25.8 C
Amreli
06/08/2020
bhaskar-news

પાકિસ્તાન કરતારપુર કોરિડોરને કાલથી ખોલવા તૈયારઃ ભારતે કહ્યું, ‘ભ્રમ ફેલાવવા પ્રયાસ’પાકિસ્તાન શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કોરિડોરને સોમવારથી ખોલવાની તૈયારીમાં છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ શનિવારે ટિ્વટમાં કહ્યું કે 29 જૂને મહારાજા રણજિત સિંહની પુણ્યતિથિ છે. અમે ઈચ્છીએ છીએ કે આ દિવસે કોરિડોર ખૂલી જાય. તેના માટે અમે ભારત સાથે વાત કરી રહ્યા છીએ. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું કે વિશ્વભરમાં ધાર્મિક સ્થળો ખૂલી રહ્યાં છે, એવામાં પાકિસ્તાને પણ શીખ શ્રદ્ધાળુઓ માટે કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખોલવા માટે જરૂરી વ્યવસ્થા કરી છે.

શ્રદ્ધાળુંઓ માટે વ્યવ્સથાની પુષ્ટી કરવી જરૂરી
આ જાણકારી ભારતને આપી દેવામાં આવી છે. જ્યારે ભારત સરકારે પાકિસ્તાનની તૈયારીઓને નકારી કાઢી હતી. નવી દિલ્હીમાં સરકારી સૂત્રોએ કહ્યું કે આ પાકિસ્તાનનો શીખો સાથે સદભાવના બતાવી ભ્રમ ફેલાવવાનો પ્રયાસ છે. કરાર મુજબ કોરિડોર સાથે સંકળાયેલા મામલે કોઈ પણ નિર્ણય લેવા માટે સાત દિવસ પહેલાં સૂચના આપવી જરૂરી છે. જોકે આ જાણકારી બે દિવસ પહેલાં અપાઈ છે. કોરિડોર માટે ભારતે પહેલાથી રજિસ્ટ્રેશન કરવું પડે છે. એ પણ જોવું પડશે કે પાકિસ્તાને પોતાની સરહદે રાવી નદીના પૂરવાળા વિસ્તારમાં પુલ બનાવવાનો હતો, જે તેણે નથી બનાવ્યો. ચોમાસુ આવી ગયું છે. એવામાં એ પણ ધ્યાન રાખવું પડશે કે શું શ્રદ્ધાળુઓ માટે કોરિડોરથી જવું સુરક્ષિત છે?

ગુરુદ્વારા ડેરા બાબા નાનાકથી 4 કિમી દૂર
ભારતમાં કોરોના વાઈરસના ચેપને જોતાં 15 માર્ચે કોરિડોરને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પહેલા તેને 31 માર્ચે બંધ કરાયો હતો. પછી અનિશ્ચિતકાળ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો. બંને દેશોએ ગત વર્ષે નવેમ્બરમાં પાકિસ્તાનના ગુરુદ્વારા કરતારપુર સાહિબ અને ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા સાહિબને જોડનાર કોરિડોરને શ્રદ્ધાળુઓ માટે ખોલ્યો હતો. કરતારપુર સાહિબ ગુરુદ્વારા રાવી નદી પાસેના પાકિસ્તાનના નારોવાલ જિલ્લામાં છે અને ડેરા બાબા નાનકથી આશરે 4 કિમી દૂર છે.

'પાકિસ્તાનની ગુગલી'
અહીં એક વાતનો ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી છે. આ વાત ડિસેમ્બર,2018ની છે. તે સમયે કુરેશીએ કરતારપુર કોરિડોર શરૂ કરવાની દરખાસ્ત અંગે કહ્યું હતું કે આ પાકિસ્તાનની ગુગલી છે. જેના જવાબમાં ભારતના તે સમયના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે જે 'ગુગલી' શબ્દનો તમે ઉપયોગ કરી રહ્યા છો તે તમારા અસલી ચહેરાને ખુલ્લો પાડે છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તમારા હૃદયમાં શિખ સમૂદાય પ્રત્યે કેટલો આદર રહેલો છે. તમે ફક્ત 'ગુગલી' જ રમી રહ્યા છો.

છેવટે આટલી ઉતાવળ શાં માટે?
એક મહત્વનો પ્રશ્ન છે. કોરિડોર મહામારીને લીધે હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યો છે. આ જોખમ હજુ પણ યથાવત છે. પાકિસ્તાનમાં 2 લાખથી વધારે સંક્રમિત છે. 4 હજારથી વધારે લોકોના મોત થયા છે. શું કુરેશી એ સાબિત કરવા માંગે છે કે પાકિસ્તાનમાં કોવિડ-19નું જોખમ ટળી ગયું છે?કુરેશીએ કહ્યું છે કે તેમણે કોરિડોર શરૂ કરતા પહેલા ભારતને દિશા-નિર્દેશ(SOPs) અંગે વાતચીત કરવા આમંત્રણ આપ્યુ છે. પાકિસ્તાનમાં હેલ્થ સેક્ટરની કેવી સ્થિતિ છે તે કોઈનાછી છૂપાયેલી નથી.

શું સાબિત કરવા માંગે છે પાકિસ્તાન?
હકીકતમાં પાકિસ્તાન દોસ્તી અને શાંતિની વાત કરી ષડયંત્ર રચી રહ્યું છે. 27 જૂનના રોજ કરતારપુર કોરિડોર ખોલવાની જાહેરાત કરે છે.
આ માટે ફક્ત બે દિવસનો સમય આપે છે. જ્યારે, બન્ને દેશ વચ્ચે સમજૂતી હેઠળ એ નક્કી છે કે કોઈ પણ યાત્રા માટે ઓછામાં ઓછા 7 દિવસની જાણકારી આપવી પડશે. આ માટે ભારતને તૈયારી કરવા સમય મળશે. રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી શકાય.

બ્રિજ પણ નથી તૈયાર કરાયો
સમજૂતી હેઠળ પાકિસ્તાને તેની તરફ વહેતી રાવિ નદી ઉપર બ્રિજ બનાવવાનો હતો. પણ તે તૈયાર નથી કર્યો. બ્રિજ બન્યો હોત તો શિખ શ્રદ્ધાળુઓની યાત્રા સુરક્ષિત અને સરળ થઈ ગઈ હોત. ચોમાસા સમયે તે વિશેષ જરૂરી હતી.અનેક વર્ષોથી 250 શિખનો જથ્થો લાહોરમાં મહારાજા રણજીત સિંહની પૂર્ણતિથિ નિમિતે જાય છે. પણ આ વખતે પાકિસ્તાને વિઝા માટે શિખોને આમંત્રણ આપ્યું નથી. હાલની સ્થિતિને જોતા શિખ શ્રદ્ધાળુઓએ ઈન્ડિયન હાઈકમીશનનો સંપર્ક કર્યો નથી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર લાહોરની છે. શનિવારે અહીં મહારાજા રણજીત સિંહની પૂર્ણતિથિ નિમિતે ત્રણ દિવસનો કાર્યક્રમ શરૂ થયો છે

Related posts

વડોદરામાં 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 247એ પહોંચી

Amreli Live

ધો.10 અને 12ની પરીક્ષા લેવી કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે, JEE-NIT અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

લોકડાઉન 2.0: દસ દિવસમાં દર્દી બમણાં થયા, શનિવારે રેકોર્ડ બ્રેક 1926 કેસ, દિલ્હીમાં 2 દિવસમાં CRPFના 24 જવાન પોઝિટિવ

Amreli Live

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયું

Amreli Live

ગુજરાતમાં તૈયાર થયા સસ્તા સ્વદેશી વેન્ટિલેટર, ડીઆરડીઓએ બનાવ્યા પર્સનલ સેનિટાઈઝેશન ચેમ્બર અને ફેસ માસ્ક

Amreli Live

કોરોનાના 14 વર્ષના દર્દી સાથે ડોક્ટરના વેશમાં આવેલા માસ્કધારી શખ્સે બિભત્સ અડપલા કર્યા, માતાની ન્યાયની માંગ

Amreli Live

દિલ્હીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આજે ગૃહમંત્રીએ સર્વપક્ષીય બેઠક બોલાવી

Amreli Live

માતા-પિતા અને દાદી કોરોના પોઝિટિવ, 14 મહિનાની દીકરીને ભાડુઆત સાચવે છે, પિતાએ કહ્યું ‘દીકરી માતાના ધાવણ વગર રહેતી નથી’

Amreli Live

માનસરોવરની યાત્રાની કમાન ચીનના હાથમાં છે, રોડ બનવાથી આપણને માત્ર સગવડતા રહેશે

Amreli Live

રાજ્યમાં કોરોનાના નવા 228 પોઝિટિવ કેસ, અમદાવાદમાં જ 140, રેપિડ બ્લડ ટેસ્ટની સંખ્યા વધારાશે, કુલ દર્દી 1604

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

બે નર્સ, કેટરર્સ સંચાલક, વકીલ તેમજ કલેક્ટર કચેરીના કર્મચારી સહિત 79 વ્યક્તિ પોઝિટિવ

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

વધુ એક મહિલાનું મોત,માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોર્પોરેટર ક્વૉરન્ટીન થયાં

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live

કોરોના વાઇરસ અંગે જાહેર હિતની અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે વિપક્ષની ઝાટકણી કાઢી, કહ્યું, ‘આ મુદ્દે રાજકારણ યોગ્ય નથીં’

Amreli Live

4 નવા કેસ સાથે રાજ્યમાં કુલ 179 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 932 ટેસ્ટ કરાયા, જેમાંથી 687 નેગેટિવ, 231 પેન્ડિંગ

Amreli Live

કોરોના વાઈરસના વધુ 4 પોઝિટવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવ 139 થયા, મૃતક યુવાનના પરિવાર અને સારવાર કરનાર ડોક્ટરને ક્વોરન્ટીન કરાયા

Amreli Live

અમદાવાદમાં હોલસેલ-રિટેલ માર્કેટ ઠપ, ઓનલાઈન રાખડી-ગિફ્ટનું ધૂમ વેચાણ, ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો

Amreli Live

વડાપ્રધાન મોદીએ કહ્યું- 2030 સુધીમાં 100 મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય, 20 હજાર કરોડનું રોકાણ કરશે

Amreli Live

સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

Amreli Live