26.5 C
Amreli
20/10/2020
મસ્તીની મોજ

પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

જાણો કેમ પિતૃઓના મોક્ષની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત

આ વર્ષે ઇંદિરા એકાદશી વ્રત 13 સપ્ટેમ્બર, રવિવારે ઉજવવામાં આવશે. હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિએ આ વ્રત રાખવામાં છે. આમ તો દર મહિને શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિએ વ્રત રાખવામાં આવે છે. પણ કહેવાય છે કે, ઇંદિરા એકાદશી પિતૃપક્ષ દરમિયાન આવે છે, એટલે તેનું મહત્વ ઘણું વધારે છે.

ઇંદિરા એકાદશી વ્રત પિતૃઓની મુક્તિ અને ગતિની કામના માટે કરવામાં આવે છે. કહેવાય છે કે જે પણ વ્યક્તિ આ દિવસે વ્રત રાખે છે, તેના ફળસ્વરૂપ તેમના પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ જ જીવોને મુક્તિ અપાવી શકે છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના અને વ્રત પણ મુક્તિ અને ભગવત દર્શનની કામનાથી કરવામાં આવે છે. આ વ્રતને દરેક વ્રતોમાં સૌથી પાવન માનવામાં આવે છે.

ઇંદિરા એકાદશી શુભ મુહૂર્ત :

એકાદશી તિથિ શરૂઆત : 13 સપ્ટેમ્બર, રવિવાર – સવારે 4 વાગીને 13 મિનિટથી,

એકાદશી તિથિ સમાપ્ત : 14 સપ્ટેમ્બર, સોમવાર – સવારે 3 વાગીને 16 મિનિટ સુધી.

પારણાં સમય : 14 સપ્ટેમ્બર, સોમવાર – બપોરે 1:30 થી બપોરે 3:59 સુધી.

ઇંદિરા એકાદશી પૂજા વિધિ : એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠો. સ્નાન વગેરે કરીને પવિત્ર થઈ જાવ. સાફ કપડાં પહેરો. પૂજા સ્થળને સાફ કરો. ગંગાજળથી તે સ્થળને પવિત્ર કરો. એક બાજઠ લો. તેના પર પીળા રંગનું કાપડ પાથરો. કંકુથી તે કપડાં પર સ્વસ્તિક બનાવો. ભગવાન ગણેશને પ્રણામ કરી તેમનો મંત્ર ‘ૐ ગણેશાય નમઃ’ બોલતા બોલતા સ્વસ્તિક પર ફૂલ અને ચોખા ચડાવો.

ભગવાન વિષ્ણુની મૂર્તિને બાજઠ પર વિરાજિત કરો. તેમના મસ્તક પર ચંદન અથવા કંકુનું તિલક લગાવો. દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલોનો હાર અર્પણ કરો. સાથે જ તુલસીના પાંદડા પણ ચડાવો. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા કરતા તેમને પ્રણામ કરો. ત્યારબાદ વિષ્ણુ ચાલીસા, વિષ્ણુ સ્તુતિ અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.

એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના નામ અથવા મંત્રોનો જાપ કરવાથી અનેક ગણું ફળ મળે છે. એટલા માટે જો શક્ય હોય તો તેમનું વધુમાં વધુ નામ લો અને મંત્રોનો જાપ કરો. પછી વિષ્ણુજીની આરતી ઉતારો અને તેમને ભોગ ધરાવો. આ રીતે સંધ્યા આરતી પણ કરો. સાંજના સમયે તુલસી સામે દીવો જરૂર પ્રગટાવો.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આજના દિવસે આમને થશે આર્થિક લાભ અને કરિયરમાં આગળ વધશે આ રાશિ.

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

જયારે ફિલ્મોમાં મુખ્ય એક્ટરનું થયું મૃત્યુ, ફેન્સને ઈમોશનલ કરી ગઈ આ ફિલ્મો.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત અનાજ, જાણો : શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?

Amreli Live

લાઈમલાઈટથી દૂર રાખે છે બોલિવૂડ સેલેબ્સની આ બહેનો, સુંદરતામાં કોઈનાથી ઓછી નથી.

Amreli Live

હવેથી હેલ્થ ઈંશ્યોરેંસના બદલાયા નિયમો, વીમા ધારકો માટે ઘણી સારી વાતો

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

ગર્ભવતી મહિલાઓ રોજ જપો આ ખાસ મંત્ર, બાળક સારું સ્વાસ્થ્ય અને ભાગ્ય લઈને જન્મ લેશે.

Amreli Live

આજે આ રાશિઓ પર વરસશે ભગવાન શિવની કૃપા, ઘરેલુ અને આર્થિક પક્ષ રહેશે તમારા માટે હિતકારી.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે રવિવાર, દૈનિક રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

ઘરમાં સુખ શાંતિ માટે લક્ષ્મી માતાની આવી મૂર્તિ રાખશો નહિ.

Amreli Live

અમરનાથની જેમ ઉત્તરાખંડમાં બનશે ટિંબરસૈળ મહાદેવ મંદિર, આ છે યોજના

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

ચીની કંપનીઓને આપવામાં આવેલા કરારોને રદ કરવા જોઈએ, સ્ટારના કરે ચાઈનીઝ પ્રોડક્ટનો પ્રચાર : કૈટ

Amreli Live

બ્રેકફાસ્ટ માટે મિનિટોમાં બનાવો સ્વાદિષ્ટ બ્રેડપૌવા

Amreli Live

30 હજારનું કિલો ભાવમાં વેચાય છે ભારતનું આ શાકભાજી, વિદેશોમાં છે ભારે માંગ.

Amreli Live

સકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ

Amreli Live

આ સરળ રીતે તમે ઘરે પણ કરી શકો છો શ્રાદ્ધ વિધિ, શ્રાદ્ધના મહત્વની સાથે જાણો કયા દિવસે રહશે ક્યુ શ્રાદ્ધ.

Amreli Live

શિક્ષકની કળાથી ચોંકી ઉઠ્યા લોકો, ચોકના ટુકડા અને માચીસની સળીની અણીએ દેખાડી કલા.

Amreli Live

કુશ ઘાસ વગર અધૂરી માનવામાં આવે છે પિતૃઓની પૂજા, રિસર્ચ અનુસાર કુદરતી પ્રિઝર્વેટિવ છે દર્ભ

Amreli Live