31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

પેન્ડિંગ કેસ બાબતે પેટલાદના MLAના નામે ફોન આવતા હાઈકોર્ટના જજ ધૂંઆપૂંઆ

અમદાવાદઃ પેન્ડીંગ કેસ મામલે જજને ફોન કરવા પર તેમની નૈતિક લાગણી દુભાતા ગુજરાત હાઈકોર્ટે સોમવારે ફોન કરનાર કોણ હતું કે તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. આ સાથે એમ પણ જણાવ્યું હતું કે, ‘કોઈપણ ન્યાયના પ્રવાહને ખરાબ કરવાનો પ્રયાસ ન કરી શકે.’

ઘટના મુજબ, જસ્ટીસ બેલા ત્રિવેદીને સોમવારે સવારે આગોતરા જામીન અરજીના નિકાલ માટે ફોન આવ્યો હતો અને ફોન કરનારા વ્યક્તિએ પોતે પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ હોવાનું જણાવ્યું હતું. જજે તેમને તરત જ રોક્યા અને કહ્યું કે, તેમણે કેસ માટે ફોન નહોતો કરવો જોઈતો. આ બાદ તેમને એક મેસેજ પણ મળ્યો જેમાં વિજય શાહ નામના વ્યક્તિના પેન્ડીંગ કેસની ડિટેલ હતી. વિજય શાહને પેટલાદ શહેરમાં 1લી મેએ લોકડાઉનનો ભંગ કરવા અને ડ્યુટી પર રહેલા પોલીસ પર હુમલો કરવાના આરોપમાં પકડાયો હતો.

પ્રાથમિક તપાસમાં આ મોબાઈલ નંબર ‘તોસિફ ફૈઝ ઝેરોક્ષ’ના નામે રજીસ્ટર્ડ હોવાનું સામે આવ્યું હતું. જજ આ ઘટનાથી ગુસ્સે થઈ ગયા હતા, અને જ્યારે અરજીની સુનાવણી કરી ત્યારે જસ્ટીસ ત્રિવેદીએ શાહના એડવોકેટ આશિષ દંગલીને પૂછ્યું કે, અરજદાર અને ધારાસભ્ય વચ્ચે શું સંબંધ છે. વકીલે હાઈકોર્ટને જણાવ્યું કે, કોઈ સંબંધ નથી. અડધા કલાક બાદ કોર્ટે કેસની સુનાવણી સાંભળવાનું નક્કી કર્યું હતું. સીનિયર વકીલ નિરુપમ નાણાવટીએ કોર્ટમાં હાજર થઈને સબમીટ કર્યું કે અરજદાર અને ધારાસભ્ય વચ્ચે કોઈ કનેક્શન નથી.

બીજી બાજુ ધારાસભ્યએ આવો કોઈ ફોન જજને કર્યો હોવાથી ઈનકાર કર્યો હતો. ધારાસભ્ય નિરંજન પટેલે અમારા સહયોગી TOIને જણાવ્યું કે, ‘હું છેલ્લા 30 વર્ષોથી જાહેર જીવનમાં છું. હું જાણું છું કે આપણે જજને ફોન ન કરવો જોઈએ. હું જ્યારે અરજકર્તા કે કેસ વિશે કશું ન જાણતો હોય તો શા માટે હાઈકોર્ટના જજને ફોન કરું. કોઈએ મારા નામથી જજને ફોન કરીને મજાક કરી છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ.’

આ દરમિયાન ગુસ્સે થયેલા જજે રજિસ્ટ્રાર (IT) અને રજિસ્ટ્રાર (વિજિલન્સ)ને આ મામલે તપાસ કરીને મંગળવારે નવી રિપોર્ટ સાથે આવવા માટે જણાવ્યું હતું.


Source: iamgujarat.com

Related posts

એબી ડિ વિલિયર્સના ફેન્સ માટે ખુશખબર, ક્રિકેટમાં કરી શકે છે કમબેક

Amreli Live

સુરતમાં હીરા ઉદ્યોગ અંગે મહત્વનો નિર્ણય, કોરોનાના 3 કેસ નોંધાયા તો યુનિટ બંધ કરાશે

Amreli Live

કોરોના વાયરસ: અમદાવાદમાં 3282 એક્ટિવ કેસ, 38% કેસ પશ્ચિમ વિસ્તારના

Amreli Live

અમદાવાદઃ શહેરમાં ફરતા ધન્વંતરી રથમાં હવે મેલેરિયા અને ડેન્ગ્યુના પણ ટેસ્ટ થશે

Amreli Live

જૂનાગઢમાં પૂર્વ પ્રેમીએ પરિણિત પ્રેમિકાની બજારની વચ્ચે કરી હત્યા, મૃતદેહ પાસે જ બેસી રહ્યો

Amreli Live

ભાડે રહો છો? આ રીતે આધાર કાર્ડમાં બદલો સરનામું

Amreli Live

PM કેર્સ ફંડમાં ચાઈનીઝ કંપનીઓએ ડોનેશન આપ્યુંઃ કોંગ્રેસ

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સતત બીજા દિવસે સાંજે ધોધમાર વરસાદ

Amreli Live

વડોદરા, ભરૂચ અને સુરતથી આવતી-જતી એસટી બસ સેવા ફરીથી શરૂ થઈ

Amreli Live

કોરોના, પર્યાવરણ, વિકાસ…UNમાં પીએમ મોદીની ખાસ વાતો

Amreli Live

નવસારી: આત્મહત્યા કરનાર યુવતીનું અંગદાન, પિતાએ કહ્યું- ‘આ રીતે મારી દીકરી જીવિત રહેશે’

Amreli Live

ઈંગ્લેન્ડ રવાના થતા પહેલા પાકિસ્તાનના ત્રણ ક્રિકેટર કોરોના પોઝિટિવ!

Amreli Live

કોરોનાને હરાવનાર શ્રેણુ પરીખે કહ્યું, ‘ટેસ્ટ કરાવ્યા બાદના 24 કલાક સૌથી ખરાબ હતા’

Amreli Live

નહાતા પહેલા શરીર પર તેલથી કરો મસાજ, થશે અદ્ભૂત ફાયદા

Amreli Live

અમેરિકા અને બ્રિટને લગાવ્યો આરોપ, રશિયા ચોરી રહ્યું છે કોરોના વેક્સીન રિસર્ચ

Amreli Live

ભારત-ચીન વિવાદ વચ્ચે પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ HDFCમાંથી પોતાની ભાગીદારી વેચી

Amreli Live

એક જ સ્થળે રમાઈ શકે છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ સિરીઝ

Amreli Live

19 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ યંત્રની પૂજા કરવાથી જીવનમાં આવશે સુખ-શાંતિ

Amreli Live

લોકડાઉનમાં ખર્ચાઈ ગઈ આ એક્ટ્રેસની બચત, કહ્યું ‘હવે કામ શોધવાની જરૂર’

Amreli Live

કલોલના સાંતેજમાં આવેલી કેનાલમાં નહાવા પડેલા 2 યુવકો ડૂબ્યા, શોધખોળ ચાલુ

Amreli Live

સુરતમાં કોરોના વિસ્ફોટ: સતત બીજા દિવસે 100થી વધુ કેસ અને 4 દર્દીઓના મોત

Amreli Live