25.9 C
Amreli
08/08/2020
કલેક્ટર ઓફિસ

પશ્ચિમ અમદાવાદમાં કોરોના મહામારી અંકુશમાં આવી રહી નથી, નવા 121 કેસ નોંધાયા

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે પણ અમદાવાદમાં તેની અસર ઘટી રહી છે. અમદાવાદના શહેરના તમામ વિસ્તારોમાં કેસ મળી રહ્યા છે પરંતુ પશ્ચિમ ભાગમાં આ મહામારી અકુંશમાં આવવાનું નામ લઈ રહી નથી. શુક્રવારે સાંજે અમદાવાદમાં નોંધાયેલા 205 કેસમાંથી, પશ્ચિમ ભાગમાં 121 કેસ એટલે કે કુલના 59% કેસ નોંધાયા છે. આમ અમદાવાદનો પશ્ચિમ ભાગ કોવિડ ઈન્ફેક્શનનું મુખ્ય સ્થળ તરીકે અગ્રેસર રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકડાઉન હળવું થતાં શહેરના પશ્ચિમ ભાગમાં કેસો નોંધાઈ રહ્યા છે.

શુક્રવારે પશ્ચિમ ઝોનમાં 121 કેસ અને 7 લોકોના મોત નોંધાયા છે. જેમાં 62 કેસ અને 4 મૃત્યુ પશ્ચિમ ઝોનમાં થયા છે, જેમાં સરદાર પટેલ સ્ટેડિયમ, નારણપુરા, નવરંગપુરા, રાણિપ, પાલડી અને વાસણાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 38 કેસ અને એક મોત ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા અને ગોતામાંથી સામે આવ્યા છે. તેમજ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કોરોનાના નવા 21 કેસ અને 3 લોકોના મોત થયા છે, જેમાં જોધપુર, વેજલપુર, મકતમપુરા અને સરખેજ સામેલ છે.

એટલું જ નહીં, ગુરુવારે શહેરમાં નોંધાયેલા 205માંથી 106 કેસ પશ્ચિમ ભાગમાં નોંધાયા હતા. નવા નોંધાયેલા 106 કેસમાંથી, વેસ્ટ ઝોનમાં 48 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 27 કેસ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 31 કેસ સામે આવ્યા હતા. શુક્રવાર સુધી છેલ્લા 48 કલાકમાં શહેરમાં 19 લોકોનાં મોત નીપજ્યાં છે તેમાંથી પાંચ મોત પશ્ચિમ ભાગમાં નોંધાયા છે.

શનિવાર સવાર સુધીના આંકડા મુજબ શહેરમાં કુલ 2,933 સક્રિય કેસ છે, જેમાંથી 1,410 પશ્ચિમ ભાગના છે. આ 1,410 કેસમાંથી, પશ્ચિમ ઝોનના 596 કેસ, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 453 કેસ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના 402 કેસ છે. અન્ય ઝોનની વાત કરીએ તો મધ્યઝોનમાં 208 કેસ, ઉત્તર ઝોનમાં 453 કેસ, પૂર્વ ઝોનમાં 397 કેસ અને દક્ષિણ ઝોનમાં કોરોનાના 465 એક્ટિવ કેસ છે.


Source: iamgujarat.com

Related posts

સુરતઃ કુમાર કાનાણીના દીકરાને ધમકાવનાર મહિલા કોન્સ્ટેબલ સુનિતા યાદવ IPS બનવા ઈચ્છે છે

Amreli Live

સુશાંતે નિધન બાદ ટ્વિટર પર આલિયા ભટ્ટને ફોલો કરી! યૂઝર્સ કરી રહ્યા છે દાવા

Amreli Live

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવાર પર કોરોના સંકટ, 4 સભ્યો પોઝિટિવ નોંધાયા

Amreli Live

લોકડાઉન દરમિયાન ગોવામાં ફસાઈ હતી આ એક્ટ્રેસ, 100 દિવસ બાદ મુંબઈ આવી

Amreli Live

ડૉક્ટર્સે અમિતાભ-અભિષેકને હજુ આટલા દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ

Amreli Live

રિયા ચક્રવર્તીને આવી રહી છે સુશાંતની યાદ, કહ્યું ‘તું એક એવો વ્યક્તિ હતો જેણે મને…’

Amreli Live

અસમના 24 જિલ્લામાં પૂરથી હાહાકાર, 25 લાખથી વધુ લોકો પ્રભાવિત

Amreli Live

દેશમાં કોરોના વાયરસના 8000 કરતા વઘારે કેસ એક દિવસમાં નોંધાયા, મૃત્યુઆંક 5000ને પાર

Amreli Live

કોરોનાના દર્દીઓએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ, વધી શકે છે ખતરો

Amreli Live

જિયો પ્લેટફોર્મ્સમાં મોટું રોકાણ કરી શકે છે ગૂગલ, વાતચીત છેલ્લા તબક્કામાં

Amreli Live

પહેલા થઈ હતી ટીકા, હવે માસ્કમાં જોગિંગ કરતા જોવા મળી ‘મર્ડર ગર્લ’ મલ્લિકા શેરાવત

Amreli Live

કોરોનાઃ મહિને ₹6 લાખ કમાતા પાયલટને બનવું પડ્યું ડિલીવરી બોય!

Amreli Live

WHOએ હવે માન્યું કે હવા દ્વારા પણ ફેલાઈ શકે છે કોરોના

Amreli Live

સુશાંત સિંહના નિધન બાદ યૂઝર્સના નિશાને આવેલા કરણે ટ્વિટર પર કર્યું આ કામ

Amreli Live

શું ફોર વ્હીલ ચાલકે માસ્ક પહેરવું ફરજિયાત છે? રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

સૌરવ ગાંગુલી દ્વારા એશિયા કપ રદ્દ થવાની ઘોષણાથી પાકિસ્તાનમાં ખળભળાટ

Amreli Live

COVID 19: હોસ્પિટલની મુલાકાત લેતી વખતે આટલી બાબતોની ખાસ તકેદારી રાખજો

Amreli Live

રાજ્યમાં 25મી જૂનથી કોલેજોમાં પરીક્ષા શરૂ કરવાના સરકારના નિર્ણયનો થઈ શકે વિરોધ

Amreli Live

અમદાવાદઃ શાહીબાગમાં સાસુ બની જાસૂસ રાત્રે પુત્રવધૂને પરપુરુષ સાથે ઝડપી

Amreli Live

ભારતમાં આવેલા સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટ બંધ થવાની તૈયારીમાં

Amreli Live

જુઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં કેવું દેખાયુ સૂર્યગ્રહણ

Amreli Live