25.8 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

પાસવર્ડ વિના જ WiFi સાથે કનેક્ટ થશે સ્માર્ટફોન, આ કંપની લાવી રહી છે ખાસ ટેકનોલોજી

વાઈ-ફાઈ સાથે કનેક્ટ થવા નહીં જોઈએ પાસવર્ડ!

નવી દિલ્હીઃ સાઉથ કોરિયાની સ્માર્ટફોન કંપની સેમસંગ આગામી Samsung Galaxy હેડસેટમાં એવું ફીચર આપી શકે છે, જે આખી મોબાઈલ ઈન્ડસ્ટ્રી માટે ગેમચેન્જર સાબિત થશે. સ્માર્ટફોન્સ ઈનોવેશન રોજે રોજ થઈ રહ્યા છે એવામાં પહેલીવાર માર્કેટમાં બિલકુલ નવું ફીચર આવી રહ્યું છે. સેમસંગ તરફથી નવા ગેલેક્સી ડિવાઈસમાં એક બિલકુલ નવું ફીચર આપી શકાય છે, જે સ્માર્ટ ડિવાઈસના કામ કરવાની રીતને હંમેશા માટે બદલી નાખશે. આ ફીચરની મદદથી કોઈપણ વાઈ-ફાઈ નેટવર્ક સાથે ડિટેઈલ્સ એન્ટર કર્યા વિના જ કનેક્ટ થઈ શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

નવી સિસ્ટમ પર કામ કરી રહી છે સેમસંગ

સેમસંગ હકીકતમાં એક એવી સિસ્ટમ પર કામ કરી રહી છે, જેની મદદથી વાઈ-ફાઈ અથવા બાકી નેટવર્ક સાથે કનેક્ટ થવા લોગ-ઈન ડીટેઈલ્સ અન્ટર કરવાની લાંબી પ્રોસેસથી પસાર નહીં થવું પડે. નવા ફીચરની મદદથી આ સંપૂર્ણ પ્રોસેસ જ રિપ્લેસ કરી દેવાશે. આ ઈનિશિએટિવ હકીકતમાં વાયરલેસ બ્રોડબેન્ડ અલાયન્સની (WBA) શરૂઆત છે. આ સિસ્ટમ એક ફ્યૂચર ટેકનોલોજી નેટવર્ક પર કામ કરી રહી છે, જ્યાં ડિવાઈસને વાઈ-ફાઈથી કનેક્ટ કરવા માટે પાસવર્ડ એન્ટર નહીં કરવો પડે.

મળશે રિયલ ટાઈમ કનેક્ટિવિટી

SamMobileની એક રિપોર્ટ મુજબ, આ અલાયન્સ ઓપનરોમિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે તેમાં સ્માર્ટફોન, વિયરેબલ ડિવાઈસ અને લેપટોપ જેવા ઘણા બધા ગેજેટ્સની રેન્જ સામેલ કરાઈ છે. તેનો લોન્ગ-ટર્મ ગોલ સ્માર્ટ ડિવાઈસને વાઈ-ફાઈ હોટસ્પોટથી રિયલ ટાઈમમાં sync કરવા અને કનેક્ટિવિટી યુઝર્સને આપવાનો છે. સેમસંગ એકલી માત્ર એવી બ્રાન્ડ નથી જે આ અલાયન્સનો ભાગ બની છે. ગૂગલ, ઈન્ટલ અને ઘણા સેલ્યુલર એક્સપર્ટ્સ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયા છે.

વાઈ-ફાઈથી જોડાશે ખાસ ડિવાઈસ

અલાયન્સ વિશે જણાવતા WBA CEO ટિયાગો રોડ્રિગસે વધારે ઓર્ગેનાઈઝેશનને સાથે આવવા અને જોડાવવાની માગણી કરી છે અને કહ્યું કે તેની મદદથી વાઈ-ફાઈ કોમ્યુનિકેશનમાં બધા બેરિયર ખતમ કરી શકાશે. તેમણે કહ્યું, વાઈ-ફાઈ આપણા સમયની સૌથી પહેલી સફળ વાયરલેસ ટેકનોલોજી છે અને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ અને એક જેવી પોલિસીની મદદથી અમે પબ્લિક ગેસ્ટ વાઈ-ફાઈને બીજા સ્તરે લઈ જઈ શકીએ છીએ.’ નવી ફીચરની મદદથી ક્યાં પણ ઉપલબ્ધ પબ્લિક વાઈ-ફાઈ કોઈપણ ડિટેઈલ્સ એન્ટર કર્યા વિના કનેક્ટ થઈ જશે અને સર્વિસ મળતી રહેશે.


Source: iamgujarat.com

Related posts

Jioનો ધમાકેદાર પ્લાન: 199 રૂપિયામાં 42GB ડેટા

Amreli Live

મુંગળવારથી શરુ થાય છે શ્રાવણ મહિનો, આ રીતે ઘરમાં શિવ પૂજા કરવાથી દૂર થાય છે કષ્ટો

Amreli Live

LRD ભરતી વિવાદ: મહિલા ઉમેદવારોએ ફરીથી આંદોલનની ચીમકી ઉચ્ચારી

Amreli Live

સોનુ નિગમે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- ‘મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાંથી આવી શકે છે આપઘાતની ખબર’

Amreli Live

હવે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરાવવા AMCના હેલ્થ કર્મચારીઓને ઈન્સેન્ટિવ મળશે

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતનું આટલું ધ્યાન રાખતી હતી એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકનો આંકડો જાણી ધબકારા વધી જશે

Amreli Live

ફોન હેક થવાનો છે ડર? ‘ખતરનાક’ એપ્સને આ રીતે ઓળખો

Amreli Live

COVID 19: હોસ્પિટલની મુલાકાત લેતી વખતે આટલી બાબતોની ખાસ તકેદારી રાખજો

Amreli Live

23 જૂન જન્મદિવસ રાશિફળઃ મહેનત કરવાથી વિદ્યાર્થીઓને મળશે સફળતા

Amreli Live

ચીનથી દુર થયેલી 600 વિદેશી કંપનીઓને લલચાવવાની તૈયારી, ભારતને ફિનિશ્ડ પ્રોડક્ટનું વૈશ્વિક હબ બનાવવાનું લક્ષ્ય.

Amreli Live

35 લાખની કથિત તોડબાજીનો મામલો: સસ્પેન્ડેડ PSI શ્વેતા જાડેજાની મુશ્કેલીમાં વધારો

Amreli Live

રાજકોટઃ લોકડાઉનના કારણે આર્થિક ભીંસમાં ફસાયેલા ફેક્ટરી માલિકે જીવન ટૂંકાવ્યું

Amreli Live

અમરેલી: દુષ્કર્મના આરોપમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના બે સાધુ સહિત 3ની ધરપકડ

Amreli Live

ચીન સાથેના સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોને અંતિમ વિદાય, આખું ગામ રડી પડ્યું

Amreli Live

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, સવારે 10થી બપોરે 1.27 વાગ્યા સુધી ચાલશે

Amreli Live

બારડોલીમાં પ્રેમીપંખીડાએ ફાંસો ખાધો: પ્રેમીનું મોત, પ્રેમિકા બચી ગઈ

Amreli Live

મોરબીની 150 કંપનીઓ ચીની પ્રોડક્ટ સામે જંગે ચડી, લોકલ પ્રોડક્ટથી આપશે ટક્કર

Amreli Live

રાજકોટઃ સિવિલના ડોક્ટરની ભાવનગર બદલી થતાં 10 સાથી તબીબો નારાજ, આપ્યા રાજીનામા

Amreli Live

બનાસકાંઠાઃ ઓનલાઈન ક્લાસમાં ‘નેટવર્ક’ સૌથી મોટું નડતર, વિદ્યાર્થીઓ ઝાડ પર ચડવા મજબૂર

Amreli Live

જીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલ?

Amreli Live