પત્ની શ્વેતા સાથે કશ્મીરમાં હનીમૂન મનાવી રહ્યા છે આદિત્ય, પહેલો ફોટો આવતા જ એવો વાયરલ થયો કે… સિંગર અને હોસ્ટ આદિત્ય નારાયણ લગ્ન પછી હનીમૂન માટે ગયા છે. પોતાની પત્ની શ્વેતા સાથે તે પૃથ્વી પરના સ્વર્ગ કહેવાતા કશ્મીરની વાદીઓમાં મજા માણી રહ્યા છે. કડકડતી ઠંડીમાં બંને જણા આ ટ્રીપની મજા લઇ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર તેમના હનીમૂનનો પહેલો ફોટો સામે આવી ગયો છે. આદિત્યએ પોતે ઇન્સ્ટાગ્રામ પર શ્વેતા અગ્રવાલ સાથે એક સુંદર ફોટો શેયર કર્યો છે. ફોટામાં આદિત્ય અને શ્વેતા ઘણા સ્વીટ દેખાઈ રહ્યા છે.
આદિત્ય જણાવી રહ્યા છે કે, તેમની આ પહેલી કશ્મીર ટ્રીપ છે. આ પહેલા તેમને દેશના આ સુંદર ખૂણામાં આવવાનો અવસર મળ્યો ન હતો. તે લખે છે – હનીમૂનની શરૂઆત થઈ ગઈ છે. ધરતી પરના સ્વર્ગ પર હું પહેલી વાર આવ્યો છું.
સોશિયલ મીડિયા પર આ ફોટો ટ્રેન્ડ કરી રહ્યો છે. ફેન્સ આ નવા કપલની કેમેસ્ટ્રીને ઘણી પસંદ કરી રહ્યા છે અને સતત કમેન્ટ કરી પોતાનો પ્રેમ દેખાડી રહ્યા છે.
જણાવી દઈએ કે, આદિત્ય અને શ્વેતા એક ડિસેમ્બર 2020 ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. કોરોનાને કારણે લગ્નમાં વધારે મહેમાન આવ્યા ન હતા, પણ તેમના લગ્નના ફોટા ખુબ ચર્ચામાં રહ્યા.
લગ્ન પછી આદિત્યનો એક ફની વિડીયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો હતો, જ્યાં શ્વેતા પોતાની સાસરીમાં પહેલી વાર ખાવાનું બનાવી રહી હતી. આ વિડીયો શેયર કરતા આદિત્ય કહી રહ્યા હતા કે, જો સારું ખાવાનું નહિ બનાવ્યું તો પિયર જતી રહેજે.
આમ તો લગ્ન પછી આદિત્ય જલ્દી જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થવાની તૈયારી કરી રહ્યા છે. તેમણે મુંબઈમાં અંધેરીમાં એક 3 BHK ઘર ખરીદી લીધું છે. તે થોડા મહિનામાં જ ત્યાં શિફ્ટ થઈ શકે છે.
આદિત્યએ જણાવ્યું હતું કે તેમણે પોતાના આ સપનાના ઘર માટે ઘણું પ્લાનિંગ કર્યું હતું. તે લાંબા સમયથી પૈસા બચાવી રહ્યા હતા જેથી આ ઘર ખરીદી શકે. જણાવવામાં આવી રહ્યું છે કે, તેમનું આ નવું ઘર પિતા ઉદિત નારાયણના ઘરથી ઘણું નજીક છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com