25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

પાકિસ્તાનની સંસદમાં ઈમરાન ખાને ઓસામા બિન લાદેનને ગણાવ્યો ‘શહીદ’

ઈસ્લામાબાદ: આતંકવાદના ખાત્મા અંગે પાકિસ્તાનના કેવા તે વડાપ્રધાન ઈમરાન ખાનના દેશની સંસદમાં આપેલા નિવેદનથી સ્પષ્ટ થઈ રહ્યું છે. દુનિયાભરમાં ખતરનાક આતંકવાદી હુમલાઓને અંજામ આપનારા અલ-કાયદાના ચીફ ઓસામા બિન લાદેનને ખાને ‘શહીદ’ ઠેરવ્યો છે. ઈમરાન ખાને એવા સમયે નિવેદન આપ્યું છે જ્યારે પહેલેથી જ ઈન્ટરનેશનલ લેવલે તેના પર આતંકવાદ વિરુદ્ધ કોઈ પગલાં ન ભરવા અને આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાના આરોપ લાગી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

‘ઈસ્લામાબાદને જણાવ્યા વિના ઓસામાને કર્યો શહીદ’

ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન અલ-કાયદાના ચીફ અને ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને સંસદમાં ‘શહીદ’ ગણાવ્યો છે. એટલું જ નહીં ખાને એમ પણ કહ્યું કે, પાકિસ્તાને આતંકવાદ વિરુદ્ધના જંગમાં અમેરિકાનો સાથ આપવો જોઈતો નહોતો. અમેરિકા પર વરસતા ખાને કહ્યું કે, અમેરિકન ફોર્સિસે પાકિસ્તાનમાં ઘૂસીને લાદેનને ‘શહીદ’ કરી દીધો અને પાકિસ્તાનને જણાવ્યું પણ નહીં અને ત્યારબાદ આખી દુનિયા પાકિસ્તાનની જ બેઈજ્જતી કરવા લાગી.

પાકિસ્તાનીઓએ સહન કરવું પડ્યું

ખાને કહ્યું કે, પાકિસ્તાનને અમેરિકાની આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં પોતાના 70 હજાર લોકોને ગુમાવી દીધા. તેમણે કહ્યું કે, જે પાકિસ્તાની દેશની બહાર હતા તેમણે પણ આ ઘટનાને કારણે ખૂબ શરમનો સામનો કરવો પડ્યો. 2010 બાદ પાકિસ્તાનમાં ડ્રોન અટેક થયા અને સરકારની માત્ર નિંદા થઈ. તેમણે કહ્યું કે, જ્યારે અમેરિકાના એડમિર મલનને પૂછવામાં આવ્યું કે, પાકિસ્તાન પર ડ્રોન હુમલા કેમ કરાઈ રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે, સરકારની પરવાનગીથી આ કાર્યવાહી કરાઈ રહી છે.

પહેલા પણ દેખાડી ચૂક્યા છે કૂણું વલણ

આવું પહેલીવાર નથી જ્યારે ઈમરાન ખાને આવું વિવાદિત નિવેદન આપ્યું છે. ઓસામા અંગે પણ તે નરમ વલણ અપનાવતા દેખાયા છે. તેમણે ઘણીવાર તેને આતંકવાદી માનવાની ના પાડી દીધી છે. તે તાલિબાની લડાકુઓને ‘ભાઈ’ ગણાવી ચૂક્યા છે. પહેલાના સરકારો દરમિયાન તે ડ્રોન હુમલાની આલોચના કરી ચૂક્યા છે અને તેમનું કહેવું હતું કે, જો ડ્રોન હુમલા બંદ થઈ જશે તો તે તાલિબાની ગતિવિધિઓ પણ બંધ થઈ જશે.

FATF, અમેરિકાએ આંતકવાદ પર ઘેર્યા

ખાનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ બુધવારે નિર્ણય લીધો કે, પાકિસ્તાનને અત્યારે ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવશે કારણ કે, તે લશ્કરે-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પહોંચનારા ફન્ડિંગ પર રોક લગાવી શક્યું નથી. બીજી તરફ, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના ‘કન્ટ્રી રિપોર્ટ્સ ઑન ટેરરિઝ્મ’માં વર્ષ 2019માં કહેવામાં આવ્યું છે કે, ભારતને ટાર્ગેટ બનાવી રહેલા લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પાકિસ્તાને પોતાની જમીન પરથી ઑપરેટ કરવા દીધા. પાકિસ્તાનમાં જૈશના સંસ્થાપક મસૂદ અઝહર અને 2008ના મુંબઈ ધડાકાના ‘પ્રૉજેક્ટ મેનેજર’ સાજિદ મીર જેવા ઘણા આતંકવાદીઓ આઝાદ ફરી રહ્યાં છે.


Source: iamgujarat.com

Related posts

અમદાવાદઃ કાલથી 50% મુસાફરો સાથે શરુ AMTS, જાણો કયા રુટ પર કેટલી બસ?

Amreli Live

‘કસૌટી…’ના મિ.બજાજ, કોમોલિકા અને મોહિની બાસુએ કરાવ્યો ટેસ્ટ, આવી ગયો રિપોર્ટ

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અમેરિકા અને બ્રિટને લગાવ્યો આરોપ, રશિયા ચોરી રહ્યું છે કોરોના વેક્સીન રિસર્ચ

Amreli Live

અંકિતાના ખૂબ પ્રેમ કરતો હતો સુશાંત, ચેટ શોમાં કહ્યું હતું ‘તેના વગર રહી શકતો નથી’

Amreli Live

સુનિતા યાદવે કર્યું FB Live: ‘વડાપ્રધાન મોદીથી મળવા માંગુ છું, ભલે પછી મરી જાઉં’

Amreli Live

હવે, કો-ઓપરેટિવ બેંકો નહીં કરી શકે મનમાની, RBIના હાથમાં સોંપાઈ લગામ

Amreli Live

ચીન ઘેરાયું, ભારતે દુનિયાને કહ્યું- ‘ચાલો કોરોના વાયરસનું મૂળ શોધીએ’

Amreli Live

26 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ભાવનગર: માઢિયા નજીક ટ્રેક્ટર પલ્ટી મારી ખાડામાં પડતા આગ ભભૂકી, 3 યુવકો ભડથું થયા

Amreli Live

કોરોનાના લક્ષણો હોવા છતાં આ એક્ટ્રેસનો ટેસ્ટ નથી થઈ રહ્યો, હોસ્પિટલમાંથી મળ્યો આવો જવાબ

Amreli Live

Father’s Day: સુઝાન ખાને પૂર્વ પતિ રિતિકને ગણાવ્યો બેસ્ટ ડેડ

Amreli Live

ગાંધીનગર: આ વર્ષે ‘યોગ @ હોમ’ અને ‘યોગ વિથ ફેમિલી’ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાશે

Amreli Live

ગેંગસ્ટર વિકાસ દુબે પર બનશે વેબ સીરિઝ, જાણો સમગ્ર માહિતી

Amreli Live

14 પગ ધરાવતા વંદાનો ફોટો વાઈરલ, લોકોના ઉડી ગયા હોશ

Amreli Live

આને કેવાય આત્મનિર્ભર, કામ નહિ મળ્યું તો 28 દિવસમાં બનાવી દીધી જાતે જ આટલી બધી ઈંટો.

Amreli Live

ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામમાં આ વર્ષે પણ પાટણે બાજી મારી

Amreli Live

35 લાખનો તોડ કેસ: PSI શ્વેતા જાડેજાના વધુ રિમાન્ડ કોર્ટે ફગાવ્યા, જેલમાં મોકલ્યા

Amreli Live

મિલિન્દ સોમણથી પણ વધુ ફિટ છે તેના મા, 15 પુશ અપ્શ લગાવી ઉજવ્યો 81મો બર્થ-ડે!

Amreli Live

અભિનવ કશ્યપે ફરી સલમાન પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- ‘બીઈંગ હ્યુમનની ચેરિટી માત્ર દેખાડો’

Amreli Live

27 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live