27.6 C
Amreli
25/11/2020
અજબ ગજબ

પાટણવાવ ખાતેનો ઓસમ ડુંગર છે આકર્ષણનું કેન્દ્ર, રજાઓ ગાળવા માટે બેસ્ટ જગ્યાઓમાંથી એક છે.

રજાના દિવસોમાં ફરવા જવાનું તો દરેકને ગમે છે. એમાં પણ જો ડુંગરવાળા વિસ્તારમાં જવાનું પ્લાનિંગ થાય તો તો મજા પડી જાય છે. પ્રકૃતિના ખોળે પસાર કરેલી થોડી ક્ષણો આખા વર્ષના થાકને દૂર કરીને મનને તાજગીથી ભરી દે છે અને દિલને ખુશ કરી દે છે. અને આજે અમે તમને એક એવા સ્થળ અદ્દભુત સ્થળ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

અમે જે સ્થળ વિષે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે ‘ઓસમ ડુંગર’. ઓસમ ડુંગર સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામની નજીક આવેલું છે. અને આ જોવાલાયક સ્થળ છે. આ સ્થળ ઉપલેટા (જિલ્લો – રાજકોટ) થી 13 કિલોમીટર, રાજકોટથી 100 કિલોમીટર, જૂનાગઢથી 37 કિલોમીટરના અંતરે આવેલું છે.

જણાવી દઈએ કે, ટ્રેકિંગ માટે આ શ્રેષ્ટ સ્થળ છે. અહીં બારેમાસ મોજ જ આવે એવી જગ્યા છે. અને ચોમાસામાં તો ઓર મજા આવે. અહીં પ્રકૃતિ શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે. આ ઓસમ ડુંગર પર દર વર્ષે માત્રી માતાજીના સાનિધ્યમાં ભાદરવી અમાસથી ત્રિદિવસીય મેળો યોજાય છે. આ મેળાનું આયોજન પાટણવાવ ગ્રામપંચાયત દ્વારા કરવામાં આવે છે. અહીંના સ્થાનિક લોકોની માન્યતા અનુસાર, આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારતકાળના અનેક અવશેષો જોવા મળે છે. કહેવામાં આવે છે કે, પાંડવો વનવાસ દરમિયાન આ ઓસમ ડુંગર પર રોકાયા હતા.

સ્થાનિક લોકોની માન્યતા અનુસાર પાંડવોના વનવાસ દરમિયાન હિડિમ્બા પણ ઓસમ ડુંગર પર જ રહેતી હતી. ભીમ સાથે તેની મુલાકાત અહીં જ થઇ હતી. બંનેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડિમ્બાને જોરથી હિચકો નાંખતા, એવામાં એકવાર હિડિમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા તેના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર આવેલા ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં રહેલું છે.

અહીં પાંડવોએ બાંધેલું ટપકેશ્વર મહાદેવ મંદિર પણ છે, અને તેની પાસે આવેલો પાણી ભરેલો હોજ પણ છે, જેમાં ડુંગર પરથી સતત પાણી ટપક્યા કરે છે. એટલું જ નહિ આજે પણ પટાંગણમાં આવેલી ભીમની થાળી જોઈ શકાય છે. જો કે કાળક્રમે આ ભીમ થાળી આડી થઈ ગઈ છે. એવું કહેવામાં આવે છે કે, મહાભારતના સમય દરમિયાન આ ઓસમ ડુંગર માત્રી માતાજી છત્રેશ્વરી માતાજીના નામથી ઓળખાતો. આ ઓસમ ડુંગરની શિલાઓ સીધી, સપાટ અને લીસ્સી હોવાથી તે માખણિયા પર્વત તરીકે પણ જાણિતો હતો.


Source: gujaratilekh.com

Related posts

ઇકોનોમી બચવાના ચક્કરમાં કેટલાક દેશની સરકારે કોરોનાના ખતરાને નજર અંદાજ કર્યો.

Amreli Live

ક્યારેક ગલીએ ગલીએ જઈને સાડી વેચતા હતા આ વ્યક્તિ, આજે છે કરોડોની પ્રોપર્ટીના માલિક.

Amreli Live

માં સંતોષીના આશીર્વાદથી આ 7 રાશિવાળાઓના જીવનમાં આવશે ખુશી, મજબૂત થશે આર્થિક સ્થિતિ, વધશે આવક.

Amreli Live

કંગના રનૌતે કરણ જોહરને જણાવ્યો : ‘મુવી માફિયા કિંગ’, પીએમ મોદી પાસે લગાવી મદદની પુકાર

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને વર્તમાન સમય નાણાકીય લાભ અપાવશે, પણ આ રાશિ માટે સમય થોડોક ક૫રો છે.

Amreli Live

આ રીતે બનાવો ભંડારામાં બને એવું દેશી ચણાનું શાક, આ 1 સિક્રેટ મસાલો તેને બનાવે છે બીજાથી અલગ અને સ્વાદિષ્ટ.

Amreli Live

ડીઝલ કાર ખરીદતા સમયે ફક્ત માઈલેજ જ નહિ, આ વાતોને પણ ધ્યાનમા રાખો.

Amreli Live

સુંદરતામાં બોલીવુડ એક્ટ્રેસને ટક્કર આપે છે આ ટીવી સ્ટાર્સની પત્નીઓ, જુઓ ફોટા.

Amreli Live

કોમેડિયન ભારતી સિંહના ઘરમાંથી NCB ને મળી આ વસ્તુ, પતિ સાથે તેની પણ કરી ધરપકડ.

Amreli Live

પિતાએ આટલા કિમી સાઇકલ ચલાવીને દીકરાને અપાવી પરીક્ષા, બંને એ રાતમાં જ કરી 8 કલાકની મુસાફરી.

Amreli Live

ઇમરાને જણાવ્યું : દુનિયાને લાગે છે ભારતથી તેમને વધારે આર્થિક લાભ થઇ રહ્યો છે, તેથી કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની સાથે નથી દુનિયા

Amreli Live

બ્યુટી ટિપ્સ : દરરોજ કરો એક ટુકડા ગોળ સાથે આ વસ્તુનું સેવન, ચહેરા પર આવશે ગજબનો ગ્લો.

Amreli Live

તો આ કારણે ગણેશજી ઉપર ચઢાવવા આવે છે દુર્વાઘાસ, વાંચો આ પૌરાણિક કથા

Amreli Live

સૂર્યદેવના આ મંત્રોનો ઉચ્ચાર કરવાથી મળે છે સફળતા, થાય છે શક્તિનો સંચાર

Amreli Live

સેનિટાઇઝર ખરીદતા પહેલા ચેક કરી લો આ જરૂરી વાત, આ પ્રકારના સેનિટાઇઝર હોઈ શકે છે ખૂબ ભયંકર

Amreli Live

આજે દિવાળી પર ન ખરીદો લક્ષ્મી-ગણેશની આવી મૂર્તિ, સુખ-સંપત્તિમાં રોક આવી શકે છે

Amreli Live

EBC માં વધુ 32 જ્ઞાતિઓનો સમાવેશ કરતા રાજ્ય સરકારે લીધો મહત્વપુર્ણ નિર્ણય, જાણો કોને કોને મળશે લાભ.

Amreli Live

મહિલા હવલદારે શોધી કાઢ્યા 76 ગુમ થયેલા બાળકો, ખુશ થઈને દિલ્લી પોલીસે લીધો આ નિર્ણય.

Amreli Live

પત્ની સાથે પિતાના અનૈતિક સંબંધો જોઈને પુત્રએ કરાવ્યું મુંડન, તર્પણ કરીને જે કર્યું તે…

Amreli Live

ભારતમાં વધી રહ્યા છે કોરોના કેસ, પાકિસ્તાને કઈ રીતે મેળવ્યું નિયંત્રણ?

Amreli Live

ફર્સ્ટ પાર્ટી અને થર્ડ પાર્ટી ઈંશ્યોરેંસમાં શું હોય છે અંતર? ટુ વ્હીલર કે કારના વીમો લેતા પહેલા જરૂર જાણી લો.

Amreli Live