25.9 C
Amreli
11/08/2020
મસ્તીની મોજ

પિતાની બીકથી મીના કુમારીએ 2 કલાકમાં કર્યા હતા લગ્ન, ટક્યો નહિ સંબંધ

મીના કુમારીએ પિતાના ડરથી 2 કલાકમાં કર્યા લગ્ન, પરંતુ સંબંધ વધારે ટક્યો નહિ

મીના કુમારીને બોલીવુડ ઇન્ડસ્ટ્રીની ટ્રેજડી કવીન માનવામાં આવે છે. આ એક્ટ્રેસે પોતાના અંગત જીવનમાં ઘણા ઉતાર-ચડાવનો સામનો કરવો પડ્યો હતો. તેમનો જન્મ 1 ઓગસ્ટ 1933 ના રોજ થયો હતો. ઘણી નાની ઉંમરમાં જ તેમણે ફિલ્મોમાં કામ શરુ કરી દીધું હતું. ફિલ્મોમાં તેમણે જે પાત્ર ભજવ્યા તેને પોતાની ગંભીરતાથી સદા માટે અમર કરી દીધા. પણ અંગત જીવનમાં તેમને નિરાશ જ મળી. પણ તેની શરૂઆત આટલી નિરાશાજનક ના હતી.

એક્ટ્રેસ મીના કુમારીએ 7 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મ મેકર કમાલ અમરોહી તેમની એક્ટિંગથી પ્રભાવિત હતા. તે તેમને પોતાની ફિલ્મોમાં લેવા માંગતા હતા. પણ જયારે મીનાને તેમના સ્વભાવ વિષે ખબર પડી, તો તેમણે ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી. પણ પિતાના દબાણને કારણે મીના કુમારીએ તે ફિલ્મમાં કામ કરવું પડ્યું.

તે ફિલ્મ તો બની શકી નહિ પણ તે દરમિયાન કમાલ અમરોહી મીના કુમારીની વધારે નજીક આવી ગયા. મીના કુમારીએ પણ તેમના પ્રેમનો સ્વીકાર કરી લીધો, પણ તે કમાલ સાથે લગ્ન કરી શકતી ન હતી. કારણ કે કમાલ પહેલાથી પરિણીત હતા.

પછી જયારે બંનેને એક-બીજા સાથે પ્રેમ થઈ ગયો તો તેમનાથી લગ્ન વગર રહેવાયું નહિ. મીનાના પિતા આ લગ્નની વિરુદ્ધ હતા. પણ કમાલના મિત્રએ મીનાને એવું કહીને રાજી કરી કે, તે નિકાહ કરી લે અને યોગ્ય સમય જોઈને મમ્મી-પપ્પાને મનાવી લે. 14 ફેબ્રુઆરી, 1952 ના રોજ બંનેના નિકાહ થઈ ગયા.

કમાલ અને મીનાના નિકાહની સ્ટોરી પણ ઓછી રસપ્રદ નથી. માત્ર બે કલાકમાં બંનેના નિકાહ થઈ ગયા હતા. હકીકતમાં જે ક્લિનિકમાં મીનાની ફિઝિયોથેરેપી ચાલી રહી હતી, ત્યાં પિતા અલી બક્ષ રોજ મીનાને રાત્રે આઠ વાગ્યે તેમની બહેન મધુ સાથે મૂકી જતા હતા, અને દસ વાગ્યે લેવા માટે પહોંચી જતા હતા.

આ બે કલાકની વચ્ચે મીનાએ કમાલ અમરોહી સાથે નિકાહ કરી લીધા. પણ બંનેનો આ સંબંધ વધારે સમય સુધી નહિ ચાલી શક્યો. પોતાની અનસેક્સ્યુઅલ મેરેજ લાઈફને કારણે મીના કુમારી ઘણું ડ્રિંક કરવા લાગી ગઈ હતી. આ કારણે તેમનું સ્વાસ્થ્ય બગડતું ગયું.

મેરે અપને – પાકીઝા જેવી ફિલ્મોમાં કર્યું કામ :

પરિણીતા, દો બીઘા જમીન, સાહેબ બીબી ઔર ગુલામ, ચિત્રલેખા, ફૂલ ઔર પથ્થર, મેરે અપને અને પાકીઝા જેવી ફિલ્મોમાં કામ કરવાવાળી મીના કુમારીનું 31 માર્ચ 1972 માં 38 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું હતું.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

ભાઈએ રિક્ષા ચલાવીને ભણવાનો ખર્ચ કર્યો, બહેન બની ડેપ્યુટી કલેક્ટર.

Amreli Live

કોરોના પછી હવે ચીનમાં પૂરથી વિનાશ, 1961 પછી પહેલી વાર અધધધ ભયંકર વરસાદ.

Amreli Live

ચપટી પાઉડરથી પાણી શુદ્ધ, નીતિ આયોગના અટલ ઇનોવેશન એવોર્ડમાં થયો સમાવેશ

Amreli Live

રાશિફળ 28 જુલાઈ : મિથુન રાશિના લોકોને કાર્ય ક્ષેત્રમાં થઈ શકે છે સમસ્યા

Amreli Live

ભૂમિ પૂજનના સ્ટેજ પર પીએમ મોદીની સાથે રહશે ફક્ત આ પાંચ હસ્તીઓ

Amreli Live

વાંસના ઉદ્યોગમાં સારી છે તક, મોદી સરકાર પણ કરી રહી છે મદદ

Amreli Live

મહિનાના છેલ્લા અઠવાડિયામાં હિતકારી ગ્રહ આ 6 રાશિઓને આપશે મોટી ભેટ, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

આ મહિને લોન્ચ થઇ ચકે છે આ નોન-ચાઈનીઝ બજેટ મોબાઈલ ફોન.

Amreli Live

શાકાહારી લોકોમાં જોવા મળતી બી 12 ની ઉણપ જાણો કેવી રીતે દુર કરી શકાય.

Amreli Live

ઘર બનાવતા શીખો બિહારની પારંપરિક મીઠાઈ ‘ચંદ્રકલા’ બનાવવાની સરળ રીત.

Amreli Live

રક્ષાક્ષેત્ર માટે મેગા પ્લાન, 2025 સુધી નિકાસ 35 હજાર કરોડ કરવાનું લક્ષ્ય

Amreli Live

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

કેવી છે રાફેલની શક્તિ, જાણો તેનાથી જોડાયેલા કેટલાક મહત્વના સવાલ-જવાબ.

Amreli Live

ATM માંથી પૈસા ઊપડતાં પહેલા આ રીતે કાર્ડ ક્લોનિગથી રહો સાવચેત, નહિ તો થશે મોટું નુકશાન.

Amreli Live

લોકડાઉનના સમયે દિવસ આખો ફોન સાથે ચોટી રહેવાની ટેવને ઓછી કરવા માટે કરો આ 4 કામ

Amreli Live

સવાર, બોપોર કે સાંજ જાણો કયો છે કેળાને ખાવાનો સાચો સમય?

Amreli Live

જયારે ફિલ્મોમાં મુખ્ય એક્ટરનું થયું મૃત્યુ, ફેન્સને ઈમોશનલ કરી ગઈ આ ફિલ્મો.

Amreli Live

OTT ની દુનિયામાં બાદશાહ કહેવાય છે આ 7 સ્ટાર, જયારે બોલિવૂડમાં હતા નિષ્ફળ સ્ટાર્સ

Amreli Live

આવી રીતે શૂટ થયો હતો સુગ્રીવ-રાવણના યુદ્ધનો સીન, પડદાની પાછળનો વૃતાંત જાણવા જેવો

Amreli Live