29 C
Amreli
22/09/2020
કલેક્ટર ઓફિસ

પાંડવ એકાદશી કથા વાંચો, ભીમસેન મહિનાની 2 એકાદશી શા માટે કરી શકતો ના હતો.

ભીમ શા માટે એકાદશી કરી શકવા અસમર્થ હતા, જાણો ભીમ એકાદશી વિશે.

નિર્જળા એકાદશી વ્રતની કથા નીચે મુજબ છે- ભીમસેન વ્યાસજીને કહેવા લાગ્યા કે, હે પિતામહ! ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુળ અને સહદેવ વગેરે બધા એકાદશી વ્રત રાખવાનું કહો છો, પરંતુ મહારાજ હું તેમને કહું છું કે ભાઈ હું ભગવાનની શક્તિની ઉપાસના વગેરે તો કરી શકું છું, દાન પણ આપી શકું છું. પરંતુ ભોજન વગર નથી રહી શકતો.

તેની ઉપર વ્યાસજી કહેવા લાગે છે કે હે ભીમસેન! જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજો છો, તો દર મહિનાની બંને એકાદશીમાં અનાજ ન ખાશો. ભીમે કહ્યું કે, હે પિતામહ! હું તો પહેલેથી જ કહી ચુક્યો છુ કે હું ભૂખ સહન કરી શકતો નથી.

જો વર્ષ દરમિયાન એક જ ઉપવાસ હોય, તો તે હું રાખી શકું છું, કારણ કે મારા પેટમાં વૃક નામનો અગ્નિ છે, તેથી હું ભોજન વિના રહી શકતો નથી. ખોરાક ખાવાથી તે શાંત રહે છે, તેથી આખો ઉપવાસ તો ઠીક પરંતુ એક સમય પણ ખાધા વિના રહેવું મુશ્કેલ છે. તેથી, તમે મને કોઈ એવો ઉપવાસ જણાવો જે વર્ષમાં માત્ર એક જ વાર કરવો પડે અને મને સ્વર્ગની પ્રાપ્તિ થઇ જાય.

શ્રી વ્યાસજી કહેવા લાગ્યા કે હે પુત્ર! મોટા મોટા ઋષિઓએ ઘણા શાસ્ત્રો વગેરે બનાવ્યાં છે, જેમણે પૈસા વગર ઓછી મહેનતથી જ સ્વર્ગની પ્રાપ્તી થઈ શકે છે. તે રીતે બંને પક્ષોની એકાદશીના વ્રત મુક્તિ માટે રાખવામાં આવે છે.

વ્યાસજીના શબ્દો સાંભળીને ભીમસેન નરકમાં જવાના નામથી ગભરાઈ ગયો અને ધ્રુજીને કહેવા લાગ્યા કે હવે શું કરુ? હું એક મહિનામાં બે ઉપવાસ તો કરી શકતો નથી, હા હું વર્ષમાં એક ઉપવાસ કરવાનો પ્રયાસ કરી શકું છું. તેથી, જો હું વર્ષમાં એક દિવસ ઉપવાસ કરવાથી છૂટકારો મેળવું છું, તો પછી મને એવો ઉપવાસ જણાવો.

આ સાંભળીને વ્યાસજી કહેવા લાગ્યા કે વૃષભ અને મિથુનની સંક્રાંતિ વચ્ચે જેઠ મહિનાની સુદ પક્ષની એકાદશી આવે છે, જેનું નામ નિર્જલા છે. તમે તે એકાદશીનું વ્રત રાખો. આ એકાદશીના વ્રતમાં સ્નાન અને અગ્નિ સિવાય પાણીનો પ્રતિબંધ છે. અગ્નિમાં છ ટીપા કરતા વધુ પાણી ન લેવું જોઈએ, નહીં તો તે મધ્યપાન જેવું લાગે છે. આ દિવસે ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી ઉપવાસનો નાશ થઇ જાય છે.

જો એકાદશીને સૂર્યોદયથી લઈને બારસના સૂર્યોદય સુધી પાણી ન લે તો તેને બધી એકાદશીના વ્રતનું ફળ મળે છે. બારસને સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન વગેરે કરીને બ્રાહ્મણોને દાન વગેરે આપવું જોઈએ. ત્યાર પછી ભૂખ્યા અને સત્પાત્ર બ્રાહ્મણને ખવડાવ્યા પછી, તમારે ભોજન કરવું જોઈએ. તેનું ફળ એક વર્ષની સંપૂર્ણ એકાદશીઓ બરાબર હોય છે.

વ્યાસજી કહેવા લાગ્યા કે હે ભીમસેન! આ મને સ્વયં ભગવાને કહ્યું છે. આ એકાદશીનું પુણ્ય તમામ તીર્થધામો અને દાન કરતા વધારે છે. માત્ર એક દિવસ વ્યક્તિ નિર્જળ રહીને પાપોથી મુક્ત થઈ જાય છે.

જો માણસ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે, તેના મૃત્યુના સમયે યમદૂત નથી આવતા પરંતુ ભગવાનના સભાસદો તેને પુષ્પક વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે. તેથી, સંસારમાં સૌથી શ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે. તેથી, આ ઉપવાસને ખંતથી કરવું જોઈએ. તે દિવસે વ્યક્તિએ ‘ॐ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરવો જોઈએ અને ગૌદાન કરવું જોઈએ.

આ રીતે વ્યાસજીની આજ્ઞા મુજબ ભીમસેને આ ઉપવાસ કર્યા. તેથી આ એકાદશીને ભીમસેની અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. નિર્જળા ઉપવાસ કરતાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન! આજે હું નિર્જળા વ્રત રાખું છું, બીજા દિવસે ભોજન કરીશ. હું આ ઉપવાસને શ્રદ્ધાંપૂર્વક કરીશ, તમારી કૃપાથી મારા બધા પાપોનો નાશ થઇ જાય. આ દિવસે પાણીથી ભરેલા ઘડાને કપડાથી ઢાંકીને સોના સહીત દાન કરવું જોઈએ.

જો માણસ આ વ્રત કરે છે, તેમને કરોડ ક્ષણો માટે સોનાના દાનનું ફળ મળે છે અને જે આ દિવસે યજ્ઞાદીક કરે છે, તેનું ફળનું તો વર્ણન કરી શકાતું નથી. આ એકાદશીના વ્રત દ્વારા માણસ વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. જે માણસ આ દિવસે ખોરાક લે છે, તે ચંડાળ જેવા છે. તે છેવટે નરકમાં જાય છે. જેણે નિર્જલા એકાદશીનો ઉપવાસ કર્યો છે, પછી ભલે તે બ્રાહ્મણનો હત્યારો હોય, નશો કરતો હોય, ચોરી કરી હોય કે ગુરુ સાથે દ્વેષ કર્યો હોય, પણ આ વ્રતની અસરથી સ્વર્ગમાં જાય છે.

હે કુંતીપુત્ર! પુરૂષો અથવા સ્ત્રીઓ નિષ્ઠાપૂર્વક આ ઉપવાસ કરે છે, તેઓએ ઉત્તમ કર્મ કરવા જોઈએ. પહેલા ભગવાનની ઉપાસના, પછી ગાયનું દાન, બ્રાહ્મણોએ મીઠાઇ અને દક્ષિણા આપવી જોઇએ અને પાણીથી ભરેલા કળશનું દાન જરૂર કરવું જોઈએ. નિર્જળાના દિવસે અન્ન, કપડા, પગરખાં વગેરેનું દાન પણ કરવું જોઈએ. જે લોકો આ કથા શ્રદ્ધાપૂર્વક વાંચે છે અથવા સાંભળે છે તેઓને ચોક્કસ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. વર્ષ આખાની એકાદશીઓનો પૂર્ણ લાભ આપનારી આ ઉત્તમ નિર્જળા એકાદશીને પાંડવ એકાદશી અથવા ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

01 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

19 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

દીપિકા કક્કરે પતિ શોએબના બર્થ ડે પર બનાવી ખાસ કેક, ફેન્સ સાથે કર્યું ‘વર્ચ્યુઅલ સેલિબ્રેશન’

Amreli Live

સુશાંતના મોત મામલે દિલીપ તાહિલે કહ્યું, ‘માત્ર કરિયર ઈશ્યૂના કારણે કોઈ આપઘાત કરે નહીં’

Amreli Live

જ્યારે આ એક્ટ્રેસને સાડી પહેરી કમર બતાવવી ભારે પડી હતી, યૂઝર્સે કરી ગંદી કમેન્ટ્સ

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યાઃ મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની અરજી

Amreli Live

ભારતીય દીકરીએ યોગાસનમાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

Amreli Live

વજન ઉતારવા માગો છો? તો 5 વસ્તુ શેકીને ખાવ અને પછી જુઓ કમાલ

Amreli Live

કોરોનાને કારણે મુંબઈના વિખ્યાત લાલબાગચા રાજાનો ગણેશોત્સવ રદ્

Amreli Live

કોરોના: ચાલુ મહિને દેશમાં બે લાખથી વધુ કેસ નોંધાયા, 7500 દર્દીઓના મોત થયા

Amreli Live

23 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદ કરવા ધારાસભ્ય કેડ સમા પાણીમાં ઉતર્યા

Amreli Live

કોરોના ત્રસ્ત ડોક્ટરની આપવીતી વાંચીને હલી જશો. સેવા કરતા કરતા મેવાને બદલે મળ્યો કોરોના.

Amreli Live

ચાબહાર રેલ પ્રોજેક્ટમાંથી ભારતને બહાર કરવાના રિપોર્ટ્સ કોઈ કાવતરાનો ભાગઃ ઈરાન

Amreli Live

કોરોનાના દર્દીઓએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ, વધી શકે છે ખતરો

Amreli Live

રેપ અને મર્ડરની ધમકીઓ આપનારાઓ સામે લીગલ એક્શન લેશે આલિયા બહેન શાહીન

Amreli Live

ACBએ અમદાવાદ ગ્રામ્ય LCBના કોન્સ્ટેબલની 84 લાખની અપ્રમાણસર મિલકત પકડી

Amreli Live

પગાર વધારા માટે પોલીસકર્મીઓના આંદોલન પર DGP શિવાનંદ ઝાએ શું કહ્યું?

Amreli Live

નાઈટ કર્ફ્યૂ છતાં ગૌતમ ગંભીરના પિતાની SUV કાર ઘરની બહારથી ચોરાઈ ગઈ

Amreli Live

રાજકોટઃ કેરી બેગના નામે ગ્રાહક પાસેથી 16 રૂપિયા વસૂલનારા સ્ટોરને રૂ.6000 પાછા આપવા પડ્યા

Amreli Live

કોપરેલ તેલમાં આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ લાંબા અને મજબૂત થશે

Amreli Live