26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

પાક ક્રિકેટ ટીમના વધુ 7 ખેલાડી કોરોનાની ઝપેટમાં

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેડ બોર્ડ (PCB)ને મોટો ઝટકો લાગતો દેખાઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ પ્રવાસે જનારી ટીમના 3 ક્રિકેટરો મહામારી કોરોના વાયરસથી સંક્રમિત જણાયા હતા. હવે, તેના વધુ 7 ખેલાડી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ રીતે પાકિસ્તાનની 29 સભ્યોની ટીમમાં સંક્રમિત ખેલાડીઓની સંખ્યા હવે કુલ 10 થઈ ગઈ છે. આ અહેવાલની પુષ્ટિ પાકિસ્તાનના બોર્ડે જ કરી છે. આમ, તેનો પાકિસ્તાન પ્રવાસ મુશ્કેલીમાં મૂકાતો દેખાઈ રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial

કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે અને ક્રિકેટ જગતમાં પણ તેનાથી સંક્રમિત ખેલાડી સામે આવી રહ્યા છે. હવે, પાકિસ્તાનના 7 ક્રિકેટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે ઈગ્લેન્ડની સાથે સીરિઝ માટે જવાના હતા. આ પહેલા 3 ખેલાડીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે, જેમનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, તેમાં ફકર જમાં, ઈમરાન ખાન, કાશિફ ભટ્ટી, મોહમ્મદ હાફીઝ, મોહમ્મદ હસનેન, મોહમ્મદ રિઝવાન અને વહાબ રિયાઝના નામ સામેલ છે.

આ પહેલા પાકિસ્તાનના ક્રિકેટર શાદાબ ખાન, હારિસ રઉફ અને હૈદર અલી કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. પીસીબીના મુખ્ય કાર્યકારી અધિકારી વસીમ ખાને પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું કે, તપાસમાં પોઝિટિવ આવેલા કેટલાક એવા ફિટ ખેલાડી પણ છે, જેમનામાં તેનું કોઈ લક્ષણ નથી જોવા મળ્યું. અમે બધા ક્રિકેટરોની ઝીણવટથી તપાસ કરી રહ્યા છીએ અને બધાની તકેદારી રાખી રહ્યા છીએ.

પીસીબીએ કહ્યું હતું કે, કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમણે સેલ્ફ આઈસોલેશનાં રહેવું પડશે. બોર્ડે કહ્યું કે, પીસીબીની મેડિકલ પેનલ એ ખેલાડીઓના સંપર્કમાં છે, જેમને તાત્કાલિક સેલ્ફ-આઈસોલેશમાં જવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો.


Source: iamgujarat.com

Related posts

ચીન બોર્ડર પહોંચવા માટે મહત્વનો બૈલી બ્રિજ 10 સેકન્ડમાં જ તૂટી પડ્યો

Amreli Live

ASIનું કોરોનાના કારણે નિધન, 22નો ટેસ્ટ પોઝિટિવ આવતા આ શહેરના પોલીસ બેડામાં ખળભળાટ

Amreli Live

WHOએ હવે માન્યું કે હવા દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના

Amreli Live

16 જુલાઈથી સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ, આ 5 રાશિઓએ રહેવું પડશે સાવધાન

Amreli Live

20 જાંબાઝની શહીદી સામે આક્રોશ, ચાઈનીઝ મોબાઈલ કંપની ઓપ્પો સામે પ્રદર્શન

Amreli Live

લાંબા સમય પછી બહાર જોવા મળી મલાઈકા, ડોગીને લઈ નીકળી ફરવા

Amreli Live

સુશાંતના નિધન બાદ રિયાને મળી રેપ અને મર્ડરની ધમકી, ભડકેલી એક્ટ્રેસે કહ્યું…

Amreli Live

અ’વાદઃ ફેરવેલ પાર્ટીમાં PI સહિતના પોલીસકર્મીઓ માસ્ક વગર આવ્યા, તપાસના આદેશ અપાયા

Amreli Live

ભારત-ચીન વિવાદ વચ્ચે પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ HDFCમાંથી પોતાની ભાગીદારી વેચી

Amreli Live

નવસારી: આત્મહત્યા કરનાર યુવતીનું અંગદાન, પિતાએ કહ્યું- ‘આ રીતે મારી દીકરી જીવિત રહેશે’

Amreli Live

સુરતઃ છેલ્લા 9 વર્ષોથી ભાગતો ફરતો સીરિયલ કિલર પકડાયો, ઓળખ છુપાવીને લગ્ન કરી લીધા હતા

Amreli Live

હવે તો ભગવાન પણ કોંગ્રેસની સાથે નહીં : જેપી નડ્ડા

Amreli Live

આ પાકિસ્તાની ફાસ્ટ બોલરે કહ્યું – હવે સચિન તેંડુલકર નથી રહ્યો મારો ફેવરેટ ક્રિકેટર

Amreli Live

કેમ ત્રણ પાનવાળું બીલીપત્ર જ છે શિવજીને પ્રિય, આ છે તેની પાછળની ઘટના

Amreli Live

રથયાત્રા નીકળશે કે નહીં? અસમંજસ વચ્ચે જગન્નાથ મંદિરમાં ચાલી રહી છે તૈયારીઓ

Amreli Live

જાણો, કયા બે કારણોથી ભારતીય ક્રિકેટ માટે ખાસ છે 25 જૂનનો દિવસ

Amreli Live

આ દેશમાં રુપિયાવાળાઓએ એપ્રિલમાં જ લઈ લીધો હતો કોરોના વેક્સીનનો ડોઝ!

Amreli Live

પરિવહન કરનારા મજૂરો માટે રાહત શિબિરો સ્થાપિત કરવામાં આવી.

Amreli Live

‘શોલે’ ફેમ ‘સૂરમા ભોપાલી’ એક્ટર જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન

Amreli Live

લિફ્ટમાં ચાર દિવસ સુધી 82 વર્ષની માતા તેની 64 વર્ષની દીકરી સાથે ફસાયેલી રહી

Amreli Live

કોરોના: અમદાવાદના જાણીતા જ્યોતિષની આગાહી ખોટી પડી, પોતાને જ લાગ્યો ચેપ!

Amreli Live