

જયારે કનૈયાથી રિસાઈ ગઈ હતી દેવી લક્ષ્મી, આજે પણ કરી રહી છે આ મંદિરમાં તેમની પૂજા.

Amreli Live

ફની જોક્સ : ટીચર : મધમાખી, બકરી શું આપે છે? બાળક : મધ અને દૂધ. ટીચર : અને જાડી ભેંસ? બાળક : જાડી ભેંસ તો…

Amreli Live

દિગ્ગજોને પછાડી અમિતાભ-શાહરુખ સાથે ઉભી રહી નેહા કક્કર, ફોર્બ્સની લિસ્ટમાં દેખાડ્યો જલવો

Amreli Live

બુરખો પહેરવા પર મળી મારી નાખવાની ધમકી, ટોપલેસ ફોટા પર ગઈ કોર્ટ, આ રીતે આવ્યો મમતાના કરિયરનો અંત.

Amreli Live

આજે સૂર્યદેવની કૃપાથી કર્ક રાશિના લોકોની ભાગ્‍યવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે, શુભ સમાચાર મળે.

Amreli Live

કન્યા રાશિ માટે આજનો દિવસ શુભ અને અનુકુળતાભર્યો હશે, પણ આ રાશિવાળાને ગુસ્‍સા ૫ર કાબુ રાખવાની સલાહ છે.

Amreli Live

ઘરના દાદરનું વાસ્તુ સાથે શું કનેક્શન છે? શું તેનાથી ઉભી થઈ શકે છે રાહુ કેતુની મુશ્કેલી? જાણો.

Amreli Live

વૃદ્ધિ યોગની સાથે બન્યા આ 2 અન્ય શુભ યોગ, આ 6 રાશિઓને થશે ફાયદો, મનોકામનાઓ થશે પુરી.

Amreli Live