33.6 C
Amreli
24/10/2020
અજબ ગજબ

પીએમ 1.3 લાખ લોકોને સોંપશે જમીનના દસ્તાવેજ, જાણો શું છે આ સ્કીમ.

પ્રધાનમંત્રી 1.3 લાખ લોકોને સોંપવા જઈ રહ્યા છે જમીનના દસ્તાવેજ, જાણો આ સ્કીમ વિષે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરના રોજ સ્વામિત્વ યોજના (SVAMITVA) હેઠળ 1.32 લાખ લોકોને જમીનની માલિકીના દસ્તાવેજો સોંપશે. સરકાર સ્વામિત્વ યોજનાને ઐતિહાસિક પગલું ગણાવી રહી છે. આનાથી ગામોમાં જમીનના વિવાદોનું સમાધાન કરવામાં મદદ મળશે. આ યોજના હેઠળ ચાર વર્ષમાં તબક્કાવાર રીતે 6.62 લાખ ગામડાઓ આવશે. અત્યાર સુધી સરકાર પાસે ગામની વસ્તીની જમીનનો કોઈ રેકોર્ડ નહોતો. રેકોર્ડ મળ્યા બાદ ગામોના લોકોને તેમની જમીન પર બેંક લોન પણ મળી શકશે.

24 એપ્રિલે સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી : પીએમ મોદીએ 24 મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ પર સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી. સરકારનું લક્ષ્ય છે કે, 2024 સુધીમાં 6.62 લાખ ગામોની વસ્તીની જમીનનો રેકોર્ડ ઉપલબ્ધ થઇ શકે.

વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવશે : ગ્રામીણ વિસ્તારોને લઈને ભરવામાં આવેલા આ પગલાથી ગામડાઓમાં કરોડો લોકો સશક્ત થશે. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંપત્તિ કાર્ડ સોંપશે. યોજનાની શરૂઆત સાથે 1 લાખથી વધુ લોકોના ફોનમાં એસએમએસ લિંક મોકલવામાં આવશે, જેના દ્વારા તેઓ સંપત્તિ કાર્ડ (પ્રોપર્ટી કાર્ડ) ડાઉનલોડ કરી શકશે.

આ 763 ગામોમાં કાર્ડનું વિતરણ કરવામાં આવશે : પીએમ મોદી આ ડિજિટલ કાર્ડ 763 ગામના લોકોને આપશે. જેમાં ઉત્તર પ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના 2 ગામોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સિવાયના તમામ રાજ્યોને ફક્ત 1 દિવસમાં સંપત્તિની ડિજિટલ કોપી મળી જશે. જ્યારે મહારાષ્ટ્રમાં સંપત્તિ કાર્ડ માટે 1 મહિના રાહ જોવી પડે છે. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરશે. આ પ્રસંગે કેન્દ્રીય પંચાયત મંત્રી પણ હાજરી આપશે. આ કાર્યક્રમ સવારે 11 વાગ્યે શરૂ થશે.

સ્વામિત્વ યોજના શું છે? સ્વામિત્વ યોજના પંચાયતી રાજ મંત્રાલયની કેન્દ્રિય યોજના છે. તેને પીએમ મોદીએ 24 એપ્રિલ 2020 ના રોજ લોન્ચ કરી હતી. આ યોજનાનો હેતુ ગ્રામીણ વિસ્તારના ઘરોના માલિકોને ‘અધિકારનો રેકોર્ડ’ આપવાનો અને સંપત્તિ કાર્ડ આપવાનો છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક રાજ્યોમાં લગભગ 1 લાખ ગામ અને પંજાબ અને રાજસ્થાનના કેટલાક સરહદી ગામોનો આમાં સમાવેશ થયો છે. પંજાબ અને રાજસ્થાનમાં ગામોને પાઇલટ ચરણ (2020-21) માં શામેલ કરવામાં આવી રહ્યા છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ અઠવાડિયે આ 7 રાશિઓ પર માતા લક્ષ્મીની બની રહશે અપાર કૃપા, ઘરમાં થશે લક્ષ્મીનું આગમન

Amreli Live

આ નવરાત્રી પર Renault ની આ કાર પર મેળવો 40,000 રૂપિયા સુધીની બંપર છૂટ, કિંમત 2.99 લાખ રૂપિયાથી શરુ.

Amreli Live

દરેક વર્ષે એજેન્ડાના વચનને પૂર્ણ કરી રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે PM નરેન્દ્ર મોદી

Amreli Live

આજે આ રાશિના લોકો આર્થિક લાભ મેળવી શકે, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થાય, કુંવારા માટે લગ્‍નનો યોગ છે.

Amreli Live

ભોલેનાથની કૃપાથી આજે નોકરિયાત વર્ગને તેમના કાર્યમાં યશ અને સફળતા મળશે, આવક વધવાના યોગ છે.

Amreli Live

ઘરે લાવો ચાંદીનો હાથી, ધનલાભની ઈચ્છા થઇ જશે પૂર્ણ, કરિયરમાં મળશે સફળતા, જાણો યોગ્ય રીત.

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

કોરોના વાયરસ ફેફસામાં કાંઈક એવી વિચિત્ર ક્રિયા કરી રહ્યો છે એ જાણો, જેનાથી ઓક્સિજન માટેના રસ્તા થઈ રહ્યા છે બંધ.

Amreli Live

હીરો સ્પ્લેન્ડર પ્લસ બ્લેક અને એક્સેન્ટ એડિશન લોન્ચ, ગ્રાહક પોતાની પસંદ અનુસાર તેના ગ્રાફિક્સ કસ્ટમાઇઝ કરી શકશે.

Amreli Live

Mission Impossible 7 ની શૂટિંગ પર ‘મેડ ઈન ઇન્ડિયા’ મોટરસાઇકલ ચલાવતા દેખાયા ટોમ ક્રુઝ, વાયરલ થયો વિડીયો

Amreli Live

સુશાંત કેસની CBI તપાસ, એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ કંઈક આવી પ્રતિક્રિયા આપી

Amreli Live

આખા અમેરિકામાં હાઈએસ્ટ માર્ક્સ લાવી MD ની પદવી મેળવીને પટેલ સમાજની આ દીકરીએ કર્યું દેશનું નામ રોશન.

Amreli Live

બિગ બોસ 14 : શું લગ્ન પછી પારસ છાબડાને ડેટ કરી રહી હતી પવિત્રા પુનિયા? એક્ટ્રેસે પારસ માટે કહી આ વાત.

Amreli Live

માણસને હીજડો બનાવતો મચ્છર કેમ ચૂસે છે માણસોનું લોહી? વૈજ્ઞાનિકોએ રજુ કર્યું ચક્કીત કરતું કારણ.

Amreli Live

હથેળીમાં રહેલી જીવન રેખા : રેખાઓ જણાવે છે ભવિષ્યમાં થનારી બીમારીઓ અને અકસ્માતો વિષે.

Amreli Live

ચીની ઉત્પાદનોના વિરોધને નબળું જણાવવું એટલે પોતાની જ શક્તિને ઘણી ઓછી કરીને આંકવી.

Amreli Live

શ્રાવણમાં પારદ શિવલિંગની પૂજા જરૂર કરો અને ઘરમાં પણ રાખો પારાથી બનેલું નાનકડું શિવલિંગ, થાય છે વાસ્તુ દોષ દૂર

Amreli Live

ભારતના આ રાજાએ ઇતિહાસના સૌથી મોટા શાસકને હરાવ્યો હતો, જાણો ઇતિહાસની કેટલીક રોચક વાતો.

Amreli Live

મીન રાશિ માટે આજનો દિવસ શુભ ફળ આ૫નાર નીવડશે, આર્થિક ધનલાભ થાય, જાણો તમારી રાશિ શું કહે છે?

Amreli Live

કંઈક નવું અને ખુબ જ સ્વાદિષ્ટ છે ‘ઉત્તરાખંડનું ચૈસુ’, જાણો બનાવવાની રીત

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live