26.8 C
Amreli
19/09/2020
bhaskar-news

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!અત્યારે ગુજરાત સહિત આખા દેશ અને દુનિયામાં કોરોના વાઈરસનો હાહાકાર મચ્યો છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા રોજબરોજ વધી રહી છે. આવામાં સહુના મનમાં એ વાતનું કૌતુક થઈ રહ્યું છે કે, કોરોનાનો ટેસ્ટ થાય છે કેવી રીતે અને કેટલી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ એ નક્કી થઈ શકે છે કે કોઈ દર્દી કોરોના પોઝિટિવ છે કે નહીં. આ માટે DivyaBhaskar રાજકોટમાં કોરોનાના ટેસ્ટ માટે પીડીયુ મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં ઊભી કરાયેલી સુવિધા ખાતે પહોંચ્યું. આ લેબના ડીન ડો. ગૌરવી ધ્રુવ તથા તેમની ટીમે આખી કોરોના સેમ્પલ ટેસ્ટિંગની પ્રક્રિયા લાઈવ દર્શાવી હતી. એવું આ પ્રથમવાર બની રહ્યું છે કે કોરોના વાઈરસના ટેસ્ટિંગનો લેબમાંથી લાઈવ વીડિયો બનાવાયો હોય. ડો. ધ્રુવ અને તેમની ટીમે સેમ્પલ કલેક્ટ કરવાથી માંડીને તેના પ્રોસેસિંગ અને અંતિમ પરિણામ આવવા સુધીના તમામ ચાર તબક્કાનું બખૂબી વર્ણન કર્યું છે. દરેક વખતે લેબમાં કામ કરી રહેલા 10 લોકો કોરોના વાઇરસથી સીધા સંક્રમિત થવાના સતત જોખમ હેઠળ જીવી રહ્યા છે. જેમાં 3 ટેક્નિશિયન, 3 રેસિડેન્ટ, 3 પ્રોફેસર તેમજ પ્યૂનનો સમાવેશ થાય છે.

કોરોના સેમ્પલ ટેસ્ટિંગના ચાર મુખ્ય તબક્કા

તબક્કો 1-સેમ્પલ એલિકોટિંગ
કોઈ પણ શંકાસ્પદ પેશન્ટના ગળાના ભાગેથી સ્વોબ એટલે કે સિક્રિશન્સ લેવામાં આવે છે. આ સેમ્બલને બાયોસેફ્ટી કેબિનેટની અંદર પ્રોસેસ કરાય છે. સેમ્પલના 3 મિલિ જથ્થામાંથી 200 માઈક્રો લિટર જેટલું સેમ્પલ બહાર કાઢી તેમાં કેમિકલ નાંખીને વાઈરસને મૃત કરાય છે. પ્રથમ તબક્કામાં બાયોસેફ્ટી કેબિનેટમાં પ્રોસેસ કરાય છે. સેમ્પલમાં રિએજન્ટ ઉમેરવાથી તેમાં રહેલા તમામ વાઇરસ લાઈસ(મૃત) બને છે જેને એલિકોટિંગ કહેવાય છે.

તબક્કો 2-આરએનએ એક્સટ્રેક્શન
વાઇરસના મધ્યમાં આરએનએ હોય છે. આ સ્ટેપમાં કોરોનાની અંદર રહેલા મહત્ત્વના આરએનએને છૂટું પડાય છે. સેમ્પલમાં ઘણા બધા વાઇરસ હોય છે તેથી તમામના આરએનએ અલગ કરાય છે.આરએનએ કે જે વાઈરસના બંધારણનો સૌથી મોટો ભાગ છે તેને એક્સટ્રેક્ટ કરી તેનું લાઈસીસ કરીને આગળના તબક્કામાં ડિટેક્ટ કરવામાં આવે છે કે તે કોરોના કે અન્ય વાઈરસનું છે.

તબક્કો 3- પ્રિ–પીસીઆર સેક્શન
અહીં બાયોસેફ્ટી કેબિનેટમાં કોરોના વાઈરસને ડિટેક્ટ કરવા માટે વિવિધ પ્રકારના કેમિકલ તૈયાર કરાય છે. આ કેમિકલ તૈયાર થાય એટલે તે કેમિકલ અને બીજા સ્ટેપમાં જે આરએનએ તૈયાર થયું છે તેને પીસીઆર સેક્શનમાં લાવવામાં આવે છે. લેબના 3 નંબરના રૂમમાં આરએનએને ડિટેક્ટ કરવા માટે WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ જે કોરોના વાઇરસનો જિનેટિક કોડ તૈયાર કર્યો છે તેના પરથી રિએજન્ટ તૈયાર કરવામાં આવે છે.

તબક્કો 4 – પીસીઆર સેક્શન
જે આરએનએ અલગ કરાયું છે તેને તેમજ 3 નંબરના રૂમમાં જે રિએજન્ટ તૈયાર કર્યા છે તેને એક વાયલમાં મિક્સ કરીને મશીનમાં મૂકાય છે. મશીન 55થી 95 ડિગ્રી વચ્ચેના અલગ અલગ તાપમાને જુદા-જુદા સમય રાખે છે. આ તાપમાને આરએનએમાં મલ્ટિપ્લિકેશન થાય છે અને પરિણામ ગ્રાફના રૂપે આવે છે. ગ્રાફમાં આરએનએ મલ્ટિપ્લાય થાય અને કોરોનાના જિનેટિક કોડથી મેચ થાય તો પોઝિટિવ ગણાય. સંપૂર્ણ પ્રક્રિયાના અંતે આ મશીનમાં આપણને ખબર પડે છે કે આ સેમ્પલમાં કોરોના વાઈરસ છે કે કેમ. પરંતુ પરિણામ જાહેર કરતા પહેલા તે સેમ્પલનો ફરીથી રિપોર્ટ કરાય છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજકોટમાં કોરોનાના ટેસ્ટ માટે પીડીયુ મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં ઊભી કરાયેલી સુવિધાની તસવીર

Related posts

હાર્વર્ડ,MITએ ટ્રમ્પ પ્રશાસન સામે ફરિયાદ કરી, હાર્વર્ડના પ્રેસિડેન્ટે કહ્યું- સરકાર ઓનલાઈન ક્લાસરૂમ માટે દબાણ કરે છે

Amreli Live

63.21 લાખ કેસ:CDCના ભૂતપુર્વ ડિરેક્ટરે કહ્યું-USમાં આગામી મહિને 20 હજાર લોકોના મોત થઈ શકે છે, સ્પેનમાં માર્ચ મહિના બાદ છેલ્લા 24 કલાકમાં એક પણ મોત ન થયુ

Amreli Live

સેન્સેક્સ 484 અંક ઘટ્યો, નિફ્ટી 9000ની નીચે; બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

Amreli Live

અમદાવાદમાં 80% કેસ કોઈ લક્ષણ વિના પોઝિટિવ, ગ્રીન ઝોનમાં આજથી લૉકડાઉનમાં ઢીલ, પરંતુ દિલ્હી અને પંજાબમાં નહીં

Amreli Live

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યો

Amreli Live

સૌ.યુનિ.માં ચાલી રહેલી પરીક્ષામાં 1 વિદ્યાર્થિનીનો કોરાના રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં પોઝિટિવ આંક 1700 નજીક

Amreli Live

2.37 લાખ કેસ;અત્યાર સુધી 4,268 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ, 58 લાખ પ્રવાસી મજૂર ઘરે પહોંચ્યાઃ ભારતીય રેલવે

Amreli Live

પાટણમાં કોરોનાના દર્દીનું મોત, રાજ્યમાં મૃત્યુઆંક 13એ પહોંચ્યો, કોરોનાના અત્યાર સુધી 165 દર્દી

Amreli Live

રામ નામની ધૂન મંદિરો અને ઘરોમાં ગુંજી રહી છે, 4 કિમી દૂર થઈ રહેલા ભૂમિપૂજનને ટીવી પર જોશે અયોધ્યાના લોકો

Amreli Live

ભારત-ચીનમાં આ વર્ષે 70 પ્રોગ્રામ થવાના હતા, પરંતુ ગલવાનના પગલે અશકય; સરકાર ચીન પર ઝડપથી કેટલાક આર્થિક પ્રતિબંધો લગાવી શકે છે

Amreli Live

લોકડાઉનમાં 80 લાખ નાગરિકે 30 હજાર કરોડ PFમાંથી ઉપાડ્યાઃ કોંગ્રેસ

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

1.61 લાખના મોત: PM શિંઝો આબેએ જાપાનમાં ઈમરજન્સીની જાહેરાત કરી; પશ્ચિમ એશિયામાં તુર્કી સૌથી વધારે સંક્રમિત દેશ

Amreli Live

કવોરન્ટીન યુવકનો રિપોર્ટ પોઝિટિવ, રાજકોટમાં 47થી વધુ પોઝિટિવ કેસ, હજુ 5નાં રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

કોરોના વોરિયર્સ માતા-પિતાની દીકરીએ CBSE ધો. 10માં 91 ટકા મેળવ્યા, મેથ્સમાં 100માંથી 100, IAS બનવાનું સપનું

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

જો તમને મળવા લાગે આ સંકેત, તો સમજવું માતા લક્ષ્મી છે પ્રસન્ન, તમે જલ્દી બની શકો છો ધનવાન

Amreli Live

કોરોના વાઈરસની એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઇવરની બાઇક પોલીસે ડિટેઇન કરી, 8 કિ.મી. ચાલીને નોકરી પર પહોંચ્યો

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

10 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે 64% દર્દીઓ સાજા થયા; દરરોજ 40 હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે

Amreli Live

રાજ્યમાં 91 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, વંથલી અને ગીર ગઢડામાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો

Amreli Live